17 સપ્ટેમ્બરનું અંક ભવિષ્ય / મંગળવારે અંક 9ના જાતકોને ભાગીદાર સાથે વિવાદ થઈ શકે છે જેથી જૂનો વિવાદ ટાળવા પ્રયાસ કરવો

Ank jyotish: numerology horoscope for 17 september 2019, Dr. Kumar Ganesh

Divyabhaskar.com

Sep 16, 2019, 03:48 PM IST

ધર્મ ડેસ્ક: ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 2 છે. જાણો કેવો રહેશે તમારો મંગવારનો દિવસ?

આજના અંકોઃ

મૂળ અંક: 8 ભાગ્ય અંકઃ 2 દિવસનો અંકઃ 9 મહિનાનો અંકઃ 9 ચિલત અંકઃ 5

આજની વિશિષ્ટ યુતિઃ

આજે અંક 9ની અંક 2 સાથે પ્રબળ વિરોધી યુતિ, અંક 5 સાથે વિરોધી યુતિ/ પ્રબળ વિરોધી યુતિ બને છે.

અંકઃ 1

માતાનું સ્વાસ્થ્ય ચિંતાનો વિષય બની શકે છે. વ્યર્થ કામ તમારી ઉર્જા બગાડી શકે છે. માનસિક અસ્વસ્થતા પરેશાન કરી શકે છે.

ઉપાય: હનુમાનજીને બે લવિંગ સાથે પાન ચઢાવો.

શુભ અંકઃ 9
શુભ કલર: લાલ
-------------

અંકઃ 2

મહિલા નિવાસી તબીબો માટે સાવચેતી રાખવાનો દિવસ છે. અંગત સંબંધોમાં તકરાર થઈ શકે છે. કોઈ વિશેષ બાબતે મન ચિંતિત રહી શકે છે.

ઉપાય: પાણીમાં ચોખા ઉમેરીને સૂર્ય ભગવાનને જળ ચઢાવો.

શુભ અંકઃ 1
શુભ કલર: સોનેરી
---------------

અંકઃ 3

તમને આજે ખૂબ સારા સમાચાર મળી શકે છે. અટવાયેલા કામ પૂરા થઈ શકે છે. થાક અનુભવાશે.

ઉપાય: પીળી રસદાર મીઠાઈ ખાઓ.

શુભ અંકઃ 6
શુભ કલર: ક્રિમ કલર
-----------------

અંકઃ 4

સામાજિક પ્રતિષ્ઠાથી પ્રભાવિત થવાનું ટાળો. જો ભાગીદારીમાં કાર્ય કરો છો, તો પછી આ ખાસ સાવધ રહેવું પડશે. કાનપટ્ટી અથવા ગરદનમાં ખેંચાણ અથવા પીડા થઈ શકે છે.

ઉપાય: શનિ દેવ સમક્ષ તલ ભેટમાં રાખો.

શુભ અંકઃ 8
શુભ કલર: કાળો
---------------

અંકઃ 5

આમ-તેમ વાતો કરવાને બદલે, તમારા કાર્યમાં ધ્યાન કેન્દ્રિત કરો. કોઈ મહત્વપૂર્ણ કાર્યની રૂપરેખા બનાવી શકો છો. શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.

ઉપાય: રોટલીમાં ગોળ ભેળવી ગાયને ખવડાવો.

શુભ અંકઃ 7
શુભ કલર: જાંબુડીયો
----------------

અંકઃ 6

બ્યુટી પાર્લર અને સ્પામાં વધુ અનુકૂળતા રહેશે. તમે ઘરની તમારી ખાસ જરૂરિયાત માટે ખરીદી કરી શકો છો. જાંઘ અને પગની પીંઢીને લઈને પૂરતી સાવચેતી રાખવી.

ઉપાય: ભગવાન ગણેશને ગોળના પાણીથી અભિષેક કરો, 'ગણપતિ અથર્વશીર્ષ' ના પાઠ કરો.

શુભ અંકઃ 5
શુભ કલર:લાલો
----------------

અંકઃ 7

તમારા પરિવાર અને પ્રિયજનો પર વિશેષ ધ્યાન આપો. કોઈપણ ચોક્કસ સામાજિક કાર્યક્રમમાં જોડાઈ શકો છો. પગમાં થતી ધ્રુજારી વિશે સાવચેત રહો.

ઉપાય: ભૈરવ બાબાને ચાર ઈમરતી ચઢાવો

શુભ અંકઃ 4
શુભ કલર:વાદળી
--------------

અંકઃ 8

જો કોઈ કિસ્સામાં ઉથલ-પાથલ આવે તો, ગભરાશો નહીં. કારણ કે આ ઉથલપાથનું પરિણામ તમારી તરફેણમાં આવી શકે છે. માનસિક ઉન્નતિ રહી શકે છે.

ઉપાય: ગુરૂ / ગુરૂ તૂલ્ય વ્યક્તિના આશિર્વાદ મેળવો.

શુભ અંકઃ 3
શુભ કલર: પીળો
----------------

અંકઃ 9

જીવનસાથી સાથે વિવાદ ટાળો. જો કોઈ જૂનો વિવાદ ચાલી રહ્યો છે, તો તેમાં સામેલ થવાનું ટાળો. હિપ્સ/ઘૂંટણ/પગની ઘૂંટીમાં દુખાવો અનુભવાય.

ઉપાય: શિવ પરિવારને ગુલાબનું ફૂલ અર્પણ કરો.

શુભ અંકઃ 2
શુભ કલર: સફેદ

X
Ank jyotish: numerology horoscope for 17 september 2019, Dr. Kumar Ganesh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી