Dhanu Rashi 2018 (દૈનિક ધન રાશિફળ), Sagittarius Daily Horoscope, Sagittarius Zodiac Sign Horoscope Today, Weekly, Monthly & Yearly

Divya Bhaskar

રાશિફળ
Home » Jyotish Vastu » Rashifal
ધન
(ભ. ધ. ફ. ઢ.)
 • પોઝિટિવ
  મિત્રો અને પરિવારના લોકોનો સહયોગ મળી રહેશે. અટકેલું ધન પાછું મળી શકે છે. બુદ્ધી અને વાણીથી આસપાસના લોકોનું દિલ જીતી લેશો. દુશ્મનો પર જીત મળશે. કોઇ કામ માટે પૂરેપૂરી મહેનત કરશો અને પોતાની જાતને સાબિત પણ કરી સકશો. કોઇ સારા સમાચાર મળી શકે છે. બેરોજગાર લોકોને નવી નોકરી મળી શકે છે.
 • નેગેટિવ
  આજે વધારે જિદ્દી થવાથી નુકસાન થઈ શકે છે. કોઇ નકામી વસ્તુઓની ખરીદી કરી શકો છો. કોઇની નિંદા કરશો તો તેનાથી તમારી જ મુશ્કેલી વધી શકે છે.
 • ફેમિલી
  ઘર અને ઓફિસના કામમાં પરિવારનો સહયોગ મળી રહેશે.
 • લવ
  વિવાદ થઈ શકે છે. લવ પાર્ટનર તમારાથી નિરાશ ન થાય તેનું ધ્યાન રાખવું.
 • કેરિયર/પ્રોફેશન
  કામનું ભારણ વધારે રહેશે. ધીરજ રાખવી. કરિયરની બાબતમાં સમય અનુકૂળ રહેશે. સારાં પરિણામ મળી શકે છે.
 • હેલ્થ
  સાંધાનો દુખાવો થઈ શકે છે.
 • ઉપાય
  બટાકામાં ગોળ મિક્સ કરી કોઇ ઝાડ નીચે નાખો.
ધન
(ભ. ધ. ફ. ઢ.)
 • પોઝિટિવ
  બિઝનેસમાં કોઇ મોટું કામ શરૂ થઈ શકે છે. કામ પૂરાં થઈ શકે છે. જાત મહેનતથી કામ સફળતાથી પૂરાં કરવાનો પ્રયત્ન કરશો અને સફળતા પણ મળશે. દુશ્મનો પર જીત મળશે. કરિયરમાં નવી તક મળી રહેશે.
 • નેગેટિવ
  આવક સારી રહેશે પણ સામે ખર્ચ પણ એટલો જ રહેશે. નકામા વિવાદોમાં ફસાઇ શકો છો.
 • ફેમિલી
  દરેક કામમાં જીવનસાથીનો સહયોગ મળી રહેશે.
 • લવ
  લવ લાઇફ સારી રહેશે.
 • કેરિયર/પ્રોફેશન
  સ્ટૂડન્ટ્સને આ અઠવાડિયે આળસ અને થાક સતાવશે. ગ્લેમર જગતમાં કરિયર બનાવતા સ્ટૂડન્ટ્સને સફળતા મળવાના યોગ છે. નોકરી અને બિઝનેસમાં કામનું ભારણ વધશે.
 • હેલ્થ
  સ્વાસ્થ્ય બાબતે કોઇપણ જાતની બેદરકારી ન રાખવી નહીંતર બીમારી મોટું રૂપ ધારણ કરી શકે છે.
 • ઉપાય
  કોઇ ગરીબ બાળકને ભોજન ખવડાવો.
ધન
(ભ. ધ. ફ. ઢ.)
 • પોઝિટિવ
  શેર સટ્ટામાં અચાનક ઘણો ફાયદો થાય. નવું ઘર લેવાય. અથવા ઘરમાં નવી કામની વસ્તુ લેવાય. નવા વાહન ના યોગ છે. વારસાગત મકાન તમારા નામે થઈ શકે છે. 1,8,9,22,23,27,28 શુભ દિવસ છે.
 • નેગેટિવ
  અભ્યાસમાં અડચણ આવી શકે છે. મોટા ભાઈ સાથે અણબનાવ બની શકે છે. પિતાનું સ્વાસ્થ્ય બગાડી શકે છે. 2,3,10,11,24,25 અશુભ દિવસ છે.
 • ફેમિલી
  ઘરમાં વાતાવરણ સારું રહે. વડીલનું માનસન્માન વધે. બાળકને અણધારી સારી સફળતા મળે. મહેમાન અને મિત્રોની અવરજવર વધે.
 • લવ
  પ્રેમમાં ઘણું કન્ફ્યુઝન થાય. એકસાથે 2 વ્યક્તિ તરફ આકર્ષણ થાય. જૂના પ્રેમી જીવનમાં પાછા આવી શકે છે. હમણાં પ્રેમને લગતા કોઈ પણ નિર્ણયમાં સાવધાની રાખવી
 • કેરિયર/પ્રોફેશન
  ઓફિસમાં બધું નોર્મલ રહે. સ્ત્રી કર્મચારીથી તમને ફાયદો થાય. ધંધામાં બધું બરાબર રહે.
 • હેલ્થ
  સ્વાસ્થ્યમાં ગુપ્ત રોગોનું ધ્યાન રાખવું. જો ટાઈમસર સારવાર નહીં કરવો તો તે વકરી શકે છે.
 • ઉપાય
  શિવની ઉપાસના કરવી. નાના બાળકને ભોજન કરાવવું. રાશિફળ- જ્યોતિષાચાર્ય માનસી શાહ
ધન
(ભ. ધ. ફ. ઢ.)
 • પોઝિટિવ
  આ વર્ષે નવા કારોબારમાં રોકાણ કરવું તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે. કારોબારમાં પિતાની મદદથી તમને ફાયદો થઈ શકે છે. નવું ઘર કે વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે. સ્ટોક માર્કેટમાં રોકાણ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. પરંતુ મોટું જોખમ ન લો. કોઈ અનુભવીની સલાહ જરૂર લો. આર્થિક મામલાઓમાં સાવધાની રાખો અને રૂપિયાને લગતા દસ્તાવેજો સંભાળીને રાખો. નોકરીયાત અને બિઝનેસ કરનાર લોકો કોઈની ઉપર આંધળો વિશ્વાસ ન કરે. નહીંતર દગો થઈ શકે છે. નોકરીયાત લોકો પણ ઓફિસમાં રાજકારણનો શિકાર થઈ શકે છે. આ વર્ષે નોકરીયાત લોકોને કરિયરમાં આગળ વધવા માટે સારી અને ખાસ તકો મળી શકે છે. જેનો ફાયદો તમે ઊઠાવી શકો છો. આ દરમિયાન તમારી જિંદગીમાં અનેક મોટા સકારાત્મક પરિવર્તન આવી શકે છે. કેટલાક પ્રોજેક્ટ કે કામ ઉપર તમને એકસ્ટ્રા મહેનત પણ કરવી પડશે.
 • નેગેટિવ
  નોકરીયાત અને બિઝનેસ કરનાર લોકો માટે સમય સારો રહેશે. નોકરીયાત લોકોની સેલરીમાં વધારો થશે. આર્થિક સ્થિતિમાં પહેલાં કરતા સુધારો થવાના યોગ છે. રૂપિયાની અછત નહીં રહે. વાહન કે કોઈ પ્રકારની સંપત્તિ પણ ખરીદવાના યોગ બની રહ્યા છે. એકસ્ટ્રા ઈનકમના સોર્સ મળે. ચલ-અચલ સંપત્તિથી ધનલાભ થઈ શકે છે. આ વર્ષે તમારું સેવિંગ વધી શકે છે. જેનાથી આવનાર દિવસોમાં તમને ખૂબ મદદ મળશે. જૂનું રોકાણ આ દિવોસમાં ફાયદો આપશે. તમે કિમતી વસ્તુઓ અને જ્વેલરી ખરીદી શકો છો. આ દિવસોમાં કરવામાં આવેલા રોકાણથી આવનારા દિવસોમાં મોટો ફાયદો થશે. તમારા ફાલતુ ખર્ચાઓ પણ વધશે. એપ્રિલ અને મેમાં સેવિંગ ઓછું રહેશે. સરકારી કામોમાં રૂપિયા લગાવવાના યોગ છે. કોઈ પ્રકારનો દંડ કે પેનલ્ટી લાગી શકે છે. સંભાળીને રહેવું પડશે. વાહન સંબંધી ખર્ચાઓ થવાના યોગ બની શકે છે.
 • ફેમિલી
