10 સપ્ટેમ્બરનું અંક ભવિષ્ય / ભાગ્ય અંક 6ના મોડેલિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સમય અનુકૂળ રહેશે

Ank jyotish: numerology horoscope for 10 september 2019, Dr. Kumar Ganesh

Divyabhaskar.com

Sep 10, 2019, 01:29 PM IST

ધર્મ ડેસ્ક: ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 4 છે. જાણો કેવો રહેશે મંગળવારનો દિવસ?

આજના અંકોઃ

મૂળ અંક: 1 ભાગ્ય અંકઃ 4 દિવસનો અંકઃ 9 મહિનાનો અંકઃ 9 ચિલત અંકઃ 5

આજની વિશિષ્ટ યુતિઃ

આજે અંક 5ની અંક 9 સાથે પ્રબળ વિરોધી યુતિ અને અંક 1, 4 સાથે મિત્ર યુતિ બને છે.

અંકઃ 1

ઓફિસનું વાતાવરણ ખુશનુમા રહેશે. તમારા કોઈ સાથીની ખુશીઓમાં ભાગ લેવો પડે. મનમાં હળવો તણાવ રહી શકે છે.

ઉપાય: શિવલિંગ ઉપર મીઠું દૂધ ચઢાવો.

શુભ અંકઃ 2
શુભ કલર: સફેદ

---------------

અંકઃ 2

તમે તમારા ગૌણ કર્મીઓ થકી કામ કરાવીને ઇચ્છિત પરિણામ મેળવવામાં સફળતા મેળવી શકો છો. તમારી પ્રતિભાવનું પૂરતું નિયંત્રણ રાખો. આંખો પર વધુ ભાર ન આપો.

ઉપાય: ગાય અને વાછરડાને ગોળ સાથે રોટલી ખવડાવો.

શુભ અંકઃ 7
શુભ કલર: જાંબલી

---------------

અંકઃ 3

ખાણકામ સાથે જોડાયેલા લોકો માટે વધુ સુસંગતતા જણાય. લાઇસન્સ મળવાના કોઈ મોટા કાર્યમાં સફળતા મળી શકે છે. કોઈપણ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો.

ઉપાય: શનિદેવને તલના તેલનો દીવો કરો.

શુભ અંકઃ 8
શુભ કલર: કાળો

---------------

અંકઃ 4

જો પિતા સાથે કામ કરતા હોય, તો સારી અનુકૂળતા રહેશે. કારકિર્દી સંબંધિત કોઈપણ કાર્ય અટકી શકે છે. માથું ભારે રહી શકે છે.

ઉપાય: ‘आदित्य हृदयस्तोत्र’ મંત્રનો પાઠ કરો.

શુભ અંકઃ 1
શુભ કલર: સોનેરી

-------------

અંકઃ 5

ડોકટરો અથવા સરકારી કર્મીઓ જેમની સામે કોઈ ખાતાકીય અથવા કાનૂની તપાસ ચાલી રહી છે, તેમને આ સમયે અનુકૂળતા રહેશે. જૂની ઈજા પીડાદાયક હોઈ શકે છે. મુસાફરીનો યોગ બને છે.

ઉપાય: ભૈરવ બાબાને સરસોના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવો.

શુભ અંકઃ 4
શુભ કલર: વાદળી

------------

અંકઃ 6

મોડેલિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સમય અનુકૂળ છે. ગોળ અને ભરવાદાર ચહેરો તથા સંપૂર્ણ શરીરવાળા લોકોએ ખોરાકની વિશેષ કાળજી લેવી પડશે. પેટ સંબંધિત સમસ્યાઓ પીડાદાયક બની શકે છે.

ઉપાય: ‘श्री गणपति अथर्वशीर्ष’ મંત્રનો પાઠ કરો.

શુભ અંકઃ 5
શુભ કલર: લીલો

------------

અંકઃ 7

જે ચાલી રહ્યું છે, તેને ચાલવા દો; બિનજરૂરી છેડછાડ કરવાથી નુકસાન થઈ શકે છે. મનમાં પરેશાની આવી શકે છે. થાક અંગે સાવચેત રહેવું.

ઉપાય: સફેદ રંગની રસદાર મીઠાઈ ભેટમાં આપો.

શુભ અંકઃ 6
શુભ કલર: ક્રિમ કલર

--------------

અંકઃ 8

ફોજદારી કેસમાં પ્રતિકૂળતા રહી શકે છે. કોઈની સાથે ઝઘડામાં ન પડો. જો તમારે કોઈ વિશેષ તબીબી તપાસ કરાવવી હોય, તો તેને પ્રાથમિકતા આપો.

ઉપાય: હનુમાનજી સમક્ષ ચમેલીના તેલનો દીવો કરો.

શુભ અંકઃ 9
શુભ કલર: લાલ

-------------

અંકઃ 9

જો તમે વિદેશથી શિષ્યવૃત્તિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો તમને સફળતા મળી શકે છે. જૂના વિવાદમાં પરિણામ તમારી તરફેણમાં આવી શકે છે. અતિશય તણાવ ટાળવાનો પ્રયાસ કરો.

ઉપાય: પોતાના ઈષ્ટદેવની પૂજા કરો.

શુભ અંકઃ 3
શુભ કલર: પીળો

X
Ank jyotish: numerology horoscope for 10 september 2019, Dr. Kumar Ganesh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી