રાશિ-ઉપાય
Home » Jyotish Vastu » Rashiupay » Weekly Rashifal for 7January to 13January2019 free in Gujarati

સાપ્તાહિક ભવિષ્યફળ: કર્કના જાતકોને અચાનક ધનલાભની સાથે બિઝનેસમાં થઈ શકે છે સારો ફાયદો, મકર રાશિના લોકોને મળી શકે છે આવકના નવા સોર્સ

મેષ- પોઝિટિવ- આ રાશિના લોકો માટે આગામી સાત દિવસ શુભ છે

ધર્મ ડેસ્ક: આવનારા સાત દિવસ એટલે કે 7 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી, તમારા માટે કેવા રહેશે, જાણો સાપ્તાહિક ભવિષ્યફળ. આ અઠવાડિયામાં કોને મળશે ધનલાભ અને કોને થઈ શકે છે ખર્ચમાં વધારો. કઈ રાશિના લોકોના સંબંધો થઈ શકે છે મજબૂત, તો કોને પાર્ટનર સાથે થઈ શકે છે અણબન. કેવી રહેશે તમારી પ્રોફેશન લાઇફ અને કોઇને મળી શકે છે નવી નોકરી એ જાણો સાપ્તાહિક રાશિફળથી.

મેષ- પોઝિટિવ- આ રાશિના લોકો માટે આગામી સાત દિવસ શુભ છે. કાર્યક્ષેત્રમાં મુશ્કેલ કામ પણ નિપટાવી સકશો. નસીબનો સાથ મળશે. દરેક પ્રકારની સ્થિતિ માટે તૈયાર રહેવું. સંવેદનશીલ અને ભાવુક રહેશો. મિત્રોનો સહયોગ મળશે.


નેગેટિવ- મહેનતનાં પરિણામ અંગે મનમાં બેચેની રહી શકે છે. મગજમાં કોઇને કોઇ વિચારો ચાલ્યા જ કરશે.


ફેમિલી- સામાજિક કાર્યો પૂરાં થઈ શકે છે.


લવ- અઠવાડિયાની શરૂઆતમાં જીવનસાથી સાથે ક્યાંક ફરવા જઈ શકો છો. કોઇ બાબતે જીવનસાથી સાથે અણબનાવ થઈ શકે છે.


કરિયર- આ અઠવાડિયામાં કોઇ સારા સમાચાર મળી શકે છે. આ દિવસોમાં મહેનતનું ફળ મળી શકે છે. નોકરિયાત લોકો માટે સમય અનુકૂળ છે. પ્રમોશનના યોગ બની રહ્યા છે. પાર્ટનરશીપમાં બિઝનેસ ન કરવો.


હેલ્થ- નાનાં બાળકોને મોસમી બીમારીઓ થઈ શકે છે. પરિવારનું કોઇ વડીલ બીમાર પડી શકે છે.


શું કરવું- રોજ કુળદેવી આગળ દીવો કરી પૂજા કરવી.

વૃષભ- પોઝિટિવ-આ 7 દિવસો તમારા માટે મિશ્ર ફળદાયી રહેશે

વૃષભ- પોઝિટિવ-આ 7 દિવસો તમારા માટે મિશ્ર ફળદાયી રહેશે. મીઠી વાણીથી તમારાં ઘણાં કામ પૂરાં થઈ શકે છે. સંયમ રાખવો. ધનલાભના પણ યોગ બની રહ્યા છે. સપ્તાહના અંત સુધીમાં તમારી મુશ્કેલીઓ દૂર થવા લાગશે.

 

નેગેટિવ- બીજા કોઇની બાબતમાં ટિકા-ટિપ્પણી કરવાની ટાળવી. આત્મવિશ્વાસમાં ઘટાડો આવી શકે છે. 

 

ફેમિલી- સંબંધોની બાબતમાં ધીરજ રાખવી. જીવનસાથી સાથે જોડાયેલ કોઇ ચિંતા તમારી પરેશાની વધારી શકે છે. 

 

લવ- લવ લાઇફની બાબતમાં સાવધાની રાખવી. પાર્ટનર કે લવર સાથે કોઇ અણસમજણા ઊભી થવાના યોગ છે. 

 

કરિયર- મેડિકલ સ્ટૂડન્ટ્સનું ટેન્શન વધી શકે છે. અન્ય ફિલ્ડના સ્ટૂડન્ટ્સ માટે સમય સારો છે. કોઇ મોટી મુશ્કેલી આવી શકે છે, માટે કોઇપણ બાબતમાં બેદરકારી ન રાખવી. 

 

હેલ્થ- આ દિવસોમાં તમારા સ્વાસ્થ્યમાં મોતા ચઢાવ-ઉતાર આવી શકે છે. જૂના રોગો બાબતે બેદરકારી ન રાખવી.

 

શું કરવું- સવારે ઊઠી એક ગ્લાસ નવશેકુ પાણી પીવું.

મિથુન- પોઝિટિવ- આ દિવસો તમારા માટે સારા છે

મિથુન- પોઝિટિવ- આ દિવસો તમારા માટે સારા છે. આનંદ અને ખુશીઓના અવસર મળી રહેશે. આવક અને સેવિંગ બંને વધી શકે છે. નોકરી અને બિઝાનેસની કેટલીક બાબતોમાં તમે નસીબદાર રહેશો. જમીન-જાયદાદના સોદામાં ફાયદો થવાના યોગ છે. તમારા મોટાભાગના શોખ પૂરા થઈ શકે છે. લોકો તમારી તરફ આકર્ષાશે. 

 

નેગેટિવ- અઠવાડિયાના અંતિમ દિવસોમાં ભાઇઓ અને સંબંધીઓની મદદ ન મળવાના કારણે મૂડ ખરાવ થઈ શકે છે. લાંબી ચર્ચામાં પડવાથી તમારું જ નુકસાન થઈ શકે છે. 


ફેમિલી- સંતાન તરફથી કોઇ સારા સમાચાર મળી શકે છે. 


 
લવ- લવ લાઇફ સારી રહી શકે છે. પાર્ટનર તમારી વાત માનશે.

 

કરિયર- સ્ટૂડન્ટ્સ માટે સમય સામાન્ય રહેશે. સખત મહેનત બાદ સફળતા મળશે. નવાં કામની યોજના બની શકે છે. અટકેલાં કામ પૂરાં થશે. આવક વધી શકે છે.

 

હેલ્થ- જૂની બીમારીઓ સતાવી શકે છે. વાગવા-પડવાની પણ શક્યતાઓ છે.

 

શું કરવું- હળદરવાળું દૂધ પૂવું.

કર્ક- પોઝિટિવ- આ અઠવાડિયે બિઝનેસમાં ફાયદો સારો થઈ શકે છે

કર્ક- પોઝિટિવ- આ અઠવાડિયે બિઝનેસમાં ફાયદો સારો થઈ શકે છે. અચાનક ધનલાભ અને બે બાજુથી ઈન્કમથી ખુશ થશો. અટકેલું ધન પાછું મળવાના અને નવા રોકાણના યોગ છે. કરિઅરમાં આગળ વધવાની તક મળશે. આ દિવસોમાં કોઇ સારા સમાચાર મળી શકે છે. નોકરી અને બિઝનેસ કરતા લોકોને નસીબનો સાથ મળી રહેશે. 


નેગેટિવ- ગુસ્સા પર કંટ્રોલ રાખવો. 


ફેમિલી- સાસરી પક્ષનો સહયોગ મળી શકે છે. જીવનસાથી સાથેના સંબંધો ઠીક રહેશે. 


લવ- પાર્ટનર સાથેના સંબંધો મધુર રહેશે. કુંવારા પ્રેમીઓ માટે સમય થોડો નકારાત્મક બની શકે છે.


કરિયર- સ્ટૂડન્ટ્સ માટે સમય સારો છે. સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં સફળતા મળશે. મહેનત વધારે રહેશે. આગામી દિવસોમાં મહેનતનું ફળ મળશે. ઓફિસમાં તમારા વ્યવહાર પર કંટ્રોલ રાખવો.


હેલ્થ- સ્વાસ્થ્યમાં ચઢાવ-ઉતાર આવી શકે છે. માતાના સ્વાસ્થ્યની ચિંતા રહેશે.


શું કરવું- ભગવાન વિષ્ણુને પીળું ફૂલ ચઢાવવું.

સિંહ- પોઝિટિવ- અઠવાડિયાના મધ્યના દિવસો તમારા માટે સારા રહેશે

સિંહ- પોઝિટિવ- અઠવાડિયાના મધ્યના દિવસો તમારા માટે સારા રહેશે. કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓ ઓછી થશે અને ફાયદો પણ થશે. આગળ વધવાના નવા રસ્તા ખૂલશે. નોકરી કે બિઝનેસ સાથે સંકળાયેલ કોઇ સારા સમાચાર મળી શકે છે. અધિકારીઓ તમારાથી ખુશ રહેશે. બિઝનેસ અને નોકરીમાં ફાયદો થવાની શાક્યતા છે. પ્રોપર્ટીનાં મહત્વનાં કામ સમયસર પૂરાં થશે. જૂનાં ટેન્શન દૂર થઈ શકે છે. 

 

નેગેટિવ- આ દિવસોમાં મનની વાત કોઇ સાથે શેર ન કરવી. શરૂઆતના દિવસોમાં ખર્ચ અને મનની વાતો પણ નિયંત્રણ રાખવું. મહત્વનાં કામ માટે દેવું કરવું પડી શકે છે. વિરોધીઓથી સાવધાન રહેવું

 

ફેમિલી- જીવનસાથી સાથે કોઇ ધાર્મિક યાત્રાએ જવાની તક મળી શકે છે.


લવ- લવ લાઇફ માટે સમય સારો છે.


કરિયર- સ્ટૂડન્ટ્સ માટે સમય ઠીક છે. રોકાણ માટે સમય સારો છે. નોકરિયાત લોકો માટે સમય અનુકૂળ છે. શેર બજારમાં ધનલાભના યોગ છે.


હેલ્થ- સ્વાસ્થ્ય માટે સમય ઠીક છે. શરૂઆતમાં થોડી તકલીફ આવશે, પછી સ્વાસ્થ્યમાં સુધારો આવશે.


શું કરવું- કોઇ મંદિર કે વૃદ્ધાશ્રમમાં અન્નદાન કરવું.

કન્યા- પોઝિટિવ- રોજિંદાં કામમાં ફાયદો થઈ શકે છે

કન્યા- પોઝિટિવ- રોજિંદાં કામમાં ફાયદો થઈ શકે છે. કેટલીક સારી યોજનાઓમાં ફાયદો થઈ શકે છે. કોઇ ફાયદાનો સોદો થઈ શકે છે. વિચારેલાં કામ સમયસર પૂરાં થવાના યોગ છે. કોઇ પરિચિતની મદદથી મહત્વનાં કામ પૂરાં થવાના યોગ છે. સ્વાસ્થ્યમાં સુધારો આવશે. 


નેગેટિવ- કેટલીક બાબતોમાં મહેનત વધારે રહેશે. તમારી સફળતાની કેટલાક લોકોને ઈર્ષા આવશે.


ફેમિલી- જીવનસાથી સાથે રોમાંસની ઘણી સારી તક મળી રહેશે.


લવ- કુંવારા લોકોનાં લગ્નની વાત થઈ શકે છે અને સફળતા પણ મળવાના યોગ છે. 


કરિયર- સ્ટૂડન્ટ્સ માટે આ દિવસો સારા છે. સંપત્તિથી ફાયદો થઈ શકે છે. નોકરી અને બિઝનેસમાં આગળ વધવાની તક મળી શકે છે.


હેલ્થ- સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે છે. જૂની બીમારીઓથી છૂટકારો મળી શકે છે.


શું કરવું- ઘરેથી નીકળતાં પહેલાં કુળદેવીનું સ્મરણ કરવું. 

તુલા- પોઝિટિવ- તુલા રાશિના લોકો માટે આ 7 દિવસો મિક્સ રહેશે

તુલા- પોઝિટિવ- તુલા રાશિના લોકો માટે આ 7 દિવસો મિક્સ રહેશે. મોટાભાગની મુશ્કેલીઓમાંથી છૂટકારો મળી શકે છે. બિઝનેસ બાબતે કોઇ મોટું પ્લાનિંગ થઈ શકે છે. આગળ વધવાની તક મળી શકે છે. કામકાજમાં આસપાસના લોકોની મદદ મળી શકે છે. 


નેગેટિવ- કોઇની વાતનું ખોટું ન લગાદવું. કામ પર ધ્યાન આપવું. ધન સંબંધિત બાબતોમાં અડચણો આવી શકે છે. માતાના સ્વાસ્થ્યની ચિંતા વધી શકે છે.


ફેમિલી- સમજી-વિચારીને બોલવું, નહીંતર ટેન્શન વધી શકે છે.


લવ- લવ લાઇફ સારી રહેશે. પ્રેમીઓ માટે સમય ઠીક છે.


કરિયર- સ્ટડી પર ધ્યાન આપવું. રોકાણ સમજી-વિચારીને કરવું. નવાં ક્ષેત્રોમાં પૈસા ન રોકવા, નહીંતર અટવાઇ શકે છે.


હેલ્થ- આ અઠવાડિયે સ્વાસ્થ્ય ઠીક રહેશે.


શું કરવું- ગરમ કે ઠંડી વસ્તુઓનું સેવન ન કરવું. 

વૃશ્ચિક- પોઝિટિવ- મેનેજમેન્ટ અને કેટલાંક વ્યવહારિક કામમાં સફળતા મળી શકે છે

વૃશ્ચિક- પોઝિટિવ- મેનેજમેન્ટ અને કેટલાંક વ્યવહારિક કામમાં સફળતા મળી શકે છે. ઓફિસમાં ચાલી રહેલ કેટલાક વિવાદોનું સમાધાન મળી શકે છે. જૂની યોજનાઓ સફળ થશે.

 

નેગેટિવ- સ્વાસ્થ્યની બાબતમાં કોઇ જોખમ ન લેવું. આર્થિક હાનિના હોય છે. ઓફિસ કે ફિલ્ડમાં કોઇ સાથે અણબન થઈ શકે છે. 

 

ફેમિલી- જીવનસાથી સાથે વાતચીતમાં સાવાધાન રહેવું.


લવ- પ્રેમી કે પાર્ટનરને ભાવનાઓમાં વહી કોઇ વાયદો ન કરવો. 

 

કરિયર- ટેક્નિકલ ફિલ્ડ સાથે જોડાયેલ લોકો માટે સમય સારો છે. મેડિકલ અને કોમર્સના સ્ટૂડન્ટ્સ થોડા પરેશાન થઈ શકે છે. અચાનક આર્થિક નુકસાનના યોગ છે.

 

હેલ્થ- માનસિક પરેશાનીઓ અને તણાવ સતાવી શકે છે.

 

શું કરવું- માતા લક્ષ્મીને ખીર ધરાવો.

 

ધન- પોઝિટિવ- ઓફિસ કે ફિલ્ડમાં સારા પર્ફોર્મન્સનો પ્રયત્ન કરવો

ધન- પોઝિટિવ- ઓફિસ કે ફિલ્ડમાં સારા પર્ફોર્મન્સનો પ્રયત્ન કરવો. અચાનક યાત્રાના યોગ છે. અટકેલું ધન પાછું મળી શકે છે. વાતચીત અને ભાષણ કળામાં સફળ થઈ શકે છે. 


નેગેટિવ- વાતાવરણના કારણે ગળા અને ત્વચાની સમસ્યા સતાવી શકે છે. લગ્ન જીવનમાં મુશ્કેલી આવી શકે છે.

 

ફેમિલી- જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે, કેટલીક મુશ્કેલીઓ પણ આવી શકે છે. 


લવ- પાર્ટનર તમારી કોઇ જૂની વાતથી રિસાઇ શકે છે. રીસામણા-મનામણાં ચાલતાં રહેશે, પરંતુ સંબંધો સારા બનશે.
 

 

કરિયર- સ્ટૂડન્ટ્સને સિનિયર્સની મદદ મળી શકે છે. ધનહાનિના યોગ છે. આ દિવસોમાં બિઝનેસ સંબંધિત કોઇ નિર્ણય ટાળવો.


હેલ્થ- જૂના રોગ મટી શકે છે.


શું કરવું- સાથે સફેદ રૂમાલ રાખવો. 

મકર- પોઝિટિવ- કામકાજ અને બિઝનેસ સંબંધિત તમારા કોઇ પ્લાનિંગનું પરિણામ મળી શકે છે

મકર- પોઝિટિવ- કામકાજ અને બિઝનેસ સંબંધિત તમારા કોઇ પ્લાનિંગનું પરિણામ મળી શકે છે. આગળ વધવાની સારી તક મળશે. કાર્યક્ષેત્રમાં તમારી ક્ષમતા સુધારવાની જરૂર છે. જવાબદારી અને વધારે મહેનતના કારણે તમારી ઇમેજ સારી બનશે. અનુભવી લોકોની મદદ મળી શકે છે. આવકના નવા સોર્સ મળી શકે છે. તમારા પર અધિકારીઓનો વિશ્વાસ વધશે. 


નેગેટિવ- તમારાં કામમાં કેટલાક લોકો ભૂલ કાઢી શકે છે. તમારો આત્મવિશ્વાસ વધશે. કોઇ કન્ફ્યૂઝનના કારણે કેટલાંક કામ અધૂરાં રહી શકે છે.


ફેમિલી- કુંવારા લોકોને લગ્ન પ્રસ્તાવ મળી શકે છે. 


લવ- લવ પ્રપોઝ કરવા માટે દિવસો સારા છે. નવા પ્રેમ સંબંધો શરૂ થઈ શકે છે.


કરિયર- આ સાત દિવસોમાં કૉમર્સના સ્ટૂડન્ટ્સને એક્સ્ટ્રા મહેનત બાદ સફળતા મળી શકે છે. કેટલાક મેડિકલ સ્ટૂડન્ટ્સનું ટેન્શન વધી શકે છે. કાર્યક્ષેત્રમાં સ્થિતિ સારી રહેશે.


હેલ્થ- પેટનો દુખાવો અને ગુપ્ત રોગ હોય તો છૂટકારો મળી શકે છે.


શું કરવું- જમ્યા બાદ એક કાંકરી ગોળ ખાવો.

 

કુંભ- પોઝિટિવ- કેટલાક નાના-નાના ઉપાયથી આર્થિક સ્થિતિ સારી થઈ શકે છે

કુંભ- પોઝિટિવ- કેટલાક નાના-નાના ઉપાયથી આર્થિક સ્થિતિ સારી થઈ શકે છે. બિઝનેસ અને નોકરીમાં સારી સફળતા મળી શકે છે. કોઇ મોટા સમૂહ સાથે જોડાવાની તક મળી શકે છે. લગ્ન પ્રસ્તાવ મળી શકે છે. આ દિવસોમાં કામકાજ, સફળતા અને ઉપલબ્ધિઓનું ધ્યાન આપવું. ધન અને માન-સન્માન મળવાનો યોગ છે.


નેગેટિવ- પ્રગતિમાં અડચણો આવી શકે છે, શૈક્ષણિક, કાનૂની કે રાજનૈતિક બાબતોમાં મુશ્કેલીઓ વધી શકે છે.


ફેમિલી- લગ્ન પ્રસ્તાવ આવી શકે છે અને પરિવારની સંમતિ પણ મળી શકે છે.


લવ- લવ પાર્ટનર તમને વધુમાં વધુ સમય આપશે. પાર્ટનર સાથે બને એટલો વધુ સારો સમય પસાર કરવાનો પ્રયત્ન કરવો.


કરિયર- ફાર્મા ફિલ્ડના સ્ટૂડન્ટ્સને મહેનત કરતાં ઓછાં પરિણામ મળી શકે છે. ફેશન અને ગ્લેમર સાથે જોડાયેલ લોકો માટે સમય સારો છે. કાર્યક્ષેત્ર અને બિઝનેસમાં વિચારેલાં પરિણામ મળી શકે છે.


હેલ્થ- જૂના રોગોથી છૂટકારો મળી શકે છે.


શું કરવું- સમયસર દવાઓ લેવી. 

મીન- પોઝિટિવ-કામકાજમાં મહેનતનું પૂરેપૂરું ફળ મળી શકે છે

મીન- પોઝિટિવ-કામકાજમાં મહેનતનું પૂરેપૂરું ફળ મળી શકે છે. નોકરી અને બિઝનેસમાં ફાયદો થવાના યોગ છે. કરિયરમાં નાનકડો બદલાવ આવી શકે છે, જે તમારા માટે સંતોષકારક રહેશે. અટકેલાં કામ પૂરાં થઈ શકે છે. 

 

નેગેટિવ- અઠવાડિયાના મધ્યકાળમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે. જમીન-મકાન બાબતે ખર્ચ વધી શકે છે. સુખમાં ઘટાડો આવી શકે છે. વાહન સાવધાનીથી ચલાવવું.


ફેમિલી- પિતા સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.


લવ- પતિ-પત્ની વચ્ચે સંબંધો સામાન્ય રહેશે. લવ લાઇફ માટે આ દિવસો ઠીક રહેશે.


કરિયર- સ્ટૂડન્ટ્સ માટે સમય સારો છે. સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં સફળતા મળવાના યોગ છે. મહેનત વધી શકે છે. ખર્ચ પણ વધી શકે છે.


હેલ્થ- જૂના રોગથી છૂટકારો મળી શકે છે. 


શું કરવું- મહત્વના કામે જતાં પહેલાં દહીં-ખાંડનું સેવન કરવું.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

ગ્રહદશાવધુ

વાસ્તુશાસ્ત્રવધુ

TOP