જ્યોતિષ / બેજાન દારૂવાલાનું સાપ્તાહિક ભવિષ્યફળ : ધનરાશિના જાતકોને કાર્યમાં સફળતા મળશે અને મનોબળ વધશે

Bejan Daruwalla rashifal

Divyabhaskar.com

Jun 10, 2019, 10:10 AM IST

મેષ : પારિવારિક પ્રશ્નોને તમારે કોમળતાપૂર્વક સંભાળવા ૫ડશે, જેથી ચિંતાઓ ઘટી શકે. તમારા પ્રયાસો જોકે નિષ્ક૫ટ રહેશે. બાળકોની જરૂરિયાતો પૂરી કરી શકશો. તમારી રચનાત્મકતા અને પ્રતિભાને તમે ખીલવી શકશો. અહીં જણાવેલી બાબતોને તમે અગ્રતા ક્રમ આપીને તમારું યોગદાન આપશો. આ સપ્તાહમાં સં૫, સુમેળ અને સંબંધોમાં ઉષ્માનો અનુભવ કરશો. આપની મિત્રાચારી ગાઢ બનશે અને તેમની સાથેનો સં૫ર્ક વ્યવહાર વધશે. તમારી માનસિકતા હકારાત્મક બનશે.

વૃષભ : લોકો પર આપનો વિશેષાધિકાર રહેશે. ભૂતકાળમાં આપે વિવિધ યોજનાઓની બહુ રસપ્રદ રૂપરેખાઓ તૈયાર કરી હતી, પરંતુ કમનસીબે આ રૂપરેખાઓ કાગળ પૂરતી જ સીમિત રહી ગઇ હતી, પરંતુ આનો અર્થ એવો નથી કે આપે એ કમનસીબ બદલ રાતોની ઊંઘ ગુમાવી દેવી, કારણ કે આપનું આ સપ્તાહ આનંદ અને ખુશીઓની ભરતી લઇને આવ્યું છે. આપ વ્યૂહાત્મક આયોજન સાથેનું નવું સાહસ હાથ ધરવા જઇ રહ્યા છો, જે આપનું સારું એવું ધ્યાન માગી લેશે.

મિથુન: વિશ્વમાં સ્થાપિત ન થાય કે વિશ્વને અસર ન પહોંચાડી શકે તેવી સફળતાઓનો કોઈ અર્થ નથી એ વાતની તમને અનુભૂતિ થાય. આ સમયગાળામાં તમે સંવાદો અને પરિસંવાદોમાં વ્યસ્ત રહેશો. આ સમયગાળામાં તમારી સતત વ્યસ્તતાના કારણે તમે પરિવાર સાથે પૂરતો સમય ફાળવી શકશો નહીં. આપના આત્મવિશ્વાસે અવરોધો અને નિરાશાઓ કડવી યાદોને માનસપટ ૫રથી હટાવી દીધી છે તેથી આપનો ખૂબ સારો સમય શરૂ થઇ રહ્યો છે.

કર્ક : ફરીથી વાસ્તવિકતાઓ આપની સામે આવીને ઊભી રહે તે ૫હેલાં આપને મળેલો આનંદપ્રમોદનો સમય માણી લો. આરોગ્ય સારું રહેશે. સંબંધો અને રોમાન્સમાં વધારો થશે. ઉચ્ચ જીવનશૈલીને જાળવી રાખવા છતાં આપ આપનાં નાણાં સુરક્ષિત રાખવા માટે કેટલાંક નક્કર ૫ગલાં લેશો. ઘરનું બજેટ તપાસશો તો આપને તેમાં થોડો ફેરફારો કરવાની અને ખર્ચ ૫ર સંયમ રાખવાની જરૂર લાગશે. હવેનો સમય આપના માટે ઘણો સારો છે. તમારા માટે રોમાન્સ અગ્ર સ્થાને રહેશે.

સિંહ: અત્યારે તમે જે જુઓ છો તેમાંનું મોટાભાગનું આ પૂર્વે જોઈ ચૂક્યા છો. જોકે, સરવાળે તમે સમયની સાથે આગળ ગતિ કરશો. આ સમયગાળો તમારા માટે ઘણો ત્રાસદાયક અને એટલો જ રોમાંચક રહેશે. તમે ઘણા લાંબા સમયથી કરવા ધારતા હતા તે મોટાં કાર્યોનો આ શરૂઆતનો ગાળો છે અને તે તમારા જીવનનાં ઘણાં પાસાંઓને અસરકર્તા બની રહેશે. તમારા દરેક સંબંધોમાં ઘનિષ્ઠતા આવશે. આવક વધારવા મહેનત કરશો. જીવનનું ગુલાબી ચિત્ર આપની સામે આવશે.

કન્યા : આ સમય શાંતિથી બેસીને સફળતાનાં ફળ આરોગવાનો છે. આપ ઘણાં પ્રવૃત્ત રહી ચૂક્યા છો. ખાસ કરીને ઘર-પરિવાર માટે આ સમય સંવાદિતા, સમૃદ્ધિ અને આનંદનો છે. પ્રણય અને રોમાન્સના ક્ષેત્રમાં ઘણી હકારાત્મક અસર જોવા મળશે. આ આશાવાદ આપને અન્યોની કાળજી લેવાની અને પોતાના વિચારોમાં અન્ય લોકોને સામેલ કરવાનું સામર્થ્ય આપશે. આપ આ સપ્તાહે જે અનુભવશો તેને કદાચ શબ્દો દ્વારા વર્ણવી શકાય તેમ નથી. તેને જીવી જાણો.


તુલા: આ તબક્કામાં આપ જે કંઇ કરશો તેની અસર ભવિષ્ય પર થશે. જાતકો પોતાની જાતનું ઘણું ઊંચું મૂલ્યાંકન કરે છે અને તેને જાળવી રાખવા બધું જ કરે છે. તે માટે ફિલસૂફી, ધ્યાન અને કાર્યનો આશરો લેશો. સ્વાભાવિક રીતે તેના કારણે જરૂરિયાતમંદો અને બીમારની કાળજી લેવાની પ્રેરણા મળશે. આપનું જીવન હવે ઘણાં ક્ષેત્રે, ખાસ કરીને ભૌતિક ને લાગણીના ક્ષેત્રમાં પ્રગતિ કરશે. નવું ઘર કે નવો સંબંધ કેળવાય તેવી શક્યતા છે. આ સપ્તાહમાં સિદ્ધિઓ અને ખુશીઓ ઊભરાશે.

વૃશ્ચિક: આ ઉન્નતિનો તબક્કો છે. પ્રગતિકારક વિચારો અને ફળદાયક પ્રવૃત્તિઓનું મહત્વ વધારે રહેશે. આપની વધેલી નાણાકીય ક્ષમતા આપને સુરક્ષિતતાનો અહેસાસ કરાવશે. આપ પોતાની ક્ષમતાઓ અને મૂલ્ય સમજશો અને તેથી બીજા પણ સમજશે. બૌદ્ધિક પડકારો આપની સામે આવી શકે છે, પણ સમાન પ્રતિભા ધરાવતા લોકો સાથેના વિચાર વિનિમય દ્વારા આપ તેને પહોંચી વળશો. આપનું ચારિત્ર્યબળ અને નવી પદ્ધતિ આપને ચોક્કસ આગળ લઇ જશે.

ધન : આ અઠવાડિયે તમે કોઇપણ કાર્યમાં વિજેતા થશો. તમારો ૫રિવાર બાળકો અને પ્રિયજનો સૌ કોઇ અરસ૫રસની વાતચીતથી ઉત્સાહ અનુભવશે. ફરવા માટે તમે રોમાંચકારી અજાણી શાંત જગ્યાઓએ જશો. તમારામાં બધા જ પ્રકારની હકારાત્મક ભાવનાઓનું આગમન થશે. નિરાશા કે તકલીફ જરા પણ નહીં રહે, તમારું મનોબળ વધશે. પારિવારિક આનંદ પણ ઊંડો, ઉદાર અને મુક્ત બનશે. અણગમતી અને ઉદાસ કરનારી મુલાકાતોથી પણ છુટકારો મેળવશો.

મકર : આપના વ્યક્તિત્વની ઉદારતા અને કરુણાના ગુણમાં વૃદ્ધિ થાય. લોકો તમારા સ્વભાવના આ બદલાવની નોંધ જરૂર લેશે. કેટલાંક નકારાત્મક પાસાંઓની વચ્ચે તમે પારિવારિક હૂંફ અને પ્રેમ મેળવશો, જે તમને આગળ વધવા માટે અડગ મનોબળ આપશે. નવા પ્રેમસંબંધો બંધાય. તમારા સ્વભાવમાં થોડી નરમાશ આવે. પ્રવાસ-પર્યટનનાં આયોજનો પરિસ્થિતિને અનુરૂપ સારાં પરિણામો આપવા કારણભૂત બની રહેશે.

કુંભ : આ સપ્તાહ દરમિયાન તમે ખૂબ જ વ્યસ્ત રહેશો. ટૂંકાગાળાના અને લાંબાગાળાના નિર્ણયો લઇ શકશો. મદદ, સલાહ, સાથ મળી રહેશે. એકદમ અજાણી જગ્યાએથી અણધારી મદદ આવી મળે. કામના સ્થળે થોડું ઘર્ષણ જોવા મળે. તમારા કામને તમે નવી રચનાત્મક યુક્તિઓના સહારે વધુ સરળ બનાવી શકશો. આત્મસંતોષને જાળવી રાખવા સતત શ્રેષ્ઠ પ્રયત્નો કરતા રહેવા જરૂરી બનશે. નવા સંબંધો બંધાય ને તેના મારફત નવા વિચારો તથા સહાય મળી રહેશે.


મીન : પ્રગતિ અનેક રીતે થતી હોય છે, પણ ભૌતિક સફળતા સૌથી વધુ દૃશ્યમાન હોય છે. પ્રાર્થના, આધ્યાત્મિકતા અને ધ્યાન જ આપને સાચો સંતોષ આપી શકશે. યોગ્ય પગલું આપના માટે સૌથી મહત્વનું છે, પણ તેનો અર્થ એવો નથી કે આપ વિશ્વને છોડી દો. સાથે જ આપ આ વિશ્વમાં રહેવા માગો છો અને એક ઉદાહરણ બેસાડવા માગો છો કે સારાં કર્મોનું ભાથું કેવી રીતે બાંધવું. ગયા સપ્તાહની જેમ આ સપ્તાહે પણ ક્રિયાશીલતા અને વિકાસ મુખ્ય બાબત બની રહેશે.

X
Bejan Daruwalla rashifal

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી