શા માટે બોલાય છે ગણપતિ બપ્પા મોરયા? શું છે ગણપતિ સાથે મોરયા શબ્દ જોડવા પાછળની કહાણી?

Story Behind The Saying Ganpati Bappa Moriya

Divyabhaskar.com

Sep 12, 2018, 07:04 PM IST

ધર્મ ડેસ્કઃ 13 સપ્ટેમ્બરથી 10 દિવસ સુધી ભગવાન શ્રીગણેશ તેમના ભક્તોના ઘરમાં બિરાજશે. 10 દિવસના આ ગણેશ ઉત્સવમાં એક જ અવાજ સંભળાશે, ‘ગણપતિ બપ્પા મોરયા’. ગણપતિ બપ્પાની સાથે મોરયા શા માટે બોલવામાં આવે છે? મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારો સિવાય આ વાત ઓછા જ લોકો જાણતા હશે. ગણપતિ બપ્પા સાથે મોરયા શબ્દ ક્યાંથી જોડાય ગયું તેની પાછળની કહાણી 600 વર્ષ જૂની છે.

મહારાષ્ટ્રના પૂનાથી 15 કિમી. દૂર વસેલા ગામ ચિંચવાડાની આ કહાણી છે. 1375માં જન્મેલા મોરયા ગોસાવી નામનો એક વ્યક્તિ ભગવાન ગણેશનો પરમ ભક્ત હતો. તે દર ગણેશ ચોથ પર ચિંચવાડાથી આશરે 95 કિમી. દૂર વસેલા મોરપુરના મયુરેશ્વર ગણપતિ મંદિરમાં દર્શન કરવા માટે જતો હતો.

મયૂરેશ્વર ગણેશ મંદિર મહારાષ્ટ્રના અષ્ટ વિનાયકમાંથી જ એક છે. કહેવાય છે કે 117 વર્ષની ઉંમર સુધી મોરયા નિયમિતપણે મયૂરેશ્વર મંદિર જતો હતો. પરંતુ પછી વધુ નબળાઈ અને વૃદ્ધાવસ્થાના કારણે તેનું જવું શક્ય નહોતું થઈ શકતું. આ કારણે મોરયા ગોસાવી કાયમ દુખી રહેતો હતો. એક વખત ભગવાન ગણેશે તેને દર્શન આપ્યાં અને કહ્યું કે કાલ જ્યારે તું સ્નાન કરીશ, તો સ્નાન પછી હું તને દર્શન આપીશ.

આગલા દિવસે ચિંચવાડાના કુંડમાં મોરયા ગોસાવી સ્નાન કરવા ગયો. કુંડમાંથી જ્યારે ડુબકી લગાવીને નીકળો તો તેના હાથમાં ભગવાન ગણેશની જ એક નાનકડી મૂર્તિ હતી. ભગવાને દર્શન આપી દીધા. આ મૂર્તિને મોરયા ગોસાવીએ મંદિરમાં સ્થાપિત કરી દીધી અને પછી તેની સમાધિ પણ ત્યાં જ બનાવવામાં આવી. તેને મોરયા ગોસાવીના મંદિરના નામથી ઓળખવામાં આવે છે. ગણપતિ સાથે અહીં મોરયા ગોસાવીનું નામ એવી રીતે જોડાયેલું છે કે અહીં લોકો એકલા ગણપતિનું નામ નથી લેતા, તેમની સાથે મોરયા ગોસાવીનું નામ જરૂર જોડે છે. પુણેના આ કામથી ગણપતિ બપ્પા મોરયા બોલવાની શરૂઆત થઈ, જે આજ દિવસ સુધી આખા દેશમાં ગૂંજે છે.

આ પણ વાંચોઃ- ઘરમાં ચાંદીનો હાથી રાખવાથી ખતમ થાય છે નેગેટિવિટી તો ઓફિસમાં રાખવાથી વધે છે પ્રમોશનના ચાન્સિસ

X
Story Behind The Saying Ganpati Bappa Moriya
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી