Kanya Rashi 2018 (દૈનિક કન્યા રાશિફળ), Virgo Daily Horoscope, Virgo Zodiac Sign Horoscope Today, Weekly, Monthly & Yearly

Divya Bhaskar

રાશિફળ
Home » Jyotish Vastu » Rashifal
કન્યા
(પ. ઠ. ણ.)
 • પોઝિટિવ
  સારા લોકો સાથે મુલાકાતના યોગ છે. મોટી યોજનાઓ અને વિચારો પર વાત થશે. નવા કામની શરૂઆત થઈ શકે છે. કોઇ પણ તક મળે તો તરત જ ફાયદો ઉઠાવી લેવો. નોકરીમાં કોઇ નવી તક મળે તો ધ્યાન આપવું. કોઇ નવું પ્લાનિંગ થઈ શકે છે. જેનાથી તમને સફળતા મળવાના યોગ છે. લગ્નજીવન પણ સારું રહેશે.
 • નેગેટિવ
  વાતચીતમાં ધ્યાન આપવું. પોતાની ઇચ્છાઓ પર કંટ્રોલ રાખવો. જોખમી કામ કરવામાં સાવધાની રાખવી. બિઝનેસમાં વધતા ખર્ચથી ટેન્શન વધી શકે છે. પ્રેમ સંબંધોમાં મોટો વિવાદ થઈ શકે છે.
 • ફેમિલી
  સંબંધોમાં કેટલાક સવાલોના જવાબ મળી શાકે છે. સૌનો સાથ, સૌનો સહયોગનો રવૈયો રાખવો.
 • લવ
  પાર્ટનર સાથે વિવાદની સ્થિતિ બની શકે છે. કેટલીક બાબતોમાં વૈચારિક મતભેદ થઈ શકે છે. વાણી પર સંયમ રાખવો.
 • કેરિયર/પ્રોફેશન
  કામકાજ વધુ રહેવાથી ટેન્શન રહી શકે છે. પાર્ટનરશીપવાળાં કામમાં સાવધાની રાખવી.
 • હેલ્થ
  સ્વાસ્થ્યમાં કોઇ ખાસ બદલાવ નહીં થાય.
 • ઉપાય
  ઘર અને ઓફિસમાંથી નકામાં કાગળ અને સામાન દૂર કરો.
કન્યા
(પ. ઠ. ણ.)
 • પોઝિટિવ
  નવા લોકો તમારા નવા અને ખુલ્લા વિચારોથી ખુશ થઈ શકે છે. શરૂઆતના દિવસોમાં થોડી મુશ્કેલી રહેશે, પરંતુ વચ્ચેના સમયમાં ફાયદો પણ મળી રહેશે. મનોબળ વધશે. લોકો તમારાથી ઈંપ્રેસ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં તમારાં વખાણ થઈ શકે છે. ધન સંબંધિત બાબતો માટે આ દિવસો સારા છે. દૂરના લોકો સાથે સંપર્ક થઈ સકે છે. નવા કૉન્ટેક્સ અને નોકરીમાં પ્રમોશનના રસ્તા ખૂલશે. આનંદ અને ખુશીઓના અવસર મળી શકે છે. નવા કામનું પ્લાનંગ થઈ શકે છે. યાત્રાના યોગ છે. ઈન્ટરવ્યૂ કે કોઇ કૉમ્પિટિશનમાં સફળતા મળવાના યોગ છે.
 • નેગેટિવ
  અઠવાડિયાના શરૂઆતના દિવસોમાં થોડી ચિંતાઓ સતાવી શકે છે. સ્ટૂડન્ટ્સને મહેનત વધારે કરવી પડશે.
 • ફેમિલી
  સંતાન સંબંધિત કોઇ સારા સમાચાર મળી શકે છે. પરિવારના લોકોની મદદ મળી રહેશે.
 • લવ
  આ દિવસો પાર્ટનર સાથે બહુ સારી રીતે પસાર થશે. લવ લાઇફ સારી રહેશે.
 • કેરિયર/પ્રોફેશન
  સ્ટૂડન્ટ્સ માટે સમય સામાન્ય રહેશે. નવા કામકાજની યોજનાઓ બની શકે છે. અટકેલાં કામ પૂરાં થશે. ધનલાભ થશે અને સહયોગ પણ મળી રહેશે.
 • હેલ્થ
  જૂની બીમારીઓ સતાવી શકે છે.
 • ઉપાય
  રોજ મીઠાવાળા પાણીના કોગળા કરવા.
કન્યા
(પ. ઠ. ણ.)
 • પોઝિટિવ
  વિદેશમાંથી શુભ સમાચાર આવે. 19 સપ્ટેમ્બર પછી ધાર્મિક મુસાફરી થાય. સસરા પક્ષમાં કોઈ શુભ પ્રસંગ ઉજવાય. તેમના તરફથી તમને માન સન્માન મળે. પદોઉન્નતી 10 સપ્ટેમ્બર પછી થાય. 6,7,19,20,24,25,26 શુભ દિવસ છે.
 • નેગેટિવ
  કોઈ પણ કામ વચ્ચે અટકી જાય. કોર્ટમાં જો તમે કોઈની ઉપર કેસ કર્યો હોય તો ધ્યાન રાખવું. બની શકે છે એ તમારા પર ઉલટો કેસ ઠોકી દે. મહત્વના કાગળિયા અથવા મોબાઇલ-લેપટોપ ચોરી થવાની સંભાવના છે. 1,8,9,22,23,27,28 અશુભ દિવસ છે.
 • ફેમિલી
  ઘરમાં નાની-નાની બીમારી આવતી રહે. તેની પાછળ તમારો ખર્ચો થાય. પિતાના સ્વાસ્થ્યની ખાસ સંભાળ રાખવી. જો તેમને હ્રદય ની બીમારી હોય તો રેગ્યુલર ચેકઅપ કરવટ રહેવું. પતિ-પત્ની સાથે સંબંધ વધુ મજબૂત થાય.
 • લવ
  લવ લાઈફ સારી રહે. જો લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ હોય તો પ્રેમીને મળવાનો 10 જુલાઈ પછી મોકો મળે. તમે તેમની સાથે ઘણો સારો સમય વિતાવી શકો.
 • કેરિયર/પ્રોફેશન
  ધંધો એકંદરે ઘણો સારો ચાલે.પણ નવા ક્લાયન્ટ મળવામાં થોડી મુશ્કેલી થાય. નોકરીમાં જો પ્રમોશન ઘણા વખતથી અટક્યું હોય તો તે મળી શકે. આવકમાં વધારો થાય.
 • હેલ્થ
  મહિનાના પહેલા 15 દિવસ આંખ-કાનની પીડા થઈ શકે. વિચારવાયુથી ચેતવું.
 • ઉપાય
  ગણપતિ આરાધના કરવી. લાલ કલર શુભ છે. રક્ત દાન કરવું. રાશિફળ: જ્યોતિષાચાર્ય માનસી શાહ
કન્યા
(પ. ઠ. ણ.)
 • પોઝિટિવ
  આ વર્ષે કન્યા રાશિવાળા કેટલાક લોકો નોકરી બદલી શકેં છે. સમય તેમના માટે અનુકૂળ છે. તે સિવાય સારા ઓપ્શન પણ તમને મળી શકે છે. નોકરીયાત લોકોના કામકાજમાં આવતી અડચણો ધીરેધીરે દૂર થઈ શકે છે. ક્યારેક કામથી તમારું ધ્યાન ભટકી શકે છે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે. કાર્યસ્થળે તમારું કામકાજ સારું રહેશે. આ વર્ષે કેટલાક દિવસોમાં કન્યા રાશિવાળાએ અનેકવાર મહેનતના હિસાબે ફળ નહીં મળી શકે. તેનાથી પરેશાનીઓ થઈ શકે છે. ધૈર્ય રાખો અને ધીરે-ધીરે આગળ વધો. સમય ઝડપથી તમારી અનુકૂળ થઈ જશે. કન્યા રાશિવાળાનો સ્વામી બુધ છે જે બુદ્ધિ અને વેપારનો કારક હોય છે. બુધના પ્રભાવથી નવા વેપાર અને કામકાજ માટે કરવામાં આવેલા પ્રવાસ ફાયદો અપાવી શકે છે. જો તમે સરકારી નોકરી કરતા હોવ તો સારી સેલરીની સાથે પ્રમોશનના યોગ બની રહ્યા છે.
 • નેગેટિવ
  આ વર્ષે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. નોકરીયાત લોકોની આવક વધી શકે છે. કારોબારને લગતા પ્રવાસો થવાના યોગ છે. વિદેશયાત્રા પણ થઈ શકે છે. આ વર્ષે સેવિંગ વધારવામાં તમે સફળ થશો. જાન્યુઆરીમાં તમારો ફાયદો વધી શકે છે. ચલ-અચલ સંપત્તિ ખરીદવાના યોગ પણ બની રહ્યા છે. નવો કારોબાર શરૂ કરવા માટે સમય સારો છે. તેમાં તમને ફાયદો પણ થઈ શકે છે. જોખમી રોકાણ કરવાનું ટાળજો. વર્ષની મધ્યમાં પરિવારની સાથે પણ પ્રવાસના યોગ બની રહ્યા છે. જેમાં ખર્ચો વધી શકે છે. બિઝનેસમાં અનુભવી લોકોની સલાહ લઈને આગળ વધવુ જોઈએ. લેનદેન અને હિસાબ-કિતાબમાં સાવધાની રાખવી પડશે. કોઇ અંગત માણસ તમને દગો આપી શકે છે.
 • ફેમિલી
  આ વર્ષે પરિવારના લોકોની સાથે વાદ-વિવાદથી બચવું. કોઈ વાત અંગે અણબનાવ હોય તો બેસીને શાંતિથી ઉકેલવા પ્રયાસ કરવો. પરિવારની સાથે ફરવા જવાની યોજનાઓ બની શકે છે. આ દરમિયાન પરિવારના સદસ્યોની એકબીજા સાથે મુલાકાત સંભવ છે. તેનાથી પરિવારના સદસ્યો વચ્ચે ચાલતા અણબનાવ સમાપ્ત થશે અને તેને લીધે પ્રેમ વધશે. આ દરમિયાન પરમાર્થ તરફ તમારો ઝૂકાવ વધશે અને ઘરના ધાર્મિક કાર્યોનું પણ આયોજન થાય. ગૃહસ્થ જીવન માટે સમય ઠીક છે, જો કે કેટલાક વિવાદોને કારણે પરેશાની આવી શકે છે. સામાજિક દાયરો વધારવા માટે અનેક સોનેરી તકોનું આયોજન થાય. ગૃહસ્થ જીવન માટે સમય ઠીક છે, જો કે કેટલાક વિવાદોને કારણે પરેશાનીઓ પેદા થઈ શકે છે. જો કે મિત્રો અને પરિવારની સાથે સારો સમય વિતાવવામાં સફળ થશો. આ દરમિયાન માતા-પિતા અને જીવનસાથીનો પૂરો સહયોગ મળશે, જેની તમને જરૂર છે.
 • લવ
  લવ લાઈફ માટે કનફ્યૂઝનવાળો સમય રહેશે. સાથીની સાથે મતભેદ થવાની શક્યતા છે. ગેરસમજના કારણે પાર્ટનરની સાથે બ્રેકઅપ થવાની સંભાવના છે. તમારી બંનેની વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થઈ શકે છે. આથી તમારા માટે સારું એ રહેશે કે બેકારની વાતો ઉપર ધ્યાન ન આપો અને એકબીજાને સમજવાનો પ્રયાસ કરો. પોતાના ગુસ્સાને કંટ્રોલ કરો. શંકા-કુશંકાથી દૂર રહો. સાથી સાથે વાતચીત દરમિયાન ધૈર્ય રાખો અને શાંતિથી વાત કરો. ફેબ્રુઆરી પછી સંબંધોમાં મીઠાશ આવશે. પાર્ટનરની સાથે કોઈ જગ્યાએ ફરવા જઈ શકો છો. તમે કુંવારા હો અને કોઈને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા હોવ તો પ્રપોઝ કરી દો. તમને સકારાત્મક જવાબ મળશે. પતિ-પત્નીના સંબંધોમાં ઊતાર-ચઢાવ આવી શકે છે. કોઈના કહેવામાં ન આવો. કોઈપણ નિર્ણય તમારા વિવેકથી લો.
 • કેરિયર/પ્રોફેશન
  કન્યા રાશિવાળા લોકો પોતાના સ્વાસ્થ્યને પ્રાયોરિટી આપે. ખરાબ રૂટિનને કારણે સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ આવી શકે છે. સાંધામાં દર્દ, ડાયજેશન અને માથાના દુખાવાની સમસ્યા રહે. ખરાબ સ્વાસ્થ્યને લીધે તમારા કામકાજ ઉપર અસર પડી શકે. વર્ષના મધ્યના દિવસોમાં તમારામાં જોશ અને ઉત્સાહની ખોટ જોવા મળી શકે છે. કામમાં મન ન લાગે. ઊંંઘ પૂરી ન થવાથી થાક લાગે અને તમે આક્રમક પણ બની શકો છો. વાહન ચલાવતી વખતે સાવધાની રાખો. ઘાયલ થવાની શક્યતા છે. ઘર અને ઘરથી બહાર બંને જગ્યાએ તમારે સાવધાન રહેવું પડશે. હાઈ બ્લડ પ્રેશર અને હૃદયરોગથી પીડિત લોકોએ નિયમિત રીતે ડોક્ટરની સલાહ લેવી. બાળકોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું. તમારા રૂટિનમાં ફેરફાર કરો.
 • હેલ્થ
  -ગાયને રોટલી ખવડાવો. -હનુમાનજીને દીવો પ્રગટાવો. -નાગરમોથાની જડ ધારણ કરો.
 • ઉપાય
  2018ના વર્ષમાં જોબ, બિઝનેસ, ધનલાભ, પરિવાર અને કેવું રહેશે દામપત્ય જીવન

ગ્રહદશાવધુ

રાશિ-ઉપાયવધુ

વાસ્તુશાસ્ત્રવધુ