તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • By The Grace Of Goddess, Friday Will Be Auspicious For Many Species, Aries Will Benefit All According Bejan Daruwalla

દેવી કૃપાથી શુક્રવારનો દિવસ અનેક જાતકો માટે શુભ રહેશે, મેષ જાતકોને ધનલાભ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધર્મ ડેસ્કઃ 27 સપ્ટેમ્બર, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ મિશ્રિત રહેશે. પાર્ટનરની મદદથી ધનલાભ થઇ શકે છે. વિદ્યાર્થીઓ માટે સમય સારો રહેશે. પરિવારનું વાતાવરણ પણ સુખમય રહેશે. યાત્રા પર જઇ શકો છો. કામમાં પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે. નવા કામના અવસર મળશે. તમારા દરેક કાર્ય સરળતાથી પૂર્ણ થશે. 

નેગેટિવઃ- કોઇ કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં પરેશાનીનો અનુભવ કરશો. ગુસ્સા ઉપર નિયંત્રણ અને વાણી પર સંયમ રાખવો. ગુસ્સામાં વધારો તમને પરેશાનીમાં મુકી શકે છે. કોઇ વ્યક્તિ સાથે ગેરસમજ ઊભી થઇ શકે છે.

લવઃ- પ્રેમ-પ્રસંગમાં અનુકૂળતા રહેશે.
વ્યવસાયઃ- કરિયરમાં ઉતાર-ચઢાવની સ્થિતિઓ આવશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય થોડું ઠીક રહેશે.
--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ શુભ ફળદાયી રહેશે. ઈશ્વરના નામનું સ્મરણ કરીને દિવસની શરૂઆત કરવી. ધાર્મિક કાર્ય અને પૂજા-પાઠમાં વ્યસ્ત રહેશો. ગૃહસ્થ જીવનમાં આનંદમય વાતાવરણ રહેશે. શારીરિક અને માનસિક રૂપથી તમે પ્રફુલ્લિત રહેશો. વડીલ વર્ગ અને મિત્રો તરફથી તમને લાભ મળી શકે છે.

નેગેટિવઃ- આજે તમારે રૂપિયાની લેવડ-દેવડ કરવાથી બચવું પડશે. બિનજરૂરી ખર્ચમાં વધારો થશે. આગ,પાણી અને વાહન દુર્ઘટનાથી સંભાળીને રહેવું. કાર્યભારથી થાકનો અનુભવ થશે.

લવઃ- દાંપત્ય જીવનમાં આનંદનો અનુભવ કરશો.
વ્યવસાયઃ- નોકરી-વેપારમાં પરિસ્થિતિ અનુકૂળ રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં સામાન્ય ઉતાર-ચડાવ આવી શકે છે.
--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમારી મહેનત ઉપર વિશ્વાસ રાખવો. કારોબાર વિસ્તારની નવી યોજનાઓ બની શકે છે. જૂના રોકાણથી લાભ મળશે. નવા વ્યાપારિક સંબંધ બનશે. જીવનસાથી પાસેથી સહયોગ બનશે. પરિવારનું વાતાવરણ સુખમય રહેશે. કાર્યની ગતિ જાળવી રાખવી.

નેગેટિવઃ- બીજા વ્યક્તિઓ ઉપર નિર્ભરતા નુકસાન પહોંચાડી શકે છે. કઠોર પરિશ્રમથી તમારા કાર્યો તમારે પૂર્ણ કરવાં. નવું રોકાણ કરવાથી બચવું. વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવી પડશે.

લવઃ- આ સમયે સાથે પિક્ચર જોવા માટે અથવા લંચ માટે જઇ શકો છો.
વ્યવસાયઃ- તમારું સંપૂર્ણ ધ્યાન તમારા કરિયર અને કામ પ્રત્યે રહેશે.
સ્વાસ્થ્યઃ- ખાન-પાનનું ધ્યાન રાખવું.
--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- સંતાન અને પત્ની તરફથી શુભ સમચાર મળશે. યાત્રાનો યોગ પણ બની શકે છે. મહેનતથી કાર્યોમાં સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો રેહશે. કાર્યશૈલીમાં સુધાર થશે.

નેગેટિવઃ- વિના કારણે કોઇ સાથે તર્ક-વિતર્ક કરવું નહીં. માનસિક અને શારીરિક થાકનો અનુભવ થઇ શકે છે. થોડાં મામલાઓને લઇને મનમાં શંકાનું વાતાવરણ રહેશે. પરિવારમાં ક્લેશની સ્થિતિ ઉત્પન્ન થશે.

લવઃ- ઓફિસમાં કોઇ સહકર્મી સાથે વિવાદ થઇ શકે છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્ર અને બિઝનેસમાં અચાનક ફાયદો થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લઇને પરેશાન થવું પડી શકે છે.
--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- વેપારીઓ માટે દિવસ સારો છે. અધિકારીઓ પાસેથી સહયોગ મળશે. ધનલાભ થવાના યોગ છે. વિદેશમાં રહેતાં મિત્રો કે સ્વજનોના સમાચારથી તમે ભાવુક થઇ શકો છો. લાંબી યાત્રા પર જવાનું થઇ શકે છે.

નેગેટિવઃ- આજનો દિવસ સામાન્ય રહેશે. પરિવારજનો સાથે વિવાદ થઇ શકે છે. વધારે કામનો બોજ થાકનો અનુભવ કરાવી શકે છે. આજે તમારે ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું પડશે.

લવઃ- વિપરીત વ્યક્તિની સાથે રોમાંચક મુલાકાતથી સુખનો અનુભવ કરશો.
વ્યવસાયઃ- વેપારીઓ માટે આજનો દિવસ શુભ રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું.
--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ સામાજિક અને વ્યવસાયિક ક્ષેત્રમાં તમારી માટે લાભદાયક સાબિત થશે. મોજ-શોખના સાધન, સારા ઘરેણાં અને વાહનની ખરીદારી કરશો. મોજ-મસ્તી અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં સમય વિતશે.

નેગેટિવઃ- પારિવારિક સભ્ય અને ઓફિસમાં સહકર્મીઓ સાથે મનમુટાવ કે વિવાદના પ્રસંગ બનશે. દૈનિક કાર્યોમાં થોડાં અવરોધ આવશે. વાહન દુર્ઘટનાથી બચીને રહેવું.

લવઃ- તમારો જીવનસાથી આજે ઊર્જા અને પ્રેમથી ભરપૂર છે.
વ્યવસાયઃ- નોકરી અથવા વેપારમાં અનુકૂળ પરિસ્થિતિઓ રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.
--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ સારો રહેશે. કારોબાર સારો ચાલશે. દૂર રહેતાં મિત્રો અથવા સંબંધીઓનો વ્યવાહાર તમારી માટે લાભદાયક સાબિત થશે. પારિવારિક જીવન સુખમય રહેશે. ધાર્મિક કાર્યોમાં ભાગ લઇ શકો છો.

નેગેટિવઃ- આજનો દિવસ મિશ્રિત રહેશે. આજના દિવસે તમારે કોઇને કોઇ કારણે મનમાં ચિંતા રહેશે. સંતાનોના અભ્યાસમાં મુશ્કેલીઓ આવશે.

લવઃ- પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થશે.
વ્યવસાયઃ- કારોબાર સારો ચાલશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય વિશે તમે વધારે ચિંતામાં રહેશો.
--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- ધન આગમનની સંભાવના રહેશે. પરિશ્રમથી દરેક કાર્યોમાં સફળતા મળશે. મિત્રો અને પરિજનોનો ભરપૂર સહયોગ મળશે. સામાજિક કાર્યોમાં આગળ વધીને તમે ભાગ લેશો. આર્થિક આયોજન સફળ કરી શકશો.

નેગેટિવઃ- આજે તમે વધારે ભાવનાશીલ બનશો અને તેના કારણે માનસિક અસ્વસ્થતા અનુભવ કરશો. યાત્રા માટે વર્તમાન સમય અનુકૂળ નથી. કાર્યભાર વધવાથી આજે તમે ખૂબ જ વ્યસ્ત રહી શકો છો.

લવઃ- તમે કોઇ એવા વ્યક્તિ સાથે જોડાઈ શકો છો, જેની સાથે તમે સતત સંવાદ કરો છો.
વ્યવસાયઃ- નોકરીમાં ઉન્નતિના યોગ છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવાની જરૂર છે.
--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- દાંપત્ય જીવન સુખમય રહેશે. આવક પ્રાપ્તિના નવા સ્ત્રોત બની શકે છે. અટકાયેલાં કાર્યો પૂર્ણ થશે. યાત્રાની યોજના બનશે. લગ્નજીવન સુખમય રહેશે. વિદ્યાર્થીઓ તેમની સફળતાથી પ્રસન્ન રહેશે. પરિવારનું વાતાવરણ સુખમય રહેશે.

નેગેટિવઃ- ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું. કોઇ વાતને લઇને તણાવ થઇ શકે છે. બિનજરૂરી ખર્ચ વધવાથી આર્થિક સ્થિતિ નબળી થઇ શકે છે. શારીરિક અને માનસિક રૂપથી શિથિલતાનો અનુભવ કરશો.

લવઃ- તમને તમારી લવ લાઇફમાં કોઇ ખાસ પરિવર્તન જોવા મળશે નહીં.
વ્યવસાયઃ- નોકરી કરતાં લોકોએ સંઘર્ષ કરવું પડી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું.
--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- કાર્ય સફળતા, આર્થિક લાભ અને ભાગ્યવૃદ્ધિ માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. નવા કાર્યની શરૂઆત પણ કરી શકો છો. દાંપત્ય જીવન ખુશહાલ રહેશે. ભાઇઓનો વ્યવહાર આજે વધારે સહયોગપૂર્ણ અને પ્રેમપૂર્ણ રહેશે.

નેગેટિવઃ- ગુંચવાયેલાં પારિવારિક વાતાવરણના કારણે તમે પરેશાનીનો અનુભવ કરશો. બિનજરૂરી ધન ખર્ચ થશે. મહત્વપૂર્ણ નિર્ણય લેવો હિતકારી રહેશે નહીં. વિના કારણે વિવાદ થાય તેવી સંભાવના છે.

લવઃ- પરિસ્થિતિને કાબૂમાં કરવાની કોશિશ કરવી.
વ્યવસાયઃ- કારોબાર અને નોકરીમાં સાથીદારોનો સહયોગ મળશે.
સ્વાસ્થ્યઃ- માતાના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.
--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- સામાજિક અને ધાર્મિક આયોજનોમાં સામેલ થઇ શકો છો. સમાજમાં સન્માન વધશે. પરિજનોનો સહયોગ તમને મળી શકે છે. ધન આગમનની સંભાવના રહેશે. અટકાયેલાં કાર્યો પણ પૂર્ણ થશે.

નેગેટિવઃ- કારોબાર વિસ્તારની યોજના બનાવી શકો છો. શારીરિક રૂપથી થાકનો અનુભવ થઇ શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. વાણીમાં સંયમ રાખવો.

લવઃ- પ્રિય વ્યક્તિ સાથે મળવાનું થવાથી આનંદનો અનુભવ કરશો.
વ્યવસાયઃ- કારોબારમાં આર્થિક લાભ અને નોકરીમાં ઉન્નતિના યોગ બનશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે.
--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં ઉન્નતિની સંભાવના રહેશે. વિદ્યાર્થીઓને સફળતા મળવાથી તેઓ પ્રસન્ન રહેશે. જૂના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. કોઇ ધાર્મિક યાત્રા પર જવાના યોગ બનશે. કઠોર પરિશ્રમથી સારા અને અનુકૂળ પરિણામ પ્રાપ્ત થઇ શકે છે.

નેગેટિવઃ- પારિવારિક જવાબદારીઓને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. કોઇ અન્ય પારિવારિક સભ્યોથી તણાવ પણ મળી શકે છે. ખોટી રીતે ધન મેળવવાથી લાભ મળશે, પરંતુ ભવિષ્યમાં મોટી સમસ્યા ઊભી થઇ શકે છે.

લવઃ- આ સમય પ્રેમ જીવન માટે સૌથી શ્રેષ્ઠ રહેશે.
વ્યવસાયઃ- વેપાર-ધંધો સારો ચાલશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...