10 ઓગસ્ટનું અંક ભવિષ્ય / ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજે ભાગ્ય અંક 3ના જાતકો જૂની નોકરીના અટવાયેલા નાણાં પરત મેળવી શકશે

Ank jyotish: numerology horoscope for 10th August 2019, Dr. Kumar Ganesh

Divyabhaskar.com

Aug 09, 2019, 05:30 PM IST

ધર્મ ડેસ્ક: ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 3 છે. આજનો મૂળ અંક 1 અને મહિનાનો અંક 8 છે. આજે દિવસના અંક 8ની ચલિત અંક 1, 4 સાથે પરસ્પર વિરોધી યુતિ અને અંક 3 સાથે પરસ્પર મિત્ર યુતિ બને છે.

આજના અંકો

મૂળ અંકઃ 1 ભાગ્ય અંકઃ 3 દિવસનો અંકઃ 8 માહિનાનો અંકઃ 8 ચલિત અંકઃ 1, 4

આજની વિશિષ્ટ યુતિઃ

અંક 8ની અંક 1,4 સાથે પરસ્પર વિરોધી યુતિ અને અંક 3 સાથે પરસ્પર મિત્ર યુતિ બને છે.

-------------------

અંકઃ 1

ગેસની સમસ્યા હેરાન કરી શકે છે. આઉટડોર ગેમના ખેલાડીઓ નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. આવા ખેલાડીઓને નોકરી પણ મળી શકે છે.

ઉપાય: સૂર્ય મંદિરમાં પીળી મીઠાઈ ચઢાવો અથવા સૂર્યદેવના નામથી પીળી મીઠાઈ દાન કરો.

શુભ અંકઃ 7
શુભ રંગ: પીરોજ

--------------

અંકઃ 2

ધાર્મિક કાર્યોમાં વિશેષ રૂચિ બની શકે છે. કોઈ તીર્થસ્થાન/ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો છો. અપરિણીત મહિલાઓને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે.

ઉપાય: ગણેશજીના પરિવારને મહિલાઓની માંગ ભરવા માટેનું સિંદૂર ચઢાવો.

શુભ અંકઃ 5
શુભ રંગ: લીલો

--------------

અંકઃ 3

જો તમારી જૂની નોકરી વાળી કંપનીમાં નાણા અટવાયા છે, તો તમે તે મેળવી શકશો. જેમણે નોકરી બદલાવ માટે અરજી કરી છે તેઓને આ સમયે અનુકૂળ પરિણામ મળી શકે છે.

ઉપાય: ભૈરવ બાબાને બુંદીના લાડૂ ચઢાવો.

શુભ અંકઃ 4
શુભ રંગ: લીલો

---------------

અંકઃ 4

સરકારી વહીવટી અધિકારીઓને વિશેષ જવાબદારી મળી શકે છે. જો આવા અધિકારી સામે કોઈ વહીવટી તપાસ ચાલી રહી છે, તો પરિણામ અનુકૂળ આવી શકે છે. અથવા સારા સમાચાર મળી શકે છે.

ઉપાય: હનુમાનજીને એક લવિંગ વાળું પાન ચઢાવો.

શુભ અંકઃ 9
શુભ રંગ: લાલ

--------------

અંકઃ 5

ઇલેક્ટ્રોનિક્સ આઇટમના વેપારીઓ માટે નફાની સ્થિતિ હોઈ શકે છે. પીઠનો દુખાવો અથવા ખભાના દુખાવા અંગે બેદરકાર ન રહો.

ઉપાય: શિવલિંગ પર મોગરાની માળા ચઢાવો

શુભ અંકઃ 2
શુભ રંગ: સફેદ

-----------------

અંકઃ 6:

પુરુષ ગાયકોએ તેમના ગળા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. મહિલા બેંકર્સ અને ફાઇનાન્સિયર્સ માટે વધુ સુસંગતા હોઈ શકે છે. ઇન્ટર્નશિપ્સ તમને કારકિર્દી માટે મોટી તક આપી શકે છે.

ઉપાય: ઘેરા રંગની મીઠાઈ દાન કરો.

શુભ અંકઃ 8
શુભ રંગ: કાળો

---------------

અંકઃ 7

ન્યુરો ડોકટરોને કેટલાક નોંધપાત્ર કેસમાં ખ્યાતિ મળી શકે છે. જો કોઈ ન્યુરોની સમસ્યાથી પીડિત છે, તો ખાસ કાળજી લેવી. જો તમે કોઈ ઓપરેશન કરાવવા માંગતા હો અથવા તેના વિશે નિર્ણય લેવા માંગતા હો, તો આજે તે ન કરો.

ઉપાય: 'गजेन्द्रमोक्ष' મંત્રનો પાઠ કરો.

શુભ અંકઃ 3
શુભ રંગ: પીળો

-------------

અંકઃ 8

પિતૃ દોષ વાળા મંત્રીઓને ફટકો પડી શકે છે. વિદેશી સેવાના અધિકારીઓએ કાળજી રાખવી પડશે. ગઠબંધન સરકારોના વડા માટે પ્રતિકૂળતા રહી શકે છે.

ઉપાય: ગાયને ગોળ સાથે રોટલી ખવડાવો.

શુભ અંકઃ 6
શુભ રંગ: ક્રિમ કલર

------------

અંકઃ 9

ટીમ સ્પોર્ટ્સના પ્રશિક્ષક/ટ્રેનર્સ માટે વધુ અનુકૂળતા રહેશે. કોઈ મિત્રને મદદ કરવાની જરૂર પડી શકે છે. મુસાફરી પણ થઈ શકે છે.

ઉપાય: રક્ત ચંદન વાળું પાણી સૂર્યભગવાનને અર્ધ્ય કરો.

શુભ અંકઃ 1
શુભ રંગ: સોનેરી

X
Ank jyotish: numerology horoscope for 10th August 2019, Dr. Kumar Ganesh
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી