રાશિ-ઉપાય
  • Home
  • Jyotish Vastu
  • Rashiupay
  • Numerology Weekly Prediction 28 january To 3 February 2019, weekly horoscope, saptahik rashifal, daily horoscope, rashifal 2019

જેમની બર્થ ડેટ 2 અથવા 29 છે, તેઓને આ સપ્તાહમાં નુકસાન થઈ શકે છે, 8 અને 26 તારીખે જન્મનારને મળી શકે છે મોટી સફળતા

ધર્મ ડેસ્કઃ જ્યોતિષમાં પ્રચલિત અનેક વિદ્યાઓમાંથી એક છે અંકશાસ્ત્ર. અંક જ્યોતિષમાં જન્મ તારીખના આધાર પર સ્વભાવ અને ભવિષ્ય સાથે જોડાયેલી વાતો જણાવવામાં આવી છે. નવું સપ્તાહ શરૂ થઈ ગયું છે  અને આ 7 દિવસમાં એટલે કે 3 ફેબ્રુઆરી સુધીનો સમય તમારા માટે કેવો રહેશે એ બર્થ ડેટથી જાણી શકાય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા મુજબ જાણો તમારા માટે 28 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધીનો સમય કેવો રહેશે.

 

જે લોકોની જન્મ તારીખ 1, 10, 19, અથવા 28 છે
આ સપ્તાહ વેપારીઓ માટે લાભદાયક રહેવાનો છે પરંતુ તેમણે પોતાની વાણી પર નિયંત્રણ રાખવો પડશે. મહિલાઓને પારિવારિક વિવાદનો સામનો કરવો પડી શકે છે.

 

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20, અથવા 29 છે
સપ્તાહની શરૂઆતામાં નુકસાન ભોગવવું પડી શકે છે. માનસિક અસ્થિરતાના કારણે કામ બગડી શકે છે. મન શાંત રાખો અને ધીરજથી કામ લો.

 

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 અથવા 30 છે
તમારા અંગત લોકોની મદદ કરશો. તમારા કારણે તેમને લાભ થશે. સારા કામના કારણે તમારું માન-સન્માન વધશે અને ફાયદો થશે.

 

જે લોકોની જન્મ તારીખ 4, 13, 22 અથવા 31 છે
તમારા માટે આવનારો સમય ખૂબ લાભદાયક રહેવાનો છે. અટકાયેલા કામ પૂરા થવા લાગશે. સપ્તાહના અંતમાં તમારા સંપર્કથી કામ પૂરા કરી શકશો.

 

જે લોકોની જન્મ તારીખ 5, 14 અથવા 23 છે
લાંબા સમયથી અટકાયેલા કામ પૂરા થશે. અપરિણીત લોકોને લગ્ન માટે પ્રસ્તાવ મળશે. સાંધાના દુઃખાવાથી પરેશાન રહેશો.

 

જે લોકોની જન્મ તારીખ 6, 15 અથવા 24 છે
આ સપ્તાહ ઉતાર-ચઢાવ બન્યા રહેશે. બેદરકારીથી બચો, નહીં તો કોઈ મોટું નુકસાન થઈ શકે છે. વેપારીઓ માટે સપ્તાહના છેલ્લા દિવસો ફાયદાકારક રહેશે.

 

જે લોકોની જન્મ તારીખ 7, 16 અથવા 25 છે
કોઈ નુકસાનના કારણે માનસિક તણાવ વધશે. સ્વાસ્થ્ય બગડી શકે છે. ખાન-પાનનું ધ્યાન રાખો. પરિવારમાં કંકાસ થઈ શકે છે. શાંતિથી કામ લો.

 

જે લોકોની જન્મ તારીખ 8, 17 અથવા 26 છે
વધુ મહેનત કરવી પડશે પરંતુ કોઈ મોટી સફળતા મળી શકે છે. ઘર-પરિવાર અને સમાજમાં માન-સન્માન મળશે. કોઈ મોટી ઉપલબ્ધિ મળી શકે છે.

 

જે લોકોની જન્મ તારીખ 9, 18 અથવા 27 છે
આ સમય તમારા માટે ભાગ્યશાળી રહેવાનો છે. જૂના સંપર્કથી લાભ મળશે. પ્રેમ સંબંધમાં મધુરતા બની રહેશે. નોકરીમાં અધિકારીઓની મદદ મળશે.
 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

ગ્રહદશાવધુ

વાસ્તુશાસ્ત્રવધુ

TOP