  આખું વર્ષ તમારા માટે મિશ્ર રહેશે. તમે પરિવાર માટે સારું કરવાના પ્રયાસમાં લાગેલા રહેશો. તેની માટે તમે પોતાની ઘણી ઈચ્છાઓ દબાવશો. તમે પરિવારના જવાબદાર વ્યક્તિ હોવાને લીધે બધાની પણ મદદ કરશો. તમારા પ્રયાસોથી હસી-ખુશીનો માહોલ રહેશે. પરિવારના સદસ્યો એકબીજા સાથે પ્રેમથી રહેશે. પરિવારના સદસ્યોની સાથે સંબંધો સારા રહેશે. કામનું દબાણ વધુ રહેવાને કારણે તમે થોડા ઉગ્ર થઈ શકો છો.. બની શકે કે તમારી આ મજબૂરી કે સ્થિતિ પરિવારના લોકો સમજી ન શકે. નકારાત્મક લોકો અને ગતિવિધિઓથી દૂર રહો. એ સિવાય તમારે એવું મહેસૂસ ન કરવું જોઈએ કે તમે પરિવારથી અલગ છો અને પરિવારના લોકો તમને પ્રેમ નથી કરતા, કારણ કે તેનાથી પરિવારના સદસ્યોની સાથે સંબંધો ખરાબ થઈ શકે છે. જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કુલ મળીને પારિવારિક મામલાઓ સારા નહીં રહે.
 • લવ
  લવ લાઈફ માટે આ વર્ષ સારું રહેશે. આ વર્ષે તમે લવરની સાથે વધુને વધુ રોમેન્ટિક સમય વિતાવશો. સંચારના માધ્યમોની મદદથી સતત તમે પાર્ટનરના સંપર્કમાં રહેશો. આ રાશિવાળાને લવ લાઈફમાં માતા-પિતાની મદદ મળી શકે છે. આ વર્ષે કેટલાક લગ્ન કરેલાં લોકો પોતાના પાર્ટનરને સારી રીતે સમજશે. કેટલીક ગેરસમજ પણ દૂર થઈ શકે છે. તમે પાર્ટનરની વાતોને સમજશો, તેનાથી તમારા સંબંધોમાં મીઠાશ આવશે. લવરની સાથે સંબંધોને આગળ વધારવા માગતા હોવ તો સમય અનુકૂળ છે. તમારે નકારાત્મક પરિસ્થિતિથી દૂર રહેવું જોઈએ. ધન રાશિના લોકો પોતાના લાઈફ પાર્ટનર કે લવરની સાથે ભાવનાત્મક બળજબરીથી બચો. પોતાની ભાવનાઓ પાર્ટનર ઉપર ન થોપો. વર્ષના પાંચમા મહિના પછી તમારું શુષ્ક વલણ લગ્નજીવનમાં મુશ્કેલીઓ લાવી શકે છે. જો કે આ સ્થિતિ વધુ નહીં રહે. પરંતુ તેનાથી તમારા સંબંધોમાં ઉતાર-ચઢાવ આવી શકે છે
 • કેરિયર/પ્રોફેશન
  સ્વાસ્થ્યના મામલામાં આ વર્ષ તમારા માટે ઠીક કહી શકાય. હળવી ઇજા કે નાની દુર્ઘટના પણ થઈ શકે છે. પરંતુ ઝડપથી સ્વાસ્થ્યમાં સુધારો થઈ જશે. આ વર્ષે તમને હાડકાંમાં ઇજા થઇ શકે છે. સંભાળીને રહેવું. વર્ષના ત્રીજા મહિના પછી સ્વાસ્થ્યના મામલે સમય સારો નથી. લગભગ અડધા વર્ષ સુધી તમારા સ્વાસ્થ્યના મામલે સાવધ રહેવું પડશે. લાપરવાહીથી બચવું પડશે. આ વર્ષે કોઈ મોટી બીમારીથી પરેશાન થવાના યોગ નથી. બસ તમારે વાસી અને ઠંડો ખોરાક ખાવાનું બંધ કરવું. ફાસ્ટફૂડથી દૂર રહેવું તમારા માટે સારું રહેશે. આ વર્ષની શરૂઆતમાં તમારે કેટલીક આદતો બદલવી જોઈએ. આ વર્ષે પેટ અને આંખની બીમારીઓ પરેશાન કરી શકે. આ વર્ષની મધ્યમાં શરીરની મચકોડ, અકડ કે લચક જેવી પરેશાનીઓ આવી શકે છે. દવાઓ સમયસર લો નહીંતર નાની-મોટી તકલીફો વધી શકે છે.
 • હેલ્થ
  -સાત પ્રકારના અનાજનું દાન કરો. -પીપળાના ઝાડ ઉપર જળ ચઢાવો. -હનુમાન મંદિર સરસિયાના તેલનો દીવો કરો.
 • ઉપાય
  2018ના વર્ષમાં જોબ, બિઝનેસ, ધનલાભ, પરિવાર અને કેવું રહેશે દામપત્ય જીવન

ગ્રહદશાવધુ

રાશિ-ઉપાયવધુ

વાસ્તુશાસ્ત્રવધુ