13 ઓગસ્ટનું અંક ભવિષ્ય / ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ ભાગ્ય અંક 6ના લોકોએ નાણાં વ્યવહારમાં કાળજી રાખવી

Ank jyotish: numerology horoscope for 13th August 2019, Dr. Kumar Ganesh

Divyabhaskar.com

Aug 12, 2019, 04:59 PM IST

ધર્મ ડેસ્ક: ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 6 છે. આજનો મૂળ અંક 4 અને મહિનાનો અંક 8 છે. આજે અંક 6ની અંક 4,9 સાથે વિરોધી યુતિ બને છે.

આજના અંકો
મૂળ અંક: 4 ભાગ્ય અંક: 6 દિવસનો અંક : 9 મહિનાનો અંક: 8 ચલિત અંક : 1, 4

આજની વિશિષ્ટ યુતિઃ

અંક 6ની અંક 4,9 સાથે વિરોધી યુતિ બને છે.

અંકઃ 1

મગજની મૂંઝવણને કારણે યોગ્ય નિર્ણય લેવામાં મુશ્કેલી આવી શકે છે. અગાઉના કોઈપણ નિર્ણયથી વિપરીત અસર થઈ શકે છે. વ્યર્થનો ક્રોધા ટાળો.

ઉપાય: હનુમાનજીને બુંદીના લાડૂ ચઢાવો.

શુભ અંકઃ 9
શુભ રંગ: લાલ

----------

અંકઃ 2

વધુ પડતા શારીરિક શ્રમને કારણે થાક લાગી શકે છે. જીવનસાથીનું વર્તન ઉદાસીન હોઈ શકે છે, અથવા તેમના સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ આવી શકે છે.

ઉપાય: ઘેરા રંગની મીઠાઈ શિવલિંગ ઉપર ચઢાવવી.

શુભ અંકઃ 8
શુભ રંગ: કાળો

------------

અંકઃ 3

વ્યાજે પૈસા આપનારાઓ માટે સમય વધુ અનુકૂળ હોઈ શકે છે. જેવા છો તેવા રહો; જો તમે આડંબરમાં આવશો તો નુકસાનકારક પરિસ્થિતિ આવી શકે છે. પ્રિન્ટ મીડિયાના સંપાદકોને લાભ મળી શકે છે.

ઉપાય: તાંબાના કળશથી પીપળાને જળ ચઢાવો.

શુભ અંકઃ 6
શુભ રંગ: આછો ભૂરો

-----------

અંકઃ 4

પગની નસ ખેંચાવાથી પરેશાની આવી શકે છે. જો તમે બઢતી માટે ઉચ્ચ અધિકારી સાથે વાત કરવા માંગતા હો, તો તમે કરી શકો છો. મોટા દીકરાની કારકિર્દી માટે અનુકૂળ સમય છે.

ઉપાય: ગણેશજીને દૂર્વા અને ગોળ ચઢાવો.

શુભ અંકઃ 5
શુભ રંગ: લીલો

----------

અંકઃ 5

દરેક ઇચ્છા દરરોજ પૂર્ણ થતી નથી તે યાદ રાખો. આજનો દિવસ પણ કંઈક એવો જ છે. તુલનાત્મક રીતે દૂરની મુસાફરી અધ વચ્ચેથી જ અથવા વહેલી સમાપ્ત કરવી પડી શકે છે.

ઉપાય: શિવજીને દુર્વા ચઢાવો.

શુભ અંકઃ2
શુભ રંગ: સફેદ

----------

અંકઃ 6

આળસ વધી શકે છે. ઊંઘનો અભાવ હોઈ શકે છે. કોઈને પૈસા ન આપો અને પૈસા અંગે કોઈ બાંયધરી પણ ન આપો, નહીં તો મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

ઉપાય: બૃહસ્પતિ ભગવાનને રસદાર મીઠાઈ અર્પણ કરો.

શુભ અંકઃ 3
શુભ રંગ: પીળો

----------

અંકઃ 7

સગાઈ થઈ ચૂકી હોય તેવી યુવતિઓના લગ્ન કરવાના મામલે પ્રગતિ થઈ શકે છે. રોમેન્ટિક બનવાની તક હાથમાં આવી શકે છે. સ્ત્રી રસોઇયા માટે સમય વધુ સારો હોઈ શકે છે.

ઉપાય: જીવનસાથી/મંગેતરને રસદાર મીઠાઈ ખવડાવો.

શુભ અંકઃ 4
શુભ રંગ: વાદળી

-----------

અંકઃ 8

સૂકા મેવાના વેપારીઓને ફાયદો મળવાની તક છે. બિનજરૂરી ચિંતાઓથી બચો. તમારે નજીકની કોઈ વ્યક્તિને મદદ કરવી પડી શકે.

ઉપાય: ચોખા મિશ્રિત પાણીનું સૂર્ય દેવને અર્ધ્ય કરો.

શુભ અંકઃ 1
શુભ રંગ: સોનેરી

-----------

અંકઃ 9

ગેરેજનું કામ કરતા કારીગરો માટે જોખમી કાર્ય કરતી વખતે ખાસ કાળજી લેવાની જરૂર છે. કોઈ વાતને લઈને વધારે પ્રતિક્રિયા આપવામાં ઉત્તેજ દાખવશો નહીં, ખાસ કરીને નજીકના સંબંધિઓમાં ધ્યાન રાખવું. ગઈકાલે જે લોકો અલગ થયા હતા તે આજે સામે આવી શકે છે.

ઉપાય: કૂતરાને મીઠી રોટલી ખવડાવવી.

શુભ અંકઃ 7
શુભ રંગ: પીરોજ

X
Ank jyotish: numerology horoscope for 13th August 2019, Dr. Kumar Ganesh
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી