Sunday Rashifal / રવિવારનું ભવિષ્ય: મેષના જાતકોની જમીન-જાયદાદની જૂની સમસ્યાઓનું આવી શકે છે સમાધાન, વૃષભ રાશિના લોકોને સ્થાયી સંપત્તિ ખરીદવામાં ઉતાવળ કરવાથી થઈ શકે છે નુકસાન

6 જાન્યુઆરીનો દિવસ તમારા માટે કેવો રહેશે જાણો તમારી રાશિના આધારે

Dharm Desk | Updated - Jan 05, 2019, 10:00 AM
મેષ- પોઝિટિવ- આજે તમારી પ્રતિભાથી તમારી ઇજ્જત વધશે
મેષ- પોઝિટિવ- આજે તમારી પ્રતિભાથી તમારી ઇજ્જત વધશે

ધર્મ ડેસ્ક, અમદાવાદ: 6 જાન્યુઆરીનો દિવસ તમારા માટે કેવો રહેશે જાણો તમારી રાશિના આધારે. રવિવારે કેટલાં કામમાં મળશે સફળતા અને કેટલાંમાં નિરાશા..

મેષ- પોઝિટિવ- આજે તમારી પ્રતિભાથી તમારી ઇજ્જત વધશે. તમને તેવાં કામ મળી શકે છે, જે માત્ર તમે જ કરી શકો. આજે તમારો સંપર્ક ઘણાં લોકો સાથે થઈ શકે છે અને ઘણાં કામ પણ તમે કરી શકો છો. પોતાની જાત પર નિયંત્રણ રાખશો તો આગળ વધી સકશો. પૈસા બાબતે કોઇ ગૂંચવણ હોય તો સીધી જ વાત કરો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. દરેક મહત્વની વાત પાર્ટનર સાથે શેર કરો. ટેન્શન દૂર થશે. નવા આઇડિયા મળી શકે છે.


નેગેટિવ- કોઇપણ કામની જિદ કરશો તો કામ બગડી શકે છે. ઈચ્છા ન હોય તો પણ ઘણો ખર્ચ થઈ શકે છે. લોકોની સલાહ કે વાતોના કારણે કન્ફ્યૂઝન વધી શકે છે. ઓફિસમાં કોઇ મોટી વ્યક્તિ સાથે વિવાદમાં ઉતરવાનું મનમાં નક્કી કરી શકો છો. સાથે-સાથે લોકો સાથે વાત કરવાની રીત પણ યોગ્ય રાખવી.


ફેમિલી- પરિવારનો સહયોગ મળશે, પરંતુ વાતચીતમાં વિચારીને બોલવું.


લવ- પાર્ટનર ખૂબજ સંવેદનશીલ થઈ શકે છે. વિચારીને બોલવું.


કરિયર- કામના અતિરેકથી કંટાળી શકો છો. જાયદાદની સમસ્યાનું સમાધાન થઈ જશે. સ્ટૂડન્ટ્સ માટે સમય સામાન્ય છે.


હેલ્થ- તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. થાક પણ દૂર થઈ શકે છે.


શું કરવું- વિષ્ણુ મંદિરમાં કિસમિસ અને ચણાની દાળ ચઢાવવી.

વૃષભ- પોઝિટિવ- પાર્ટનરને સમય આપો
વૃષભ- પોઝિટિવ- પાર્ટનરને સમય આપો

વૃષભ- પોઝિટિવ- પાર્ટનરને સમય આપો. ઓફિસમાં કામ કરતી વખતે પણ તમારું ધ્યાન પાર્ટનર તરફ રહેશે. પૈસાની સ્થિતિ પર ગંભીરતાથી વિચારવું. તમે જે વિચાર્યું છે તે પૂરું થશે. માનસિક શાંતિ રહેશે. પરિણામથી તમે ખુશ થશો. જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. 


નેગેટિવ- સ્વાસ્થ્યની બાબતમાં સાચવીને રહેવું. વાગવાની જે એક્સિડન્ટની શક્યતા છે. માથાનો દુખાવો પણ થઈ શકે છે. માનસિક તણાવ અને અજાણ્યો ડર સતાવશે. પાર્ટનરને થોડી અસુરક્ષિતતા લાગશે, પરંતુ પ્રેમ સંબંધોમાં પોતાના તરફથી પહેલ ન કરવી. દિનચર્યામાં નની-મોટી અસાવધાનીથી સરળ કામો પણ મુશ્કેલ બની શકે છે. કોઇની સાથે પૈસા બાબતે વિવાદ થઈ શકે છે. નકામી જીદ ન કરવી.


ફેમિલી- જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડી શકે છે, સાચવવું.


લવ- જીવનસાથીની મદદ મળી રહેશે. માન-સન્માન વધશે.


કરિયર- સ્થાયી સંપત્તિ ખરીદવામાં ઉતાવળ ન કરવી. બિઝનેસમાં સફળતા મળી શકે છે. કોઇ મોટો નિર્ણય પણ ન લેવો. સ્ટૂડન્ટ્સ માટે દિવસ સારો છે.


હેલ્થ- ગળાનો રોગ થઈ શકે છે. બીમારીઓ સતાવી શકે છે. સાવધાનીથી કામ લેવું. 


શું કરવું- ગોળ-ચણા ખાવા.

મિથુન- પોઝિટિવ - દૂર દેશથી કરિયર સંબંધિત ખબર મળી શકે છે, જેનાથી તમે ખુશ થઈ જશો
મિથુન- પોઝિટિવ - દૂર દેશથી કરિયર સંબંધિત ખબર મળી શકે છે, જેનાથી તમે ખુશ થઈ જશો

મિથુન- પોઝિટિવ - દૂર દેશથી કરિયર સંબંધિત ખબર મળી શકે છે, જેનાથી તમે ખુશ થઈ જશો. સાથે કામ કરનાર લોકો તમારા માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે કેટલાક એવા લોકો સાથે તમારી વાતચીત થવાની શક્યતા છે જે તમારા માટે મહત્વપૂર્ણ છે. જે ચાલી રહ્યું છે તેને ચાલવા દો. આજે નહીં તો આવનારા દિવસોમાં તમને મોટો ફાયદો થઈ શકે છે. તમારું સંપૂર્ણ ધ્યાન રૂપિયાના હિસાબ પર હોય શકે છે. રોકાણની તક મળી શકે છે.


નેગેટિવ - આજે તમે તમારી યોજનાઓમાં વધુ ફેરબદલ ન કરો. દિવસ વ્યસ્ત અને કામકાજથી ભરપૂર રહેશે. નાનકડા કામ માટે મહેનત અને દોડધામ વધુ થઈ શકે છે. તમે કોઈ જવાબદારીથી ઇન્કાર કરી શકો છો. તમારી સાથે કોઈ સમસ્યા પણ થઈ શકે છે. કાયદાકીય બાબતોમાં સાવચેતી રાખવી. એકાગ્રતામાં કમી થઈ શકે છે અને કામ કરવામાં પરેશાનીઓ પણ આવી શકે છે.


ફેમિલી- સંતાન થોડું ચીડચિડચિડિયુ બની શકે છે, તેને શાંતિથી સમજવાનો પ્રયત્ન કરો. 


લવ - જૂના પ્રેમી સાથે મુલાકાત થઈ શકે છે. ઘરમાં શાંતિ રાખો. સંતાન પર નારાજ ન થાઓ. બની શકે છે તેની તબિયત સારી ન હોય.


કરિયર - બિઝનેસ સંબંધી કાયદાકીય વિવાદ ઉકેલાય જશે. વેપારમાં ફાયદો થશે. વિદ્યાર્થીઓને સફળતા મળશે.


હેલ્થ - સ્વાસ્થ્યની બાબતમાં બેદરકારી ન કરો. કોઈ મોટી પરેશાની પણ થઈ શકે છે.


શું કરવું - સફરજનનો જ્યૂસ પીવો.

કર્ક- પોઝિટિવ - જે લોકો તમારો વિરોધ કરવાનો પ્રયાસ કરશે તે તમારી સામે થોડા નબળા પડી શકે છે
કર્ક- પોઝિટિવ - જે લોકો તમારો વિરોધ કરવાનો પ્રયાસ કરશે તે તમારી સામે થોડા નબળા પડી શકે છે

કર્ક- પોઝિટિવ - જે લોકો તમારો વિરોધ કરવાનો પ્રયાસ કરશે તે તમારી સામે થોડા નબળા પડી શકે છે. તેનાથી તમારે તમારી વાત પર ટકી રહેવાનો મોકો મળી જશે. તમે ઘણા કામ પૂરા કરવા ઈચ્છશો. તમારી માનસિક આળસ ખતમ થઈ જશે. તમને કોઈ એવું કામ અથવા નોકરી મળી શકે છે, જે માનસિક સ્તરે તમને વ્યસ્ત રાખશે. તમારા માટે દિવસ સારો છે. પરિવાર અથવા પ્રેમી સાથે કોઈ વિવાદ થશે તો તેનો ઉકેલ લાવવાનો પણ સારો મોકો મળી શકે છે. રૂપિયાની બાબતમાં કોઈ તમને કારગર સલાહ આપી શકે છે. એકાઉન્ટ્સ સંબંધિત તમારા પેપર્સ પહેલાથી જ તૈયાર રાખો. સમજી-વિચારીને કરેલા કામ અટલી પડેલાં કામને પૂરા કરી શકે છે.


નેગેટિવ - સાવચેત રહો અને વધુ જિદ ન કરો. મિત્રો સાથે મોજ-મસ્તીમાં તમે અતિ પણ કરી શકો છો. આત્મનિયંત્રણ રાખો. કોઈ નવી ગેરસમજ ઉત્પન્ન થઈ શકે છે. સાથે અથવા નજીકના લોકો તમારી બુરાઈ કરી શકે છે.


ફેમિલી- પરિવાર કે જીવનસાથી સાથે કોઇ વિવાદ ચાલી રહ્યો હોય તો, સમાધાન માટે શ્રેષ્ઠ સમય છે.

 

લવ - પાર્ટનર કહ્યા વિના તમારા દિલની વાત સમજી શકે છે. તમારો પ્રેમ વધશે. દાંપત્યજીવનમાં મધુરતા પણ રહેશે.


કરિયર - કાર્યસ્થળ પર અટકાયેલા કામ પૂરા થઈ શકે છે. થાકના કારણે વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં નહીં લાગે.


હેલ્થ - એસિડિટી અને પેટનો દુઃખાવો થઈ શકે છે. ભોજન ઓછું કરો.


શું કરવું - શાકનો કચરો ગાયને ખવડાવો.

સિંહ-  પોઝિટિવ- કોઇ ખાસ વાત જાણવા મળી શકે
સિંહ- પોઝિટિવ- કોઇ ખાસ વાત જાણવા મળી શકે

સિંહ-  પોઝિટિવ- કોઇ ખાસ વાત જાણવા મળી શકે. પોતાના મન પર ભરોસો રાખો. સકારાત્મક સોચ રાખો. સંપૂર્ણ વ્યાવહારિકતા અને સમજદારીથી પોતાનું કામ કરો. પોતાની વાણી અને હાવ-ભાવ પર નિયંત્રણ રાખો. આજે તમે ઉધાર પૈસા ચૂકવી શકો છો. નોકરી અને બિઝનેસ કરનારને મદદ મળી શકે છે. પ્રોપર્ટીના અટકેલા કામ સફળ થઇ શકે છે. લવ અને પ્રોફેશનલ લાઇફથી જોડાયેલ મોટા નિર્ણયો લઇ શકાશે. 

 

નેગેટિવ- લોકોની વાતોમાં ન આવું. કેટલીક જરૂરી વાત અને કામ અટકી શકે છે. અન્ય પર આરોપ લગાવવાની કોશિશ કરી શકો છો. આક્રામક અંદાજમાં બાત કરશો, તો અંગત લોકો તમારાથી નિરાશ થઇ શકે છે. તેનાથી તમારા સંબંધોમાં બદલાવ પણ આવી શકે છે. 

 

ફેમિલી- સાંજે પરિવાર સાથે સારો સમય વિતશે. 


લવ- પ્રેમમાં સરળતા મળવાના યોગ બની શકે છે. પ્રપોઝ કરવા માટે સારો સમય છે. 


કરિયર- તમારો કારોબાર ફાયદાકારક રહેશે. નવી ડીલ્સથી તમને ફાયદો થઇ શકે છે. કોમર્સ વાળા સ્ટૂડન્ટ્સને વધારે મહેનત કરવી પડશે.  


હેલ્થ- ઊંઘની કમી અને થાક મહેસૂસ થશે. 


શું કરવું - નારિળેલનું પાણી પીવું. 

કન્યા-  પોઝિટિવ- કોઇ ખાસ વાત જાણવા મળશે
કન્યા- પોઝિટિવ- કોઇ ખાસ વાત જાણવા મળશે

કન્યા-  પોઝિટિવ- કોઇ ખાસ વાત જાણવા મળશે. મુસાફરીની તૈયારી કરી શકો છો. પૈસા મામલે સંધિ કરવાનો પાક્કો નિર્ણય કરી શકો છો. સકારાત્મક વિચાર સાથે નવી શરૂઆત કરવાની કોશિશ કરો. કેટલાક લોકો સાથે મુલાકાત થઇ શકે છે અને ભરોસાપાત્ર વ્યક્તિનો સહયોગ પણ મળશે. 


નેગેટિવ- આજે બિઝનેસ અથવા નોકરીમાં કિસ્મતના ભરોસે કરવામાં આવેલા કામ અધૂરા રહી શકે છે. તમે કોઇ વિચિત્ર પરિસ્થિતિમાં પડી જાઓ તો સમજી વિચારીને બોલવું. તમારે કડવા સત્યનો અહેસાસ પણ થઇ શકે છે. કોઇ વિશે ખરાબ બોલતા બચો અને કોઇ પણ પ્રકારના કાવતરાનો ભાગ ન બનો. મુશ્કેલીમાં પડી શકો છો. 


ફેમિલી- પરિવારનો સંપૂર્ણ સહયોગ મળી રહેશે.


લવ- પાર્ટનરની ભાવનાઓનું સમ્માન કરો. તમારું પાર્ટનર ભાવૂક રહેશે. 


કરિયર- બિઝનેસના નિર્ણયોને સમજી-વિચારીને લો. કાર્યસ્થળે વિવાદ થઇ શકે છે. વાણીમાં સંયમ રાખો. એન્જીનિયર્સ અને મેડિકલ સ્ટૂડેંટ્સ માટે સમય ખૂબ જ સારો રહેશે. 


હેલ્થ- થાક લાગશે. જુના દુખાવાથી અસ્વસ્થ રહેશો. ખાવા-પિવાની અનિયમિતતા ના કારણે મુશ્કેલી થઇ શકે છે. 


શું કરવું - તાબાંના વાસણમાં રાખેલા પાણીથી ચહેરાને સાફ કરો. 

તુલા- પોઝિટિવ-આજે તમે બધાની મદદ કરી શકો છો
તુલા- પોઝિટિવ-આજે તમે બધાની મદદ કરી શકો છો

તુલા- પોઝિટિવ-આજે તમે બધાની મદદ કરી શકો છો. બીજાની મદદથી કોઈ કામ સાથે જોડાવું તમારા માટે ફાયદાકારક અને સંતોષજનક રહી શકે. કોઈ દસ્તાવેજ પર હસ્તાક્ષર કરતાં પહેલાં તેને સારી રીતે વાંચી લો. બગડેલાં કામ સુધારવામાં કોઈની મદદ મળી શકે. કામ, ધંધા, નોકરી, પ્રેમ અને પરિવાર માટે દિવસ સારો છે.


નેગેટિવ- તમે વધુ જીદ્દ ન કરો. વિચાર્યા પ્રમાણે ફાયદો ઓછો મળશે. તમે કોઈની પાસે વધુ આશા ન રાખો. તમારા કોઈ કામ અધુરાં રહી શકે છે. નકામો ખર્ચો ન કરો. કેટલાક પરિવારના મામલાઓ ગુંચવાઈ શકે છે. વિવાદ થઈ શકે છે.


ફેમિલી- જીવનસાથીનો મૂડ સારો રહેશે.


લવ- તમારી લવ લાઈફ સારી રહેશે. પ્રેમમાં સફળતા મળે. 


કરિયર- કારોબારમાં અડચણ આવી શકે. પ્રોફેશનલ લાઈફમાં ફેરફાર કરવા પ્રયાસ ન કરો. વિદ્યાર્થીઓને નવી જોબ ઓફર મળે.

 

હેલ્થ- પેટમાં દુઃખાવો રહે. ભોજનમાં સાવધાની રાખવી.


શું કરવું- ભોજન કર્યા પછી વરિયાળી અને ઈલાયચી ખાઓ.

વૃશ્ચિક- પોઝિટિવ- દિવસની શરૂઆત સામાન્ય થશે
વૃશ્ચિક- પોઝિટિવ- દિવસની શરૂઆત સામાન્ય થશે

વૃશ્ચિક- પોઝિટિવ- દિવસની શરૂઆત સામાન્ય થશે. સારાં લોકો સાથે મુલાકાત થઈ શકે છે. ઓફિસની સ્થિતિ તમારી રૂટીન લાઈફ ચેન્જ કરી શકે છે. સામાજિક રીતે તમે સક્રિય રહેશો. અધૂરા કામ પૂરા થઈ શકે છે. જીવન પ્રત્યેનો તમારો દ્રષ્ટિકોણ બદલાય શકે છે. કોઈ પ્રેમ પ્રસંગ શરૂ થઈ શકે છે. 


નેગેટિવ- જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે. નકામી વાતોમાં મગજ દોડાવવું નહીં. પાર્ટનર સાથે અણબનાવ થાય તો તેને વધવા દેવું નહીં. પૈસા સંબંધી સમસ્યા થઈ શકે છે. સાવધાની રાખવાની જરૂર છે. કોઈપણ પ્રકારનો નવો ખર્ચ કરવો નહીં. રોજિંદા કાર્યો પૂરા કરવામાં અડચણ આવી શકે છે.

 

ફેમિલી- જીવનસાથી સાથે કોઇ નાની બાબતે વિવાદ થાય તો શાંતિ રાખવી, વાત આગળ વધવા ન દેવી.


લવ- સાવધાન રહેવું. પ્રેમ સંબંધોમાં વિવાદ થઈ શકે છે. તણાવ વધી શકે છે. જીવનસાથી સાથે સમય પસાર કરશો. 


કરિયર- વેપાર અને નોકરીમાં આગળ વધવાની કોશિશ કરશો, પણ મહેનત પ્રમાણે ઓછું ફળ મળશે. જોખમભર્યા કાર્યો કરવા નહીં. 


હેલ્થ- હેલ્થને લઈને સાવધાન રહેવું. માનસિક થાક અને તણાવ અનુભવાશે. માથું અને આંખોનો દુખાવો થવાની તકલીફ રહેશે. પાચનમાં ગરબડ થઈ શકે છે.


શું કરવું- કોઈ મંદિરમાં મકાઈનો લોટ દાન કરો. 

ધન- પોઝિટિવ- જૂના વિવાદો ખતમ થઈ જશે
ધન- પોઝિટિવ- જૂના વિવાદો ખતમ થઈ જશે

ધન- પોઝિટિવ- જૂના વિવાદો ખતમ થઈ જશે. દૂરસ્થ સ્થાનના લોકોની મદદ મળી શકે છે. કન્ફ્યૂઝન અને ગલતફેમીથી બહાર નીકળવાની કોશિશ કરશો. કંઈક નવું કરવાની તક મળશે. સફળ થવાના ઘણાં રસ્તાઓ તમારા મગજમાં આવશે. આજે વ્યવહારિક અને સંતુલિત રહેવું. આની અસર તમારા નજીકના લોકો પર પણ પડશે. વેપારમાં સફળતા મળવાની સંભાવના છે. જૂનું દેવું ચૂકવી શકો છો. દાંપત્ય જીવન સુખમય રહેશે. 


નેગેટિવ- તમારો વ્યવહાર પાર્ટનરને દુખી કરી શકે છે. વેપારી જવાબદારી અને સ્પર્ધામાં ઉતાવળ કરવાથી નુકસાન થઈ શકે છે. આર્થિક મામલાઓમાં અડચણ આવી શકે છે. કેટલાક અગત્યના કાર્યો ન થવાથી પરેશાની વધી શકે છે. અન્યોને પોતાની વાત કહેવામાં પરેશાની થઈ શકે છે. સાવધાન રહેવું.


ફેમિલો- જીવનસાથી સાથે કોઇ અણબનાવ કે ગેરસમજ થઈ હોય તો સમાધાન માટે સારો સમય છે. 


લવ- પાર્ટનરની સાથે સંબંધ સુધારવાની કોશિશમાં સફળ થશો. લવ લાઈફ માટે દિવસ સારો છે.


કરિયર- વેપાર વધારવા માટે કેટલીક સારી તક મળી શકે છે. મોટાં લોકો સાથે કોન્ટેક્ટ થઈ શકે છે. વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવી પડશે. સફળતા મળી શકે છે. 


હેલ્થ- સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ સારો છે. ખાનપાન પર ધ્યાન આપવું.


શું કરવું- ટામેટાનું સૂપ પીવો અથવા કોઈને પીવડાવો. 

મકર- પોઝિટિવ-તમે પોતાના મનની વાતો કોઈને ન બતાવશો
મકર- પોઝિટિવ-તમે પોતાના મનની વાતો કોઈને ન બતાવશો

મકર- પોઝિટિવ-તમે પોતાના મનની વાતો કોઈને ન બતાવશો. રૂપિયા સાથે જોડાયેલી ખુશખબર મળી શકે. કોઈ મામલામાં કોઈ સારા સમાચાર મળે. ધૈર્ય રાખો. પોતાની વાતો અને વાતચીત પર કંટ્રોલ રાખો. પોતાની ઈચ્છાથી કોઈની મદદ પણ કરી શકો. તમારી યોજનાઓ પૂરી થશે. તેનો ફાયદો પણ મળશે.

 

નેગેટિવ- તમે કોઈ વાતે નર્વસ થઈ શકો. પોતાના મનમાં પોતાને લઈને ફાલતુ ડર પર પેદા થાય. નાની-મોટી સમસ્યાઓ ચાલતી રહે. કોઈ બીજાનો ગુસ્સો પોતાના પર કે જીવનસાથી પર ન કાઢો.


ફેમિલી- તમે જીવનસાથીની પાસે તો રહેશો, પરંતુ તમારું મન ક્યાંક બીજે ભટકી શકે છે.


લવ- આજે તમે પાર્ટનરનો મૂડ બગાડી શકો છો.


કરિયર- બિઝનેસમાં કોઈ મોટું કામ ન થાય. તમારા જરૂરી કામ અટકી શકે.


હેલ્થ- સ્કિન અને હાડકા સાથે જોડાયેલી પરેશાનીઓ આવી શકે. સાંધાનો દુઃખાવો થાય.


શું કરવું- સિક્કા પર ચંદન લગાવીને કોઈ મંદિરમાં ચઢાવો.

કુંભ- પોઝિટિવ- જે કામ સામે આવે તેને પૂરું કરતા જશો
કુંભ- પોઝિટિવ- જે કામ સામે આવે તેને પૂરું કરતા જશો

કુંભ- પોઝિટિવ- જે કામ સામે આવે તેને પૂરું કરતા જશો. બીજાની બેધડક મદદ લેશો. તમે તમારી ક્ષમતા દેખાડવાનો મોકો મળે. તમારી રચનાત્મક યોગ્યતાઓને કારણે બીજાથી અલગ દેખાશો. કોઈ મિત્ર પરેશાનીના સમયે મદદ કરશે. પરિવાર, પ્રેમી અને સંતાનને લઈને વધુ પઝેસિવ રહી શકો છો.


નેગેટિવ-અચાનક કોઈ અડચણ કે પરેશાની આવી શકે છે. તમે તમારા સપનાઓને લઈને ફેરબદલ કરવી પડશે. બિઝનેસ કે રોકાણનો કોઈ પ્રસ્તાવ હોય તો સાવધાનીથી વિચાર કરો. ઓફિસમાં પરેશાનીઓને લીધે કામકાજ ધીમુ પડી શકે છે.


ફેમિલી- જીવનસાથીનો સહયોગ મળે.


લવ- પ્રેમીથી સરપ્રાઈઝ ગિફ્ટ મળી શકે.


કરિયર-બિઝનેસમાં નવા સોદા થાય. નોકરીયાત લોકો માટે દિવસ સારો છે. વિદ્યાર્થીઓને એક્ટ્રા મહેનત કરવી પડે.


હેલ્થ-જૂના રોગથી રાહત મળે. રુટિન ડિસ્ટર્બ ન થવા દો.


શું કરવું- કોઈ પણ પ્રકારનો નશો ન કરો.

મીન- પોઝિટિવ- ઓફિસનો કોઈ વિવાદ ઉકેલવા પ્રયાસ કરશો અને તેમાં તમને સફળતા મળી શકે છે
મીન- પોઝિટિવ- ઓફિસનો કોઈ વિવાદ ઉકેલવા પ્રયાસ કરશો અને તેમાં તમને સફળતા મળી શકે છે

મીન- પોઝિટિવ- ઓફિસનો કોઈ વિવાદ ઉકેલવા પ્રયાસ કરશો અને તેમાં તમને સફળતા મળી શકે છે. નકારાત્મક સ્થિતિ સુધારવા પ્રયાસ કરો. તમારું ધ્યાન ઘર-પરિવાર પર રહેશે. પરિવારના કેટલાક મામલાઓ ઉકેલવા ખૂબ જરૂરી છે. કોઈ પણ નિર્ણય લેતા પહેલાં પરિવારના સભ્યોની સલાહ લો.


નેગેટિવ-બીજાની સાથે તાલમેળ બનાવીને ચાલવાથી પરેશાની આવશે. તમે કોઈ એવી વાત ન કહો જેનાથી બીજા પરેશાન થાય. કોઈ નવો ઈરાદો કરવા આજનો દિવસ સારો છે. આજે વધુ દબાણ પણ લાગે. કેટલાક વિશ્વાસુ લોકોનો સમયસર મદદ ન મળે.


ફેમિલી- સંબંધો માટે દિવસ શ્રેષ્ઠ છે. 


લવ-આખો દિવલ પાર્ટનરની સાથે વિતશે. પ્રેમ અને સહયોગ મળશે.


કરિયર-કાર્યક્ષેત્ર કેટલાક મામલાઓમાં ગ્રહોનો સાથ ન મળી શકે. તણાવ અને ભાગદોડી રહેશે.


હેલ્થ-સ્વાસ્થ્ય સારું રહેશે. કોઈ થેરાપી કે દવાઓ ચાલતી હોય તો સમયસર લઈ લેવી.


શું કરવું - હનુમાન મંદિરમાં ગુલાબની માળા ચઢાવો.

X
મેષ- પોઝિટિવ- આજે તમારી પ્રતિભાથી તમારી ઇજ્જત વધશેમેષ- પોઝિટિવ- આજે તમારી પ્રતિભાથી તમારી ઇજ્જત વધશે
વૃષભ- પોઝિટિવ- પાર્ટનરને સમય આપોવૃષભ- પોઝિટિવ- પાર્ટનરને સમય આપો
મિથુન- પોઝિટિવ - દૂર દેશથી કરિયર સંબંધિત ખબર મળી શકે છે, જેનાથી તમે ખુશ થઈ જશોમિથુન- પોઝિટિવ - દૂર દેશથી કરિયર સંબંધિત ખબર મળી શકે છે, જેનાથી તમે ખુશ થઈ જશો
કર્ક- પોઝિટિવ - જે લોકો તમારો વિરોધ કરવાનો પ્રયાસ કરશે તે તમારી સામે થોડા નબળા પડી શકે છેકર્ક- પોઝિટિવ - જે લોકો તમારો વિરોધ કરવાનો પ્રયાસ કરશે તે તમારી સામે થોડા નબળા પડી શકે છે
સિંહ-  પોઝિટિવ- કોઇ ખાસ વાત જાણવા મળી શકેસિંહ- પોઝિટિવ- કોઇ ખાસ વાત જાણવા મળી શકે
કન્યા-  પોઝિટિવ- કોઇ ખાસ વાત જાણવા મળશેકન્યા- પોઝિટિવ- કોઇ ખાસ વાત જાણવા મળશે
તુલા- પોઝિટિવ-આજે તમે બધાની મદદ કરી શકો છોતુલા- પોઝિટિવ-આજે તમે બધાની મદદ કરી શકો છો
વૃશ્ચિક- પોઝિટિવ- દિવસની શરૂઆત સામાન્ય થશેવૃશ્ચિક- પોઝિટિવ- દિવસની શરૂઆત સામાન્ય થશે
ધન- પોઝિટિવ- જૂના વિવાદો ખતમ થઈ જશેધન- પોઝિટિવ- જૂના વિવાદો ખતમ થઈ જશે
મકર- પોઝિટિવ-તમે પોતાના મનની વાતો કોઈને ન બતાવશોમકર- પોઝિટિવ-તમે પોતાના મનની વાતો કોઈને ન બતાવશો
કુંભ- પોઝિટિવ- જે કામ સામે આવે તેને પૂરું કરતા જશોકુંભ- પોઝિટિવ- જે કામ સામે આવે તેને પૂરું કરતા જશો
મીન- પોઝિટિવ- ઓફિસનો કોઈ વિવાદ ઉકેલવા પ્રયાસ કરશો અને તેમાં તમને સફળતા મળી શકે છેમીન- પોઝિટિવ- ઓફિસનો કોઈ વિવાદ ઉકેલવા પ્રયાસ કરશો અને તેમાં તમને સફળતા મળી શકે છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App