Monday Rashifal / સોમવારનું ભવિષ્ય: મેષ સહિત 4 રાશિના લોકોને ધનલાભની સાથે મળી શકે છે કોઇ સારા સમાચાર, મિથુન રાશિના લોકોનો વધી શકે છે ખર્ચ

7 જાન્યુઆરીનો દિવસ તમારા માટે કેવો રહેશે જાણો તમારી રાશિના આધારે

Dharm Desk | Updated - Jan 05, 2019, 12:33 PM
મેષ- પોઝિટિવ- દિવસ તમારા પક્ષે રહેશે
મેષ- પોઝિટિવ- દિવસ તમારા પક્ષે રહેશે

ધર્મ ડેસ્ક, અમદાવાદ: 7 જાન્યુઆરીનો દિવસ તમારા માટે કેવો રહેશે જાણો તમારી રાશિના આધારે. સોમવારે કેટલાં કામમાં મળશે સફળતા અને કેટલાંમાં નિરાશા..


મેષ- પોઝિટિવ- દિવસ તમારા પક્ષે રહેશે. પૈસાની અછત નહીં રહે. ધન કમાવાના અવસર મળી રહેશે. કોઇ ભૂલ કરવાથી બચી શકો છો.


નેગેટિવ- નકામી વસ્તુઓ પર ખર્ચ થઈ શકે છે. તમારું નુકસાન થશે. ઓફિસના કામ-કાજમાં કોઇ ભૂલ રહી શકે છે.


ફેમિલી- કેટલાક સંબંધોમાં તણાવ વધી શકે છે. જૂના વિવાદોનું સમાધાન લાવવા માટે દિવસ સારો છે.


લવ- પાર્ટનરની ભાવનાઓને સમજવી.


કરિયર- ધનલાભના યોગ બની રહ્યા છે. નોકરિયાત લોકો માટે સમય થોડો ઠીક રહેશે. બિઝનેસમાં તમારી હોશિયારીથી ફાયદો મળી શકે છે. સ્ટડીમાં મહેનત વધશે.


હેલ્થ- દાઢ અને દાંતના રોગ સતાવી શકે છે.


શું કરવું- મંદિરમાં ઘઉંનું દાન કરવું.

વૃષભ- પોઝિટિવ- નોકરિયાત અને બિઝનેસ કરતા લોકોએ ટાર્ગેટ પર ધ્યાન આપવું
વૃષભ- પોઝિટિવ- નોકરિયાત અને બિઝનેસ કરતા લોકોએ ટાર્ગેટ પર ધ્યાન આપવું

વૃષભ- પોઝિટિવ- નોકરિયાત અને બિઝનેસ કરતા લોકોએ ટાર્ગેટ પર ધ્યાન આપવું. મહેનત વધારે કરવી પડશે. કેટલીક નવી તક મળી શકે છે. તમે મૂડમાં રહેશે. તમે તમારા લૉજીક અને નૉલેજથી લોકોને ઈંપ્રેસ કરી શકો છો. ટાર્ગેટ પર સતત ધ્યાન આપવું. 


નેગેટિવ- કોઇ કામ પહેલા પ્રયત્ને થવું મુશ્કેલ રહેશે. ધનહાનિના યોગ છે. કઈંક વાઘવાના કે દુર્ઘટનાના યોગ છે.


ફેમિલી- દાંપત્ય જીવનમાં નવી ખુશીઓ આવશે. ક્યાંક ફરવા જવાનો પ્લાન બનશે.


લવ- પ્રેમ ભરી લાગણીઓનો અનુભવ થશે. 


કરિયર- બિઝનેસ ટૂર થઈ શકે છે. નોકરી કે બિઝનેસમાં કોઇ બદલાવનો પ્રયત્ન ન કરવો. ઈન્ટરવ્યૂની તૈયારી કરવી. 


હેલ્થ- માનસિક તણાવ અને પેટનો દુખાવો રહે.


શું કરવું- મીઠાનું દાન કરવું. 

મિથુન- પોઝિટિવ- બીજાંની મદદ કરવાની તક મળી રહેશે
મિથુન- પોઝિટિવ- બીજાંની મદદ કરવાની તક મળી રહેશે

મિથુન- પોઝિટિવ- બીજાંની મદદ કરવાની તક મળી રહેશે. સમસ્યાઓ હલ કરવામાં સફળતા મળશે. ધીરજ રાખવી. સમયનો આનંદ માણવો.


નેગેટિવ- પ્રેમ સંબંધોમાં ચઢાવ-ઉતાર આવશે. ધીરજ રાખવી. પરિસ્થિતિ તમારા માટે પડકારરૂપ રહેશે. કેટલાંક કામ અધૂરાં રહી શકે છે.


ફેમિલી- જીવનસાથી તમારાથી નિરાશ થઈ શકે છે. 


લવ- લવ લાઇફની સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે.


કરિયર- ખર્ચ વધવાના યોગ છે. કેટલાક મિત્રો તમારી મજાક ઉડાવી શકે છે. 


હેલ્થ- પરિવારનું કોઇ સભ્ય બીમાર પડી શકે છે.


શું કરવું- ભગવાન વિષ્ણુને અત્તર ચઢાવવું. 

કર્ક- પોઝિટિવ- સારા સમયનો સંકેત મળી શકે છે
કર્ક- પોઝિટિવ- સારા સમયનો સંકેત મળી શકે છે

કર્ક- પોઝિટિવ- સારા સમયનો સંકેત મળી શકે છે. નોકરી અને બિઝનેસ આગળ વધારવાનું પ્લાનિંગ કરી શકો છો. તમારી સાથે જોડાયેલ લોકોની મદદ મળી રહેશે. કેટલાક લોકો તમને સતત મદદ કરશે.


નેગેટિવ- પ્રેમ સાથે અણબન થઈ શકે છે. કામકાજમાં મન ઓછું લાગશે. નવાં કામ શરૂ ન કરવાં. રોકાણ માટે સમય ઠીક નથી. કામકાજમાં અચાનક બદલાવ આવી શકે છે. બીજાનાં કામમાં દખલ ન દેવી. 


ફેમિલી- પ્રેમ અને રોમાંસની બાબતોમાં સફળતા મળવાના યોગ છે. પરણેલા લોકોને જીવનસાથીની મદદ મળી શકે છે.


લવ- પાર્ટનર તમારી દરેક વાત માનશે. નોકરિયાત કે બિઝનેસ કરતા લોકોએ અપોઝિટ જેન્ડરના લોકો સાથે એટ્રેક્શન વધશે.


કરિયર- આજે મહેનત વધશે. રોકાણ માટે સમય ઠીક નથી. સ્ટૂડન્ટ્સે સાવધાન રહેવું. 
 

હેલ્થ- મોસમી બીમારીઓથી બચવું.


શું કરવું- ગંદાં કે મેલાં કપડાં ન પહેરવાં. 

સિંહ- પોઝિટિવ- કામકાજ ઝીણવટથી પૂરાં કરવાનો પ્રયત્ન કરવો
સિંહ- પોઝિટિવ- કામકાજ ઝીણવટથી પૂરાં કરવાનો પ્રયત્ન કરવો

સિંહ- પોઝિટિવ- કામકાજ ઝીણવટથી પૂરાં કરવાનો પ્રયત્ન કરવો. નવી તક મળી શકે છે. મિત્રો અને પ્રેમીજનોની મદદ મળી રહેશે. ક્યાંક ફરવા જવાનું પ્લાનિંગ થઈ શકે છે. તમારાં પ્રયત્નોથી સફળતા મળશે.


નેગેટિવ- કોઇ કામમાં અડચણો આવી શકે છે. કેટલીક બાબતોમાં ટેન્શન વધી શકે છે. તમારું પ્લાનિંગ બગડી શકે છે. 

 

ફેમિલી- પરિવાર સાથે સારો સમય પસાર થશે. 


લવ- પ્રેમ સંબંધોમાં તણાવ વધી શકે છે. બે દિવસ બાદ બધુ ઠીક થઈ જશે. લવ લાઇફ માટે કોઇ મોટો નિર્ણય ન લેવો.


કરિયર- જુનિયર કર્મચારીઓ સાથે વાદ-વિવાદ થઈ શકે છે. નાની-મોટી વાતો પર ગુસ્સો ન કરવો. કમ્પ્યૂટરના સ્ટૂડન્ટ્સ માટે દિવસ શુભ રહેશે.


હેલ્થ- માનસિક તણાવ રહેશે.


શું કરવું- વડ પર ગળ્યું દૂધ ચઢાવવું. 

કન્યા- પોઝિટિવ- આજે તમને મિત્રો અને સાથે કામ કરતા લોકોની મદદ મળશે
કન્યા- પોઝિટિવ- આજે તમને મિત્રો અને સાથે કામ કરતા લોકોની મદદ મળશે

કન્યા- પોઝિટિવ- આજે તમને મિત્રો અને સાથે કામ કરતા લોકોની મદદ મળશે. કામકાજમાં પારદર્શિતા અને ઇમાનદારી રાખવી. ઓફિસમાં કામ વધુ રહેશે. આસપાસના લોકોની મદદ કરી સકશો. 


નેગેટિવ- કામ કરવામાં મુશ્કેલીઓ વધશે. ઓફિસમાં વિરોધની શક્યતા છે. કામકાજમાં તમારી આલોચના થઈ શકે છે. કામનું ભારણ વધશે. દુશ્મનો સતાવશે.


ફેમિલી- પરિવારનાં કામ પૂરાં કરવા માટે સમય મળી રહેશે. જીવનસાથીનાં વખાણ કરવાં. દાંપત્યજીવનમાં વિવાદ થઈ શકે છે.


લવ- વાણી પર સંયમ રાખવો.


કરિયર- બિઝનેસમાં ધનહાનિના યોગ છે. જોખમી રોકાણ ન કરવું. મોટા નિર્ણયો લેવા માટે દિવસ સારો નથી. સંગીત અને કળામાં રસ વધશે.


હેલ્થ- માથાનો દુખાવો સતાવી શકે છે.


શું કરવું- કોઇ મંદિરમાં પૂજાની 5 સોપારીનું દાન કરવું.

તુલા- પોઝિટિવ- આખો દિવસ કામ-કાજમાં પસાર થશે.
તુલા- પોઝિટિવ- આખો દિવસ કામ-કાજમાં પસાર થશે.

તુલા- પોઝિટિવ- આખો દિવસ કામ-કાજમાં પસાર થશે. કેટલાક લોકો તમને મળશે અને તમારી મદદ કરશે. કોઇ શુભ સમાચાર મળી શકે છે. રોજિંદાં કામ સરળતાથી પૂરાં થઈ શકે છે.


નેગેટિવ- કોઇ ઓફરનો હાથોહાથ સ્વિકાર ન કરવો. કોઇ પણ કામમાં ઉતાવળે નિર્ણય ન લેવો.


ફેમિલી- પતિ-પત્નીના સંબંધોમાં કડવાહટ આવી શકે છે.


લવ- અપોઝિટ જેન્ડરની કોઇ વ્યક્તિ તમને પરેશાન કરી શકે છે. 


કરિયર- બિઝનેસમાં સાચવવું. નોકરિયાત લોકોનાં કેટલાંક કામ અધૂરાં રહી શકે છે. જોખમી નિર્ણયો ન લેવા. ભણવામાં મન લાગશે.


હેલ્થ- પરિવારમાં કોઇ બાળકનું સ્વાસ્થ્ય બગડી શકે છે.


શું કરવું- કોઇ બ્રાહ્મણને કોકોનટ ઓઇલનું દાન કરવું.

વૃશ્ચિક- પોઝિટિવ- આજે ઇચ્છા અનુસાર કામ કરવાની ઇચ્છા થશે
વૃશ્ચિક- પોઝિટિવ- આજે ઇચ્છા અનુસાર કામ કરવાની ઇચ્છા થશે

વૃશ્ચિક- પોઝિટિવ- આજે ઇચ્છા અનુસાર કામ કરવાની ઇચ્છા થશે. રોજિંદાં કામમાં કઈંક હટકે કરવાની ઇચ્છા થશે. મનની વાત કહેવા ઉત્સુક રહેશો. નોકરી કે બિઝનેસમાં રોકાણ કરવા અંગે ગંભીરતાથી વિચારી નિર્ણય લઈ શકો છો. નોકરીમાં પ્રદર્ષન સુધારવા મિત્રો અને સાથીઓ સાથે ચર્ચા-વિચારણા થઈ શકે છે.


નેગેટિવ- ગુસ્સા અને બેદરકારીના કારણે નુકસાન થઈ શકે છે. તમારાથી કોઇ ભૂલ થઈ શકે છે. ઓફિસ અને બિઝનેસમાં મહેનત વધુ કરવી પડશે. કોઇ ખરાબ સપનું કે અશુભ સંકેત મળી શકે છે. 


ફેમિલી- જીવનસાથી સાથે તમારી લાગણીઓ શેર કરવી.


લવ- લવ લાઇફમાં બદલાવ આવી શકે છે. પ્રેમ સંબંધોમાં સુધારો આવવાના યોગ છે.


કરિયર- પ્રોફેશનલ લાઇફ સામાન્ય રહેશે. સફળતાના સમાચાર મળી શકે છે. સ્ટૂડન્ટ્સ માટે દિવસ સારો રહેશે.


હેલ્થ- બાળકોના સ્વાસ્થ્યની સમસ્યા સતાવી શકે છે.


શું કરવું- હનુમાન મંદિરમાં 5 બદામ ચઢાવો. 

ધન- પોઝિટિવ- કાર્યક્ષેત્ર સાથે સંકળાયેલ લોકોની મુલાકાત થઈ શકે છે
ધન- પોઝિટિવ- કાર્યક્ષેત્ર સાથે સંકળાયેલ લોકોની મુલાકાત થઈ શકે છે

ધન- પોઝિટિવ- કાર્યક્ષેત્ર સાથે સંકળાયેલ લોકોની મુલાકાત થઈ શકે છે. જેનાથી તમને ફાયદો મળી શકે છે. નોકરી, બિઝનેસ અને સમાજમાં તમારો દરજ્જો વધશે. નવી અને રસપ્રદ તક મળી રહેશે. અચાનક કોઇ મોટી જવાબદારી મળશે. ધનલાભના યોગ બની રહ્યા છે. અટકેલાં કામ પૂરાં થઈ શકે છે.


નેગેટિવ- કેટલાંક કામમાં નસીબનો સાથ નહીં મળી શકે. શનિના કારણે તમારાં બનતાં કામ અટકી શકે છે. ભાવનાઓમાં આવીને કોઇ નિર્ણય ન લેવો. કોઇ નવો પડકાર મળી શકે છે. બીજાંની બાબતોમાં ન પડવું, તેનાથી ફસાઇ શકો છો અને નુકસાન પણ થઈ શકે છે.


ફેમિલી- પરિવાર અને જીવનસાથી સાથે સમય પસાર કરવા મળશે અને તેનાથી તમને ખુશી મળી રહેશે. 


લવ- પ્રેમની બાબતોમાં સુસ્તી રહેશે.


કરિયર- લેણ-દેણમાં સાવધાની રાખવી. વાણી પર સંયમ રાખવો. કેમ્પસમાં ભાગ-દોડ રહી શકે છે.


હેલ્થ- સ્વાસ્થ્ય માટે સમય ઠીક છે. થાક અને આળસ સતાવી શકે છે.


શું કરવું- કોઇ ગરીબને કેળું ખવડાવો કે મંદિરમાં દાન કરો. 

મકર- પોઝિટિવ- જૂની સમસ્યાઓ દૂર થઈ શકે છે
મકર- પોઝિટિવ- જૂની સમસ્યાઓ દૂર થઈ શકે છે

મકર- પોઝિટિવ- જૂની સમસ્યાઓ દૂર થઈ શકે છે. કોઇ વ્યક્તિ ભાવનાત્મક રીતે તમારું સમર્થન કરી શકે છે. કરિયર સાથે સંકળાયેલ કોઇ મોટા સમાચાર મળી શકે છે. ઓફિસનાં કેટલાંક કામમાં સફળતા મળી શકે છે. બેરોજગાર લોકોને રોજગારી મળી શકે છે. આવક વધારવાનો પ્રયત્ન રહેશે. તણાવ ઘટશે. 


નેગેટિવ- મનમાં કોઇ નિર્ણય બાબતે સંકોચ રહેશે. ધનની ચિંતા સતાવી શકે છે. નોકરી અને બિઝનેસની કેટલીક બાબતોમાં ટેન્શન વધી શકે છે.


ફેમિલી- ઘરમાં કોઇની પણ સાથે સંબંધ ન બગાડવા. જીવનસાથીની વાત માનવી.


લવ- દિલ અને દિમાગ અલગ-અલગ દિશામાં ચાલશે. લવ લાઇફ માટે સમય સારો છે.


કરિયર- વધારે ખર્ચ કરવાથી તમારી મુશ્કેલી વધવાના યોગ છે. જોખમી નિર્ણય ન લેવા. ઓછી મહેનતે પણ સારાં પરિણામ મળી શકે છે.


હેલ્થ- પરિવારના કોઇ મોટા સભ્યનું સ્વાસ્થ્ય બગડી શકે છે.


શું કરવું- કોઇ મિત્રને ઉધાર પૈસા ન આપવા. 

કુંભ- પોઝિટિવ- પૈસા અને પરિવાર સાથે સંકળાયેલ કામ પૂરાં થઈ શકે છે
કુંભ- પોઝિટિવ- પૈસા અને પરિવાર સાથે સંકળાયેલ કામ પૂરાં થઈ શકે છે

કુંભ- પોઝિટિવ- પૈસા અને પરિવાર સાથે સંકળાયેલ કામ પૂરાં થઈ શકે છે. કોઇ મોટી યોજના બની શકે છે અને તેના પર તમે કામ પણ શરૂ કરી શકો છો. નસીબનો સાથ તો મળશે, પરંતુ જરા ઓછો. અધિકારીઓ તમારાં કામથી ખુશ થશે. બધાંનો સહયોગ મળી શકે છે.


નેગેટિવ- જાત પર કંટ્રોલ રાખવો. કોઇ મોટી વાત ભૂલી શકો છો. જૂની લેણ-દેણ અંગે તણાવ કે વિવાદ થઈ શકે છે. મહેનત વધારે રહેશે, પરંતુ ફાયદો ઓછો મળશે.


ફેમિલી- જીવનસાથીની લાગણીઓની કદર કરવી.


લવ- લોકોને મળતી વખતે પહેલ તમારી કરવી પડશે.


કરિયર- કાર્યક્ષેત્ર અને બિઝનેસમાં ફાયદો ઓછો મળશે. તમને કોઇ મુશ્કેલ કામ પણ મળી શકે છે. સતત મહેનત કરવી પડશે.


હેલ્થ- ભોજનમાં ધ્યાન રાખવું. મસાલેદાર ભોજનથી દૂર રહેવું.


શું કરવું- લીંબુનું દાન કરવું. 

મીન- પોઝિટિવ- આવક વધારવા અંગે વિચારશો
મીન- પોઝિટિવ- આવક વધારવા અંગે વિચારશો

મીન- પોઝિટિવ- આવક વધારવા અંગે વિચારશો. સમાસ્યાનું સમાધાન લાવવામાં સફળતા મળશે. મિત્રો સાથે સમય પસાર કરવા મળશે. પાડોશીઓ સાથે સારા સંબંધો બનશે. નવા લોકો સાથે મિત્રતા થઈ શકે છે. કરિયર માટે સકારાત્મક ઓફર્સ મળશે.


નેગેટિવ- નકામા ખર્ચ વધી શકે છે. ધનહાનિના યોગ બની રહ્યા છે. નકામી યાત્રા અને દોડ-ભાગ રહેશે.


ફેમિલી- જીવનસાથીનો સહયોગ મળી રહેશે.


લવ- લવ પ્રપોઝલ કરવા ઇચ્છતા હોય તો કરી લો. પ્રેમી કોઇ સરપ્રાઇઝ આપી શકે છે.


કરિયર- બિઝનેસમાં સાચવવું. નોકરિયાત લોકોએ કોઇ નવું કામ શરૂ ન કરવું. સમજી-વિચારીને નિર્ણય ન લેવો.


હેલ્થ- સ્વાસ્થ્યમાં સાવધાની રાખવી.


શું કરવું- રામ કે કૃષ્ણ મંદિરમાં ઘઉંનું દાન આપવું.

X
મેષ- પોઝિટિવ- દિવસ તમારા પક્ષે રહેશેમેષ- પોઝિટિવ- દિવસ તમારા પક્ષે રહેશે
વૃષભ- પોઝિટિવ- નોકરિયાત અને બિઝનેસ કરતા લોકોએ ટાર્ગેટ પર ધ્યાન આપવુંવૃષભ- પોઝિટિવ- નોકરિયાત અને બિઝનેસ કરતા લોકોએ ટાર્ગેટ પર ધ્યાન આપવું
મિથુન- પોઝિટિવ- બીજાંની મદદ કરવાની તક મળી રહેશેમિથુન- પોઝિટિવ- બીજાંની મદદ કરવાની તક મળી રહેશે
કર્ક- પોઝિટિવ- સારા સમયનો સંકેત મળી શકે છેકર્ક- પોઝિટિવ- સારા સમયનો સંકેત મળી શકે છે
સિંહ- પોઝિટિવ- કામકાજ ઝીણવટથી પૂરાં કરવાનો પ્રયત્ન કરવોસિંહ- પોઝિટિવ- કામકાજ ઝીણવટથી પૂરાં કરવાનો પ્રયત્ન કરવો
કન્યા- પોઝિટિવ- આજે તમને મિત્રો અને સાથે કામ કરતા લોકોની મદદ મળશેકન્યા- પોઝિટિવ- આજે તમને મિત્રો અને સાથે કામ કરતા લોકોની મદદ મળશે
તુલા- પોઝિટિવ- આખો દિવસ કામ-કાજમાં પસાર થશે.તુલા- પોઝિટિવ- આખો દિવસ કામ-કાજમાં પસાર થશે.
વૃશ્ચિક- પોઝિટિવ- આજે ઇચ્છા અનુસાર કામ કરવાની ઇચ્છા થશેવૃશ્ચિક- પોઝિટિવ- આજે ઇચ્છા અનુસાર કામ કરવાની ઇચ્છા થશે
ધન- પોઝિટિવ- કાર્યક્ષેત્ર સાથે સંકળાયેલ લોકોની મુલાકાત થઈ શકે છેધન- પોઝિટિવ- કાર્યક્ષેત્ર સાથે સંકળાયેલ લોકોની મુલાકાત થઈ શકે છે
મકર- પોઝિટિવ- જૂની સમસ્યાઓ દૂર થઈ શકે છેમકર- પોઝિટિવ- જૂની સમસ્યાઓ દૂર થઈ શકે છે
કુંભ- પોઝિટિવ- પૈસા અને પરિવાર સાથે સંકળાયેલ કામ પૂરાં થઈ શકે છેકુંભ- પોઝિટિવ- પૈસા અને પરિવાર સાથે સંકળાયેલ કામ પૂરાં થઈ શકે છે
મીન- પોઝિટિવ- આવક વધારવા અંગે વિચારશોમીન- પોઝિટિવ- આવક વધારવા અંગે વિચારશો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App