રાશિ-ઉપાય

રાજા જાણવા ઈચ્છતા હતા કે તેની પ્રજામાં પત્નીઓનું વધુ ચાલે છે કે પતિઓનું, રાજાએ ઇનામ રાખ્યુ - જેના ઘરમાં પત્નીનો હુકમ ચાલે છે તે સફરજન લઈ જાઓ અને જેના ઘરમાં પતિનું ચાલે છે તે ઘોડો લઈ જાઓ, તેના પછી શું થયું?

ધર્મ ડેસ્કઃ- પ્રાચીન સમયમાં એક રાજાને એ જાણવાની ઈચ્છા થઈ કે તેની પ્રજામાં પતિઓનું વધારે ચાલે છે કે પત્નીઓનું. આ જાણવા માટે રાજાએ એક જાહેરાત કરાવી કે જેના ઘરમાં પતિનો હુકમ ચાલે છે, તેને મનગમતો ઘોડો ઇનામમાં મળશે અને જેના ઘરમાં પત્નીનો રાજ છે, તેને એક સફરજન મળશે. રાજ દરબારમાં રાજ્યના બધા પુરુષોને બોલાવવામાં આવ્યા.

 

- દરબારમાં મોજૂદ બધા પુરુષો એક પછી એક સફરજન ઉપાડીને જવા લાગ્યા. રાજા આ જોઇને ચિંતિત થઈ ગઈ. ત્યારે એક વ્યક્તિ આવ્યો અને બોલ્યો - મહારાજ મારા ઘરમાં મારો જ હુકમ ચાલે છે. મને એક ઘોડો આપી દો.

 

- રાજા ખુશ થઈ ગયા કે આખરે એક વ્યક્તિ તો એવો નીકળ્યો, જેનું ઘરમાં ચાલે છે. રાજાએ તેને કહ્યું જા તારો મનગમતો ઘોડો લઈ જા. તે વ્યક્તિ કાળો ઘોડો લઈને જતો રહ્યો.

 

- થોડી વાર પછી વ્યક્તિ ઘોડો લઈને પાછો દરબારમાં આવ્યો. રાજાએ પૂછ્યું કે હવે તારે શું જોઈએ? વ્યક્તિએ કહ્યું - મહારાજ મારી ઘરવાળી કહે છે કે કાળો રંગ અશુભ હોય છે, સફેદ રંગ શાંતિનો પ્રતીક છે. એટલે મને સફેદ ઘોડો જોઈએ. રાજાએ કહ્યું - બેટા, આ ઘોડો તો અહીં જ છોડી દે અને એક સફરજન લઈને જા.

 

- આવી રીતે રાત પડી ગઈ અને આખો દરબાર ખાલી થઈ ગયો. બધા લોકો સફરજન લઈને પોત-પોતાના ઘરે જતા રહ્યા.

 

- તેના પછી અડધી રાતે મહામંત્રીએ રાજાના રૂમનું બારણું ખખડાવ્યું. રાજા બહાર આવ્યા અને પૂછ્યું કે કહો મહામંત્રી આ સમયે કેવી રીતે આવવાનું થયું?

 

- મહામંત્રીએ કહ્યું રાજન તમે સફરજન અને ઘોડાનું ઇનામ ખોટું રાખ્યું હતું. તેની જગ્યાએ સોનાના સિક્કા અને અનાજ રાખવું હતું, જેથી પ્રજાના કામ આવત.

 

- રાજાએ કહ્યું કે મારે તો આ જ ઇનામ રાખવું હતું, પરંતુ મહારાણીએ કહ્યું કે સફરજન અને ઘોડો જ યોગ્ય છે. એટલે આ ઇનામ રાખ્યું.

 

- મહામંત્રીએ તરત કહ્યું કે મહારાજ તમને પણ એક સફરજન આપી દઉં?

 

- રાજાને હંસવું આવી ગયું. તેમણે કહ્યું આ વાત તું કાલે દરબારમાં પણ પૂછી શકતો હતો. આટલા મોડે રાતના કેમ આવ્યો છો?

 

- મહામંત્રી બોલ્યા કે રાજન મારી પત્નીએ કહ્યું કે અત્યારે પૂછીને આઓ, જેથી ઇનામની હકીકત જાણી શકાય.

 

- ત્યારે રાજાએ મંત્રીની વાત કાપતા કહ્યું કે મહામંત્રીજી સફરજન તમે ખુદ લઈને જશો અથવા તમારા ઘરે મોકલાવી દઉં.

 


આ પણ વાંચોઃ- યુધિષ્ઠિરની એક ભૂલનું પરિણામ ભોગવવું પડ્યું આખા પરિવારને, 12 વર્ષનો વનવાસ પણ ભોગવ્યો અને રાજ્ય પણ છીનવાઇ ગયું

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

ગ્રહદશાવધુ

વાસ્તુશાસ્ત્રવધુ

TOP