રાશિ-ઉપાય

જ્યારે હનુમાનજીએ અશોક વાટિકામાં પ્રવેશ કર્યો, ત્યારે સીતા સમજી ચૂક્યાં હતાં, હનુમાનમાં બળ-બુદ્ધિ બંને જ ગુણ છે

ધર્મ ડેસ્કઃ- કામ કેટલું પણ મુશ્કેલ કેમ ન હોય, જો કોઈ વ્યક્તિ પાસે ‘બુદ્ધિ અને બળ’ છે તો સફળતા સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. બુદ્ધિ અને બળમાં નિપુણતાનું નામ જ યોગ્યતા છે. આ બંને ગુણોથી જ વ્યક્તિ યોગ્ય બને છે. સમય મુજબ આ બંને ગુણોનો ઉપયોગ કરીને કોઈ મોટા શત્રુ ઉપર વિજય પ્રાપ્ત કરી શકાય છે.

 

સુંદરકાંડના પ્રસંગથી સમજો બુદ્ધિ અને બળનું મહત્વ


સુંદરકાંડમાં હનુમાનજીએ માતા સીતા પાસે ભોજન માંગ્યુ હતુ, ત્યારે સીતાજીએ હનુમાનજીને કહ્યું અશોક વાટિકામાં જઈને ફળ ખાઇ લો. સીતાજીએ કહ્યું - 
सुनु सुत करहिं बिपिन रखवारी।
परम सुभट रजनीचर भारी।।

 

સીતાજીએ કહ્યું હે પુત્ર! સાંભળ, મોટા-મોટા યોદ્ધા રાક્ષસ આ વનની ચોકીદારી કરે છે. આ વાત પર હનુમાનજીનો જવાબ હતો-

तिन कर भय माता मोहि नाहीं।
जौं तुम्ह सुख मानहु मन माहीं।।

 

હે માતા! જો તમે મનમાં સુખ માનો, પ્રસન્ન થઈને આજ્ઞા આપો તો મને તેમને જરાય ભય નથી. જે આત્મવિશ્વાસથી હનુમાનજી સીતા માતાને આ કહી રહ્યા હતા, એક ક્ષણ માટે સીતાજીને લાગ્યુ કે ક્યાંય આ અતિશયોક્તિ તો નથી. પછી સીતાજીને હનુમાનજી સાથે કરેલો વાર્તાલાપ યાદ આવ્યો.

 

સીતા જાણતી હતી કે અશોક વાટિકામાં પ્રવેશ કરવાનો અર્થ છે, સીધા રાવણ સુધી પહોંચવું અને રાવણની સામે માત્ર બળથી કામ નહીં ચાલે, બળની સાથે-સાથે બુદ્ધિ પણ જોઈએ. તે હનુમાનજીની અંદર બંનેનો સંયુક્ત રૂપ જોઇ ચૂકી હતી.

 

હનુમાનજીએ બુદ્ધિનો ઉપયોગ કરતા જ લંકામાં પ્રવેશ કર્યો અને સીતાની શોધ કરી હતી. આ દરમિયાન તેમણે બળનો પ્રયોગ કરતા લંકાનો પહેરો આપતી લંકિની પર પણ વિજય પ્રાપ્ત કરી હતી.

देखि बुद्धि बल निपुन कपि कहेउ जानकीं जाहु।
रघुपति चरन हृदय धरि तात मधुर फल खाहु।।

 

હનુમાનજીને બુદ્ધિ અને બળમાં નિપુણ જોઈને જાનકીજીએ કહ્યું - જાઓ, હે તાત! શ્રીરઘુનાથજીના ચરણોને હ્રદયમાં ધારણ કરીને મીઠા ફળ ખાઓ.

 

આ પ્રસંગમાં હનુમાનજીના માધ્યમથી આપણને એ સંદેશ મળે છે કે જીવન ત્યારે સુંદર છે જ્યારે આપણી પાસે બુદ્ધિ અને બળ બંને હોય.

 


આ પણ વાંચોઃ- રાજા જાણવા ઈચ્છતા હતા કે તેની પ્રજામાં પત્નીઓનું વધુ ચાલે છે કે પતિઓનું, રાજાએ ઇનામ રાખ્યુ - જેના ઘરમાં પત્નીનો હુકમ ચાલે છે તે સફરજન લઈ જાઓ અને જેના ઘરમાં પતિનું ચાલે છે તે ઘોડો લઈ જાઓ, તેના પછી શું થયું?

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

ગ્રહદશાવધુ

વાસ્તુશાસ્ત્રવધુ

TOP