13 સપ્ટેમ્બરે ગજકેસરી, ઈન્દ્ર અને સ્થિર યોગમાં થશે શ્રીગણેશનું સ્થાપન, દૂર્વા ચઢાવી લાડુનો ભોગ લગાવવાથી ગજાનંદ થશે પ્રસન્ન

Dharm Desk

Dharm Desk

Sep 12, 2018, 04:22 PM IST
Ganesh Chaturthi 2018 know ganesh sthapan vidhi and auspicious muhurat

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી થિતિએ ગણેશ ચતુર્થીનું પર્વ મનાવવામાં આવે છે. ધર્મગ્રંથોમાં બતાવ્યા પ્રમાણે આ તિથિએ ભગવાન શ્રીગણેશનું પ્રાગટ્ય થયું હતું. આ દિવસે અનેક ઘરોમાં ભગવાન શ્રીગણેશની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવે છે. આ વખતે પણ ભગવાન શ્રીગણેશની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે. આ વખતે આ પર્વ 13 સપ્ટેમ્બર, ગુરુવારે છે.

શુભ યોગમાં થશે ગણેશ ઉત્સવની શરૂઆત-

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. પ્રફુલ્લ ભટ્ટના બતાવ્યા પ્રમાણે 12 સપ્ટેમ્બર, ગુરુવારે સ્વાતી નક્ષત્રના સંયોગથી સ્થિર નામનો શુભ યોગ બની રહ્યો છે. આ શુભ યોગમાં ગણપતિ સ્થાપના કરવાથી સ્થાયી સુખ અને લક્ષ્મી પ્રાપ્ત થશે. ચંદ્ર તુલા રાશિમાં દેવગુરુ બૃહસ્પતિની સાથે હોવાથી ગજકેસરી નામનો રાજયોગ બની રહ્યો છે. તેની સાથે જ ગણેશજીની સ્થાપનાના સમયે ઈન્દ્ર યોગ પણ બની રહ્યો છે. ભાદરવાના સુદ પક્ષની ચતુર્થી શુભ દિવસ, શુભ નક્ષત્ર, શુભ યોગ અને શુભ વાર હોવાથી શ્રીગણેશ બધા પ્રકારે શુભ ફળ આપનારા રહેશે.

આ વિધિથી કરો ભગવાન શ્રીગણેશની સ્થાપના-

-ગણેશ ચતુર્થીની સવારે વહેલાં ઊઠીને સ્નાન ઈત્યાદિ કર્યા પછી પોતાની ઈચ્છા પ્રમાણે સોના-ચાંજી, તાંબા, પીત્તળ કે માટીથી બનેલી ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરો(શાસ્ત્રોમાં માટીથી બનેલી ગણેશની મૂર્તિની સ્થાપના શ્રેષ્ઠ માનવામાં આવી છે.)

-ત્યારબાદ ભગવાન શ્રીગણેશને જનેઉં પહેરાવો. અબીર, ગુલાલ, ચંદન, સિંદૂર, અત્તર વગેરે ચઢાવો. પૂજાનો દોરો અર્પિત કરો.ચોખા ચઢાવો.

-મંત્ર બોલીને 21 દૂર્વાદળ ચઢાવો. 21 લાડુઓનો ભોગ ચઢાવો. તેમાંથી 5 લાડુઓ મૂર્તિની પાસે રાખો અને 5 બ્રાહ્મણને દાન કરી દો. કર્પૂરથી ભગવાન ગણેશની આરતી કરો.

-બાકીના લાડુ પ્રસાદરૂપમાં વહેંચી દો. બ્રાહ્મણોને ભોજન કરાવો અને તેમને દક્ષિણા આપ્યા પછી સાંજના સમયે પોતે ભોજન કરો. પૂજાના સમયે આ મંત્ર બોલો

ऊं गं गणपतये नम:

દૂર્વા દળ ચઢાવવાનો મંત્ર-

ગણેશજીને 21 દૂર્વાદળ ચઢાવવામાં આવે છે. દૂર્વાદળ ચઢાવતી વખતે નીચે લખેલો મંત્રનો જાપ કરો.

ऊं गणाधिपतयै नम:
ऊं उमापुत्राय नम:
ऊं विघ्ननाशनाय नम:
ऊं विनायकाय नम:
ऊं ईशपुत्राय नम:
ऊं सर्वसिद्धप्रदाय नम:
ऊं एकदन्ताय नम:
ऊं इभवक्त्राय नम:
ऊं मूषकवाहनाय नम:
ऊं कुमारगुरवे नम:

-આ પ્રકારે પૂજા કરવાથી ભગવાન શ્રીગણેશ અતિ પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની દરેક ઈચ્છા પૂર્ણ કરે છે.

ગણેશ સ્થાપનાના શુભ મુહૂર્ત-

સવારે 06:25 થી 07:45 સુધી
સવારે 10:57 થી બપોરે 12:15 સુધી
સવારે 11:20 થી બપોરે 01:30 સુધી(શ્રેષ્ઠ મુહૂર્ત)
બપોરે 01:31 થી 03:15 સુધી
સાંજે 05:12 થી 06:27 સુધી

સૂર્યાસ્ત પછી મૂર્તિ સ્થાપનનું વિધાન નથી

X
Ganesh Chaturthi 2018 know ganesh sthapan vidhi and auspicious muhurat
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી