આજનું પંચાંગ / 6 નવેમ્બર, બુધવારનું મુહૂર્ત, દિવસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

6 November, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar

Divyabhaskar.com

Nov 06, 2019, 08:22 AM IST

તિથિઃ કારતક સુદ - 9
વિક્રમ સંવત: 2075
આજનો મંત્ર જાપઃ ઓમ શુભપ્રદાય નમ:
દિવસનાં ચોઘડિયાંઃ લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ
રાત્રિનાં ચોઘડિયાંઃ ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ
શુભ ચોઘડિયાં: લાભ- 06.48થી 08.12, અમૃત- 08.12થી 09.36, શુભ- 10.59થી 12.23, ચલ- 15.10થી 16.34, લાભ- 16.34થી 17.58, શુભ- 19.34થી 21.11, અમૃત- 21.11થી 22.47
યોગઃ વૃદ્ધિ
કરણઃ તૈતિલ
રાહુકાળઃ 12.00થી 13.30
દિશાશૂળઃ ઉત્તર
આજનો વિશેષ યોગઃ સૂર્ય વિશાખા નક્ષત્ર પ્રવેશ 26.07, રવિયોગ અહોરાત્ર, પંચક, અનલા નોમ (ઓડિશા)
આજનો પ્રયોગ: આજે ભગવાન શ્રી વિષ્ણુજી તેમજ શ્રી ગણપતિજીનું પૂજન-અર્ચન કરવું તેમજ કોરા સિંદૂરનું તિલક કરવું શ્રેષ્ઠ ગણાય
તિથિના સ્વામી: નવમી તિથિના સ્વામી શ્રી દુર્ગાજી છે.
તિથિ વિશેષ: આજના દિવસે તેમની પૂજા કરવાથી તેમજ 'દુર્ગા સપ્તસતી'નો પાઠ કરવો શ્રેયકર મનાય છે.
નક્ષત્રઃ આજે આખો દિવસ શતતારા.
આજની જન્મ રાશિઃ આજે આખો દિવસ કુંભ રાશિ. અાજે જન્મેલા બાળકનું નામ ગ,સ,શ,ષ અક્ષર પરથી પાડવું.

આજની તારીખે જન્મેલી વ્યક્તિનું વર્ષ ફળ!
આરોગ્યઃ વર્ષ દરમિયાન જાતકનું આરોગ્ય મધ્યમ જણાય. તેઓને મુખ્યત્વે ગળા-નાકના દર્દો, ફેફસાની બીમારી વિશેષ જણાય.
વિદ્યાર્થીઃ વિચાર શક્તિ, સંશોધનવૃત્તિ તેમજ નવી કળા શીખવાની જિજ્ઞાસા વધારે હોય. ચિત્રકળા, ફેશન, સંગીત જેવા વિષયમાં રૂચિ હોય.
સ્ત્રી વર્ગઃ નિર્ણાયક શક્તિ સારી તેમજ સ્વચ્છતા પ્રિય હોય. ધાર્યું ફળ પ્રાપ્ત કરવા માટે વિશેષ સંઘર્ષ કરવો પડે.
કૌટુંબિકઃ ભૌતિક સુખના પ્રેમી હોય તેવા વાતાવરણમાં રહેવાનું પસંદ કરે, શીઘ્ર વિનોદી વૃત્તિ, હાજર જવાબીપણાની કળાથી કૌટુંબિક પ્રિયપાત્ર હોય.

X
6 November, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી