આજનું પંચાંગ / 5 નવેમ્બર, મંગળવારનું મુહૂર્ત, દિવસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

5 November, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar

Divyabhaskar.com

Nov 05, 2019, 08:25 AM IST

તિથિઃ કારતક સુદ - 9
વિક્રમ સંવત: 2075
આજનો મંત્ર જાપઃ ઓમ હરયે નમ:
દિવસનાં ચોઘડિયાંઃ રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ
રાત્રિનાં ચોઘડિયાંઃ કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ
શુભ ચોઘડિયાં: ચલ- 09.35થી 10.59, લાભ- 10.59થી 12.23, અમૃત- 12.23થી 13.47, શુભ- 15.11થી 16.34, લાભ- 19.34થી 21.11
યોગઃ ગંડ
કરણઃ બાલવ
રાહુકાળઃ 15.00થી 16.30
દિશાશૂળઃ ઉત્તર
આજનો વિશેષ યોગઃ સત્ યુગાદિ, અક્ષય કુષ્માંડ નવમી, પંચક પ્રારંભ- 16.49, વૃદ્ધિ તિથિ, મૃત્યુ યોગ- 30.15થી સૂર્યોદય. રવિયોગ અહોરાત્ર, અયોધ્યા પરિક્રમા.
આજનો પ્રયોગ: મંગળવારના અધિપતિ દેવ શ્રી હનુમાનજી છે. આજના દિવસે શ્રી હનુમાનજીના મંદિરે કે કોઈ યાચકને મસૂરની દાળ આપવી શ્રેયકર મનાય છે.
તિથિના સ્વામી: નવમી તિથિના સ્વામી શ્રી દુર્ગાજી છે.
તિથિ વિશેષ: આજના દિવસે તેમની પૂજા કરવાથી તેમજ 'દુર્ગા સપ્તસતી'નો પાઠ કરવો શ્રેયકર મનાય છે.
નક્ષત્રઃ આવતીકાલે પરોઢિયે 06.15 સુધી ધનિષ્ઠા ત્યારબાદ શતતારા.
આજની જન્મ રાશિઃ આજે બપોરે 16.49 સુધી મકર (ખ,જ) ત્યારબાદ જન્મેલા બાળકનું નામ કુંભ (ગ,સ,શ,ષ) પરથી રાખવું.

આજની તારીખે જન્મેલી વ્યક્તિનું વર્ષ ફળ!
આરોગ્યઃ જાતકનું આરોગ્ય વર્ષ દરમિયાન સાનુકૂળતાવાળું જણાય. માનસિક શ્રમથી થતા રોગ, શરદી, તાવ જેવા રોગોનું પ્રમાણ વિશેષ જણાય.
વિદ્યાર્થીઃ વર્ષ દરમિયાન વિદ્યાભ્યાસ સારો જણાય. તેઓ પ્રકાશન, પત્રકારિતા, ગણિત, ફાર્મસી જેવા વિષયોમાં વિશેષ પ્રગતિ કરે.
સ્ત્રી વર્ગઃ કોઈ મુશ્કેલીમાંથી કેવી રીતે બહાર નીકળાય તે વિશેષ રીતે જાણતા હોય. પરિસ્થિતિને અનુરૂપ થવાના કારણે આગવું સ્થાન ધરાવે.
કૌટુંબિકઃ સંબંધોમાં મધુરતા જળવાઈ રહે. પોતાની વૈચારિક શક્તિ અને કાર્ય કુશળતાના કારણે કૌટુંબિક પ્રિયપાત્ર રહે.

X
5 November, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી