જ્યોતિષ / બેજાન દારૂવાલાનું સાપ્તાહિક ભવિષ્યફળઃ કન્યા રાશિના જાતકો માટે આર્થિક ઉન્નતિનો યોગ બને છે

Bejan Daruwala weekly rashifal, weekly horoscope

  • રુશાલી અરોરા, અબીર શોફી, રિતિક રોશન આ વર્ષે ખૂબ સફળ રહેશે
  • મોંઘવારી અને બેરોજગારી સામે હાલની સરકારે નક્કર પગલાં લેવાં પડશે
  • હવે મમતા બેનર્જી, મુલાયમસિંહ યાદવ માટે આવનારો સમય સારો છે

Divyabhaskar.com

Sep 09, 2019, 11:02 AM IST

મેષ (21 માર્ચથી 20 એપ્રિલ)

વિરોધી -શત્રુપક્ષને કમજોર ન સમજશો. ભાઈ-બહેન, પરિવારમાં તમારા હક, ભાગ, કાયદા બાબતે વિવાદ થાય. શક્ય હોય તો દરેક વાત, કાર્ય, નિર્ણય સ્થિતિની માહિતી પરિવાર, પત્નીને આપવી હિતકર રહેશે. ઉન્નતિ-પ્રગતિ પણ દેખાશે. નોકરીમાં સ્થાયિત્વની કમી રહેશે, પરંતુ કોઈના કહેવા, સાંભળવાથી, લાલચમાં પરિવર્તનથી બચો. આર્થિક, ફેલાવ, ખર્ચ, કર્જ, વગેરે વિચાર કર્યા વગર વધારશો નહીં એવી સલાહ છે. કાર્યક્ષેત્રનો વિસ્તાર સારી રીતે કરી શકો છો

વૃષભ (21 એપ્રિલથી 21 મે)

નિરંતર ચિંતન-વિચાર કરતા રહો છો. એક જેવા જીવનયાપન અથવા બીજાના અનુરૂપ પ્રતિસ્પર્ધાત્મક જીવનની ઈચ્છા રાખો છો. તમારા પ્રેમ, સૌહાર્દતા અને ઈમાનદારીને કારણે વિરોધીઓ કે તમારી ઇર્ષ્યા કરતા લોકો તરફથી પશ્ચાત્તાપની સ્થિતિ ઊભી થાય. તમારા માનસ ઉપર આસપાસના વાતાવરણનો પ્રભાવ જલદી પડે છે. મિત્રતા અને શત્રુતા બરાબર જ રહે છે. આ સમયગાળામાં આપના સ્વભાવમાં ગંભીરતા, આંતરિક સંકોચ, પરંતુ સ્પષ્ટવાદિતા રહેશે.

મિથુન (22 મેથી 22 જૂન)

આંતરિક ક્રોધ, ચીડિયાપણું જેવી બાબતો તમને માનસિક તણાવ સુધી ખેંચી જાય. તમે સૈદ્ધાંતિક દૃષ્ટિકોણ અથવા વિચારો પર અડગ નથી રહી શકતા. તમે વધુ પડતા સ્વપ્નશીલ બનવા જઈ રહ્યા છો, પણ વાસ્તવિકતાથી મોઢું ફેરવી લેવું ઉચિત નથી એ વાતનું સ્મરણ રાખવાની સલાહ છે. તમારી વ્યવહાર કુશળતા તમને કેટલીક સંભવ મુશ્કેલીઓમાંથી ઉગારી લે. ત્યાગ, આદર્શને વધુ મહત્ત્વ આપશો. વધુ મહેનત, પરિશ્રમ, સતર્કતા છતાં સમય પર લાભથી વંચિત રહેશો.

કર્ક (23 જૂનથી 22 જુલાઈ)

અપમાન સહન નથી થતું. ગુપ્ત શત્રુ ઘણા રહેવાથી કામકાજમાં માનસિક અવરોધ આવે છે. બીજાને મદદ કરવા માટે હંમેશાં તત્પર રહેશો. બીજાને પડતાં કષ્ટ, તકલીફ તમે જોઈ નથી શકતા અને આ જ કારણે ઘણીવાર આ જ કારણોથી પારિવારિક-અંગત ઘર્ષણ આકાર લે. બીજા પર આશ્રિત રહેવું તમારા સ્વભાવમાં નથી. ત્વરિત નિર્ણયશક્તિ ખીલે. આ સમયગાળામાં તમારા માટે આર્થિક, શારીરિક, માનસિક કોઈપણ રીતે લાપરવાહ રહેવાનું પરવડશે નહીં.

