જ્યોતિષ / બેજાન દારૂવાલા પ્રમાણે, કર્ક જાતકો માટે 15 ડિસેમ્બર સુધીનો સમય અતિશુભ રહેશે

Bejan Daruwala weekly rashifal of 9 December to 15 December, weekly horoscope

  • ગણેશજી કહે છે,  ભારતે આતંકવાદી ગતિવિધિઓ સામે બહુ જ ધ્યાન રાખવું પડશે. 
  • ચામડીના રોગો ને હાડકાંના દુખાવાની નવી દવાઓ બજારમાં આવશે. 
  • જ્હોન અબ્રાહમ, કીર્તિ ખરબંદા આ વર્ષે સારી સફળતા મેળવશે. 

Divyabhaskar.com

Dec 15, 2019, 08:37 AM IST

મેષઃ- 21 માર્ચથી 20 એપ્રિલ
કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. માનસિક ચિંતા હળવી બનતી જણાય. નોકરિયાત વર્ગને બદલી-બઢતીની શક્યતા છે. ભાગ્યોદયની તક મળી શકે છે. વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની શકે છે. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું બની રહે. લગ્નજીવન સુખમય રહે. આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. વડીલાેનું માર્ગદર્શન કાર્યક્ષેત્રે ઉપયોગી સાબિત થાય. સટ્ટાકીય બાબતોમાં કાળજી રાખવી. વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની શકે છે.

વૃષભઃ- 21 એપ્રિલથી 21 મે
રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. આવકના સ્ત્રોતમાં વધારો થઈ શકે છે. કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. નાણાભીડ દૂર થતી જણાય. આકસ્મિક ધનલાભ થઈ શકે છે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીઓનું માર્ગદર્શન મળી રહે. વાહન-મકાન-જમીનની ખરીદી થઈ શકે છે. કાર્યક્ષેત્રે સમય પ્રગતિદાયક બની રહે. આ અઠવાડિયામાં તમે આપ્તજનો સાથે ઘણો વાર્તાલાપ કરશો અને વિચાર વિનિમયના આ પ્રસંગો તમને ફાયદાકારક બની રહે.

મિથુનઃ- 22 મેથી 22 જૂન
નજીકના સમયગાળામાં તમને નવી તકો મળશે. સમય શુભ રહેશે. જીવન પ્રત્યેની તેમજ કેટલાક લોકો અંગે તમે બાંધેલી કેટલીક ગેરસમજોમાંથી આપને મુક્તિ મળે. ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રે આપની રુચિ વધતી જણાય. રાજકીય-સામાજિક જવાબદારીમાં વધારો થઈ શકે છે. વિદેશનાં અટકેલાં કાર્યો પૂર્ણ થતાં જણાય. લગ્નોત્સુકને યોગ્ય જીવનસાથીની પસંદગી માટે આ સમયગાળો શુભ છે. શારીરિક-માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવા ભાગદોડ ઓછી કરવાની સલાહ છે.

કર્કઃ- 23 જૂનથી 22 જુલાઈ
પારિવારિક સમસ્યાઓની વિપરીત અસર તમારા માનસ ઉપર પડે અને તેની અસર તમારા નોકરી-વ્યવસાય ઉપર પણ પડવા સંભવ છે. અકસ્માત યોગ હોઇ આ સમયગાળામાં વાહનોનો સંભાળીને ઉપયોગ કરવાની સલાહ છે. દાંપત્યજીવનની કટુતામાંથી બહાર આવવા ને ફિક્કા પડેલા જીવનરસમાં મધુરતા પાછી મેળવવા માટે જીવનમાં આવતા નાના-નાના ખુશીઓના પ્રસંગને માણવાનું રાખશો તો આખરે સર્વ સુખરૂપ બની રહેશે. ભાગ્ય તમારો સાથ આપશે.

સિંહઃ- 23 જુલાઈથી 23 ઓગસ્ટ
વડીલોનું માર્ગદર્શન કાર્યક્ષેત્રે ઉપયોગી સાબિત થાય. આપનો આ સમયગાળો આનંદ અને ખુશીઓની ભરતી લઈને આવ્યો છે. આપ વ્યૂહાત્મક આયોજન સાથેનું નવું સાહસ હાથ ધરવા જઈ રહ્યા છો જે આપનું સારું એવું ધ્યાન માગી લેશે. ઘર-પરિવારમાં પ્રેમ અને ઉલ્લાસનું વાતાવરણ ઊભું થાય. આપને અહંકાર અને ગુસ્સા પર કાબૂ રાખવાની સલાહ છે, કારણ કે એવી પણ શક્યતા છે કે આપ અત્યાર સુધી જે કંઈ મેળવ્યું છે તે ગુમાવવાનો વખત આવે.

કન્યાઃ- 24 ઓગસ્ટથી 23 સપ્ટેમ્બર
આપની લોકપ્રિયતા અને ઉત્પાદકતામાં વધારો થાય. મીડિયા અને પ્રચાર પ્રસારને લગતાં ક્ષેત્રોમાં કામ કરતા લોકોને તેમની આવડત અને કુશળતા સાબિત કરવાનો મોકો મળશે તથા આ સમયગાળામાં તેઓ નોંધપાત્ર લાભ મેળવશે. આપ આપની સ્વાભાવિક શૈલી અને મોહકતાનો પરિચય આ સમયગાળા દરમ્યાન આપશો અને તેનો ભરપૂર ફાયદો ઉઠાવશો તથા આપની કાબેલિયત વિકસાવવામાં તેનો ઉપયોગ કરશો. આપની સર્જનાત્મક બુદ્ધિ વધુ તેજસ્વી બનશે.

તુલાઃ- 24 સપ્ટે.થી 23 ઓક્ટોબર
આ સમયગાળો સિદ્ધિઓ અને ખુશીઓથી ઊભરાશે. આ સમયગાળા દરમ્યાન આપને એ વાત સમજાઇ હશે કે લોકો સાથેના સંબંધો અને વાતચીતની આવડતથી જ આપ સારી રીતે કમાણી કરી શકો છો. તેથી આપ આગળ વધવા માટેના રસ્તા શોધી કાઢશો. આપ આપના પરિવારજનો, સ્નેહીજનો, વૃદ્ધજનો, અબોલ પશુઓ અને આપની આસપાસના લોકોની સલામતી અને સુરક્ષા વિશે ચિંતિત રહેશો અને તેમને મદદ કરવા જરૂરી પગલાં લેશો. ભાગ્યોદયની તક મળી શકે છે.

વૃશ્ચિકઃ- 24 ઓક્ટો.થી 22 નવેમ્બર
તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થતો જણાય. નોકરિયાત વર્ગ માટે આ સપ્તાહમાં બદલી-બઢતીની શક્યતાઓ રહેલી છે. બિઝનેસ-કારોબારમાં નવાં રોકાણ થઈ શકે છે. તમે કરેલા વેપાર અર્થેના પ્રવાસ લાભદાયી થઈ શકે છે. એકંદરે સમય આપના માટે સાનુકૂળ રહેશે તથા આકસ્મિક ધનલાભ થઈ શકે છે. પોતાની કે પરિવારના સભ્યની બીમારીને લઇને મન પરેશાન રહેશે. મહિનાઓથી ચાલી આવતી કેટલીક સમસ્યાઓનું સમાધાન મળે. નાણાકીય પ્રવૃત્તિઓ વધે.

ધનઃ- 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર
આ સમયગાળામાં કોઇપણ પ્રકારના જોખમ ખેડવાથી દૂર રહેવાની સલાહ છે. અન્યથા મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ખર્ચ ઉપર કાબૂ રાખવાની જરૂરિયાત જણાય. મહિલા વર્ગ માટે નવા કાર્યના આરંભ માટે ઉત્તમ સમય ચાલી રહ્યો છે. યાત્રા કે પ્રવાસનો અવસર મળે. કુટુંબ માટે તમે મનોરંજન પાછળ ઘણો ખર્ચ કરશો. તણાવ અને ઉદાસીનતામાંથી મુક્તિ મળે અને ઘર-પરિવારમાં સુખ-શાંતિનો વાસ થાય. વેપાર તથા ઘરેલૂ બંને ક્ષેત્રે આપ ઉત્સાહથી કામ કરશો.

મકરઃ- 22 ડિસેમ્બરથી 21 જાન્યુઆરી
આપ જીવનમાં શું મેળવવા માંગો છો તેનું પુનર્મૂલ્યાંકન કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. તમારાં હેતુઓ અને લક્ષ્યોનું વિશ્લેષણ કરો અને તેને આપ ઇચ્છિત દિશામાં વાળો. આ સમયગાળો નોકરી-વેપાર માટે પ્રગતિદાયક બની રહે. કોર્ટ-કચેરીના પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. આપ શોખ, નવી પ્રવૃત્તિઓ માટે સમય ફાળવી શકશો. આપ જે દ્રષ્ટિકોણ મેળવશો તેનાથી વધુ સર્જનાત્મક બનશો. પ્રવાસની નવી યોજના બનશે. રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં વધારો થઇ શકે છે.

કુંભઃ- 21 જાન્યુ.થી 18 ફેબ્રુઆરી
આ સપ્તાહ દરમિયાન તમને અભ્યાસ-સ્પર્ધાત્મક બાબતોમાં સફળતા મળતી જણાય. તમને આકસ્મિક ધનલાભ થઇ શકે છે. આપ આપની શીઘ્ર વિચારશક્તિ અને લોકોની કુશળતા પ્રદર્શિત કરવામાં રુચિ ધરાવશો. આ સપ્તાહ દરમિયાન આપના જીવનમાં જોમ, ઉત્સાહ, પ્રવૃત્તિઓ અને વિચારોની ભરમાર રહેવાની છે. કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. આર્થિક બાબતો અને પરિવાર બંને પર સતત ધ્યાન આપવાની જરૂર છે. નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જણાય.

મીનઃ- 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ
દિવસ આનંદમય પસાર થતો જણાય. રોજગારીની નવી તકો મળી શકે છે. વારસાગત મિલકતની પ્રાપ્તિ થઇ શકે છે. નોકરીમાં લાભો મળે તથા બઢતી થાય અને કામની કદર થવાની ધારણા છે. આપ માતા-પિતા અને સંતાન તરીકેની તમારી ભૂમિકાને સર્વોચ્ચ મહત્ત્વ આપશો. રચનાત્મક ક્ષેત્રોમાં અને શોખમાં આપ વધુ નિખરશો. ભૂતકાળમાં આપને મળેલી સફળતા આપનામાં આત્મવિશ્વાસ અને સુરક્ષિતતાની બાવના જગાડશે. નવા સંપર્કો વિકસાવો તેવી શક્યતાઓ છે.

X
Bejan Daruwala weekly rashifal of 9 December to 15 December, weekly horoscope

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી