Vrischika Rashi 2018 (દૈનિક વૃશ્વિક રાશિફળ), Scorpio Daily Horoscope, Scorpio Zodiac Sign Horoscope Today, Weekly, Monthly & Yearly

Divya Bhaskar

રાશિફળ
Home » Jyotish Vastu » Rashifal
વૃશ્ચિક
(ન. ય. )
 • પોઝિટિવ
  અજાણી વ્યક્તિ સાથેની મુલાકાતથી ફાયદો મળી શકે છે. અચાનક મોટા લોકો સાથે સંબંધો બંધાશે. મહેનત બાદ ધનલાભ પણ મળશે. મહેનત કરવા માટે સારો સમય છે. સતત પ્રયત્ન કરતા રહેવાથી કોઇપણ કામમાં સફળતા મળી શકે છે. પાર્ટનરશીપમાં ફાયદો મળી શકે છે.
 • નેગેટિવ
  પારિવારિક જવાબદારીઓના કારણે તમારાં કેટલાંક કામ અટકી શકે છે. ગુસ્સા પર કંટ્રોલ રાખવો. તમારું કઈંક જૂઠ બહાર આવી શકે છે.
 • ફેમિલી
  પરિવાર બાબતે ગંભીર થઈ શકો છો. ઘરે સમય આપવો. જીવનસાથી પર ધ્યાન આપવું. તમારાથી નિરાશ થાય તો મનાવો.
 • લવ
  પાર્ટનરની જરૂરિયાતને સમજો અને તેનાં કામમાં સહયોગ કરો.
 • કેરિયર/પ્રોફેશન
  મહેનત અને ભાગદોડ પછી સફળતા મળશે. ધનલાભ થઈ શકે છે.
 • હેલ્થ
  સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી.
 • ઉપાય
  ધન રાખવાની જગ્યાએ કંકુથી સ્વસ્તિક બનાવવો.
વૃશ્ચિક
(ન. ય. )
 • પોઝિટિવ
  દરેક કામ પૂરેપૂરી લગનથી કરી સકશો. કોઇપણ સ્થિતિને ગંભીરતાથી ન લેવી. ઈમાનદારીથી કામ કરવું. લક્ષ મેળવવા માટે કોઇ મોટું કામ કરવાનો પ્રયત્ન કરી શકો છે, જેમાં તમને સફળતા પણ મળી શકે છે.
 • નેગેટિવ
  કેટલીક બાબતોથી ટેન્શન વધી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. સમજી-વિચારીને બોલવું, તમારી વાતને કોઇ ખોટી સમજી શકે છે. બીજાંની ભૂલો ન શોધવી.
 • ફેમિલી
  દાંપત્યજીવન સુખી રહેશે.
 • લવ
  આ અઠવાડિયે કુંવારા લોકોને લગ્ન પ્રસ્તાવ મળી શકે છે.
 • કેરિયર/પ્રોફેશન
  આ સમયે લીધેલા કેટલાક નિર્ણયો તમને ખોટી દિશામાં દોરી શકે છે. માટે કોઇપણ નિર્ણય લેતાં પહેલાં કોઇ અનુભવીની સલાહ લેવી. નોકરિયાત લોકો પર કામનું ભારણ વધી શકે છે. સમજી-વિચારીને રોકાણ કરવું.
 • હેલ્થ
  સ્વાસ્થ્ય માટે સમય ઠીક છે. બાળકો અને વડીલોનું સ્વાસ્થ્ય ઠીક રહેશે.
 • ઉપાય
  કોઇ ગરીબ વિદ્યાર્થીને પુસ્તકોનું દાન આપવું.
વૃશ્ચિક
(ન. ય. )
 • પોઝિટિવ
  આવક વધશે તથા કામમાં તેજી આવશે. યાત્રાના યોગ છે. 14 અને 15 ખૂબ આરામ આપનારા દિવસો સાબિત થશે. સંતાનથી મદદ મળશે. ચંદ્રની અનુકૂળતા ધન પ્રદાન કરનારી રહેશે. ભાઈઓનો સાથ વધશે તથા વિવાદ ખતમ થવાના અણસાર છે. નવા વાહન ખરીદવાનું મન બનશે. ચંદ્ર તથા ગુરુ ગોચર રાશિમાં રહેશે, જે સુખમાં વધારો કરશે. ગજકેસરી યોગનું નિર્માણ કરશે.
 • નેગેટિવ
  દ્વાદશ ચંદ્રના કારણે શરૂઆતમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે. 3 જાન્યુઆરી પછી અનુકૂળ સમય રહેશે. મકાન-દુકાનને લઈને વિવાદ થઈ શકે છે. ભાઈ વિરોધમાં રહી શકે છે. ઋણ સંબંધી સમસ્યાઓ પણ આવી શકે છે. કામનો ભાર રહેશે.
 • ફેમિલી
  પરિવારના સભ્યો આત્મકેન્દ્રિત અને ભાવુક થઈ શકે છે. કોઈ ભાવુક ઘટના અથવા કંકાસ તમારા ઘર-પરિવાર પર નકારાત્મક અસર પણ કરી શકે છે.
 • લવ
  જીવનસાથી ભાવનાઓ સમજવાનો પ્રયાસ કરશે. મહિનાના મોટાભાગના દિવસો લવ લાઇફ માટે સારા રહેશે.
 • કેરિયર/પ્રોફેશન
  નોકરિયાત લોકોને આ મહિને કોઈ મોટી જવાબદારી મળી શકે છે. કામકાજ વધુ રહેશે, પરંતુ સેલેરી વધવાની પણ શક્યતા છે. અધિકારીઓથી મદદ મળશે. બિઝનેસ કરનાર લોકો લેવડ-દેવડમાં જોખમ ન લે. બીજા ઉપર વિશ્વાસ કરીને રૂપિયા અથવા સામાન ઉધાર ન આપવો જોઈએ, નહીં તો કેટલાક લોકો તમને દગો પણ આપી શકે છે. સંપત્તિની બાબતમાં તમે કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લો. કોઈ ખોટો નિર્ણય થવાથી તમારા ખર્ચ અસામાન્ય રીતે વધી શકે છે.
 • હેલ્થ
  આ મહિને જૂની બીમારીઓથી છુટકારો મળી શકે છે. યોગ અને કસરત કરવાથી તમને ફાયદો મળશે.
 • ઉપાય
  મંગળવારના હનુમાન મંદિરમાં સિંદૂર દાન કરો. ગોળ ખાઇને ઘરેથી નીકળો. માતાના મંદિરમાં કંકુ દાન કરો.
વૃશ્ચિક
(ન. ય. )
 • પોઝિટિવ
  વૃશ્ચિક રાશિના લોકો માટે વર્ષની શરૂઆતમાં કેટલીક એવી તકલીફો આવી શકે છે, જેના કારણે તેઓ તણાવમાં રહી શકે છે. આ રાશિમાં શનિની સાડાસાતીનું છેલ્લુ ચરણ રહેશે. વર્ષના ઉત્તરાર્ધમાં સફળતાઓ શરૂ થશે. શનિની ઉતરતી સાડાસાતી તમારા માટે લાભની પરિસ્થિતિઓનું નિર્માણ કરી શકે છે. હેલ્થ માટે થોડી સાવધાની રાખવાની જરૂર રહેશે. વાહનના ઉપયોગમાં સાવધાની રાખવી. વ્યવસાયમાં પરિસ્થિતિઓ તમારા માટે અનુકૂળ રહેશે. નોકરી કરતા લોકોને ટ્રાન્સફર કે ગમતી જગ્યાએ પોસ્ટિંગ મળવાના પણ યોગ છે. દાંપત્યજીવન માટે સમય મિક્સ રહેશે. પ્રેમ સંબંધોમાં તણાવ રહી શકે છે. સ્ટૂડન્ટ્સને મહેનતનું પૂરું પરિણામ મળી શકે છે.
 • નેગેટિવ
 • ફેમિલી
 • લવ
 • કેરિયર/પ્રોફેશન
 • હેલ્થ
 • ઉપાય

ગ્રહદશાવધુ

રાશિ-ઉપાયવધુ

વાસ્તુશાસ્ત્રવધુ