14 ઓગસ્ટનું અંક ભવિષ્ય / ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ ભાગ્ય અંક 7ના જાતકો નોકરી સંબંધિત બાબતોમાં લાભ મેળવી શકશે

Ank jyotish: numerology horoscope for 14h August 2019, Dr. Kumar Ganesh

Divyabhaskar.com

Aug 13, 2019, 05:42 PM IST

ધર્મ ડેસ્ક: ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 7 છે. આજનો મૂળ અંક 5 અને મહિનાનો અંક 8 છે. આજે અંક 5 અને અંક 7 વચ્ચે પ્રબળ મિત્ર યુતિ બને છે.

આજના અંકો
મૂળ અંક: 5 ભાગ્ય અંક: 7 દિવસનો અંક: 5 મહિનાનો અંક: 8 ચલિત અંક: 1, 4

આજની વિશિષ્ટ યુતિઃ

અંક 5 અને અંક 7 વચ્ચે પ્રબળ મિત્ર યુતિ બને છે.

અંકઃ 1

મધ્યાહનનો સમય ખાસ લાભકારી સાબિત થઈ શકે છે. ઇન્ટર્નશીપ કરતા ડોકટરો વધુ સુસંગત હોઈ શકે છે. જો તમારે મુસાફરી કરવી હોય તો કરો, પરિણામ હકારાત્મક મળી શકે છે.

ઉપાય: ભૈરવ બાબાની આરાધના કરો.

શુભ અંકઃ 4
શુભ રંગ: વાદળી

------------

અંકઃ 2

ઉત્સાહિત થઈને કોઈ ભાવનાત્મક નિર્ણય લેશો નહીં. માનસિક અસ્થિરતાને લીધે કોઈ સારી તક ચૂકશો નહીં, તેનું ખાસ ધ્યાન રાખશો. જો તમારે નવી નોકરી માટે અરજી કરવી હોય તો આજના દિવસ પુરતું રોકાઈ જાઓ.

ઉપાય: ગણેશજીને ગોળ અર્પણ કરો.

શુભ અંકઃ 5
શુભ રંગ: લીલો

-------------

અંકઃ 3

સાહિત્યકારો, પેઈન્ટર, ચિત્રકારોને કામ સંબંધિત કોઈ વિશેષ માહિતી મળી શકે છે. કોઈપણ સામાજિક પ્લેટફોર્મ પર વિશેષ ભૂમિકા ભજવી શકે છે. નજીકના મિત્રોની મદદથી તમને સારી તક મળી શકે છે.

ઉપાય: ગુરુ પાસેથી વિશેષ આશીર્વાદ મેળવો.

શુભ અંકઃ 8
શુભ રંગ: કાળો

----------

અંકઃ 4

કોઈ ગોડ ફાધરને કારણે પ્રગતિ માટેની ખાસ તક મળી શકે છે. અનાજનાં વેપારીઓ વધુ મૈત્રીપૂર્ણ હોઈ શકે છે. પિતૃ દોશ વાળા અને વિદેશી સેવા સાથે સંકળાયેલા અધિકારીઓ કોઈ વિશેષ યાત્રા પર જઈ શકે છે, અથવા આવી કોઈ યાત્રા નિશ્ચિત થઈ શકે છે.

ઉપાય: પૂર્વજોના નામ પર તેમની કેટલીક મનપસંદ વસ્તુઓનું દાન કરો.

શુભ અંકઃ 7
શુભ રંગ: જાંબલી

----------

અંકઃ 5

શેરબજારમાં જો તમે અગાઉના રોકાણનું યોગ્ય સંચાલન કરશો, તો તમને સારો નફો મળી શકે છે. શારીરિક તુલનાત્મક રીતે ટૂંકા, મોટું પેટ અને ઓછા વાળ વાળા લોકો માટે દિવસ સારો રહેશે. પરસ્પર સંબંધો અંગે પૂરતી સાવચેતી રાખવી.

ઉપાય: કિન્નરોને શણગારનીવસ્તુઓ અર્પણ કરો.

શુભ અંકઃ 9
શુભ રંગ: લાલ

-----------

અંકઃ 6

નિયમિતથી થોડૂં અલગ રીતે કામ કરવું, સફળતાની ટકાવારી પ્રમાણમાં ઊંચી હોઈ શકે છે. સરાફી પેઢી સાથે કામ કરનારાઓની અટકેલી ચુકવણી મળી શકે છે. શારીરિક હિલચાલ બાબતે શિથિલતા આવી શકે છે.

ઉપાય: સૂર્યદેવને મધ સાથે મિશ્રિત પાણીનું અર્ઘ્ય અર્પણ કરો.

શુભ અંકઃ 1
શુભ રંગ: સોનેરી

-----------

અંકઃ 7

ઇલેક્ટ્રોનિક્સ અને સિવિલ ઇજનેરો નોકરી સંબંધિત બાબતોમાં લાભ મેળવી શકશે. મહિલા નર્સો જેમના નાકમાંથી અવાજ આવે છે, તેઓ ખાસ કાળજી રાખે. નાક-કાન-ગળામાં જૂની તકલીફ તમને ઉદાસ કરી શકે છે.

ઉપાય: બાળકોને વિશેષ ભેટ આપો.

શુભ અંકઃ 3
શુભ રંગ: પીળો

------------

અંકઃ 8

ટાયરના વેપારીઓએ ધંધાનો વિસ્તાર વધારવો પડશે. આગળ વધવા માટે સમય અનુકૂળ છે. વ્યક્તિગત સંબંધોને જાળવી રાખવાનો સમય છે. વિવાદમાં પડવાનું ટાળો. જો તમે સગાઈ/લગ્નનો નિર્ણય લેવા માંગતા હો તો તેને હાલ પુરતો મુલતવી રાખો.

ઉપાય: ઘેરા રંગની રસદાર મીઠાઈ ખાઓ અને દાન કરો.

શુભ અંકઃ 6
શુભ રંગ: ક્રિમ કલર

-----------

અંકઃ 9

સિમેન્ટ કંપનીની એજન્સી/ડીલરશીપ ધરાવતા લોકો માટે વધુ અનુકૂળતા હોઈ શકે છે. કોર્પોરેટ સેક્ટરના સીઈઓ અથવા તેના સમકક્ષ અધિકારીઓને બઢતી અથવા બદલનો લાભ મળી શકે છે.

ઉપાય: શિવલિંગ પર મોગરાની માળા ચઢાવો.

શુભ અંકઃ 2
શુભ રંગ: સફેદ

X
Ank jyotish: numerology horoscope for 14h August 2019, Dr. Kumar Ganesh
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી