તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

22 માર્ચ સુધી સિંહ જાતકો માટે નાણાકીય બાબતો મુખ્ય રહેશે, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગણેશજી કહે છે, વિશ્વની કુંડળી જોતાં કોરોના વાઇરસનો અંત ચાર મહિનામાં આવશે.
  • ભારતના ધંધા રોજગાર સારા ચાલશે અને અર્થતંત્ર સારું રહેશે.
  • પિયુત મમવાલ, નેહા જયસ્વાલ, રાધિકા મદન આ વર્ષે સફળ રહેશે.

મેષઃ- 21 માર્ચથી 20 એપ્રિલ
પોતાના ૫ર ભરોસો તમને ઘર અને કાર્યાલયમાં પુનર્મૂલ્યાંકન કરવામાં મદદરૂ૫ બનશે. આ વખતે આપને આપ્તજનોના સહકારની જરૂર ૫ડશે. પૈસાની લેવડદેવડમાં છેતરપિંડી થવાની શક્યતા છે. પ્રવાસનું આયોજન ૫ણ સરળતાથી પાર નહીં ૫ડે. તમારી પાસે શ્રેષ્ઠ વસ્તુઓ આવતી રહેશે. સાથે-સાથે તમારી પાસે ખર્ચવા માટે પણ ઘણું બધું હશે. તમારી મહેનતને કારણે તમારી યોગ્યતાની પ્રશંસા થશે, તમને પુર‍સ્કાર પણ મળી શકે છે. ઘરમાં વિલાસપૂર્ણ વસ્તુઓ વસાવશો.

વૃષભઃ- 21 એપ્રિલથી 21 મે
આ સમયગાળો એવો છે જેમાં માત્ર અને માત્ર લોકો જ આપની તમામ બાબતો સાથે સંકળાયેલા હશે. આપના વ્યાવસાયિક કે અંગત સંબંધોના કેન્દ્રસ્થાને લોકો જ હશે. આપની સફળતામાં પણ મુખ્ય ભૂમિકા લોકોની નિપુણતાની જ હશે. આ બાબત આપની જનસંપર્ક માટેની આવડત વધારવામાં મદદ કરશે અને આપની લોકપ્રિયતા અને ઉત્પાદકતામાં વધારો કરશે. મીડિયાને લગતાં ક્ષેત્રોમાં કામ કરતા લોકોને તેમની આવડત અને કુશળતા સાબિત કરવાનો શ્રેષ્ઠ તક મળશે.

મિથુનઃ- 22 મેથી 22 જૂન
બસ બહુ થયું હવે વધારે આરામની જરૂર નથી એવા નિર્ણય સાથે તમે તમારી નોકરી કે વ્યવસાયમાં ત્વરિત ઊર્જા સાથે લાગી જશો. તમને તમારો સારો સમય આવી રહ્યો છે એ વાતનો ભાસ થાય અને તમે સખત મહેનત થકી તમારી પકડ જમાવી લેશો. તમારા માટે આ સમયગાળો વ્યાવસાયિક સોદાઓનો અને બાંધછોડનો રહેશે. ફાઇનાન્સ આ તબક્કે તમારા માટે અગત્યનું પરિબળ રહેશે. વ્યવસાયને લઇને તમારે લાંબા અંતરનો પ્રવાસ થાય તેવા યોગો છે.

કર્કઃ- 23 જૂનથી 22 જુલાઈ
આ સપ્તાહે આપ કૃતજ્ઞતાની લાગણી અનુભવશો. આપે આપની ઘણી સમસ્યાઓ ઉકેલી લીધી હોય તેમ લાગે છે. હવે આપ હળવાશ અને આસપાસ આનંદનો અનુભવ કરશો. આપના પ્રિયજનો પણ આ સમયે આપની સાથે આનંદ માણશે. આપ જે સંવાદિતા અને સંતુષ્ટિનો અનુભવ કરી રહ્યા છો તે માટે આપ આભારની લાગણી અનુભવશો. આપ પ્રાર્થના અને ધ્યાન તરફ વળો તેવી શક્યતા છે અને આપનો આ આંતરિક પ્રવાસ આપને વિશ્વની સમૃદ્ધિનો અનુભવ કરાવશે.

સિંહઃ- 23 જુલાઈથી 23 ઓગસ્ટ
તમને ઘણે રસ્તેથી ફાયદાઓ આવી મળે. તમારી આગળની મહેનતનું ફળ ભોગવવાનો આ સમયગાળો છે. આ અઠવાડિયે નાણાકીય બાબતો તમારા માટે મુખ્ય રહેશે. સંબંધો અને પ્રેમમાં વધુ હૂંફ ઉમેરાય અને તે મોટેભાગે નાણાકીય આવક વધવાથી થઈ રહ્યું છે. ઉત્તમ મનોરંજન માણવા મળે. સામાજિક જીવન વધુ ઉજ્જ્વળ બને અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થાય. પ્રેમલગ્ન, શારીરિક અને લાગણીના સંબંધો જેવી ઘણી અંગત બાબતોમાં તમારું પ્રદર્શન બહેતરીન રહેશે.

કન્યાઃ- 24 ઓગસ્ટથી 23 સપ્ટેમ્બર
આપેલા વાયદાઓના પાલન અંગેની નિષ્ઠા સાથે કામના ભારણને પહોંચી વળવું તમારા માટે ઘણું પડકારરૂપ અને ત્રાસદાયક બની રહેશે. જોકે, આ તમારા માટે અનપેક્ષિત નહોતું. તમારા અભિગમમાં અને તમે જે કાર્ય કરો છો તેમાં ભારોભાર ઊર્જા છલકતી રહેશે. જીવનમાં દરેક બાબતોના અતિરેકનો આ સમયગાળો છે અને તે તમને સતત પ્રવૃત્ત રાખશે. કલાકારોને ખ્યાતિ મળવાના યોગ છે. સ્વાસ્થ્ય બાબતે ઘણો હકારાત્મક સમય ચાલી રહ્યો છે. લાંબા ગાળાના રોગમાં રાહત મળે.

તુલાઃ- 24 સપ્ટે.થી 23 ઓક્ટોબર
ગયા સપ્તાહના અભ્યાસને આગળ ધપાવીને આપ લોકો સાથે વધુ સારી રીતે વાતચીત કેવી રીતે કરી શકાય તે શીખી રહ્યા છો. સ્વાભાવિક રીતે જ આપ ઋજુતા અને કોઇ દ્વારા લેવાતી કાળજીનો આનંદ અનુભવી શકશો. આપ જીવનમાં શું મેળવવા માંગો છો તેનું પુનર્મૂલ્યાંકન કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. આપનાં ઉદ્દેશ્યો અને ધ્યેયનું વિશ્લેષણ કરો અને તેને આપ ઈચ્છિત દિશામાં વાળો. અચાનક જ આપનું નસીબ જાગે. નાણાં, પ્રેમ અને આધ્યાત્મિકતા આપનાં દ્વાર ખખડાવશે.

વૃશ્ચિકઃ- 24 ઓક્ટો.થી 22 નવેમ્બર
છેવટે ફરી એક સપ્તાહ આપ ઘરનું સ્વર્ગીય સુખ માણી શકશો, જેમાં ઘણી વ્યક્તિગત મુલાકાતો અને જોડાણો હશે. અપરિણીતો જીવનમાં પ્રેમ તરફ રૂખ કરે તેવી શક્યતા છે. આસપાસના વાતાવરણમાં ઘણો ઉત્સાહ હશે, જે સાહસ ખેડવા તૈયાર કરી શકે છે. આપ જીવનનો સંપૂર્ણ આનંદ લૂંટવા તૈયાર થઇ શકો છો. રમતગમત, સાહસ, ફુરસદ આ બધાને કારણે આ સપ્તાહ આનંદદાયક પુરવાર થાય તેવી શક્યતા છે. ઉત્તમ, આશાભર્યો અને આનંદદાયક સમયગાળો છે.

ધનઃ- 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર
તમારી લોકો સમક્ષ એક બુદ્ઘિશાળી અને કર્મઠ વ્યક્તિ તરીકેની ઓળખ બનશે. યશ અને સફળતા તમને હજી પણ મળશે. તમારી છા૫ સભ્ય અને સારી વ્યક્તિ તરીકેની ૫ડશે. આ અઠવાડિયે તમે જે પ્રક્રિયાઓ સંતુલિત કરવા ઇચ્છશો, એમાં છેતરપિંડી ભરેલા ધનના મુદ્દાઓ પ્રત્યે ખાસ ધ્યાન આપજો. એ મુદ્દાઓ લેણદેણ કે લે-વેચની બાબતના હોઇ શકે છે. ૫ડવા-વાગવાના કે રોગના પણ સંકેત છે. ઘરે રહેશો તો વધુ સારું રહેશે. પૈસા અને પ્રેમનું મહત્ત્વ વધુ રહેશે. પ્રવાસ પણ કરશો.

મકરઃ- 22 ડિસેમ્બરથી 21 જાન્યુઆરી
આપ હવે વધુ ઊંડાણપૂર્વક પોતાની જાતમાં માનતા થશો. સ્વાભાવિક રીતે જ જીવનના દરેક ક્ષેત્રમાં તેની અસર વર્તાશે. આપના કાર્ય સ્થળે ટીકા ટિપ્પણી પાછળ રહી જશે અને આપનું માયાળુ વર્તન બધા પર જાદુઈ અસર કરશે. વ્યસ્ત રહેવા માટે તૈયાર રહો. આપ વાતચીતમાં ઘણાં પ્રતિભાશાળી છો. વાટાઘાટની આપની કુશળતા પુષ્કળ પ્રમાણમાં પ્રગટ થશે. આપની મોહકતા કુનેહ તથા ઔચિત્યમાં રહેલી છે. લોકો આ વાત માનશે અને આપનામાં વિશ્વાસ મૂકશે.

કુંભઃ- 21 જાન્યુ.થી 18 ફેબ્રુઆરી
તમારું ધ્યાન આર્થિક બાબતો તરફ કેન્દ્રિત થશે. મૂડીરોકાણ અને શેરબજાર તમારી તરફેણમાં રહેશે. આ સમયગાળા દરમિયાન તમારી અંદર રહેલાં પાસાંઓ જેવાં કે રચનાત્મકતા, વિનોદવૃત્તિ, આનંદની યુક્તિઓ વગેરે ખીલી ઊઠશે. તમારા નોકરી ધંધાના સ્થળે થોડું વિષાદપૂર્ણ વાતાવરણ સર્જાય, પરંતુ તમારી ધીરજ તમને સુગમ રસ્તા તરફ દોરશે અને વિષમ પરિસ્થિતિનો સામનો કરવામાં સહાયરૂપ થશે. છેવટે બધું જ આનંદમંગલ જ થશે.

મીનઃ- 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ
આ પડકારજનક અને સખત મહેનતનો સમય છે. આપ આપની જાત પાસેથી ઘણી વધારે અપેક્ષા રાખો તેવી શક્યતા છે, પણ ચિંતાની જરૂર નથી, આપ લોકોને ખુશ કરવા માટે પ્રેરણા અને શ્રેષ્ઠતાથી કાર્ય કરો છો. આપ દરેક વસ્તુની કાળજી લો છો, જે વિશ્વમાં બહુ ઓછું જોવા મળે છે. તેનાથી ચોક્કસ આપનાં સ્વજનોને ઘણો ફાયદો થશે, પણ આપ હજુ પણ જેમની સાથે આપને રોજ કામ પડવાનું હોય તેવા લોકોની જ સંભાળ લઈ શકશો. તમે જે ચાહતા હોવ તે તમને ચોક્કસ મળશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

    વધુ વાંચો