આજનું પંચાંગ / 3 ડિસેમ્બર, મંગળવારનું મુહૂર્ત, દિવસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

3 December, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar

Divyabhaskar.com

Dec 03, 2019, 08:20 AM IST

તિથિઃ માગશર સુદ - 7
વિક્રમ સંવત: 2076
આજનો મંત્ર જાપઃ ઓમ પ્રભવે નમ:
દિવસનાં ચોઘડિયાંઃ રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ
રાત્રિનાં ચોઘડિયાંઃ કાળ, લાભ, ઉદવેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ
શુભ ચોઘડિયાં: ચલ-09.48થી 11.08, લાભ-11.08થી 12.23, અમૃત-12.29થી 13.50, શુભ-15.11થી 16.31, લાભ-19.32થી 21.11.
યોગઃ વ્યાઘાત
કરણઃ કગર
રાહુકાળઃ ઉત્તર
દિશાશૂળઃ 15.00થી 16.30
આજનો વિશેષ યોગઃ પંચક, વિષ્ટિ પ્રારંભ 23.14, સૂર્ય જ્યેષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ 12.26, રાજયોગ સૂર્યોદયથી 14.17, મૃત્યુયોગ 14.17થી સૂર્યોદય, રવિયોગ 12.26થી 14.17.
આજનો પ્રયોગ: આજના દિવસે પવનપુત્ર શ્રી હનુમાનજીનું પૂજન-અર્ચન, તેમના કોઇ સ્તોત્ર કે ઉપરોક્ત મંત્રનો પાઠ કરવો શ્રેયકર મનાય છે.
તિથિના સ્વામી: સપ્તમી તિથિના સ્વામી શ્રી સૂર્યદેવજી છે.
તિથિ વિશેષ: આજના દિવસે કોઈ સૂર્યમંત્ર, સૂર્યસ્તોત્રનો પાઠ કરવાથી સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે.
નક્ષત્રઃ ધનિષ્ઠા આજે બપોરે 14.17 સુધી ત્યારબાદ શતતારા
આજની જન્મ રાશિઃ આજે આખો દિવસ કુંભ રાશિ. અાજે જન્મેલા બાળકનું નામ ગ,શ,સ,ષ અક્ષર પરથી પાડવું.

આજની તારીખે જન્મેલી વ્યક્તિનું વર્ષ ફળ!
આરોગ્યઃ
વર્ષ દરમિયાન જાતકનું આરોગ્ય મધ્યમ જણાય. તેઓને મુખ્યત્વે પેટ, હૃદય, તેમજ ચામડીના રોગ વિશેષ પ્રમાણમાં જણાય.
વિદ્યાર્થીઃ વિદ્યાભ્યાસ વર્ષ દરમિયાન ઉત્તમ જણાય. તેઓને નાણા પ્રબંધન, પ્રશાસન, બેંકિંગ, સાહિત્ય જેવા વિષયોમાં વધારે રસ જણાય.
સ્ત્રી વર્ગઃ પોતાની વાત કેવી રીતે મૂકવી તે વિશેષ રીતે જાણતા હોય. તેથી ગૃહ અને કાર્યક્ષેત્રમાં વિશેષ ભૂમિકા ભજવે.
કૌટુંબિકઃ સામાજિક માન-મર્યાદાનું વિશેષ ધ્યાન આપે. વર્ષ દરમિયાન જો ધનનો શ્રેષ્ઠ ઉપયોગ કરી જાણે તો આર્થિક પ્રશ્નોનું નિરાકરણ જણાય.

X
3 December, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી