Taurus Daily Horoscope (દૈનિક વૃષભ રાશિફળ), Vrishabha Rashi 2018, Taurus Zodiac Sign Horoscope Today, Weekly, Monthly & Yearly

Divya Bhaskar

રાશિફળ
Home » Jyotish Vastu » Rashifal
વૃષભ
(બ. વ. ઉ.)
 • પોઝિટિવ
  મોટાભાગની બાબતોમાં દિવસ સારો રહેશે. મુશ્કેલ કામ પણ સરળતાથી પૂરાં થઈ શકે છે. કરિયરમાં આગળ વધવાની તક મળી શકે છે. ધન સંબંધિત બાબતોમાં સુધારો આવવાના યોગ છે. અનુભવી લોકો પાસેથી બિઝનેસ અને નોકરીની બાબતમાં સલાહ મળી શકે છે. જેનો તમને ફાયદો પણ મળશે. આવક વધવાની શક્યતા છે. બિઝનેસમાં ફાયદો અને નોકરીમાં પ્રમોશનના યોગ છે.
 • નેગેટિવ
  કેટલાક લોકોના મનમાં તમારા માટે અણસમજણ ઊભી થઈ શકે છે. ધનની લેણ-દેણ બાબતે થોડું ટેન્શન પણ થઈ શકે છે.
 • ફેમિલી
  કામકાજમાં તમારાં વખાણ થશે. પરિસ્થિતિ સારી બનશે.
 • લવ
  પાર્ટનરના મનમાં તમારા માટે ઇજ્જત વધી શકે છે. દાંપત્યજીવન મધુર રહેશે. પ્રેમ સંબંધોમાં તમે ઇમાનદાર રહેશો.
 • કેરિયર/પ્રોફેશન
  ઓફિસનાં કામમાં તમારાં વખાણ થઈ શકે છે. અધિકારીઓનો સહયોગ મળી રહેશે. કોઇ વડીલ તમારાથી નિરાશ થઈ શકે છે. કરિયરમાં મોટા લોકોની મદદ મળી શકે છે. વિચારેલાં કામ પૂરાં થવાની શક્યતા છે.
 • હેલ્થ
  થાક રહેશે. આંખ સંબંધિત તકલીફ થઈ શકે છે.
 • ઉપાય
  કૉસ્મેટિક્સ વસ્તુઓ પર ખર્ચ ન કરવો.
વૃષભ
(બ. વ. ઉ.)
 • પોઝિટિવ
  નાના-મોટા તણાવમાંથી મુક્તિ મળી શકે છે. સમસ્યાઓમાંથી બહાર નીકળી નવું પ્લાનિંગ કરી સકશો. કરિયરમાં મોટો ફાયદો લેવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તો સફળતા પણ મળી શકે છે. રોજિંદાં કામ બાદ કઈંક નવું કરવાની પણ ઇચ્છા થશે. લાંબા સમયથી કરી રાખેલ પ્લાનિંગ પર કામ શરૂ કરી શકો છો. બિઝનેસ સંબંધિત યાત્રા થઈ શકે છે. પરિવારમાં ખુશીનું વાતાવરણ બની શકે છે.
 • નેગેટિવ
  મહેનત વધારે રહેશે. જૂની વાતોમાં સમય ન બગાડવો. કોઇ કામ પૂરાં ન થાય તો ઉતાવળ ન કરવી.
 • ફેમિલી
  તમારી ભાવનાઓ જીવનસાથી પર ન થોપવી, નહીંતર સબંધો બગડી શકે છે.
 • લવ
  પાર્ટનરનો મિજાજ સમજવાનો પ્રયત્ન કરવો.
 • કેરિયર/પ્રોફેશન
  આ અઠવાડિયું મેડિકલ સ્ટૂડન્ટ્સ માટે સારું છે. સફળતા મળી શકે છે. ધીરજથી કામ કરવું. કોઇ કામ પૂરું ન થાય તો ઉતાવળ ન કરવી. તમને મહેનતનું ફળ મળશે.
 • હેલ્થ
  થાક સતાવી શકે છે. આળસ રહેશે.
 • ઉપાય
  સૂર્યોદય પહેલા ઊઠી સ્નાન કરી સૂર્યને જળ ચઢાવવું.
વૃષભ
(બ. વ. ઉ.)
 • પોઝિટિવ
  મકાન, વાહન ખરીદવા માટે મહિનાના પહેલા 15 દિવસ શુભ છે. જો કોઈ રોકાણ કરવું હોય તો પણ આ સમય શુભ છે. 19 તારીખ પછી વિદ્યાર્થી માટે અનુકૂળ સમય છે. જો એડમિશન અટક્યું હોય તો તે મળી શકે છે. સ્પોર્ટ્સ માટે પણ મહિનાનો અંત શુભ છે. 10,11,15,16,24,25 શુભ દિવસ છે.
 • નેગેટિવ
  અગત્યના કાગળનું ખાસ ધ્યાન રાખવું, તેને નુકશાન થઈ શકે છે. કારણ વગરના વાદવિવાદમાં ન પડવું, તે તમને હાનિ પહોંચાડી શકે છે. ઉચ્ચ અભ્યાસમાં તકલીફ થાય. લોન લેતા પહેલા દસ્તાવેજ ધ્યાનથી વાંચવા. 1,12,13,17,18,27,28 અશુભ છે.
 • ફેમિલી
  ઘરમાં વાતાવરણ ઘણું સારું રહે. સસરા પક્ષ તરફથી ફાયદો થાય.
 • લવ
  પ્રેમ સંબંધ માટે મહિનાના અંતિમ દિવસ શુભ છે. તમે તમારા પ્રિય પાત્રને લગ્ન માટે પ્રપોઝ કરી શકો છો.
 • કેરિયર/પ્રોફેશન
  નોકરીમાં આ સમય ખુબ જ અનુકૂળ છે. દરેક કાર્યક્ષેત્રમાં તમને સફળતા મળે. ધંધામાં તમને તમારા નીચલા વર્ગની સહાયતા મળે. જો તમે નવી નોકરી અથવા પ્રોફેશન બદલવાનું વિચારતા હોય તો તેમાં સફળતા મળે.
 • હેલ્થ
  સ્વાસ્થ્ય નરમ ગરમ રહે. પેટમાં ગેસ અને ઇન્ફેકશન ના થાય તેની સાવધાની રાખવી. તેમજ ગુપ્તાંગ ના રોગોનું પણ ધ્યાન રાખવું.
 • ઉપાય
  ગુરુ તેમજ બુધના જાપ કરવા. નિયમિત યોગા કરવા. ધાર્મિક કામોમાં સહાય કરવી. રાશિફળ: જ્યોતિષાચાર્ય માનસી શાહ
વૃષભ
(બ. વ. ઉ.)
 • પોઝિટિવ
  2074નું વર્ષ ગુરુગ્રહની દ્રષ્ટિએ શુભ ફળદાયી બનશે. વર્ષના મધ્યભાગ પછી અટકેલાં કાર્યો પૂર્ણ કરવામાં ગુરુ શુભ ફળ આપશે. આ વર્ષ દરમિયાન રાહુનું ભ્રમણ ત્રીજા સ્થાને રહેશે. જેની અસરો શુભ ફળદાયી બને. વર્ષનો પ્રારંભ પ્રગતિકારક રહેશે. ત્રીજે રાહુ આપની પરાક્રમ શક્તિને વધુ મજબૂત કરશે અને ચિંતા-વ્યથા દૂર કરશે. યાત્રાથી લાભ થશે. વ્યવસાય-ધંધાના કામ માટે ભારત ભ્રમણ કરવું પડે. વિદેશ યોગ પણ બને છે. વિદેશથી આપને લાભ જરૂરથી થાય. વિદેશ થકી નાણાંનું સુખ સારું મળે. વિદેશમાં જેનો અભ્યાસ પૂર્ણ થયો હોય તેને ત્યાં જ કાયમી વસવાટ માટે ફાઇલ કરવી હોય તો તે શક્તિ બને. એકંદરે વિદેશથી પૂર્ણ લાભ થાય. પોતાના ઘરનું ઘર વસાવાનું સ્વપ્ન આ વર્ષ પૂર્ણ થતું જણાય. આપના જીવનસાથીના નામે આપ લઇ શકો છો.
 • નેગેટિવ
  આ વર્ષ દરમિયાન શનિ મહારાજનું ગોચર ભ્રમણ આપની રાશિથી આઠમા સ્થાને આવે છે. આ સમયમાં આર્થિક, સામાજિક પાસાં બળવાન બને પરંતુ શારીરિક તેમજ આરોગ્યની બાબતમાં સાવધાની રાખવાની સલાહ છે. ઘણાં વિઘ્નો આવે, કાર્યમાં રુકાવટો આવે, પરંતુ ઇષ્ટદેવની આરાધનાથી આપના જીવનની અડચણો દૂર થાય. આપની રાશિથી છઠ્ઠા સ્થાને ગુરુ મહારાજનું ભ્રમણ હોવાથી થોડી સાવધાની રાખવી. કારણ કે, તેનાથી કફ, ડાયાબિટીસ જેવી બીમારીઓ થઇ શકે છે.
 • ફેમિલી
  લગ્નજીવન એટલે જીવનનો અગત્યનો તબક્કો જે આ વર્ષે આપના માટે શ્રેષ્ઠ પુરવાર થઇ રહ્યો છે. આપના જીવનસાથીને આપની હૂંફ જરૂરી ભાગ ભજવશે. લગ્નઇચ્છુક જાતકોને વર્ષના પ્રારંભ પછી સારો સમય મળે. દાંપત્યજીવનમાં ચાલતી ખટરાગનો અંત આ વર્ષે જોવા મળે છે.
 • લવ
  સબસે ઊંચી પ્રેમ સગાઇ. આ વર્ષે પ્રેમમાં સફળતાના યોગ બને. સાચો પ્રેમ જરૂરથી મળી શકે છે. આપની ચહિતી વ્યક્તિની ઘણી બધી મુશ્કેલીથી આપની ચિંતામાં વધારો થઇ શકે છે પણ અંતે સંબંધો મધુર જરૂરી બન્યા રહેશે.
 • કેરિયર/પ્રોફેશન
  આ વર્ષ દરમિયાન નોકરીના ક્ષેત્રમાં જે લોકો સંકળાયેલા છે તેવા જાતકોએ પોતાનો વ્યવહાર ન્યાયપૂર્ણ રાખવો. નમ્રતા અને વિવેક આપને નોકરીમાં પ્રગતિ કરાવે. ધંધામાં જે ધંધો આપ કરી રહ્યા છો તેને સ્થિર રાખવો. ધંધાની વારંવાર બદલી કરવી નહીં. સરકારીમાંથી કે ટેન્ડરથી પણ વ્યવસાયમાં લાભ મળે. છેતરપિંડી ન થાય તેની કાળજી રાખવી. લાગણીવશ થઇ ધંધો ન કરવો. આ વર્ષ આપની ચલ-અચલ સંપત્તિમાં ખાસ ફેરફાર જણાતો નથી. આપની મિલકતમાંથી આવક ઊભી કરવી હોય તો પ્રયાસો દ્વારા શક્ય બને. આપની જેટલી ક્ષમતા હોય તેટલું જ જમીનમાં રોકાણ કરવું. વ્યાજથી કે અન્ય ક્ષેત્રથી નાણાં લાવી જમીન લેવાથી સામાન્ય તકલીફ પડે.
 • હેલ્થ
  26-10-17 પછી શનિની પનોતીના કારણે સામાન્ય કષ્ટ, પીડા ભોગવવી પડે. છઠ્ઠા સ્થાને પસાર થતો ગુરુ માંદગી આપી શકે છે. કોઇ મોટી બીમારી જણાતી નથી. જો કે, આ વર્ષ આપની પરિસ્થિતિ અને આસપાસના વાતાવરણના કારણે માનસિક તાણ ઉત્પન્ન કરાવે. કોઇ કારણ વગર મન ગભરાતું હોય તેવો અહેસાસ કરાવે. વાતાવરણમાં ફેરફાર કરશો તો ઉન્નતિ આવી શકે છે.
 • ઉપાય
  આ વર્ષ આપના માટે બધાં ક્ષેત્રોથી જોતા મધ્યમ ફળદાયી છે તેથી હનુમાનજીની ઉપાસના કરવી. શનિવારે હનુમાનજીના મંદિરે તેલ, સિંદૂર, અડદ ચઢાવવા તેમજ દર મંગળવારે સુંદરકાંડનો પાઠ કરવો.

ગ્રહદશાવધુ

રાશિ-ઉપાયવધુ

વાસ્તુશાસ્ત્રવધુ