મંગળ પ્રભાવ / મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે મંગળ ગ્રહ, દર મંગળવારે કરવી જોઈએ આ ગ્રહની પૂજા

facts about mangal, planet mars and facts, mangalwar ki puja, mangal ki puja

Divyabhaskar.com

Feb 01, 2019, 12:39 PM IST

ધર્મ ડેસ્કઃ જ્યોતિષમાં કુલ નવ ગ્રહ જણાવવામાં આવ્યા છે, તેમાંથી એક છે મંગળ. મંગળને ગ્રહોનો સેનાપતિ માનવામાં આવે છે ભૂમિપુત્ર મંગળ ચતુર્ભુજ છે એટલે કે તેમના 4 હાથ છે. હાથોમાં શક્તિ, ત્રિશૂળ અને ગદા છે. એક હાથ વરમુદ્રામાં રહે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા મુજબ જાણો મંગળ ગ્રહ સાથે જોડાયેલી ખાસ વાતો.

- મંગળ ગ્રહ મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે. જો કોઈ વ્યક્તિની કુંડળીના પ્રથમ, ચતુર્થ, સપ્તમ અથવા દ્વાદશ ભાવમાં મંગળ સ્થિત છે તો આવા લોકો માંગળિક માનવામાં આવે છે. આ લોકો ઉપર મંગળ ગ્રહનો વધુ પ્રભાવ હોય છે.

- મંગળ અશુભ હોવા પર ઋણ વધે છે. ભૂમિ સંબંધી કામમાં નુકસાન થઈ શકે છે. મકાન બનાવવામાં પરેશાની આવે છે.

- મંગળના કારણે શરીરમાં દુખાવો રહે છે. લોહી સંબંધી બીમારી થઈ શકે છે. લગ્નમાં મોડું થઈ શકે છે.

- મંગળ દોષ દૂર કરવા માટે દર મંગળવાર મંગળ દેવની ભાત પૂજા કરવી જોઈએ. ગરીબોની મદદ કરવી જોઈએ અને તેમને ભોજન કરાવવું જોઈએ. શિવલિંગ પર જળ ચઢાવો અને બ્રાહ્મણને દાન આપો.

- મંગળની પૂજા માટે લાલ મસૂર દાળ, લાલ વસ્ત્ર, લાલ ગુલાબ, દૂધ, દહીં, ઘી, શાકર, મધ, પૂજન સામગ્રી, ગોળ, ઘઉં, સોનું, લાલ કરેણના ફૂલ જરૂરી હોય છે. આ તમામ વસ્તુઓથી મંગળની પૂજા કરવી જોઈએ. પૂજાથી મંગળના દોષ ઓછા થઈ શકે છે.

- તેમને પ્રસન્ન કરવા માટે ऊँ भौमाय नम: અને ऊँ अं अंगारकाय नम: મંત્રના જાપ કરવામાં આવે છે. તેમના શસ્ત્ર, ત્રિશૂળ, ગદા અને ભાલો છે. તેમનું વાહન ઘેટો છે.

X
facts about mangal, planet mars and facts, mangalwar ki puja, mangal ki puja
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી