આજનું પંચાંગ / 8 ઓક્ટોબર, સોમવારનું મુહૂર્ત, દિવસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

8th October, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar

Divyabhaskar.com

Oct 08, 2019, 08:32 AM IST

તિથિઃ આસો સુદ- 10
વિક્રમ સંવત: 2075
આજનો મંત્ર જાપઃ ઓમ કુલદૈવ્યૈ નમ:
દિવસનાં ચોઘડિયાંઃ રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ
રાત્રિનાં ચોઘડિયાંઃ કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ
શુભ ચોઘડિયાં: ચલ- 09.31થી 10.59, લાભ- 10.59થી 12.27, અમૃત- 12.27થી 13.55, શુભ- 15.23થી 16.51, લાભ- 19.51થી 21.23
યોગઃ ધૃતિ
કરણઃ વણિજ
રાહુકાળઃ 15.00થી 16.30
દિશાશૂળઃ ઉત્તર
આજનો વિશેષ યોગઃ સરસ્વતી વિસર્જન 20.12 સુધી, આયુધ પૂજા, અસ્ત્ર-શસ્ત્રનું પૂજન, વિષ્ટિ પ્રા. 28.03, રવિયોગ સ. 20.12
આજનો પ્રયોગ: આજના દિવસે શ્રી દુર્ગાજી કે આપના કુળદેવીજીનું પૂજન-અર્ચન કરવું તેમજ તેમનો કોઈ સ્તોત્રનો પાઠ કરવો શ્રેયકર મનાય છે.
તિથિના સ્વામી : દશમી તિથિના સ્વામી શ્રી યમરાજજી છે.
તિથિ વિશેષ: આજના દિવસે શ્રી યમરાજજીનું પૂજન-અર્ચન કરવાથી અડચણો તેમજ અકાલ મૃત્યુ દૂર થાય છે.
નક્ષત્રઃ આજે રાત્રે 20.12 સુધી શ્રવણ ત્યારબાદ ધનિષ્ઠા.
આજની જન્મ રાશિઃ આજે આખો દિવસ મકર રાશિ. અાજે જન્મેલા બાળકનું નામ ખ,જ અક્ષર પરથી પાડવું.

આજની તારીખે જન્મેલી વ્યક્તિનું વર્ષ ફળ!
આરોગ્યઃ જાતકનું આરોગ્ય વર્ષ દરમિયાન નરમગરમ જણાય. તેઓને પથરીના દર્દ, કબજિયાત, આંતરડા, સ્નાયુના દુખાવામાં વધારો જણાય.
વિદ્યાર્થીઃ ઉત્સાહી તેમજ નવું જાણવાની જિજ્ઞાસા વધારે હોય. તેઓ કાયદો, ભૂગોળ, કૃષિ, સમાજશાસ્ત્ર જેવા વિષયોમાં વિશેષ પ્રગતિ કરે.
સ્ત્રી વર્ગઃ લાગણીશીલતા અને કલ્પનાશક્તિ સારી હોય. ચીવટપૂર્વકતા કાર્યથી તેઓ ગૃહ અને કાર્યક્ષેત્રમાં વિશેષ ભૂમિકા ભજવે.
કૌટુંબિકઃ પરંપરા, રીતિરિવાજના વિરોધી હોય, કુટુંબ પ્રત્યેનો નિષ્કામ પ્રેમ તેમજ સેવાભાવી વૃત્તિથી સર્વેનું મન જીતે.

X
8th October, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી