જ્યોતિષ / બેજાન દારૂવાલાનું સપ્તાહિક ભવિષ્યફળ : તુલા રાશિના જાતકો સ્વપ્નાં પૂરાં કરવાની મથામણમાં છે, તેમાં ઘીરજ રાખવી પડશે

Bejan Daruwala weekly rashifal

Divyabhaskar.com

Jul 08, 2019, 10:35 AM IST

મેષ રાશિ - આ સપ્તાહ દરમ્યાન નાણાકીય બાબતોને વધારે મહત્વ આપશો. આ કામ આપની કલ્પનાશીલતા માગી લેશે, પરંતુ આ૫ તેનું સારી રીતે સંચાલન કરી શકશો. આપ કોઇની લાગણી નહીં દુભાવો. આપ સ્વવિકાસ માટે કાર્યરત છો અને તે દેખાઇ આવે છે. આપ કેન્દ્રસ્થાને છો અને પોતાની દુનિયા સાથે સુમેળ ધરાવો છો. આપ બીજાના વિચારને પણ માન્ય રાખો છો અને તેમાંથી સારું હોય તે ગ્રહણ કરો છો. નાનો પ્રવાસ અને સગાઇ થવાની પણ શક્યતા છે.

........................

વૃષભ રાશિ - શું બોલવું અને તે કયા સમયે બોલવું તે આપ સારી રીતે જાણો છો. આપ સુમેળભર્યો સ્વભાવ ધરાવો છો અને આપની આસપાસ શાંતિ પ્રસરાવો છો. પોતાની જાત અને પરિવાર માટે આપે જે યોજના બનાવી હતી તે આ સપ્તાહે અમલમાં આવશે. આપને ધનલાભ થઇ શકે છે. ના, કોઇ લોટરી નથી લાગવાની, પણ તે આપના સખત પરિશ્રમનાં નાણાં છે. કામમાં આપનો રસ વધશે અને આપ સામાન્ય કરતાં વધુ કામ કરશો, કારણ કે આપ તેનો ફાયદો જોઇ શકો છો.


................................

મિથુન રાશિ - સફળતાને પોતાના પર હાવિ ન થવા દેશો. આપ સૌથી સારું પ્રદર્શન કરી શક્યા હોવ તેનો અર્થ એવો નથી કે જેમનું પ્રદર્શન નબળું હોય તેની ટીકા કરવી. આપ લાલચમાં આવીને ખોટા નિર્ણય લો તેવી શક્યતા છે. તેથી લાલચથી દૂર રહો. આપે ખૂબ મહેનત અને ખંતથી કામ કર્યું છે, ૫રંતુ આપની સિદ્ઘિઓ બદલ આપની કદર ઓછી થઇ છે. આપ પોતાને માનવજાતિનો જ એક ભાગ સમજવા લાગ્યા છો અને આ દૃષ્ટિકોણ આપને ઘણાં બધાં અનિષ્ટોમાંથી ઉગારી લેશે.


...........................

કર્ક રાશિ - આ સપ્તાહ ઘણું અદભુત છે અને હોવું જ જોઇએ. આપ ઘણી ઝડપી પ્રગતિ સાધી શકશો. આપના સખત પ્રયત્નોનું આ સુંદર ફળ છે. આપના કામની કદર થવાથી આનંદ અનુભવશો. ઘરમાં ૫ણ સુખશાંતિનું વાતાવરણ જળવાશે. આપની નિષ્ઠા અંગે આપના ૫રિવારને સંપૂર્ણ ખાતરી છે. આપનું ઠરેલ૫ણું આપને મુઠ્ઠી ઊંચેરો માનવી સાબિત કરશે. આ સમય પોતાના માટે સુધારાઓ લાવવાનો છે. સંબંધો, ઘર અને બીજા કોઇપણ ક્ષેત્રમાં આપ ફેરફાર કરી શકશો.

..........................

સિંહ રાશિ - આપની ઇચ્છાઓ પૂરી થશે. એવું લાગે છે કે આપ પોતાની જાત પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશો, લોકોની નજર પણ આપના પર જ હોય તેવી શક્યતા છે. તેથી આપની રીતભાત શ્રેષ્ઠતમ બનાવો. આ સમય કંઇક અદભુત બનાવો બનવાનો છે. આપ ભૌતિક ઇચ્છાઓ સેવશો અને તે આપ ફળિભૂત થતી પણ જોઈ શકશો. ઓળખ તથા સમૃદ્ધિ મેળવવામાં સફળ રહેશો. હાલ આપ જે પણ યોજનાઓ બનાવશો તે સમૃદ્ધ ભવિષ્ય માટે હશે. લક્ષ્ય સિદ્ધ કરવા પ્રવાસ માટે તૈયાર રહો.

............................

કન્યા રાશિ - આપ વ્યક્તિત્વ વિકાસના તમામ પ્રયત્ન કરો, પણ યાદ રાખો કે મિથ્યાભિમાન આપને ખોટા રસ્તે લઇ જઇ શકે છે. આ સમય ઇચ્છાઓ અને સપનાંઓ પર કામ શરૂ કરવાનો છે. છેવટે આપની મોજ-મસ્તીને બ્રેક લાગવાનો સમય આવી ગયો છે. કેટલીક જૂની ઘરેલુ સમસ્યાઓ આપને ચિંતામાં નાખે તેવી શક્યતા છે. પ્રવાસના સમયે બેપરવા ન રહેશો. સમસ્યાનો સામનો કરવા તૈયાર રહો, આપ તે કરવા સક્ષમ છો. આ દિવસોમાં આપ પોતાના માનમરતબાથી ખુશ રહેશો.


