9 સપ્ટેમ્બરનું અંક ભવિષ્ય / અંક 4ના જાતકો ફેમિલી બિઝનેસ કરી રહ્યા હોય તો તેમને સફળતા મળી શકે છે

Ank jyotish: numerology horoscope for 9 september 2019, Dr. Kumar Ganesh

Divyabhaskar.com

Sep 08, 2019, 05:30 PM IST

ધર્મ ડેસ્ક: ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 3 છે. જાણો કેવો રહેશે સોમવારનો દિવસ?
આજના અંક-

મૂળાંક- 9, ભાગ્યાંક- 3, દિન-અંક- 2, 7, માસાંક- 9 ચલિત અંક- 5

આજની વિશિષ્ટ યુતિ- અંક 9ની અંક 3 સાથે પ્રબળ યુતિ, અંક 2 અને 7 સાથે વિરોધી યુતિ અને અંક 5 સાથે પ્રબળ વિરોધી યુતિ.

અંકઃ 1
માઇનિંગ એન્જિનિયર્સને ભાગ્ય સાથ આપી શકે છે. કોઈ ધાર્મિક સ્થળની યાત્રા થઈ શકે છે. મન પ્રસન્ન રહી શકે છે.

ઉપાય: ભગવાન હનુમાનને લવિંગથી ભરેલું પાન અર્પણ કરો.

શુભ અંક: 9

શુભ રંગ: લાલ
.................................
અંકઃ 2
પ્રસૂતિરોગ નિષ્ણાતોને લાભ થઈ શકે છે. કોઈ ખાસ કૌટુંબિક કાર્યક્રમમાં સામેલ થવું પડી શકે છે. નાક-કાન-ગળાને લગતી સમસ્યા રહી શકે છે.

ઉપાયઃ સફેદ રસદાર મીઠાઇ ખાઓ.

શુભ અંક: 6

શુભ રંગ: ક્રીમી
.....................................
અંકઃ 3
સારી આવક થઈ શકે છે. મુસાફરી ફાયદાકારક રહી શકે છે. ભાગદોડી વધુ થવાના કારણે થાક લાગી શકે છે.

ઉપાય: શિવ પરિવારને પીળા ફૂલોની માળા અર્પણ કરો.

શુભ અંક: 2

શુભ રંગ: સફેદ
...................................
અંકઃ 4
જો તમે કોઈ વારસાગત ફેમિલી બિઝનેસ કરી રહ્યા હો તો તમને સફળતા મળી શકે છે. તમારા કરતા મોટી ઉંમરની કોઈ વ્યક્તિને કારણે કોઈ વિશેષ કાર્યમાં મદદ મળી શકે છે. ખેંચાતી નસ પીડા આપી શકે છે.

ઉપાય: કૂતરાઓને ઘી ચોપડેલી રોટલી ખવડાવવી.

શુભ અંક: 7

શુભ રંગ: જાંબલી
..................................
અંકઃ 5
જો તમે કોઈ નવું કામ/ધંધો કરવા માગતા હો તો તે તેના આયોજન માટે અનુકૂળ દિવસ છે. કોઈ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ મળવા આવી શકે છે. હાડકાં સંબંધિત સમસ્યાઓ પરેશાન કરી શકે છે.

ઉપાય ગુરુ/ગુરુ સમાન વ્યક્તિના આશીર્વાદ લો.

શુભ અંક: 3

શુભ રંગ: પીળો
.......................................
અંકઃ 6
બેંકો અને વીમા ક્ષેત્રના એજન્ટ્સને મહત્ત્વપૂર્ણ કેસ મળી શકે છે. માનસિક સ્થિતિ સંતોષજનક રહી શકે છે. પગની આંગળીઓમાં ખેંચ પીડા આપી શકે છે.

ઉપાય: ભૈરવ બાબાને ચાર ઈમરતી ચઢાવો.

શુભ અંક: 4

શુભ રંગ: વાદળી
.................................
અંકઃ 7
પર્યાપ્ત સહનશક્તિ સાથે દરેક વસ્તુનો સામનો કરો. તમારી સહનશક્તિની પરીક્ષા થઈ શકે છે. યોગ્ય રીતે બેસવામાં મુશ્કેલી આવી શકે છે.

ઉપાય: શનિ ભગવાનને કાળું કપડું ચઢાવો.

શુભ અંક: 8

શુભ રંગ: કાળો
.................................
અંકઃ 8
જો તમે નોકરી બદલવા માટે કોઈની સાથે વાત/સંપર્ક કરવા માગતા હો તો આજે સારો દિવસ છે. કામના સંબંધમાં જે લોકો વિદેશ જવા ઇચ્છતા હોય તેમને મદદ મળી શકે છે.

ઉપાય: ભગવાન ગણેશને મોટી બુંદીના 5 લાડુ સાથે લીલી દુર્વા અર્પણ કરો.

શુભ અંક: 5

શુભ રંગ: લીલો
..................................
અંકઃ 9
પ્રતિષ્ઠા વધી શકે છે. તમારી વાતને મહત્ત્વ મળશે. જો તમારે કોઈ કાર્યમાં માધ્યમની ભૂમિકા નિભાવવાની હોય તો તે કરો. સફળતાનો યોગ છે.

ઉપાય: સૂર્ય ભગવાનને કંકુ અને ચંદનથી મિશ્રિત પાણી અર્પણ કરો.

શુભ અંક: 1

શુભ રંગ: સોનેરી

.................................

X
Ank jyotish: numerology horoscope for 9 september 2019, Dr. Kumar Ganesh
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી