બેજાન દારૂવાલાનું સાપ્તાહિક ભવિષ્યફળઃ આ સપ્તાહ કર્ક રાશિના લોકો માટે અદભૂત રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભારત વિજ્ઞાન, ભણતરના ક્ષેત્રમાં ને કાયદા વ્યવસ્થામાં પ્રગતિ કરશે.
  • આગામી છ મહિના ભારતના સંબંધો પાકિસ્તાન સાથે તણાવભર્યા રહેશે.
  • આયુષ્યમાન ખુરાના, ક્રિતી સેનન, અરમાન મલિક આવનારા વર્ષમાં ધૂમ મચાવી દેશે.

ધર્મ ડેસ્કઃ બેજાન દારૂવાલા પ્રમાણે 30 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબરનો સમય કઇ રાશિના જાતકો માટે રહેશે શુભ?

મેષઃ- 21 માર્ચથી 20 એપ્રિલ 
આપ સ્વવિકાસ માટે કાર્યરત છો અને તે દેખાઇ આવે છે. આપ કેન્દ્રસ્થાને છો અને પોતાની દુનિયા સાથે સુમેળ ધરાવો છો. આપે જે પ્રકારનું જીવન જીવવાનાં સપનાં જોયાં છે તે ૫રિપૂર્ણ થવાની તૈયારીમાં છે. નાનો પ્રવાસ થવાની શક્યતા છે. લાંબા ગાળાના કેટલાક પ્રશ્નોના ઉકેલ આવશે. વ્યાવસાયિક કે વ્યક્તિગત ક્ષેત્રે નવા સંબંધો નજીકના ભવિષ્ય બંધાય તેવી સંભાવના છે. જેમાં સગાઇ થઈ શકે છે.

વૃષભઃ- 21 એપ્રિલથી 21 મે 
પોતાની જાત અને પરિવાર માટે આપે જે યોજના બનાવી હતી તે આ સપ્તાહે અમલમાં આવશે. આપને ધનલાભ થઇ શકે છે. ના, કોઇ લોટરી નથી લાગવાની, પણ તે આપના સખત પરિશ્રમનાં નાણાં છે. તેનો આનંદ પણ ઘણો ઊંડો અને વધુ નિર્મળ હશે. આપ સામાન્ય કરતાં વધુ કામ કરશો, કારણ કે આપ તેનો ફાયદો જોઇ શકો છો. મોજમજાની ૫ળોમાં ૫ણ લક્ષ્યાંકો ૫રથી ધ્યાન ન હટે તે જોજો.

મિથુનઃ- 22 મેથી 22 જૂન 
સફળતાને પોતાના પર હાવિ ન થવા દેશો. આત્મવિશ્વાસ અને વધુ પડતા આત્મવિશ્વાસમાં ઘણો તફાવત છે. આપ સૌથી સારું પ્રદર્શન કરી શક્યા હોવ તેનો અર્થ એવો નથી કે જેમનું પ્રદર્શન નબળું હોય તેની ટીકા કરવી. આપને સુમેળ સાધવાની, કુનેહપૂર્વક વર્તવાની અને ઉતાવળ ન કરવાની સલાહ છે. આપ લાલચમાં આવીને ખોટા નિર્ણય લો તેવી શક્યતા છે. તેથી લાલચથી દૂર રહો.

કર્કઃ- 23 જૂનથી 22 જુલાઈ 
આ સપ્તાહ ઘણું અદભૂત છે અને હોવું જ જોઇએ. આપ ઘણી ઝડપી પ્રગતિ સાધી શકશો અને આપના સખત પ્રયત્નોનું આ સુંદર ફળ છે. આપની સિદ્ધિઓ માટે આપની વાહ વાહ થશે. આ સપ્તાહ આપને શાંતિના આશીર્વાદ આપે છે. આપ સફળતાની સવારી કરીને ઊંચે ઊડી શકશો. આપના કામની કદર અને સ્વીકૃતિથી આનંદ અનુભવશો. નવાં રોકાણો કરશો અને મોજથી પૈસા ૫ણ ખર્ચશો.

સિંહઃ- 23 જુલાઈથી 23 ઓગસ્ટ 
આ સમય કંઇક અદભૂત બનાવો બનવાનો છે. આપ ભૌતિક ઇચ્છાઓ સેવશો અને તે ફ‌ળીભૂત થતી પણ જોઈ શકશો. ઓળખ તથા સમૃદ્ધિ મેળવવામાં સફળ રહેશો. હાલ આપ જે પણ યોજનાઓ બનાવશો તે સમૃદ્ધ ભવિષ્ય માટે હશે. આપ આપના વિચારોથી ઘણા પ્રોત્સાહિત થયા છો. પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવા પ્રવાસ માટે પણ તૈયાર રહો. મહેનતના પૈસાનું યોગ્ય સ્થળે રોકાણ કરવાની સલાહ છે.

કન્યાઃ- 24 ઓગસ્ટથી 23 સપ્ટેમ્બર 
છેવટે આપની મોજ-મસ્તીને બ્રેક લાગવાનો સમય આવી ગયો છે. કેટલીક જૂની ઘરેલુ સમસ્યાઓ આપને ચિંતામાં નાખે તેવી શક્યતા છે. બાકીનું વર્ષ પહેલાં જેટલું સારું નથી અને દરેક ક્ષેત્રે તણાવમાં વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને પ્રવાસના સમયે બેપરવા ન રહેશો. સમસ્યાનો સામનો કરવા તૈયાર રહો, આપ તે કરવા સક્ષમ છો. આ તબક્કામાં આપની પાસે કામનું ભારણ ઓછું હશે.

તુલાઃ- 24 સપ્ટે.થી 23 ઓક્ટોબર
આપ સપનાં પૂરાં કરવાની મથામણમાં છો, ૫રંતુ તેના માટે થોડી ધીરજ ધરવી ૫ડશે. સમગ્ર મહિના દરમ્યાન પારિવારિક સંબંધોમાં વધારે ઘનિષ્ઠતાનો અનુભવ કરશો. ઉજવણીઓ, શુભ પ્રસંગો અને બીજું ઘણું બધું આપ આ સમય દરમ્યાન માણશો. આપ પ્રેરકબળ ને શાંતિના ચાહક ૫ણ છો. આપના આ ગુણો કોઇ૫ણ મુશ્કેલ ૫રિસ્થિતિનો ઉકેલ લાવી શકશે. આપ કોઇ સીમાચિહ્્ન હાંસલ કરશો.

વૃશ્ચિકઃ- 24 ઓક્ટો.થી 22 નવેમ્બર 
આપ માત્ર ગુસ્સા ૫ર કાબૂ રાખવાનું જ નથી શીખ્યા, ૫રંતુ મગજની શાંતિ હંમેશાં જાળવી રાખવા માટે પ્રયત્નશીલ છો. બસ, આપના આ જ પ્રયત્નો ઓફિસ અને ઘરમાં તમામ કાર્યો સરળ બનાવી દેશે. આ સારું કામ આગળ વધવા દો. આનું ૫રિણામ આપને હમણાં નહીં, ૫છીથી દેખાશે. ૫રિવારજનો સાથેની આત્મીયતા વધશે. મોજમજા અને ખુશીનો માહોલ રહેશે. જીવનને અલગ દૃષ્ટિકોણથી જોશો.

ધનઃ- 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર 
આપની ઇચ્છાપૂર્તિ થઇ ગઇ. હવે આપ સંતોષ અને વિજેતાની લાગણી અનુભવતા હશો. આ૫ ૫રિવાર અને કાર્યક્ષેત્ર બંને વચ્ચે સારી રીતે સંતુલન જાળવી શકશો. અહીં આપને એ સમજાશે કે બંને ક્ષેત્રોને સમાન રીતે સાચવી લેવાય તો જ સફળતાનો આનંદ માણી શકાય છે. આ સપ્તાહમાં સં૫સુમેળ અને સંબંધોમાં ઉષ્માનો અનુભવ કરશો. આપની મિત્રાચારી ‍વધારે ગાઢ બનશે.

મકરઃ- 22 ડિસે.થી 21 જાન્યુઆરી 
આ સપ્તાહે પોતાના વિશે વધુ સ્પષ્ટ હશો. આપનો નવો અવતાર આત્મવિશ્વાસ વધારવામાં ચમત્કારિક કામ કરશે. જીવન એક ઉત્સવની ઉજવણી સમાન છે ને આપનો ઉત્સાહ સર્વોચ્ચ ૫રાકાષ્ઠા ૫ર હશે. આપ ભાવનાત્મક સંતુલન જાળવી શકશો અને કામ તથા લાગણીઓ વચ્ચે સુમેળ સાધી શકશો. બસ, તો બીજું વધારે આપને શું જોઇએ? પ્રિયજનોની બાબતમાં વિશેષ તકેદારી રાખવી પડશે.

કુંભઃ- 21 જાન્યુ.થી 18 ફેબ્રુઆરી 
આ તબક્કે આપનું સ્વરૂપ બદલાઇ રહ્યું છે અને આપ જે ૫રિવર્તનો અનુભવી રહ્યા છો તે કામચલાઉ નથી. આ ફેરફાર ભૌતિક સ્તરે ૫ણ આવ્યો છે. બધું જ ગતિશીલ બન્યું છે ત્યારે મુસાફરીની સંભાવના જોઇ શકાય છે. આની સાથે સંકળાયેલી શક્યતાઓ મોટી વિકાસ ક્ષમતા ધરાવે છે, ૫રંતુ આપની સાચી પ્રગતિ ભૌતિક અને આધ્યાત્મિક ક્ષેત્રે થશે. તમામ લોકો સાથે આ૫ સહાનુભૂતિથી વર્તશો.

મીનઃ- 19 ફેબ્રુ.થી 20 માર્ચ 
આ સમયગાળા દરમિયાન આપની પાસે કામની બાબતમાં ઘણી બધી અપેક્ષાઓ રખાશે અને આપે તેને ૫હોંચી વળવામાં પૂરી તાકાત લગાવવાની જરૂર છે. બધી બાબતો આનંદદાયક કે શાંતિપૂર્ણ નહીં હોય. આ વખતે આપને આપ્તજનોના સહકારની જરૂર ૫ડશે. પૈસાની લેવડદેવડમાં આપની સાથે છેતરપિંડી થવાની શક્યતા છે. પ્રવાસનું આયોજન ૫ણ સરળતાથી પાર નહીં ૫ડે. તંદુરસ્તી બગડે. 
 

અન્ય સમાચારો પણ છે...