રાશિ-ઉપાય

શ્રીગણેશની આરાધના કરવાથી પૂરા થાય છે અનેક અધૂરા કામ, પ્રસન્ન કરવા મંત્રોના જાપ સાથે કરો ધ્યાન

ધર્મ ડેસ્કઃ ગુરુવાર, 13 સપ્ટેમ્બરથી ગણેશ ઉત્સવ શરૂ થઈ રહ્યો છે. ભગવાન ગણેશનો જન્મોત્સવ 10 દિવસ સુધી ઉજવવામાં આવશે. આ ઉત્સવ માત્ર ગણેશ સ્થાપના અને ઉત્સવનો જ નથી. તેમાં જો યોગ્ય રીતે સાધના કરવામાં આવે તો અનેક લાભ મળી શકે છે. ગણેશ બુદ્ધિના દેવતા છે. બુદ્ધિથી લક્ષ્મી કમાય શકાય છે. જો ગણેશ ચોથથી અનંત ચતુર્દશી સુધી સતત કેટલાક મંત્રોના જાપ કરવામાં આવે તો ભગવાન ગણેશની કૃપાથી ધન-સંપત્તિ કમાય શકાય છે.

 

ભગવાન શ્રીગણેશના મંત્રો સૌથી સરળ મંત્રોમાંથી એક છે. જો તમે નિયમિતપણે ગણેશ ઉત્સવ દરમિયાન રોજ આ ત્રણ મંત્રોમાંથી કોઈ એકના જાપ કરો છો તો ખૂબ લાભ થઈ શકે છે. આ મંત્રોના જાપથી ગણેશજી પ્રસન્ન થાય છે અને કુંડળીમાં બેઠેલા બુધ ગ્રહની શુભ અસર મળે છે.

 

આ છે ગણેશજીના 3 મંત્રો

 

श्री गणेशाय नमः- આ ભગવાન ગણેશનો મૂલ મંત્ર છે. આ જાપ કરવા માટે સૌથી સરળ મંત્રોમાંથી એક છે.

 

ऊँ गं गणपतये नमः- આ ભગવાન ગણેશનો બીજ મંત્ર છે. તેમાં ગણેશનો બીજ મંત્ર ગં સામેલ છે.

 

ऊँ विघ्नेश्वराय नमः- આ ભગવાન શ્રીગણેશનો વિઘ્નોશ્વર મંત્ર છે. તેના જાપથી જીવનમાં આવતી મુશ્કેલીઓથી મુક્તિ મળે છે.

 

ગણેશોત્સવના 10 દિવસ દરમિયાન આ ત્રણમાંથી કોઈ પણ એક મંત્રના રોજ ઓછામાં ઓછા 108 વખત જાપ કરો.

 

 

આ પણ વાંચોઃ- શ્રીગણેશની સૂંડ પર ધર્મ, કાનમાં વેદો, પેટમાં સમૃદ્ધિનો છે વાસ, મૂર્તિના સામેથી દર્શન કરવા પર મળે છે અક્ષય પુણ્ય, પરંતુ પાછળથી દર્શન કરવાની ભૂલ ન કરો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

ગ્રહદશાવધુ

વાસ્તુશાસ્ત્રવધુ

TOP