સિંહ ( 23 જુલાઈથી 23 ઓગસ્ટ)

આ સમયગાળામાં તમારા ઉત્સાહ, આત્મવિશ્વાસમાં ભરપૂર વધારો થાય. સ્થાનિક કાર્યોની રૂપરેખા બનશે. માનસિક સંતોષ, પ્રસન્નતાના કારણે તમારી આસપાસનું વાતાવરણ પ્રભાવી રહી શકશે. વ્યાવહારિક સંપર્ક-મેળાપ વધશે. તમારી સામાજિક પ્રતિષ્ઠા વધશે. જૂની સમસ્યાઓમાંથી મુક્તિ મળશે. માનસિક, શારીરિક સ્વાસ્થ્ય ટૂંકમાં ઠીક રહેશે. આવી પડેલી દરેક જવાબદારી સારી રીતે નિભાવી શકશો, સંતાન પક્ષની પ્રગતિ થશે. કાર્યક્ષેત્રે વિશેષ લાભ મળશે.

કન્યા (24 ઓગસ્ટથી 23 સપ્ટેમ્બર)

તમારી આર્થિક ઉન્નતિના યોગ ઘણા સારા રહેશે. આવક વધશે, રોકાયેલો પૈસો મળશે, ધન મેળવવાના અને પ્રોપર્ટીના યોગ આવશે. લેવડદેવડની સ્થિતિઓ સુધરશે. વાહનની ખરીદી શક્ય બને. મિત્રોને કારણે તમારી આર્થિક મુશ્કેલીઓ ઓછી થશે. થોડી મહેનત, પરિશ્રમ, લગન, એકાગ્રતા ખૂબ આગળ લાવશે. જેનો સંતોષ રહેશે. કોઈની દોરવણી કરતાં સ્વયં સ્ફુરણાથી દોરવાઈને આગળ વધો. પરિશ્રમ, મહેનત, સફળતાના માટે શાંતિ-સંયમ સ્વભાવમાં રાખવા જરૂરી છે.

તુલા (24 સપ્ટે.થી 23 ઓક્ટોબર)

આ સમયગાળામાં ખોટી નાસભાગ અને દોડધામોથી બચો. તમારી હોશિયારી અને યોગ્યતાને ઓળખીને આગળ લાવવી પડશે. બીજાથી દગો મળે તેવી તકો ન ઊભી કરો. સ્વભાવમાં નરમાશ રાખવી પડશે. નવા વ્યાપારિક સાહસો માટે આ ઉત્તમ સમયગાળો છે. તમે તર્કસંગત નિર્ણયો લઈ શકશો. ભાવાવેશથી નુકસાન શક્ય છે. પારિવારિક વાતાવરણને અને તમારા કાર્ય-ગુપ્ત વ્યવહાર લેવડદેવડ સંબંધોને બગડવા ન દો. યશ બરાબર મળશે. પ્રતિસ્પર્ધાની સ્થિતિ પક્ષમાં રહેશે.

વૃશ્ચિક (24 ઓક્ટો.થી 22 નવેમ્બર)

બધી બાબતોમાં પ્રગતિ થાય. મહેનત કે હિમંત વગર કોઈ કાર્ય શક્ય નથી હોતું. બીજા તમારા અંકુશમાં રહેશે. તમારા વિચાર કાર્યોની છાપ તેમના પર બની રહેશે. તમે હાલમાં ઉપાડેલું મહત્ત્વનું કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારા પર તણાવ કે દબાવ બનેલો જ રહેશે. શક્ય છે કે તમારી મહેનત, પરિશ્રમની બીજા કદર ન કરે. વૈચારિક જિદ્દતા, સૈદ્ધાંતિક પ્રવૃત્તિ, સ્વાવલંબન અને સ્વાભિમાનવશ ઘણીવાર દુ:ખ ઉઠાવવું પડે. માનસિક-શારીરિક થાક આ સમયમાં યથાવત્ રહેશે.

ધન (22 નવેમ્બરથી 21 ડિસેમ્બર)

તમે કોઈપણ સ્થિતિમાં સાહસ અને સંયમને મહત્ત્વ આપશો. વાસ્તવિકતા, હકીકતોથી મોઢું ન ફેરવવાની સલાહ છે. પ્રતિષ્ઠા, સન્માન પ્રત્યે સજાગ રહેશો.આત્મવિશ્વાસનો ગુણ સ્વભાવમાં ખીલી ઊઠે. આ કારણે જ્ઞાન, આધ્યાત્મ, સંસ્કૃતિ, રાજનીતિ, પરિવાર એમ દરેક ક્ષેત્રે તમારી નિર્ણય ક્ષમતા ઘણી સારી રહેશે. તમે અન્યોને પણ સારી રીતે અને ઉત્તમ માર્ગદર્શન આપી શકશો. તર્કસંગત નિર્ણયો અને વિચારો રહેશે. ક્રોધ, ચીડિયાપણું આદિથી દૂર રહેશો.

મકર (22 ડિસે.થી 21 જાન્યુઆરી)

આ સમયગાળામાં તમને કડવા અનુભવ, બીજાનો સ્વાર્થ, મતલબનો પ્રેમ - સ્નેહનો સાક્ષાત્કાર થાય, પરંતુ તમે તેને તમારા મગજ ઉપર સવાર ન થવા દેતાં. ખુદની ઉપાધિઓ કરતાં તમે બીજાનાં કષ્ટોને નજર સામે રાખવાનું પસંદ કરો છો તે તમારી વિશેષતા છે. કોઈ ગુણોને કારણે આંતરિક ક્રોધ, અસંયમ, પશ્ચાત્તાપ દબાઈ જાય છે અને નવા કાર્ય પડકાર, જવાબદારી સ્વીકાર કરો છો. બીજાના ગુણોને પારખીને બિરદાવવાનું ચૂકશો નહીં. કાર્યપ્રત્યે ઈમાનદારી, લગન રહેશે.

કુંભ (21 જાન્યુ.થી 18 ફેબ્રુઆરી)

વ્યાવહારિક અને ભૌતિક ધરા પર તમારી સ્થિતિ, માનસિકતા શ્રેષ્ઠ રહેશે. તમે દરેક ક્ષેત્રે તમારામાં રહેલા વિવેક, ધૈર્ય, સામર્થ્યતાના ગુણોનો ઉપયોગ વધુ કરશો. ધાર્યાં પરિણામો મેળવવા વિચારોને જીવંત રૂપ આપવા માટે તર્ક અને ઈમાનદારીથી પ્રયત્ન કરવા પડશે. પરિણામોની ચિંતા, વિચાર કરવાને બદલે તમારા માટે મહેનત, પરિશ્રમ, ઈમાનદારી, સહયોગને મહત્ત્વ આપવું વધુ લાભદાયક રહેશે. તમારી મૂળ કાર્યકુશળતા કે ઓળખને ન બદલશો.

મીન (19 ફેબ્રુ.થી 20 માર્ચ)

હિંમત, સાહસ, આત્મવિશ્વાસ બુલંદી પર હશે અને તેને જ તમે આધાર બનાવશો. વેપારીઓ માટે આ સમયગાળો ઘણા ઉતાર-ચઢાવવાળો રહેશે. સાહસ, લોભ, લાલચ રોકાણમાં સંયમપૂર્વક વર્તવાની સલાહ છે. વચનબદ્ધતા રાખવી પડશે. કાયદાના સરકારી કામકાજથી બચો. એકાએક આવી પડેલા વિકટ પરિણામને માથે હાવી થવા દઈને સમસ્યા ન બનવા દો. પારિવારિક સ્થિતિને સાચવવી પડશે. વધુ સ્વાભિમાન અથવા ખોટી પ્રતિષ્ઠાના પ્રદર્શનથી બચવું.

X
Bejan Daruwala weekly rashifal, weekly horoscope
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી