શ્રીગણેશની સૂંડ પર ધર્મ, કાનમાં વેદો, પેટમાં સમૃદ્ધિનો છે વાસ, મૂર્તિના સામેથી દર્શન કરવા પર મળે છે અક્ષય પુણ્ય, પરંતુ પાછળથી દર્શન કરવાની ભૂલ ન કરો

ભૂલથી પણ ભગવાન શ્રીગણેશની પીઠના દર્શન ન કરતા, નહીં તો વધી શકે છે દરિદ્રતા

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 06:16 PM
We Must Remember These Things About Ganesh Puja, Ganesh Utsav 2018

ધર્મ ડેસ્કઃ વિઘ્નહર્તા ગૌરીપુત્ર શ્રીગણેશની આરાધનાથી શ્રદ્ધાળુને તમામ સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. ગણેશજી પોતાના ભક્તો પર વિશેષ કૃપા બનાવી રાખે છે. કોઈ પણ શુભ કામનું શુભારંભ શ્રીગણેશના પૂજન પછી થાય છે. તેમની પૂજાથી આપણાં બધા કામ વિઘ્નો વિના પૂર્ણ થઈ જાય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા મુજબ ગણેશજીના દર્શન માત્રથી અનેક પાપ નષ્ટ થઈ જાય છે, પરંતુ તેમની પીઠના દર્શન કરવા અશુભ માનવામાં આવે છે.

ગણેશજીના શરીર પર બ્રહ્માંડના જુદા-જુદા અંગોનો વાસ છે


ગણેશજીના શરીર પર જીવન અને બ્રહ્માંડ સાથે જોડાયેલા તમામ અંગ વિદ્યમાન છે. તેમના દરેક અંગનું વિશેષ મહત્વ છે. ગણેશજીની સૂંડમાં પર ધર્મ વિદ્યમાન છે, કાનમાં વેદો, જમણા હાથમાં વર, ડાબા હાથમાં અન્ન, પેટમાં સમૃદ્ધિ, નાભિમાં બ્રહ્માંડ, આંખોમાં લક્ષ્ય, પગમાં સાતેય લોક અને મસ્તકમાં બ્રહ્મલોક વિદ્યમાન છે. ગણેશજીના સામેથી દર્શન કરવા પર આ તમામ સુખ મળે છે. ઘરમાં સમૃદ્ધિ વધે છે.

શ્રીગણેશની પીઠ પર છે દરિદ્રતાનો વાસ


માન્યતા છે કે ભગવાન ગણપતિની પીઠ પર દરિદ્રતા વાસ કરે છે. આ જ કારણે ગણેશજીના દર્શન પાછળથી ન કરવા જોઈએ. પૂજામાં પરિક્રમા કરતી વખતે પણ તેમની પીઠના દર્શન ન કરવા જોઈએ. પાછળથી દર્શન કરવાથી ઘરમાં ગરીબી વધી શકે છે. જાણતા-અજાણતા ગણેશજીની પીઠના દર્શન થઈ જાય તો તરત જ ગણેશજી પાસે માફી માંગો અને ऊँ गं गणपतये नम: મંત્રના જાપ કરો.

આ પણ વાંચોઃ- ગણેશ ચોથના ઘરે લાવો આકડાની જડથી બનેલી ગણેશ પ્રતિમા, રૂપિયા, સૌભાગ્ય અને સુખ-સમૃદ્ધિમાં થશે વધારો

X
We Must Remember These Things About Ganesh Puja, Ganesh Utsav 2018
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App