તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધર્મ ડેસ્ક: તા.૧૫ મી રાત્રે ૨.૦૮ કલાકે મકરસંક્રાંતિ પ્રારંભ થાય છે માટે સંક્રાંતિ પુણ્યકાળ તા.૧૫મી સૂર્યોદયથી સૂર્યાસ્ત સમય આખો દિવસ ગણાશે. જાણીતા જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યાનુસાર જ્યારે પતંગોત્સવ તા.૧૪ અને ૧૫ બંને દિવસ મનાવાશે. મંગળવારની સક્રાંતિ પ્રારંભ વાહન-ગદ્ભભ (ગધેડો)તે સમયની ઉદિત તુલા લગ્નની કુંડળીમાં લગ્નેશ શુક્ર પાંચમા ભાવમાં તેની પર સિહ રાશિ ચંદ્રની સાતમી દ્રષ્ટિ પડવાથી ધન-ધાન્ય,રૂ,હીરા,સોના-ચાંદીના કપાસ કાગળ તેમજ ખાણીપીણીની ક્ષેત્રે વધુ તેજ બની રહે.ત્રીજા ભાવમાં ગુરુ, શનિ, કેતુ ની યુતીના કારણે કર્મચારીઓમાં અશાંતિ,અસંતોષ,કામચોરી વધુ પેદા થાય તેમ જ દગા,ફટકા છેતરપિંડીના બનાવો વધુ બને અને ઉચ્ચ ક્ષેત્રે સરકારી અધિકારીગણ, યુનિયન નેતા કે આગેવાનોને યશ અને જશના મળે.ગધેડાની જેમ મહેનત અને મહેનત વધુ કરવી પડે ! રહીશો માટે સારી પ્રગતિકારક સમય જોવા ન મળે.કારણ કે સંક્રાંતિ સ્થિતિ-સૂતેલી હોવાથી આળસ અને ઊંઘ વધુ જોવા મળે. યુવાવર્ગમાં જોમ,જુસ્સો,ઉશ્કેરાટ નું પ્રમાણ નહિવત જોવા મળે. સંક્રાંતિ વય-તરણી હોવાથી બહેનો,દીકરીઓ એ અભ્યાસ, નોકરી,ધંધા ના સ્થળ ઉપર વધુ સાવધાની અને સાવચેતી રાખવી. આયુદા-દંડ હોવાથી નાની-નાની બાબતોએ વાદવિવાદ કે ઝઘડા વકરે.તિલક-ગોપીચંદન હોવાથી ચણાની દાળ,ચંદન,હળદર,પીળા કલરનું કાપડ,પીળી કલરની મીઠાઈ જેવી તમામ ચીજવસ્તુઓની અછત વર્તાય જેના લીધે ભાવો વધે.સંક્રાંતિ આગમન પુર્વ દિશા બાજુ હોવાથી ત્યાંના રહેશો પાણીજન્ય કે લેબર અછતમાં વધુ તકલીફો વધે. સંક્રાંતિ ગમન પશ્ચિમ દિશા હોવાથી એ વિસ્તારના રહીશોને વધુ ને વધુ સુખી થાય.સંક્રાંતિ દ્રષ્ટિ-વાયવ્ય બાજુ પડવાથી આ બાજુના ખૂણા ને રહિશો રોગચાળામાં વધુ ત્રાસી જાય. પુષ્પ-કેવડો,આભૂષણ-હીરા હોવાથી સુગંધી દ્દવ્ય તથા સોના,ચાંદી,ભોજપત્રો ની ચીજવસ્તુઓનો વપરાશ વધે.વસ્ત્ર-પાડુંર હોવાથી દરેક ક્ષેત્રે મહિલાઓ સતત અગ્રેસર રહે.પ્રજા વધુ સ્વાર્થી,મતલબ જોવા મળે. ગુજરાતીમાં કહેવત છે રૂપાળો ગધેડો હોય માટે કામના પ્રમાણમાં વળતર ઓછું જોવા મળે.ગધેડાને અતિપ્રિય વરસાદ હોવાથી આગામી સમયમાં મબલક વરસાદ પડે. માટી, માટીના સણો,જમીન-મકાન-મિલકતના ભાવો કુદકેને ભુસકે વધતા જણાય. દરેક રાશિના જાતકોને ચંદ્ર રાશિથી આ મહિનો કેવો રહેશે તે અંગે જણાવતા જાણીતા જ્યોતિષી પ્રદ્યુમન ભટ્ટના જણાવ્યા અનુસાર....
(૧)મેષ રાશિ: ઘણાં લાંબા સમયથી જે કામ કરવાનું વિચારી રહ્યા છો,તે આ સમયગાળામાં ફટાફટ પૂર્ણ થશે. સરકારી અમલદારો દ્વારા શુભ સમાચાર મળે.
(૨)વૃષભ રાશિ: વેપાર-વ્યવસાયમાં ઉન્નતિ ખૂબજ સારી થશે.સંતાનો ને નોકરી-ધંધાના ક્ષેત્રે શુભ તક મળી રહે.
(૩)મિથુન રાશિ:વાદ-વિવાદ ન થાય માટે ખુબ જ સંભાળવું.નવા તેમજ જોખમી કાર્યો ટાળવાનો પ્રયાસ કરવો.
(૪)કર્ક રાશિ :ભૂતકાળની વાતો વારંવાર વિચાર માં આવ્યા કરે.નોકરી-ધંધામાં શૂભ પરિવર્તન આવે.
(૫)સિંહ રાશિ :જોખમી કાર્યો ટાળવાનો પ્રયાસ કરવો.વિદ્યાર્થીઓને ખૂબ જ લાભ થશે.દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે.
(૭)તુલા રાશિ :પરેશાની માં વધારો શકે છે.જુના રોગોમાંથી રાહત મળે.
(૮)વૃશ્ચિક રાશિ :નવા-નવા કાર્યો કરવાનો અવસર મળશે.માન-સન્માન અને પ્રસિદ્ધિમાં વૃદ્ધિ થશે.નવા સંપર્કો દ્વારા નવો ધંધો થશે.
(૧૦)મકર રાશિ :વેપાર અને વ્યવસાયમાં નુકસાની મોટી આવી શકે. પરિવારમાં માંગલિક પ્રસંગો આવે.
(૧૧)કુંભ રાશિ :તમારા રોકાણથી નુકસાની આવી શકે.સંતાનના આરોગ્ય અંગે ચિંતા રખાવે.
(૧૨)મીન રાશિ :વેપાર અને વ્યવસાયમાં જૂની ઉઘરાણી આવવાથી લાભ થશે. સંબંધિઓ અને સહયોગીઓ પાસેથી મદદ પ્રાપ્ત થશે.
સંક્રાંતિ અંગે :
વાહન- ગદ્દભ (ગધેડો)
ઉપવાહન- મેષ
વસ્ર- પાંડુર
તિલક-ગોપીચંદન
જાતી-પક્ષી
પુષ્પ કેવડા
વય-તરૂણી
ભક્ષણ-માલપૂડા
આભૂષણ-હીરા
પાત્ર-કાસ્ય
કંચૂકી-ભોજપત્ર
સ્થિતિ-સૂતેલી
આયોધ- દંડ
આગમન-પૂર્વ
ગમન-પશ્ચિમ
મુખ-દક્ષિણ
દ્રષ્ટિ-વાયવ્ય
વારનામ-મહોદરી
નક્ષત્રનામ-ધોરા
વિશેષમાં દરેક રાશિના જાતકોએ શું દાન કરવું જોઈએ.
તા.૧૫ મકરસંક્રાંતિના દિવસે પુણ્યકાળ નિમિત્તે દરેક રાશિના જાતકોએ કઈ-કઈ ચીજ વસ્તુઓનું દાન કરવું તે અંગે નીચે દર્શાવેલ છે.
(૧)મેષ,કર્ક,ધન : રૂપા ના પાયે પનોતી ચાંદીનો પાયે,સફેદ વસ્ત્ર, ચોખા,સાકર,ચાંદીની નાનકડી ચીજ વસ્તુ
(૨)સિંહ,તુલા,મીન : સોનાના પાયે પનોતી,પીળા કલરના વસ્ત્રો, ગોળ,ચણાની દાળ,પિત્તળ ના વાસણ તથા શક્ય હોય તો સોનાનું દાન આપવું
(૩)મિથુન,વૃશ્ચિક,કુંભ : તાંબાના પાયે પનોતિ લાલ કલરનું વસ્ત્ર, ઘઉં,તલ,તાંબાનું વાસણ
(૪)વૃષભ,કન્યા,મકર: લોઢાના પાયે પનોતી કાળા કલરના વસ્ત્રો,તલ, અડદ, લોખંડનું વાસણ દાન આપવું.
(માહિતી: જ્યોતિષી આશિષ રાવલ અને પ્રદ્યુમન ભટ્ટ)
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.