12 ઓગસ્ટનું અંક ભવિષ્ય / ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ ભાગ્ય અંક 5ના વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સારી તક મળી શકે

Ank jyotish: numerology horoscope for 12 August 2019, Dr. Kumar Ganesh

Divyabhaskar.com

Aug 10, 2019, 04:59 PM IST

ધર્મ ડેસ્ક: ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 5 છે. આજનો મૂળ અંક 3 અને મહિનાનો અંક 8 છે. આજે અંક 3ની અંક 5, 2, 7 અને 8 સાથે પ્રબળ મિત્ર યુતિ બને છે.

આજના અંકો

મૂળ અંક: 3 ભાગ્ય અંક: 5 દિવસનો અંક: 2, 7 માસિક અંક: 8 ચલિત અંક: 1, 4

આજની વિશિષ્ટ યુતિ

અંક 3ની અંક 5, 2, 7 અને 8 સાથે મિત્ર યુતિ બને છે.

અંકઃ1

અધ્યાપકો/વ્યાખ્યાનોને સારી તક મળી શકે છે. મિત્રોના કારણે તમને કામમાં લાભ મળી શકે છે. બાળકની કારકિર્દીના કિસ્સામાં સુસંગતતા આવી શકે છે.

ઉપાય: શનિ ભગવાનને કાળા તલ ચઢાવો.

શુભ અંક: 8
શુભ રંગ: કાળો

----------

અંકઃ 2

જીવનસાથીની વર્તણૂક તમને મદદરૂપ થઈ શકે છે. ગળામાં દુખાવો હેરાન કરી શકે છે. અખબાર/ન્યૂઝલેટરના પ્રકાશકોને લાભ થઈ શકે છે.

ઉપાય: ગણેશજીને સફેદ મીઠાઈ ચઢાવો.

શુભ અંક: 5
શુભ રંગ: લીલો

-----------

અંકઃ 3

જો તમે હાલમાં ભાડેથી મકાન મેળવવા અથવા બદલવા માંગો છો તો આ અનુકૂળ સમય છે. ઇન્ટર્નશીપ કરનારાઓને સારી તક મળી શકે છે. સ્થાનાંતરણની બાબતમાં સ્ત્રી શિક્ષકાઓને અનુકૂળતા થઈ શકે છે.

ઉપાય: ભૈરવ બાબાને સરસોના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવો.

શુભ અંક: 4
શુભ રંગ: વાદળી

------------

અંકઃ 4

લાકડાનો વેપાર કરનારાઓને મોટા ઓર્ડર અથવા જૂના ઓર્ડરના નાણાં મળી શકે છે. પૈતૃક બિઝનેસમાં વધારો થઈ શકે છે. જે લોકો પેકેજીંગ ફૂડનો વ્યવસાય કરે છે તેમને ફાયદો થઈ શકે છે.

ઉપાય: પીળી રસદાર મીઠાઈ દાન કરો.

શુભ અંક: 6
શુભ રંગ: ક્રિમ કલર

-----------

અંકઃ 5

બજાર સંબંધિત ઉતાર ચઢાવ યથાવત રહેશે છે. વિદેશી સેવાના સરકારી અધિકારીઓને પ્રગતિ માટેની તક મળી શકે છે. વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સારી તકો મળી શકે છે.

ઉપાય: શિવ પરિવારને બીલીપત્ર અથવા દૂર્વા ચઢાવો.

શુભ અંક: 2
શુભ રંગ: સફેદ

-----------

અંકઃ 6

વાયદાના વેપારીઓએ પૂરતી સાવચેતી રાખવી જરૂરી છે. ક્રૂડ ઓઇલના વેપારીઓને આંચકો મળી શકે છે. નાણાંનું આકર્ષણ તમને ઉદાસ કરી શકે છે.

ઉપાય: દક્ષિણમૂખી હનુમાનજીને મીઠું પાન ચઢાવો.

શુભ અંક: 9
શુભ રંગ: લાલ

-----------

અંકઃ 7

કૉલ સેન્ટરોમાં કામ કરતી મહિલાઓને પ્રગતિ માટે તક મળી શકે છે. જો પ્રમોશનની વાત અટકી હશે, તો હવે તરફેણમાં નિર્ણય કરવાનો સમય છે.

ઉપાય: સૂર્ય ભગવાનને ચંદન મિશ્રિત જળ અર્પણ કરો.

શુભ અંક: 1
શુભ રંગ: સોનેરી

-------------

અંકઃ 8

નોકરી કરતી મહિલાઓએ બોસ દ્વારા અપાયેલા લક્ષ્યને પૂર્ણ કરવા માટે વધુ ધૈર્યથી કામ કરવું પડશે. જો કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાની સારવાર લેવી હોય તો એલોપથીને બદલે હોમિયોપેથી અથવા આયુર્વેદિક દવા લેવી હિતાવહ રહેશે.

ઉપાય: તબીબી અથવા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોઈપણ જરૂરિયાતમંદને આર્થિક સહાય આપી શકો છો.

શુભ અંક: 7
શુભ રંગ: પીરોજ

------------

અંકઃ 9

ભારે ઉત્સાહમાં આવીને તમારી ગુપ્ત યોજનાને જાહેર કરશો નહીં. પ્રવાસનું પરિણામ ફાયદાકારક થઈ શકે છે. બપોર સુધીનો સમય તુલનાત્મક રીતે વધુ ફાયદાકારક હોઈ શકે છે.

ઉપાય: ગુરૂ અથવા ગુરૂ સમકક્ષ વ્યક્તિને લાલ ફૂલો વાળી માળા અથવા લાલ મીઠાઈ ભેટમાં આપો.

શુભ અંક: 3
શુભ રંગ: પીળો

X
Ank jyotish: numerology horoscope for 12 August 2019, Dr. Kumar Ganesh
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી