Meen Rashi 2018 (દૈનિક મીન રાશિફળ), Pisces Daily Horoscope, Pisces Zodiac Sign Horoscope Today, Weekly, Monthly & Yearly

Divya Bhaskar

રાશિફળ
Home » Jyotish Vastu » Rashifal
મીન
(દ. ચ. ઝ. થ.)
 • પોઝિટિવ
  જે કામ બાબતે તમને બહુ આશાઓ હતી, તેનું પરિણામ સારું આવશે. આજે કરેલ કામનું પરિણામ તમારા પક્ષે આવશે. કોઇ સંવેદનશીલ વાત જાણવા મળી શકે છે. આત્મવિશ્વાસ સારો રહેશે. કેટલીક સમસ્યાઓનું અચાનક સમાધાન મળી શકે છે. પરિસ્થિતિ તમારા અનુરૂપ રહેશે. બિઝનેસમાં ફાયદો મળશે.
 • નેગેટિવ
  નોકરીધંધામાં પ્રમોશન કે પગાર વધારાની વાત થોડા દિવસ માટે ટળી શાકે છે. અચાનક કોઇ અસુવિધાજનક સ્થિતિ બની શકે છે.
 • ફેમિલી
  સંતાન પર ધ્યાન આપવું.
 • લવ
  લવ પાર્ટનર સાથે કોઇ અણસમજ થઈ શકે છે. પાર્ટનર સાથે સમય પસાર કરવો.
 • કેરિયર/પ્રોફેશન
  કોઇ નવું કામ શરૂ કરી શકો છો. ભૂલથી પણ તમારા કોઇ રહસ્યની વાત કોઇને કહેવી નહીં.
 • હેલ્થ
  સ્વાસ્થ્યમાં સુધારો આવશે.
 • ઉપાય
  ઘર કે ઓફિસની કોઇ મશીનનું ઓઇલિંગ કરવું.
મીન
(દ. ચ. ઝ. થ.)
 • પોઝિટિવ
  નોકરી અને બિઝનેસમાં જૂના રોકાણથી ફાયદો થઈ શકે છે. બચત વધી શકે છે. નોકરી અને બિઝનેસમાં આગળ વધવાની તક મળી શકે છે. બેરોજગાર લોકોને રોજગાર મળવાના યોગ છે. શરૂઆતના દિવસોમાં આવક વધવાની શક્યતા છે. વિચારેલાં કામ પૂરાં થશે. કાર્યક્ષેત્રોમાં પડકારો ઘટશે. સામૂહિક કાર્યોમાં સફળતા મળવાની શક્યતા છે.
 • નેગેટિવ
  સમજી-વિચારીને બોલવું. સ્વાસ્થ્ય બાબતે બેદરકારી ન રાખવી.
 • ફેમિલી
  દાંપત્યજીવન સામાન્ય રહેશે. કુંવારા લોકોને લગ્ન પ્રસ્તાવ મળી શકે છે.
 • લવ
  લવ લાઇફમાં ઉતાર-ચઢાવ આવવાના યોગ છે.
 • કેરિયર/પ્રોફેશન
  પ્રોફેશનલ લાઇફ માટે સમય ઠીક છે. બિઝનેસની સમસ્યાઓ દૂર થશે. બેરોજગાર લોકોને રોજગારી મળી શકે છે. સફળતા મળવાના યોગ છે.
 • હેલ્થ
  પેટના રોગ સતાવી શકે છે.
 • ઉપાય
  કોઇ અનાથ બાળકને પુસ્તકો લાવી આપવાં.
મીન
(દ. ચ. ઝ. થ.)
 • પોઝિટિવ
  રમતગમતમાં તમને સફળતા મળે. કોર્ટ કચેરીના કાર્યમાં તમારો વિજય થાય. યાત્રાનું આયોજન થાય. જુના મિત્રો સાથે મળવાનું થાય. ઘણા વખતથી અટકેલા નાણાં તમને પાછાં મળે. 8,9,12,13,17,18,22,23 નવેમ્બર તમારા માટે અનુકૂળ છે.
 • નેગેટિવ
  વડીલ સાથે કે ઉપરી સાથેના મતભેદમાં વાણી પર કાબુ રાખવો નહીંતર તમે મુશ્કેલીમાં મુકાઇ શકો છો. 10,11,15,16,25,26 નવેમ્બર તમારે ધ્યાન રાખવું.
 • ફેમિલી
  મોટા ભાઈ/બહેન સાથે મતભેદ થાય. 12 નવેમ્બર પછી જીવનસાથી સાથેના સંબંધમાં સુધારો આવે. સંતાનની પ્રગતિથી તમને આનંદ મળે.
 • લવ
  આ મહિનામાં પ્રેમની બાબતમાં ખૂબ એકટીવ રહેશો. તમારા પાર્ટનર તમારા પ્રયત્નોથી ખૂબ ખુશ રહેશે.
 • કેરિયર/પ્રોફેશન
  આ મહિનામાં તમારે ખૂબ સાવચેત રહેવું. તમારા કાર્યમાં જરાપણ બેદરકારી ન રાખતા. 12 નવેમ્બર પછી ધંધામાં ઘણો અનુકૂળ સમય છે, પણ નવા નિર્ણય 20 નવેમ્બર પછી લેજો.
 • હેલ્થ
  આ મહિનામાં ગુપ્તાંગનો કોઇ રોગ થઈ શકે છે.
 • ઉપાય
  શુક્રના જાપ કરવા. વિદ્યા દાન કરવું. રાશિફળ- જ્યોતિષાચાર્ય માનસી શાહ
મીન
(દ. ચ. ઝ. થ.)
 • પોઝિટિવ
  -આ વર્ષ દરમિયાન ગુરુનું ભ્રમણ આપની રાશિથી આઠમા એટલે કે દુ:ખ સ્થાને રહેશે. આ સમયમાં આપની મોટાભાગની મુશ્કેલીનું નિવારણ કરાવે. આપને આ વર્ષ કોઈની મદદની ખાસ જરૂર પડશે. આ સમય પ્રવાસ પર્યટનો તેમજ માંગલિક ધાર્મિક કામકાજો માટે મહત્ત્વનો રહેશે. જેવી મહેનત કરશો તેવું ફળ મળશે. ‘ક્ષમા વિરસ્ય ભુષણમ્’ આ વર્ષમાં આપ કોઈના ગુના કે અપરાધની ક્ષમા આપી વીર બની શકો છો. આ વર્ષે આપે માનસિક સ્વસ્થતા જાળવી રાખવી પડશે. આપ જેટલું સરળ અને શાંત સ્વભાવે વિચારશો તો ધાર્યા કરતાં વધુ ફળ મળે. આપનાં સંતાનોની પ્રગતિથી આપનાં બધાં દુ:ખ-દર્દ જતાં રહે અને આપ પ્રસન્ન રહી શકો છો. નાણાં વગર આપનું કોઈ કામ અટકશે નહીં. આપ સ્ફુર્તિ સાથે કામ કરશો. સોના અને ચાંદીમાં પણ આપ રોકાણ કરી શકો છો. જે ઘરમાં હાલ આપ રહો છો તેનાથી મોટા ઘરની જરૂરિયાત હોવાથી બદલાવ કરી શકાય છે. થોભો અને રાહ જુઓની નીતિ વધુ ફાયદાવાળી બનતી જણાય. વિદેશ સંબંધ આપના માટે મધ્યમ ફળદાયી બને. છેલ્લા કેટલાય સમયથી મહેનત કરો છો તો આપની ફાઇલ ખૂલી શકે છે. વિઝા માટે આપે રાહ જોવી પડે. અભ્યાસ માટે આપને વિદેશમાં સારી યુનિવર્સિટીથી એડમિશન મળે અને ઉચ્ચ અભ્યાસ માટે જઈ શકાય. સેમિનાર અને કોન્ફરન્સ માટે વિદેશથી તેડું આવી શકે છે. જો આપ ડૉક્ટર છો તો સંશોધન માટે અને નવી શોધખોળ માટે બોલાવવામાં આવી શકાય છે.
 • નેગેટિવ
  આ વર્ષ રાહુ ગ્રહ આપની રાશિથી પાંચમા સ્થાને રહેશે. પાંચમે રાહુ આપની શાંતિ ભંગ કરે. ભાગ્ય સાથ સહકાર ન આપતું હોય તેમ લાગે. નાણાનો ખોટી જગ્યાએ વ્યય થાય. આ સમયમાં મન દુ:ખ અને વાદવિવાદના યોગ પણ બને. જન્મકુંડળીનો રાહુ કયા સ્થાને છે તે જોયા પછી વધુ ફળનો ખ્યાલ આવે, પરંતુ ક્યારેક લાભ સૂતા હોવ તો મળે અને ક્યારેક હાથમાં આવેલો પણ છટકી જાય. આપની બધી જ યોજનાઓ વેર-વિખેરાતી જણાય. સામાજિક કામકાજોને કારણે આપ આનંદમાં રહો. આ વર્ષે પુત્ર-પૌત્રાદિની ચિંતા રહે. આપનાં સંતાનના પ્રશ્નોથી આપનું મન વધુ વ્યથિત રહે, પરંતુ પરમાત્માની કૃપાથી વર્ષના અંતભાગ સુધીમાં સારા સમાચાર પ્રાપ્ત થાય. આપનાં સંતાનોને ખાસ અભ્યાસની કઈ લાઇનમાં આગળ મોકલવા તે અંગે વધુ ચિંતા રહે. આપના અભ્યાસ અંગે વધુ ચિંતા ન કરતા માત્ર લક્ષ્ય પર ધ્યાન આપવું. પરીક્ષા સમયે પરીક્ષા ખંડમાં વાતચીતના કારણે અથવા કોઈ અન્ય કારણોસર આપની મુશ્કેલીમાં વધારો થાય, પણ સમય જતાં સમસ્યાનું નિરાકરણ થાય. આ વર્ષ દરમિયાન શનિ ગ્રહ આપની રાશિથી કર્મ સ્થાનેથી પસાર થશે. આ કારણે આ સમગ્ર વર્ષ નોકરી, ધંધા, દાંપત્ય, ભાઈઓ-બહેનો સાથે, મકાન, સંતાન, વિદેશ, જાહેર જીવન તમામ બાબતે કઠિન રહે. આપના નામે કોઈ પણ વાહન હોય તો તેને સામાન્યથી વધારે નુકસાન આવી શકે છે માટે દરેક ક્ષેત્રે બહુ સાવધાની રાખવી. કોઈ જ્ઞાની કે સંત-મહાત્માનું શરણ આપને યોગ્ય દિશા બતાવે. આપનો વધુ સમય જો ભક્તિમાં કે ધર્મ તરફ આપશો તો વધુ મુશ્કેલીને શાંત કરી શકશો. આ વર્ષ ખાસ સંપત્તિમાં બદલાવ દેખાતો નથી, પણ જૂની સંપત્તિમાં આધુનિકરણ લાવીને ધંધાકીય બદલાવ કરવો હોય તો શક્ય બનશે. જમીન-મકાન સિવાય આ વર્ષ આપનું રોકાણ ધંધાકીય વધુ રહેશે. જૂના જે શત્રુઓ હોય તે આપના સ્વભાવને સમજી આપના ખાસ મિત્ર બની શકે છે. પારિવારિક બાબતના કારણે કોર્ટકચેરી જવું પડે, જે આપની લાગણીની વિરુદ્ધ હોય. આપના ઘરે ચોરી ઇત્યાદિના યોગ બને, જેથી પોલીસ તેમજ કોર્ટનાં ચક્કર ખાવાં પડે.
 • ફેમિલી
  આ વર્ષે લગ્નજીવન મધ્યમ ફળદાયી બને, કારણ કે આપ આપનાં માતા અને પત્ની વચ્ચે એવા ફસાઈ જાવ કે સૂડી વચ્ચે સોપારી બની જશો માટે આપના નિર્ણયો મહત્ત્વપૂર્ણ રહેશે. અવિવાહિતને વિવાહ-લગ્નમાં વિલંબ થાય. પ્રેમલગ્ન થવાથી ઘરના વડીલોની નારાજગીનો સામનો કરવો પડે. વર્ષના અંતભાગમાં આપના દાંપત્યજીવન સોળે કળાએ ખીલી ઊઠશે. આપ બંને એકબીજાને સમજી આગળ વધી શકો, જેથી જીવન જીવવાનો આનંદ વધે.
 • લવ
  આ વર્ષ પ્રેમ સંબંધમાં વધુ ફાવી ન શકાય. જેના પર ભરોસો રાખો છો તે ભરોસાપાત્ર ન પણ હોઈ શકે. આપ જેને પ્રેમી કહો છો તે આપને નહીં આપના પૈસાને, ગાડીને, બંગલાને પ્રેમ કરે છે. સાચો અને પવિત્ર પ્રેમ પ્રાપ્ત કરવો આપના માટે મોટી સમસ્યા બનશે. આપે પ્રેમ લગ્નનું પગલું ભર્યું હોય અને પછી આપની સાથે વિશ્વાસઘાત થઈ શકે છે. આપે જેની સાથે લગ્ન કર્યાં છે તેના પરિવારવાળા આપને ના પણ અપનાવે માટે જે નિર્ણય લો તે સાવધાનીથી લેવા.
 • કેરિયર/પ્રોફેશન
  આ વર્ષ નાણાકીય દૃષ્ટિએ ચઢ-ઊતર થયા કરે. નાણાં મળે ખરાં પણ ક્યાં ખર્ચ થાય તે ધારણાં બાંધવી મુશ્કેલ રહે. નાણાં વગર આપનું કોઈ કામ અટકશે નહીં, પણ મૂંઝવણ જરૂર રહ્યા કરે. આપ સ્ફુર્તિ સાથે કામ કરશો. કોઈને વ્યાજે નાણાં આપશો તે ક્યારે પાછા આવશે તે વિચારવું અઘરું બને માટે લાંબાગાળાનો વિચાર કરી આગળ વધશો. નોકરીમાં આપને ધીમે ધીમે સફળતા અપાવે. શરૂમાં આપ મનથી નોકરી કરો, પરંતુ સમય જતાં નોકરીથી અરુચિ થાય અને ધંધા તરફ ધ્યાન દોરાય. પોતાનો ધંધો સ્થાપી આવકની શરૂઆત કરી શકો છો. નવો ધંધો શરૂ કર્યો હોય તો થોડો સમય આવક માટે એટલે કે નફા માટે રાહ જોવી પડે, પરંતુ લાભ થાય. ભાગીદારીવાળા ધંધામાં મતભેદ-વિવાદના કારણે શાંતિ-રાહત જણાય નહીં. વ્યવસાયમાં એકાઉન્ટ ક્લીયર રાખવું આપના માટે જરૂર બને.
 • હેલ્થ
  સૌ પ્રથમ આપના આરોગ્યને સાચવવું આપના માટે પહેલી પ્રધાનતા રહેશે. યુવાવર્ગે વધુ મેદસ્વિતાના કારણે થાકી જવાય. થાઇરોઇડ જેવી બીમારીથી પીડિત થવાય. અગ્નિથી દાઝવાથી, પડવાથી, વાગવાથી અકસ્માતથી આપનાં રોજિંદાં કામમાં રુકાવટ-મુશ્કેલી અનુભવો. પ્રવાસ માટે મધ્યમ ફળ બને, કારણ જ્યારે જ્યારે યાત્રાનું આયોજન કરશો આપની યાત્રામાં વિઘ્ન જરૂર ઉપસ્થિત થશે તે આપનું સ્વાસ્થ્ય જ હશે માટે સ્વાસ્થ્યને અવગણી યાત્રા કરવી નહીં. મહિલા વર્ગેને વાઇરલ ઇન્ફેક્શન, ટી.બી, ગુપ્ત બીમારી થઈ શકે છે. આપનો સ્વભાવ જો રજનું ગજ કરવાનો હોય તો છોડી દેજો જે આપને દુ:ખ સિવાય કંઈ જ નહીં આપે. આપે આપના અભ્યાસ સાથે માતા-પિતાનું ધ્યાન રાખવું પડશે. આપનાથી આપનાં સાસુસસરા વધુ પ્રભાવિત થાય. જેનો આપને આનંદ રહે.
 • ઉપાય
  આ વર્ષ આપને પ્રભુકૃપાની ખૂબ જરૂરિયાત છે. શ્રેષ્ઠ સંતાનો માટે પણ આપને કૃપાની જરૂર છે માટે શ્રીમદ્ ભાગવતજીનું પારાયણ આપને શ્રેષ્ઠ ફળદાયી બનશે. શ્રીમદ્ ભાગવતમાં દસમ સ્કંદનો પાઠ આપને લાભકારક બનશે. દર મંગળવારે વિષ્ણુ સહસ્ત્રનામથી તુલસી પત્ર નારાયણને અર્પણ કરવાથી પિતૃદોષ દૂર થશે.

ગ્રહદશાવધુ

રાશિ-ઉપાયવધુ

વાસ્તુશાસ્ત્રવધુ