તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

6 માર્ચથી 18 વર્ષ બાદ રાહુ મિથુન રાશિમાં અને કેતુ ધન રાશિમાં પ્રવેશ કરશે, 12 રાશિઓ માટે કેવો રહેશે આવનારો સમય?

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ધર્મ દર્શન ડેસ્ક: આવતા મહિને બુધવાર, 6 માર્ચની રાતથી રાહુ અને કેતુ રાશિ બદલી રહ્યા છે. રાહુ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. કેતુ ધન રાશિમાં પ્રવેશ કરશે. રાહુ-કેતુના રાશિ પરિવર્તનમાં પંચાંગ ભેદ પણ છે. આ કારણે વિસ્તાર મુજબ રાશિ બદલવાની તારીખ જુદી-જુદી હોય શકે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા મુજબ જાણો રાહુ-કેતુના રાશિ બદલવાથી તમામ 12 રાશિઓ પર કેવી અસર થવાની છે.

 

રાહુનો મિત્ર રાશિમાં પ્રવેશ
રાહુનો પ્રવેશ મિથુન રાશિમાં થશે જે તેના મિત્રની રાશિ છે. મિથુન રાશિનો સ્વામી બુધ છે. કેટલાક ગ્રંથો મુજબ મિથુન રાશિમાં રાહિને ઉચ્ચનો માનવામાં આવે છે. કેતુનો પ્રવેશ ધન રાશિમાં થશે. આ રાશિમાં શનિ પણ સ્થિત છે. આ કારણે શનિ અને કેતુનો યોગ બનશે. 18 વર્ષ પહેલા વર્ષ 2001-2002માં રાહુ મિથુન અને કેતુ ધન રાશિમાં હતા. 19 સપ્ચેમ્બર 2020 સુધી રાહુ મિથુનમાં અને કેતુ ધન રાશિમાં રહેશે.

 

આ રાશિઓ માટે રહેશે શુભ
મેષ, વૃષભ, કર્ક, ધન, મકર રાશિના લોકો માટે રાહુ-કેતુનું રાશિ પરિવર્તન લાભદાયક રહેશે. આ લોકોને કામમાં સફળતાની સાથે જ ધન લાભ પણ મળશે.

 

આ રાશિઓ માટે રહેશે અશુભ
મિથુન, કન્યા, વૃશ્ચિક, મીન રાશિના લોકોને આવનારા સમયમાં સાચવીને રહેવું પડશે. જેટલું કામ કરશો એટલો લાભ પ્રાપ્ત કરી શકશો. બેદરકારી કરી તો નુકસાન થવું નિશ્ચિત છે.

 

આ રાશિઓ માટે રહેશે સામાન્ય
સિંહ, તુલા, કુંભ રાશિના જાતકો માટે સમય સામાન્ય રહેશે. રાહુ-કેતુના કારણે આવનારા સમયમાં તમારી મહેનત મુજબ લાભ પ્રાપ્ત કરી શકશો. બધા કામ સાવચેતીથી કરો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો