જ્યોતિષ / બેજાન દારૂવાલાનું સાપ્તાહિક ભવિષ્યફળ: કર્ક રાશિના લોકો આધ્યાત્મિકતા તરફ દોરાશે

Bejan Daruwala weekly rashifal

  • ભારતના સંબંધો સિંગાપુર, ફ્રાન્સ, અને ઇઝરાયેલ સાથે મજબૂત થશે
  • હવે તમામ પ્રકારના નશાઓમાંથી મુક્તિ મેળવવા માટે નવી દવાઓ શોધાશે
  • ડિમ્પલ કાપડિયા, શબાના આઝમી, પુલકિત સમ્રાટ આ વર્ષે સારી ફિલ્મ આપશે

Divyabhaskar.com

Aug 12, 2019, 12:00 PM IST

મેષ
21 માર્ચથી 20 એપ્રિલ

આપ હવે વધુ ઊંડાણપૂર્વક પોતાની જાતમાં માનતા થશો. સ્વાભાવિક રીતે જ જીવનના દરેક ક્ષેત્રમાં તેની અસર વર્તાશે. આપના કાર્યસ્થળે ટીકા ટિપ્પણી પાછળ રહી જશે અને આપનું માયાળુ વર્તન બધા પર જાદુઈ અસર કરશે. વાટાઘાટની આપની કુશળતા પુષ્કળ પ્રમાણમાં પ્રગટ થશે. આપની મોહકતા કુનેહ તથા ઔચિત્યમાં રહેલી છે. લોકો આ વાત માનશે અને આપનામાં વિશ્વાસ મૂકશે. તેથી ગંભીરતા જાળવી રાખો. વિદેશયાત્રા માટે ઉત્તમ સમય ચાલી રહ્યો છે.

---------

વૃષભ
21 એપ્રિલથી 21 મે

આપ આપના ધ્યેય તરફ આગળ વધો, પણ બને તેટલા ઓછા વિવાદ સાથે. યાદ રાખો કે, આપની પ્રગતિ બીજાના ભોગે ન હોવી જોઇએ. આપના માટે નવા અને પ્રેરણાદાયી નોંધપાત્ર ફાયદાઓ સંગ્રહાયેલા છે. શંકાઓ અને નિરાશાનું સ્થાન હક્ક અને ફરજો લઇ લેશે, જેને આપ સમાન ભાવે ઇચ્છતા હતા. આધ્યાત્મિક ફાયદાઓથી આ સમયગાળો વળતર અપાવનારો બની રહેશે. આ સમયે આપ સૌથી સારો દેખાવ કરી શકશો. સતત નિરર્થક બાબતોમાં દોડાદોડી રહેશે.

---------

મિથુન
22 મેથી 22 જૂન

હવે આપના માટે વ્યક્તિગત બાબતો મહત્ત્વની બની રહેશે અને આપ પૂર્ણતાનો અનુભવ કરશો. સમાન વિચારસરણી ધરાવતા લોકો સાથે આપ સારું કામ કરી શકશો. પ્રવાસ અને વાતચીત- સંદેશાવ્યવહાર દ્વારા આપને જેની ઝંખના છે તે મળે તેવી શક્યતા છે. જો આપ એકલા હશો તો કોઇ સીધું તમારા હૃદયમાં સમાઇ જશે અને જો પરણેલા હશો તો વધતી જતી કામવાસના આપને આશ્ચર્યમાં મૂકી દે તેવી શક્યતા છે. આપ ગૂઢ વિદ્યાની શોધ માટે દિલથી પ્રયત્ન કરશો.

---------

કર્ક
23 જૂનથી 22 જુલાઈ

આપ સામાજિક તથા વિદેશી સંપર્કો વધુ મજબૂત કરવામાં પરોવાયેલા રહેશો. આધ્યાત્મિકતા તેમજ રહસ્યવાદમાં ઊંડા ઊતરવાની તીવ્ર ઇચ્છા થાય. સર્જનાત્મકતામાં વધારો થાય. ઘર અને ઓફિસે આપની પાસેથી વધારે અપેક્ષાઓ રહેશે. વ્યાવસાયિક યોજનાઓ મંદ ગતિએ પૂરી થાય. નોકરી-ધંધામાં લાભ મળે. લાંબાગાળાના પ્રશ્નો ઉકલે. મુલાકાતો સફળ બને. પ્રવાસમાં સાચવવું. રોજિંદા કાર્યક્રમ ધીમી ગતિએ ચાલશે. કોર્ટ-કચેરીના કામમાં વિલંબ બાદ સફળતા મળે.

---------

સિંહ
23 જુલાઈથી 23 ઓગસ્ટ

આ સમયગાળામાં ક્રોધ ઉપર અંકુશ રાખશો. નોકરીમાં સ્થાનફેરના યોગ છે. મિત્રો ઉપર વધુ પડતો ભરોસો નહીં મૂકવાની સલાહ છે. આપના જીવનની ગાડી ફરીથી પાટા ઉપર ગોઠવાય અને તમારી વ્યક્તિગત પ્રગતિ થાય. સંપર્કો અને વાતચીતની કળામાં પારંગતતા એ તમારી મહામૂલી મૂડી છે. નિકાસ અને વિદેશી ભાગીદારીમાં આપ કાઠું કાઢી શકશો. આપનો ઘણો સમય મુસાફરીમાં પસાર થાય. આપને આર્થિક બાબતોમાં સાવચેત રહેવાની સલાહ છે.

---------

કન્યા
24 ઓગસ્ટથી 23 સપ્ટેમ્બર

તમારે કોઈપણ પ્રકારના જુગારમા ન પડવું જોઇએ, કારણ કે આ સમયગાળો જોખમ ઉઠાવવા માટે સારો નથી. આપ મોટાભાગનો સમય કામમાં વ્યસ્ત રહેશો. ધૈર્યપૂર્વકની મહેનત રંગ લાવે અને તેને કારણે આપને ઘણી પ્રશસ્તિ તેમજ આત્મસંતોષ મળે. આધ્યાત્મિકતા તરફનો ઝોક વધે. આપને આપનું કામ રસપ્રદ લાગશે અને ઊંડા સંતોષની લાગણી અનુભવશો. આ પૈસા કમાવાનો અને મોટા સાહસનો સમય છે. નવું કામ શરૂ કરશો. પૈસા અને ભાગીદાર મળી રહેશે.

---------

તુલા
24 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર

નવા સંબંધો અને સં૫ર્કોનો વિકાસ થશે, જેમાં નવી ઓળખાણોથી લઇને વ્યાવસાયિક ભાગીદારી સુધીનો સમાવેશ થાય છે. લોકોની સમસ્યાઓનો નિકાલ કરવાના ઉદ્દેશ્યથી એમની પાસેથી જે લીધું છે, એનાથી બમણું આપવાની તત્પરતા તમે દેખાડશો. તમને નવા વિચારો, સાહસિક યોજનાઓ, સૂચનો આકર્ષશે. એના લીધે સમાપ્ત થનારી કે થઇ રહેલી અથવા નવી યોજનાઓના સંદર્ભે પ્રક્રિયાઓ, નવા મિત્રો સાથે તમે જોડાશો. સામાજિક રીતે તમે લોકો માટે આશાસ્પદ રહેશો.

---------

વૃશ્ચિક
24 ઓક્ટોબરથી 22 નવેમ્બર

વૃદ્ઘિ કે ૫રિવર્તનનો આ સમયગાળો ઘણે ભાગે ભૌતિક સ્વરૂપે દેખાશે. નવા વ્યક્તિગત સંબંધો, વલણોમાં ફેરફાર અને મનગમતો વિકાસ પ્રેમ કે ઉત્તેજના લઇને આવશે. આર્થિક દૃષ્ટિએ પણ આ સમયાળો લાભકર્તા સાબિત થશે. તમે ઉતાવળે કામ ૫તાવ્યા ૫છી ઉતાવળથી થનારા નુકસાન વિશે વિચારીને ૫સ્તાશો. સંપૂર્ણતાની ઇચ્છા માનસિકતાનું એક અંગ બની જશે. આગળ માંડેલું ડગલું આગળ જતાં અણધારી સફળતા અપાવશે. તમારે આળસનો ત્યાગ કરવાનો છે.

--------
ધન
22 નવેમ્બરથી 21 ડિસેમ્બર

તમે સક્રિય રૂપ પરિવાર, મિત્રો અને પ્રિયજનો સાથ આનંદ માણશો. તમે તમારા કાર્યમાં મૌલિક વિચાર, રચનાત્મકતા, દક્ષતા દેખાડવાની વૃત્તિથી આગળ વધશો. વિરોધીઓથી આગળ નીકળી જશો. આકરી મહેનત ઉ૫રાંત તમે તમારી અંતરદૃષ્ટિ અનેપ્રતિભાનો પણ યોજનાઓમાં ઉ૫યોગ કરશો. બીજા લોકોની ટીકા ટિપ્પણી કરવાથી બચીને ચાલજો અને ધીરજ ન ગુમાવતા. જીવનની ખુશી અને આનંદ એની પૂર્ણ કળાએ ખીલી ઊઠે. આર્થિક લાભના શુભ સમાચાર મળે.

---------

મકર
22 ડિસેમ્બરથી 21 જાન્યુઆરી

સમજી વિચારીને નવા મિત્રોની પસંદગી કરવી. સટ્ટા બજારમાં નાણાં રોકવામાં સાવધાન રહેવું અન્યથા અચાનક આર્થિક નુકસાની ખમવાનો વારો આવે. સમાન વિચારસરણી ધરાવતા લોકો સાથે આપ સારું કામ કરી શકશો. રોકાણ માટે આ સમય ઉત્તમ રહેશે. તમે જે કોઈ ક્ષેત્રમાં પ્રવેશ કરશો તેમાં લાભ જ મેળવશો. પ્રવાસ અને વાતચીત-સંદેશાવ્યવહાર દ્વારા આપને જની ઝંખના છે તે મળે તેવી શક્યતા છે. મહેનતના સહારે ઇચ્છિત લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં સફળ થશો.

---------

કુંભ
21 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી

આપ હવે વધુ ઊંડાણપૂર્વક પોતાની જાતમાં માનતા થશો. મિત્રો તરફથી વિશેષ મદદ મળી રહે. નવા કાર્યનું આયોજન હાથ ધરશો અને પરિપૂર્ણ થાય. વિદેશ જવાના પ્રયત્નોમાં સફળતા મળી શકે. આપ આપના ધ્યેય તરફ આગળ વધો, પણ બને તેટલા ઓછા વિવાદ સાથે. આ સમયગાળો શાંત અને મૌન રહીને જ વિતાવવામાં આપનું હિત સમાયેલું છે. આ સપ્તાહ દરમિયાન વાતચીત અને સંદેશાવ્યવહારના માધ્યમ દ્વારા વધુમાં વધુ લાભ મેળવશો.

---------

મીન
19 ફેબ્રુઆરીથી 20 માર્ચ

સ્વાભાવિક રીતે જ જીવનના દરેક ક્ષેત્રમાં સકારાત્મક અસર વર્તાશે. ટીકા ટિપ્પણી પાછળ રહી જશ અને આપનું માયાળુ વર્તન બધા પર જાદુઈ અસર કરશે.વાટાઘાટની આપની કુશળતા પુષ્કળ પ્રમાણમાં પ્રગટ થશ. શંકા અને નિરાશા વચ્ચેના વાતાવરણમાં આધ્યાત્મિકતા તરફનો ઝોક વધે. પ્રેમસંબંધોમાં તિરાડ ઊભી થવાની સંભાવનાઓ નકારી શકાય તેમ નથી. વ્યાવસાયિક ક્ષેત્રે આપના માટે આ સારો સમય બની રહેશ. આવકના શ્રોતમાં વધારો થાય.

X
Bejan Daruwala weekly rashifal
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી