તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેજાન દારૂવાલા પ્રમાણે, 19 જાન્યુઆરી સુધી તુલા રાશિના લોકો પરેશાન રહેશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ગણેશજી કહે છે, શનિ સાથે કેતુ ભારતની કુંડળીમાં આવતાં હવાઇ કે ટ્રેન અકસ્માત થઈ શકે.
 • એક્સ-રે મશીનો, M.R.I. મશીનોમાં નવી ટેક્નિક આવશે.
 • આરહાન ખાન, આલિયા ભટ્ટ તથા રિવા કિશન આ વર્ષે સફળ થશે.

મેષઃ- 21 માર્ચથી 20 એપ્રિલ
આપનાં બાળકો, માતા-પિતા અને સંબંધીઓ આપને આગળ વધવા પ્રોત્સાહન આપશે. કુદરતે આપને ઘણું તેજસ્વી મગજ આપ્યું છે અને આ સમયગાળામાં આ વાત સ્પષ્ટ થઇ જશે. સર્જનાત્મકતા પૂરજોશમાં બહાર આવશે. લોકો અને પરિવાર સાથેના સંબંધોમાં આપ જાદુઇ આકર્ષણ અને લોકોને પોતાની વાતમાં સહમત કરવાની ક્ષમતાનો સૌથી શ્રેષ્ઠ ઉપયોગ કરી શકશો. કામમાં રસ વધશે ને આપ સામાન્ય કરતાં વધુ કામ કરશો, કારણ કે આપ તેનો ફાયદો જોઇ શકો છો.

વૃષભઃ- 21 એપ્રિલથી 21 મે
આપ સંશોધન, અભ્યાસ, ઉચ્ચ અભ્યાસની દિશાઓ પસંદ કરશો. આપ કદાચ ક્લબ, જિમ કે કોઇ સ્ટડી ગ્રૂપમાં આપનું નામ નોંધાવશો. આની પાછળ આપના દેખાવમાં બદલાવ લાવવાની ઇચ્છા અને નવું નવું જાણવાની વૃત્તિ કામ કરતી હશે. સૌ પ્રથમ આપ ધ્યાન કેન્દ્રિત કરવા જેવાં ક્ષેત્રો શોધી કાઢવાનો પ્રયાસ કરશો. જીવનસાથી, બાળકો અને પોતાના માટે નવાં વસ્ત્રો ખરીદવાની જરૂર અનુભવાશે. આ સમયગોળો સંઘર્ષ વગરનો છે. સર્જનાત્મક કળાઓમાં વધારો થાય.

મિથુનઃ- 22 મેથી 22 જૂન
સ્વયંને પુરવાર કરવાના વધુ પડતા ઉત્સાહમાં આપને કંટાળાજનક જવાબદારીઓ સંભાળવાનો પણ વાંધો નહીં હોય. ઘર, જવાબદારીઓ અને પરિવાર માટેનો સ્નેહ, ખાસ કરીને કીમતી વસ્તુઓ, પૈસા, વારસો, ભેટ-સોગાદો વગેરેની વિશેષ સંભાળ લેવી. રોકાણ અને સોદાઓની બાબતમાં આપ વિજેતાના મૂડમાં હશો તેથી સ્વાભાવિક રીતે જ સમૃદ્ધિ અને સંતોષ તથા નાણાંનો પ્રવાહ વહેતો થશે. બાળકો સાથેનો લગાવ વધે. આ સમયગાળામાં સફળતાના શિખરે બિરાજશો.

કર્કઃ- 23 જૂનથી 22 જુલાઈ
આપ અંગત જીવનમાં ફેરફારો લાવવા માટે જાગૃત થશો. વધુમાં કામની જવાબદારીઓ અને મનોરંજન બંનેમાં આપની કુશળતા પ્રદર્શિત કરશો. હંમેશ કરતાં સામાજિક સંબંધોમાં વધારે ઉત્સાહિત રહેશો. આપ નાણાકીય પોર્ટફોલિયો અને વ્યાવસાયિક ક્ષેત્રને સુધારવાનો પ્રયત્ન કરશો. આપ છેલ્લા થોડા સમયથી જવાબદારીઓનો જે બોજ મનમાં લઇને ફરી રહ્યા હતા તે હવે હળવો થતો જણાશે. આપની ઉદાત્ત ભાવનાનો લાભ પર્યાવરણ અને જીવનસૃષ્ટિને પણ મળશે.

સિંહઃ- 23 જુલાઈથી 23 ઓગસ્ટ
આ સમયગાળામાં આપ ખોટું પગલું ભરવાથી પોતાની જાતને રોકી શકશો. કામમાં આપ ઘણી શક્તિ અને ઉત્સાહ બતાવશો. આ સમયગાળામાં આપ મિત્રોથી લઇને સહકર્મચારીઓ, સ્વજનો, પતિ અથવા પત્ની, માતા-પિતા અને બાળકો તમામ સાથે સારા સંબંધો રાખશો. મતભેદો ઊભા થઇ શકે છે. વિચારોનું આદાનપ્રદાન ઉષ્મા અને ડહાપણભર્યું રહેશે. બધી બાબતો આનંદદાયક કે શાંતિપૂર્ણ નહીં હોય. તંદુરસ્તી બગડે. પ્રણય પ્રકરણમાં પણ અવરોધ આવશે.

કન્યાઃ- 24 ઓગસ્ટથી 23 સપ્ટેમ્બર
આપ જે ક્ષેત્રમાં માહેર છો તે ક્ષેત્રની આધુનિક ટેક્નોલોજીથી પણ વાકેફ હશો. પછી તે ઇન્ફર્મેશન ટેક્નોલાજીનું ક્ષેત્ર હોય કે દુન્વયી ડહાપણનું ક્ષેત્ર હોય. અંગત અને નાણાકીય દૃષ્ટિએ અત્યંત ઉત્તેજનાત્મક તબક્કો છે. પ્રણય પૂરબહારમાં ખીલશે અને તે જીવનમાં રોમાંચ અને આનંદ લાવશે. આપની સર્જનાત્મક બુદ્ધિ વધુ તેજસ્વી બને. પ્રયત્નો અપેક્ષા કરતાં અનેકગણું વધારે સારું પરિણામ આપશે. તેથી સ્વાભાવિક રીતે જ આપ નાણાં અને અન્ય ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરશો.

તુલાઃ- 24 સપ્ટે.થી 23 ઓક્ટોબર
આ સમયગાળા દરમ્યાન આપનું મનોવલણ, આચરણ અને સંબંધો નવા સ્તરે પહોંચશે. આપનો જોમ-જુસ્સો પણ વધશે. જેના કારણે ઓફિસમાં આપની કાર્યક્ષમતામાં વધારો થશે. પોતાની જાત અને પરિવાર માટે આપે જે યોજના બનાવી હતી તે આ સપ્તાહે અમલમાં આવશે. આપને ધનલાભ થઇ શકે છે. ઘર અને ઓફિસના કામ વચ્ચે અટવાયેલા રહેશો.આ તબક્કામાં બધી જ પ્રવૃત્તિઓ નિયત સમયપત્રક પ્રમાણે જ થશે, જે આપને ઘણો સંતોષ આપશે.

વૃશ્ચિકઃ- 24 ઓક્ટો.થી 22 નવેમ્બર
આપ આસપાસના લોકો કરતાં વધુ કાર્યાન્વિત રહેશો. આપ પ્રેરણાદાયી બની રહેશો અને જીવનની રોજિંદી સમસ્યાઓનો સામનો કરવા બિનપારંપરિક ઉપાયો અજમાવશો. નાજુક પરિસ્થિતિમાં બહુ સંભાળીને અને સંતુલન રાખીને ચાલવું પડશે. અંગત સંબંધોનો મામલો હોવાથી આ સપ્તાહમાં પ્રિયજનોની ખૂબ સંભાળપૂર્વક કાળજી લેવી જરૂરી છે. અહીં જ આપને ખરો સંતોષ મળશે. સામાજિક સંપર્કો પુન:સ્થાપિત થાય, તાજા થાય અને નવા સંપર્કો સ્થપાય.

ધનઃ- 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર
પરિવારને તમારી છત્રછાયામાં સુરક્ષિતતાનો અહેસાસ થાય. દુરંદેશી દાખવીને એક મહત્ત્વનો નિર્ણય લેતા તમે ભવિષ્યમાં આવનારી ગંભીર આફતમાંથી ઊગરી જશો. વ્યાવસાયિક અભિગમ વધુ મજબૂત થાય. આ વખતે આપ અધૂરાં પગલાં નહીં ભરો, કારણ કે આપ આત્મસંતોષની શોધમાં છો. આપ લોકો સાથે ઊંડાણપૂર્વક વાત કરશો, કારણ કે જીવન તેનાં ઘણાં પાસાં રજૂ કરતું હોય છે. આર્થિક-સામાજિક ક્ષેત્રોમાં નવા સંબંધો સ્થપાશે. પ્રેમસંબંધો હૂંફાળા બની રહેશે.

મકરઃ- 22 ડિસેમ્બરથી 21 જાન્યુઆરી
માનસિક બીમારીઓમાંથી છુટકારો મળશે. પરિવાર તરફથી સ્નેહ મળી રહેશે. માનસિક સંતુલન જાળવવા ખાતર ગુસ્સા પર કાબૂ રાખો અથવા પરિણામનો સામનો કરવા તૈયાર રહો. આપના મનમાં ઉદભવતી કટુ લાગણીઓને દૂર કરો. કેટલાક પ્રકારના બદલાવો આર્થિક અને પારિવારિક લાભો અપાવશે અને શારીરિક સ્વાસ્થ્યમાં વધારો થશે, કારણ કે નસીબ સાથ આપશે. આયોજનપૂર્વકની મહેનત તમને ધ્યેય સુધી લઇ જશે. સફળતાની દૃષ્ટિએ ઘણા આગળ હશો.

કુંભઃ- 21 જાન્યુ.થી 18 ફેબ્રુઆરી
આપ ફક્ત આપના અંગત પરિવારજનોની જરૂરિયાત પ્રત્યે પણ ચિંતિત રહેશો. તમને ઇન્ટરનેટના માધ્યમથી તમારી કેટલીક અત્યંત મહત્ત્વની અપેક્ષાઓ પૂર્ણ થવા સંભવ છે. તમારી કીર્તિમાં સહજ રીતે જ ઘણો વધારો થાય. તમારા સંપર્કો સમાજમાં કે વ્યવસાયમાં આગળ લઇ જવામાં મદદરૂપ થાય તેવા સાચા સંપર્કો નથી. અણધારી મદદ આવી પડે. હવે આપના માટે વ્યક્તિગત બાબતો મહત્ત્વની બની રહેશે અને પૂર્ણતાનો અનુભવ કરશો. અહંકાર અને ગુસ્સા પર કાબૂ રાખવો.

મીનઃ- 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ
આ તબક્કે આપનું સ્વરૂપ બદલાઇ રહ્યું છે. આપ જે પરિવર્તનો અનુભવી રહ્યા છો તે કામચલાઉ નથી. આ ફેરફાર ભૌતિક સ્તરે પણ આવ્યો છે. બધું જ ગતિશીલ બન્યું છે. આની સાથે સંકળાયેલી શક્યતાઓ મોટી વિકાસ ક્ષમતા ધરાવે છે. નવા ઉત્પાદન, પ્રોજેક્ટ કે સાહસ વગેરે માટે વર્ષનો આ શ્રેષ્ઠ સમય બની રહેશે. તમે વ્યાવસાયિક અને નાણાકીય મુદ્દાઓને સંતોષકારક રીતે હાથ ધરશો. ઉજ્જ્વળ કારકિર્દીના ઘડતર કે શિક્ષણ અર્થે પ્રવાસ થાય. માલ-મિલકતમાં વધારો થાય.
 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો