રાશિ-ઉપાય

29 માર્ચ સુધી વૃશ્ચિક રાશિમાં થશે ગુરૂનું ભ્રમણ, કર્ક માટે કામમાં સફળતા અપનારો તો મીન જાતકોને પ્રવાસથી લાભ થઈ શકે

ધર્મ ડેસ્કઃ- 29 માર્ચ સુધી ગોચર ગ્રહ ગુરુ ગ્રહના વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરવાથી વેપારમાં થોડી સદ્ધરતા આવશે. જોકે, વૃશ્ચિક રાશિમાં ગુરૂ, સૂર્ય અને બુધની યુતિ 16 ડિસેમ્બર સુધી છે. ત્યારબાદ 16 ડિસેમ્બર સુધી સૂર્ય, 1 જાન્યુઆરી સુધી બુધ અને ગુરૂ 29 માર્ચ સુધી વૃશ્ચિક રાશિમાં છે. આ દરમિયાન સરકાર પ્રજા માટે રાહતના પગલાં લે તેવી શક્યતા બની રહી છે.  7 ડિસેમ્બરે બુધ માર્ગી થતાં શેરબજાર અને વેપારમાં તેની હકારાત્મક અસરો જોવા મળી શકે છે.

 

વિક્રમ સંવતના નવા વર્ષમાં નોટબંધી અને જીએસટીની અસરોને કારણે વેપારમાં આવેલી ઓટ ગ્રહોના ગોચર ભ્રમણમાં થોડો સુધારો લાવી શકે છે. આ અંગે પંડિત દેવવ્રત કશ્યપે જણાવ્યું હતું કે હાલમાં વૃશ્ચિક રાશિમાં ત્રણ ગ્રહોની યુતિ છે. 16 ડિસેમ્બરે તેમાંથી સૂર્ય અને 1 જાન્યુઆરીએ બુધ ધન રાશિમાં જશે. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે. મંગળની રાશિમાં સૂર્ય, બુધ કે ગુરૂ હોય ત્યારે આ ગ્રહોની શક્તિ વધી જાય છે. ત્યારબાદ પણ નૈસર્ગિક કુંડળી પ્રમાણે ગુરૂ મંગળના ઘરમાં હોવાથી નૈસર્ગિક લક્ષ્મીયોગ રચાય છે. આથી આર્થિક ક્ષેત્રે રાહત અને વેપારમાં સુધારો જોવા મળી શકે છે.

 

આર્થિક સદ્ધરતા સાથે પ્રજા માટે પણ સરકારે રાહત જાહેર કરવી પડી શકે છે. જેના કારણે વાતાવરણમાં સુધારો થતાં સત્તાપક્ષને તેનો ફાયદો થશે. શૈક્ષણિક ક્ષેત્રે કૌંભાડો હજુપણ બહાર આવવાની શક્યતા છે. આ સમયે ચંદ્રના સ્વામિત્વની કર્ક રાશિમાં રાહુ ભ્રમણાઓ ઉભી કરાવી શકે છે. જ્યારે શનિના સ્વામિત્વની મકર રાશિમાં કેતુ નૈસર્ગિક પિતૃદોષ રચે છે. આ સમયે પિતૃતર્પણ જેવી ક્રિયાઓ વધુ ફળદાયી રહે છે. તેમાં પણ રાહુ ચંદ્રની રાશિ અને શનિના સ્વામિત્વના પુષ્ય નક્ષત્રમાં છે, જે પ્રબળ પિતૃદોષનો કારક છે. આ સમયે કારતકનો પિતૃપક્ષ પણ આવતા પિતૃઓને લગતી ક્રિયા ત્રણ ઘણું ફળ આપે છે. જે જાતકોની કુંડળીમાં ગુરૂ-રાહુની કે ગુરૂ-કેતુની યુતિ હોય તેમના માટે પણ આ સમય સારો રહેશે. આ સમય દરમિયાન ગુરૂના જાપ ઉત્તમ રહેશે. તેની સાથે સૂર્યનારાયણને અર્ઘ્ય ફળદાયી રહેશે. 

 

રાશિ પ્રમાણે ગોચર ભ્રમણનું ફળ

 

મેષ- શક્તિઓ વિસ્તારવાનો સમય 
વૃષભ - ભાગીદારી લાભદાયી 
મિથુન - કર્જ મુક્તિ, રોગમુક્તિ 
કર્ક - કાર્યમાં સફળતા મળશે 
સિંહ - માનસિક અસ્વસ્થતા 
કન્યા - અણધારી સફળતા અને સાચવવું 
તુલા - કૌટુંબિક સમસ્યાનો ઉકેલ 
વૃશ્ચિક - કાર્યમાં અવરોધ દૂર થાય 
ધન - ધાર્મિક કાર્યમાં ખર્ચ થાય 
મકર - કોઈ લાભદાયક ઘટના બને 
કુંભ - નવો વ્યવસાય ફળદાયી
મીન - અણધાર્યા પ્રવાસથી લાભ થશે 

 

 

આ પણ વાંચોઃ- રાજા જાણવા ઈચ્છતા હતા કે તેની પ્રજામાં પત્નીઓનું વધુ ચાલે છે કે પતિઓનું, રાજાએ ઇનામ રાખ્યુ - જેના ઘરમાં પત્નીનો હુકમ ચાલે છે તે સફરજન લઈ જાઓ અને જેના ઘરમાં પતિનું ચાલે છે તે ઘોડો લઈ જાઓ, તેના પછી શું થયું?

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

ગ્રહદશાવધુ

વાસ્તુશાસ્ત્રવધુ

TOP