વિક્રમ સંવત 2076નું વાર્ષિક રાશિફળ

3 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ધર્મ ડેસ્કઃ વિક્રમ સંવત 2076 શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે આગામી વર્ષ તમારા માટે કેવું રહેશે, સ્વાસ્થ્ય, વ્યવસાય, નોકરી, પારિવારિક, આર્થિક વગેરે દ્રષ્ટિએ આવનારું વર્ષ તમારું કેવું રહેશે તેના વિશે અમે અહીં જણાવીશું. કારતક સુદ એકમથી શરૂ થતું ગુજરાતી બેસતું વર્ષ 28 ઓક્ટોબર 2019થી શરૂ થઈ રહ્યું છે જે આસો વદ, 14 નવેમ્બર 2020ના રોજ પૂર્ણ થશે. જાણો તમને નવું વર્ષ કેટલું ફળદાયી રહેશે?

શુભાશુભ તારીખોઃ-

માસસાનુકૂળ તારીખ

પ્રતિકૂળ તારીખ

નવેમ્બર1,2,3,5,9,13,20,22,30

7,10,12,24,25,29

ડિસેમ્બર6,7,9,10,15,19,27,30

1,3,11,14,26,28,29,31

જાન્યુઆરી4,5,8,11,15,21,24,31

6,7,10,13,17,25,27,29

ફેબ્રુઆરી2,4,6,14,19,25,27,29

5,9,16,18,23,26,28

માર્ચ1,4,5,8,11,12,23,25,282,7,10,15,20,27,29,31
એપ્રિલ3,7,10,13,18,22,27,301,5,9,11,15,19,26,29
મે8,9,11,12,17,21,25,27

1,3,5,10,14,23,29,31

જૂન5,6,7,10,15,23,24,30

3,4,9,16,18,21,26,28

જુલાઈ1,2,3,5,12,13,25,29

4,6,9,14,17,25,28,31

ઑગસ્ટ2,5,10,14,21,24,29,31

1,3,9,13,15,20,25,28

સપ્ટેમ્બર6,8,11,13,17,20,22,25   

10,12,15,19,24,26,30

ઑક્ટોબર6,12,14,16,21,28,29,311,2,3,5,11,17,23,27

મેષ જાતકોએ કરવાના ઉપાયઃ-

 • રાશિનો મંત્ર : ૐ હ્રીં શ્રીં લક્ષ્મી નારાયણ નમઃ|
 • અનુકૂળ દેવતા : ભગવાન ગણેશ
 • અનુકૂળ વ્યવસાય : સીઝનલ વ્યવસાય તેમજ વાહન સંબંધિત
 • અનુકૂળ રત્ન : હીરો
 • અનુકૂળ ગ્રહ : મંગળ
 • શુભ રંગ : આછો લાલ
 • શુભ અંક : 5
 • શુભ વાર : શુક્રવાર
 • શુભ દિશા : દક્ષિણ-પૂર્વ
 • મિત્ર રાશિ : મકર, મિથુન
 • શત્રુ રાશિ : ધન

1) સંપૂર્ણ વર્ષમાં કેટલો લાભ થશે?

આ વર્ષ દરમ્યાન ગુરુ ગ્રહનું ભ્રમણ આપની રાશિથી નવમા સ્થાને ભ્રમણ કરશે. ભાગ્યસ્થાનેથી પસાર થતો ગુરુ આપના ભાગ્યને ક્ષતિ પહોંચાડી શકે છે. પૈતૃક સંપતિમાં મુશ્કેલી ઊભી કરાવી શકે. વિદેશ સંદર્ભમાં જો આપ પ્રયત્ન કરી રહ્યા હોવ તો મુશ્કેલી સર્જાઈ શકે તેમ છે. 29/03/2020 પછી ગુરુના રાશિ પરિવર્તનથી કેટલીક બાબતોનું સુખદ નિરાકરણ આવશે. મિત્રો સાથે મનદુ:ખ થયું હોય તો તેનું સમાધાન થશે. ગુરુ મિશ્ર ફળદાયી બની રહે.

આ વર્ષ દરમ્યાન શનિ આપની રાશિથી નવમાં ભાગ્યસ્થાનેથી પસાર થાય છે. વર્ષના પ્રારંભમાં શનિ મહારાજની કૃપાથી ઘણી મહેનત કરવી પડે. છતાં ધારેલી સફળતા ન મળે. 24/01/2020 પછી બદલાતો શનિ આપના જીવનની પ્રગતિમાં મદદરૂપ થઇ શકે તેમ છે. લોખંડના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને રાહત મળશે. ધર્મ અને સેવા સાથે આપનું તાદાત્મ્ય બરાબર હશે તો આ વર્ષમાં કરેલી મહેનતનું સારું પરિણામ મળશે.

વર્ષના પ્રારંભમાં ત્રીજા ભાવે મિથુન રાશિમાં રહેલ રાહુ આપની ચિંતામાં વધારો કરનાર બની શકે. વર્ષના અંત ભાગમાં ધન સ્થાને વૃષભનો રાહુ ધન હાનિ પણ કરાવી શકે છે. નાણાકીય બાબતોમાં સામાન્ય મુશ્કેલી સર્જાઈ શકે. ભાગ્યના સહારે બેસી રહેવું નહીં. પરિશ્રમ અને મહેનત દ્વારા સતત પ્રવૃત્તિમય રહેવું. વર્ષના મધ્ય ભાગમાં નાની વિદેશ યાત્રાના યોગ રાહુ દ્વારા બને છે. કૌટુંબિક પ્રશ્નોમાં કોઈ નિર્ણય ઉતાવળથી ન કરવાની સલાહ છે.

આ વર્ષ દરમ્યાન દાંપત્યજીવનમાં મધુર યોગો બની રહ્યા છે. પત્ની અથવા તો પતિ માટે આ વર્ષ ખૂબ આનંદદાયી બની શકે છે. જેના લાંબા ગાળાથી લગ્ન નથી ગોઠવાઈ રહ્યા અથવા લગ્નમાં અંતરાયો આવતા હોય તેમને આ બાબતે 5/11/2020 પછી શુભ ફળ મળી શકે તેમ છે. જે લોકોને લગ્નભંગના કેસ ચાલતા હોય કે કોઈ પણ પ્રકારની ગેરસમજને કારણે લગ્નજીવનમાં મધુરતા ન રહી હોય તેઓ વડીલો સાથે બેસી આ વર્ષે તેનું નિરાકરણ લાવી શકશે. પરિવારમાં આનંદ અને એકતાને કારણે જીવન આત્મવિશ્વાસથી ભરેલું લાગે.

વર્ષના આરંભે આપની રાશિ પરથી મંગળ ગ્રહ શત્રુ ભાવે કન્યા રાશિમાં છે. જેથી આપની તબિયત થોડી નરમગરમ રહ્યા કરે. જે લોકોને શ્વાસની તકલીફ હોય તે લોકોએ આ વર્ષે ખૂબ સાવધાની રાખવી પડશે. કોઈ પણ નાની મોટી શસ્ત્રક્રિયાના પ્રબળ યોગ બને છે. સ્વાસ્થ્ય સંબંધિત નાની-મોટી બીમારી બાબતે વધુ ચિંતિત થવું નહીં. તબિયતની અસર પ્રવાસ પર પણ થઇ શકે છે. વેપાર બાબતે વધુ દોડધામ કરવી પડે. ધાર્મિક યાત્રાથી ચોક્કસ લાભ થશે.

પોતાના સંતાનો માટે આપ ઘણા ઉત્સાહી હોઈ શકો છો. આપના સંતાનના ભણવાની આપને વિશેષ ચિંતા રહે. જો કોઈ ગર્ભ ધારણ કરેલી વ્યક્તિ હોય તો ગર્ભપાતની શક્યતાઓ રહેલી છે માટે તેમણે ખૂબ જ સાવધાની રાખવી. સંતાનોને નામે સંપત્તિ વસાવી શકશો. વિદ્યાર્થીમિત્રોને પોતાની કારકિર્દી માટે ખાસ સાવધાની રાખવી પડે. મેડિકલ અને સંશોધનના વિદ્યાર્થીઓને આ વર્ષ દરમિયાન ઘણો લાભ થાય. વિદ્યાર્થીઓ માટે એકંદરે વર્ષ સારું રહેશે.

નોકરીમાં આપને ભાગ્ય સાથ આપશે. જેમની નોકરી છૂટી ગઈ હોય તેમને પુનઃ નોકરીના યોગ બને. આપની કામ કરવાની જવાબદારીને ધ્યાનમાં લેતા આપના પદ ભારમાં વધારો થતો જણાય એટલે કે પ્રમોશન મળી શકે. ધંધામાં આ વર્ષ પ્રગતિ અને સફળતાઓને સિદ્ધ કરવાવાળું બની રહેશે. ધંધાનો વિસ્તાર કરી શકો છો. જો ભાગીદારીમાં ધંધો શરુ કરી શકો છો. 24/01/2020 પછી ધંધામાં વધારો થઇ શકે તેમ છે. એકંદરે નોકરી-ધંધામાં પ્રગતિ જણાય.

સ્થાવર-જંગમ મિલકતમાં આ વર્ષે મુખ્ય કોઈ બદલાવ દેખાઈ રહ્યો નથી, પરંતુ સંપત્તિમાંથી આવક ઊભી કરવાના આપના વિચારો ફળીભૂત ન પણ થઇ શકે. શક્ય હોય તો આ વર્ષે સંપત્તિમાં ફેરફાર ન કરવાની સલાહ છે. વર્ષના અંત ભાગમાં મકાન અને વાહન ખરીદવાના સારા યોગ બની રહે છે. જો ભાડાંના મકાનમાં રહેતા હોવ તો આ વર્ષે પોતાનું નાનું ઘર ખરીદી શકો છો. કોઈ જગ્યાએ પ્લોટ કે જમીન લીધી હોય તો તેનું સારું વળતર આ વર્ષે મેળવી શકો છો.

આ વર્ષ દરમ્યાન વર્ષના પ્રારંભમાં કોર્ટ અને કચેરીના ધક્કા ખાવા પડે. જૂના કોઈ કેસ ચાલતા હોય તો આ વર્ષે તેનું સુખદ નિરાકરણ આવી શકે છે. આપ કોઈને પોતાના ખાસ મિત્રો સમજતા હોવ તો તમે સામાન્ય ભૂલ કરી રહ્યા છો. કેટલીક બાબતે કોઈના ઉપર વિશ્વાસ કરતા પહેલાં સાવધાની રાખવી. શક્ય છે કે શત્રુ બાહ્ય ન હોત આંતરિક પણ હોઈ શકે છે. એટલે કે નજીકની કોઈ વિશ્વાસુ વ્યક્તિ પણ હોઈ શકે. કોઈ પણ પ્રકારના વચનો આપતા પહેલાં વિચાર કરવો. ગુસ્સાને નિયંત્રણમાં રાખવો. કોઈની સાથે શત્રુતા ન કરવી.

આ વર્ષે આપનો રાશિ અધિપતિ ગ્રહ મંગળ છઠ્ઠા સ્થાને કન્યા રાશિમાં છે. 17/02/2020 સુધી આપની તબિયત સંબંધિત પ્રશ્નો ઉભા રહે. આપને આપનું સુખ હણાતું જણાશે માટે આપને સ્વાસ્થ્યની કાળજી રાખવાની સલાહ છે. વિદ્યાભ્યાસ માટે આ વર્ષ આપના માટે ખૂબ જ શુભદાયી નીવડે. આપના પરિવાર સાથે આપને સાનુકુળતા જળવાઈ રહેશે. ખાસ કરીને પતિનો સારો સહયોગ પ્રાપ્ત થતા આનંદપૂર્વક વર્ષ પસાર થાય. નોકરી અને ઘર વચ્ચે સંતુલન જાળવી શકશો.

પ્રેમની બાબતમાં આ વર્ષે આપને ખૂબ મુશ્કેલી સર્જાઈ શકે  તેમ છે. આપ જેને પ્રેમ કરી રહ્યા છો તે આપને દગો કરી શકે છે. એક તરફા પ્રેમને કારણે આપને મુશ્કેલીનો સામનો કરવો પડે. માન-સન્માન ગુમાવવું ન પડે તેનું ધ્યાન રાખજો. આંખ બંધ કરીને કરેલો ભરોસો આપના માટે વધુ દુ:ખદાયક બની શકે છે, જો બંને તરફથી સાત્વિક પ્રેમ હશે તો સફળતા જરૂર મળશે. પ્રેમ સંબંધને લીધે બંનેના પરિવારજનોમાં ખટાશ ઉભો થાય તે પ્રકારનું પગલું હમણાં ભરવું નહિ.

આ વર્ષના ગ્રહોનું બળાબળ જોતા વિઝા સંદર્ભે આપની ચિંતામાં વધારો થઇ શકે છે. જો પી.આર.ની ફાઈલ લાંબા સમયથી મૂકી હોય તો તેનું નિરાકરણ આવતું જણાય. જે મિત્રો ઓસ્ટ્રેેલિયા અને ન્યૂઝીલેન્ડના વિઝા માટેના પ્રયત્નો કરતા હોય તે લોકોને સ્ટુડન્ટ વિઝા મળી શકે તેમ છે. સાથે મેશ રાશિના મિત્રો આ વર્ષ દરમ્યાન કોઈ પણ કારણોસર વિદેશ યાત્રાની ઇચ્છા કરી શકશે. વિદેશથી નાણાકીય લાભ આ વર્ષે થઇ શકે છે.

મેષ રાશિના જાતકો એ પોતાની સમસ્યાના નિવારણ માટે કોઈ પણ પુષ્ય નક્ષત્રમાં પીપળાના વૃક્ષનું મૂળ લાવીને ઘરમાં દેવ મંદિરમાં મૂકવું અને દરરોજ પૂજન-અર્ચન કરવું. સાથે રાશિના મંત્રનો ૧૧ માળા જાપ કરવો. ચંદન અને ચોખાનું કપાળે તિલક કરવું. મંત્રોનો જાપ કરવા બેસો ત્યારે લાલ આસન હોવું ખૂબ જ જરૂરી છે. પીપળાના 11 પાન લઈ ગંગાજળથી સ્વચ્છ કરી તેના પર દાડમની કલમથી ‘ૐ શ્રીં’ લખી નારાયણના મંદિરે અર્પણ કરવું.

આ વર્ષ દરમ્યાન માનસિક સ્વસ્થતાના કારણે આપના ઉત્સાહમાં બમણો વધારો જોવા મળે. ઉત્સાહપૂર્વક કાર્ય કરવાને કારણે આપ વધુ ખુશ રહી શકો. ગોચરના ગ્રહોનો સાથ મળતા આપના કાર્ય કરવાની ધગશમાં વધારો થતો જોવા મળે.

આ વર્ષ દરમ્યાન આપની નાણાકીય સ્થિતિ મિશ્ર રહેશે. જેટલાં નાણાં કમાશો તેટલા ક્યાં વપરાશે એનો હિસાબ રાખી શકવો મુશ્કેલ બની રહે. આકસ્મિક રીતે ધનપ્રાપ્તિના યોગો બને. 14 જાન્યુઆરી પછી કોઈ પણ લાંબાગાળાનું રોકાણ ન કરવું.

(વાર્ષિક ભવિષ્યફળ રજૂ કરી રહ્યા છે જ્યોતિષાચાર્ય ડૉ. જલ્પેશ મહેતા. acharyajalpeshmehta@gmail.com)

અન્ય સમાચારો પણ છે...