........................

તુલા રાશિ - હમણાં સુધી ગુપ્ત રહેલી અગાઉની વાટાઘાટો હવે સફળતાપૂર્વક પૂરી થશે. ભૌતિક સફળતા વધુ સંગીન થવાને કારણે આપ આનંદ પામશો. આપ સ્વપ્નાં પૂરાં કરવાની મથામણમાં છો, ૫રંતુ તેના માટે આપે થોડી ધીરજ ધરવી ૫ડશે. આ સમગ્ર મહિના દરમ્યાન પારિવારિક સંબંધોમાં વધારે ઘનિષ્ઠતાનો અનુભવ કરશો. ઉજવણીઓ, શુભ પ્રસંગો અને બીજું ઘણું બધું આપ આ સમય દરમ્યાન માણશો. ૫રિવારજનો સાથેની આત્મીયતા વધશે. મોજમજાનો અને ખુશીનો માહોલ રહેશે.


.......................

વૃશ્ચિક રાશિ - આપનો આંતરિક વિકાસ પૂરતા પ્રમાણમાં થયો છે. આપ તેનું મહત્વ સમજો છો અને તેને જાળવી રાખવા પણ માગો છો. તે આપને વધુ પરમાર્થી બનાવે છે. આપ સમાજ માટે જવાબદારીની લાગણી અનુભવો છો. આપ હવે સારી લાગણી અને શાંતિ અનુભવી રહ્યા છો, કારણ કે આપ જીવનમાં પરિવાર અને કારકિર્દી વચ્ચે સંતુલન સાધવાનું શીખી ગયા છો. આપ માત્ર ગુસ્સા ૫ર કાબૂ રાખવાનું શીખી ગયા છો. આપના પ્રયત્નો ઓફિસ અને ઘરમાં તમામ કાર્યો સરળ બનાવી દેશે.


..........................

ધન રાશિ -સમગ્ર સપ્તાહ દરમિયાન આપ નવાં સાહસો માટે પ્રયત્ન કરો તેવી શક્યતા છે, જેથી આપની આવકમાં વધારો થશે. આપની ઇચ્છાપૂર્તિ થઇ ગઇ. હવે આપ સંતોષ અને વિજેતાની લાગણી અનુભવતા હશો. આ૫ ૫રિવાર અને કાર્યક્ષેત્રબંને વચ્ચે સારી રીતે સંતુલન જાળવી શકશો. અહીં આપને એ સમજાશે કે બંને ક્ષેત્રોને સમાન રીતે સાચવી લેવાય તો જ સફળતાનો આનંદ માણી શકાય છે. આ સપ્તાહમાં સં૫, સુમેળ અને સંબંધોમાં ઉષ્માનો અનુભવ કરશો.

.........................

મકર રાશિ -આપ આ સપ્તાહે પોતાના વિશે વધુ સ્પષ્ટ હશો. આપનો નવો અવતાર આત્મવિશ્વાસ વધારવામાં ચમત્કારિક કામ કરશે. આપના આત્મવિશ્વાસે અવરોધો અને નિરાશાઓની કડવી યાદોને માનસપટ ૫રથી હટાવી દીધી છે, તેથી આપનો સારો સમય શરૂ થઇ રહ્યો છે. જીવન એક ઉત્સવની ઉજવણી સમાન છે અને આપનો ઉત્સાહ સર્વોચ્ચ ૫રાકાષ્ઠા ૫ર હશે. આપ હવે જે આનંદનો અનુભવ કરો છો તે ચેપી છે તેથી આપની આસપાસના લોકો પર પણ તેની અસર થશે.

.....................


કુંભ રાશિ - આ તબક્કે આપનું સ્વરૂપ બદલાઇ રહ્યું છે અને આપ જે ૫રિવર્તનો અનુભવી રહ્યા છો તે કામચલાઉ નથી. આ ફેરફાર ભૌતિક સ્તરે ૫ણ આવ્યો છે. બધું જ ગતિશીલ બન્યું છે ત્યારે આપના માટે ૫ણ મુસાફરીની સંભાવના છે. આની સાથે સંકળાયેલી શક્યતાઓ મોટી વિકાસ ક્ષમતા ધરાવે છે, પરંતુ આપની સાચી પ્રગતિ ભૌતિક અને આધ્યાત્મિક ક્ષેત્રે થશે. લોકો સાથે આ૫ સહાનુભૂતિથી વર્તશો અને ભૌતિક સુખ તથા આધ્યાત્મિકતા વચ્ચે સુમેળ સાધી શકશો


..................................

મીન રાશિ - આ સમયગાળા દરમ્યાન આપની પાસે કામની બાબતમાં ઘણી બધી અપેક્ષાઓ રખાશે અને આપે તેને ૫હોંચી વળવામાં પૂરી તાકાત લગાવવાની જરૂર છે. બધી બાબતો આનંદદાયક કે શાંતિપૂર્ણ નહીં હોય. પૈસાની લેવડદેવડમાં આપની સાથે છેતરપિંડી થવાની શક્યતા છે. પ્રવાસનું આયોજન ૫ણ સરળતાથી પાર નહીં ૫ડે. તંદુરસ્તી બગડે. પ્રણય પ્રકરણમાં ૫ણ અવરોધ આવશે. એટલે જીવનને એક વિચિત્ર ૫ડકાર સમજીને તેનો સામનો કરવા માટે તૈયાર રહો.

X
Bejan Daruwala weekly rashifal
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી