જ્યોતિષ / બેજાન દારૂવાલાનું સાપ્તાહિક ભવિષ્યફળઃ કર્ક રાશિના જાતકો માટે સપ્તાહ અનેક રીતે આનંદદાયક રહેશે

Bejan Daruwala weekly rashifal, weekly horoscope

  • ભારત સરકાર રસ્તાઓ અને સુવિધાઓમાં સારો ફેરફાર લાવશે
  • ગુજરાતમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભણતરમાં જરૂરી ફેરફાર લાવશે
  • અજય દેવગન, રકુલપ્રીતસિંહ, કરન દેઓલ આ વર્ષે સારું કામ કરશે

Divyabhaskar.com

Sep 15, 2019, 01:13 PM IST

મેષ (21 માર્ચથી 20 એપ્રિલ)

વૈચારિક ઉમંગો અને યોજનાઓ સારી રીતે બનાવશો. આસપાસના જરૂરિયાતમંદો પ્રત્યે સહાનુભૂતિ ધરાવશો. ફળની કે વ્યવહાર-લાભ, સારા-ખરાબની આશા નથી કરતા. પરિવાર, સમાજ, મિત્રોમાં તમારા સ્વભાવની પ્રશંસા થાય. બુદ્ધિ, હોશિયારી અને ગંભીરતામાં વધારો થાય. આવનારી દરેક સ્થિતિઓ પ્રગતિમાં સહાયક નહીં બને, જેના કારણે મુશ્કેલી અને દુ:ખ થાય છે. આ સમયગાળામાં કેટલાક અનુભવો તમારા જીવન ઉપર ભારે પ્રભાવ છોડશે.

વૃષભ (21 એપ્રિલથી 21 મે)

વ્યક્તિગત સંબંધો અને ભાગીદારી તમારી તરફેણમાં રહેશે. આ સપ્તાહે રચનાત્મકતાથી ભરપૂર રહેશો. કોઇ પણ નવું કામ શરૂ કરતાં પહેલાં હોમવર્ક કરી લેવું જરૂરી છે. તમને તમારા કાર્યમાં મિત્રો અને પરિવારનો સાથ સહકાર મળશે, જે તમને નવી એનર્જી અને ઉત્સાહ પૂરો પાડશે. તમે ઓછા સમયમાં વધુ કામ કરી શકશો. કર્મ, મહેનત અને દૃઢ ઈચ્છાશક્તિનો સમન્વય બનશે. બીજાની બાબતમાં નિર્ણય એકદમ યોગ્ય બની શકે છે. યથાર્થવાદી પ્રવૃત્તિ રાખો છો.

મિથુન (22 મેથી 22 જૂન)

આ સપ્તાહની શરૂઆત પડતર કાર્યો પૂરાં કરવાથી થાય. તમારે કોઇપણ બાબતમાં વધારે ફળ મેળવવાની ઇચ્છા હશે તો સામે વધુ મહેનત પણ કરવી પડશે. વધારે નાણાં કમાવવાની ઇચ્છા તમને વધારે વિચારવા પર મજબૂર કરશે. આ માટે તમારે તમારું આયોજન બદલવું પડશે. કોઇ પણ નવું કામ કરવા પૈસાની જરૂર રહે છે, પણ પૈસા મેળવવા માટે સાચો માર્ગ અપનાવવામાં આવે એ મહત્ત્વનું છે. જોકે, કામમાં ધીરજ અને એકાગ્રતા તમને ચોક્કસ સફળતા અપાવશે.

કર્ક (23 જૂનથી 22 જુલાઈ)

સપ્તાહ અનેક રીતે આનંદદાયક રહેશે. લાંબા સમયથી હેરાન કરતી ચિંતાઓનો અંત આવશે. લોકો સાથે સંપર્ક વધશે. તમે મનોરંજન સાથે જોડાયેલાં કાર્યોમાં ભાગ લેશો. તમારા નજીકના લોકોના સંપર્કમાં આવશો. તમે તમારી જવાબદારીઓ પર કેન્દ્રિત રહેશો તો મુશ્કેલીઓનો ઝડપથી ઉકેલ લાવી શકશો. નાણાકીય સુરક્ષા પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. તમે બનાવેલાં કેટલાંક આયોજનો રદ થાય, પણ તે સરવાળે તમારા માટે હિતકર બની રહેશે. આર્થિક બાબતોની થોડી ચિંતા રહેશે.

સિંહ (23 જુલાઈથી 23 ઓગસ્ટ)

વિલંબમાં પડેલાં કાર્યોના ઉકેલ માટે અને પ્રેમસંબંધોની બાબતમાં આ સપ્તાહ આપના માટે ઉત્તમ સાબિત થાય. તમે તમામ પ્રકારના લોકોને તમામ પ્રકારની સ્થિતિઓમાં સાચવી શકવા સક્ષમ છો. તમને ક્યારેક અહેસાસ થશે કે તમે કશું ખોટું કરી રહ્યા છો, પણ તમે તેને ઝડપથી સુધારી પણ શકશો. જૂના પ્રોજેક્ટને ઝડપથી આગળ ધપાવવા માટે આ સારો સમય છે. આર્થિક વ્યવહારોમાં ખૂબ સાવચેતી અને સતર્કતા રાખવાની જરૂર છે. તણાવ, અવરોધ ઓછા નહીં થાય.

કન્યા (24 ઓગસ્ટથી 23 સપ્ટેમ્બર)

તમને કેટલાક કડવા અનુભવો થાય. તમે અન્યોની મદદ માટે તમારાથી શક્ય બધું કર્યું હશે/કરશો, પણ આ સમયમાં તમને જરૂર પડ્યે સહયોગ, મદદ, લાભ નહીં મળે. વૈચારિક વિવિધતા શક્ય છે. કડવા અનુભવોને કારણે વિચારધારા બદલાય કે સ્વભાવમાં પરિવર્તન આવે. જોકે, તમે ગમે તેવી મુશ્કેલ સ્થિતિમાં પણ પોતાની જાતને સાબિત કરશો. પ્રતિષ્ઠા, સન્માન પ્રત્યે સજાગ રહેશો અને પરિવાર અને સ્નેહીજનોનો તમારા પરનો ભરોસો સલામત રાખશો.

તુલા (24 સપ્ટે.થી 23 ઓક્ટોબર)

આ સમયગાળામાં પારિવારિક કે વૈવાહિક સમસ્યાઓ શક્ય છે. પોતાની બુદ્ધિ, હોશિયારી, શિક્ષાનું ગુમાન રહેશે, જે નુકસાનકારક બની રહેશે. તમારા માટે આ સંતોષના અહેસાસનો સમય રહેશે. લાંબા વિચાર-વિમર્શમાં પડવાથી બચવાની અને આળસ ન રાખવાની સલાહ છે. અન્યથા તક નીકળી જશે. નુકસાન અને નિરાશામાં વધારો થાય. સરકારી કોર્ટ-કચેરીનાં કામોમાં વધુ વ્યસ્ત રહેશો. પ્રોપર્ટીમા સાવધાની, ખરીદ-વેચાણ કાગળની ખાનાપૂર્તિ રાખવી પડશે.

વૃશ્ચિક (24 ઓક્ટો.થી 22 નવેમ્બર)

નોકરીમાં સંપૂર્ણ સમય, અનુશાસન અને પરિશ્રમથી જ પ્રગતિ થશે. સમસ્યા નહીં આવે. આવક વધશે, પણ તેની સાથે ખર્ચનું પ્રમાણ પણ વધશે. લેવડદેવડ અથવા ભૂલચૂકમાં નુકસાન થશે. આર્થિક વ્યવહારમાં સતર્કતા રાખવી પડશે. અમુક કાર્યો ધાર્યા સમયગાળામાં ન થાય અને વિલંબમાં પડે. સ્વભાવમાં સંયમ અને સહયોગના ગુણોમાં વૃદ્ધિ થાય. ગેરસમજો કે ખોટા આરોપોથી જીવનમાં સંકટ અને ચિંતાઓમાં વધારો થાય. બધી બાબતોમાં સમજદારીપૂર્વક વર્તવું પડશે.

ધન ( 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર)

તમારો સ્વભાવ જિદ્દી બને. એકવાર જે ધારણા બની જાય છે તે પ્રમાણે ચાલશો. આ સમયગાળામાં મોટાભાગનો સમય વિચારમાં અને ચિંતનમાં રહેશો. તમારા વિરોધીઓમાં નિકટના જ લોકો અને સંબંધીઓ હશે. સહજતાથી મહેનત વગર મોટાભાગનાં કામો થઈ જાય, તેમ છતાં યશ-સફળતા માટે તમારે હજુ થોડી રાહ જોવી પડશે. દરેક કાર્ય શાંતિપૂર્વક કરવાનું પસંદ કરશો. તમારા આ સ્વભાવને બીજા લોકો સમજશે અને સહયોગી બનશે. જરૂરિયાતમંદોને દાન-પુણ્ય કરવું.

મકર ( 22 ડિસે.થી 21 જાન્યુઆરી)

કોઈ કોઈ બાબતોમાં થાક, આળસ, પારિવારિક જવાબદારી કષ્ટપ્રદ બની રહેશે. આ કારણે બીજા તમને મહત્ત્વ નથી આપતા, સમજી નથી શકતા. જીવનમાં નવા વિચારો સાથે તમારામાં સહયોગની ભાવના, ઉત્સાહ અને આત્મવિશ્વાસમાં ઘણો વધારો થાય. તમારી સમસ્યાઓ તમારી પોતાની ઓછી બીજાઓની વધુ હોય છે. તમે ઈચ્છવા છતાં પણ જવાબદારીઓ ઓછી નથી કરી શકતા. તમને અનુશાસનપણું અને નિયમિતતા પસંદ છે. પરિશ્રમનો વિશેષ સંતોષ રહેશે.

કુંભ (21 જાન્યુ.થી 18 ફેબ્રુઆરી)

રોકાયેલું પરિણામ, સારાં કરિયર સંબંધી કાર્ય થઈ શકશે. આ બધું મહેનત અને ગંભીરતા, એકાગ્રતાથી થશે. નવું કાર્યક્ષેત્ર બનશે. કામકાજનો વિસ્તાર કરી શકશો. સાહસ, હિંમત કરી શકશો. જૂના અર્થપૂર્ણ પરિચય, મિત્રતા, સહયોગ અને મહેનતના પ્રયત્નોનું ફળ મળશે. વિપરીત અને સંઘર્ષપૂર્ણ સ્થિતિ થોડો સમય ચાલુ રહેશે. નિયમિત લાભ મળતા રહે, ઉપરાંત અન્ય નાની-મોટી સફળતા પણ મળે. કોઈ બાબતોમાં પારિવારિક સહયોગમાં સંઘર્ષરત રહેવું પડશે.

મીન (19 ફેબ્રુ.થી 20 માર્ચ)

છેવટે તમારા વિ ચાર અને કાર્યને પ્રશંસા મળશે. થોડો સમય તમને જવાબદારી બાબતે અનિશ્ચિ તતામાં પણ રહેવં ુપડશ.ે ઈચ્છિ ત સ્થિતિ ઓ નિર્મિ ત કરવી પડશે. ઘર-પરિવાર, કાર્યક્ષે ત્ર, સામાજિ ક દાયિ ત્વને એક સાથે જ સાચવવી પડશે. વાદવિ વાદ, મતભેદ પણ વધુ રહેશે. નોકરી, રોજગાર, કાર્યક્ષે ત્ર, અધિ કારમાં પણ અસમાનતા અથવા મરજી મજુ બની નહી ંજોવા મળે. કાર્યકુશળતા, જવાબદારીમાં કોઈ પરિવર્તન ન કરો. નોકરી, રોજગાર માટે આ સારો સમયગાળો છે.

X
Bejan Daruwala weekly rashifal, weekly horoscope
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી