Tula Rashi 2018 ( દૈનિક તુલા રાશિફળ), Libra Daily Horoscope, Libra Zodiac Sign Horoscope Today, Weekly, Monthly & Yearly

Divya Bhaskar

રાશિફળ
Home » Jyotish Vastu » Rashifal
તુલા
(ર. ત. )
 • પોઝિટિવ
  તમારા ક્ષેત્રમાં બીજાં કરતાં આગળ નીકળવાથી ઉત્સાહ વધશે. મહત્વની બાબતોમાં સારી પ્રગતિના યોગ છે. ધન કમાવાની તક મળી શકે છે. રોમાંસ અને સંબંધોની સ્થિતિ પહેલાં કરતાં સારી બનશે. માંગલિક કાર્યોમાં ભાગ લેવાની તક મળી શકે છે.
 • નેગેટિવ
  એકસાથે ઘણાં કામ પૂરાં કરવાનો પ્રયત્ન ન કરવો. કામકાજમાં મહેનત વધશે. ઓફિસમાં મોડે સુધી કામ કરવું પડી શકે છે. ધન કમાવાના ચક્કરમાં કોઇ શોર્ટકટ ન અજમાવો, તેનાથી નુકસાન થવાની શક્યતા છે.
 • ફેમિલી
  કામની વ્યસ્તતા ગમે તેટલી હોય, ઘર-પરિવારના લોકો સાથે ફોન પર કૉન્ટેક્ટ રાખવો. પરિવારમાં વિવાદ થઈ શકે છે.
 • લવ
  પાર્ટનરની ભાવનાઓનું સન્માન કરવું. પાર્ટનર ભાવુક થઈ શકે છે. કુંવારા લોકોના પ્રેમ સંબંધો તૂટી શકે છે.
 • કેરિયર/પ્રોફેશન
  બિઝનેસમાં સમજી-વિચારીને નિર્ણય લેવા. વર્કપ્લેસમાં વિવાદ થવાની શક્યતા છે. વાણી પર સંયમ રાખવો. કોઇ ન ગમતું કામ મન મારીને પણ કરવું પડી શકે છે.
 • હેલ્થ
  સ્વાસ્થ્ય સંબંધિત કોઇ મોટી સમસ્યા તો નથી, પરંતુ આખો દિવસ ભાગદોડના કારણે થાક વધવાના યોગ છે.
 • ઉપાય
  કોઇપણ ભૈરવ મંદિરમાં થોડા ધનનું દાન કરવું.
તુલા
(ર. ત. )
 • પોઝિટિવ
  આ અઠવાડિયું નસીબનો સાથ મળી રહેશે. તમારા સંપર્કો દ્વારા કોઇ મોટો ફાયદો પણ મળી શકે છે. રોજિંદા જીવનમાં ક કાર્યક્ષેત્રમાં કોઇ મોટો બદલાવ આવવાના યોગ છે. તમારાં કામનાં વખાણ થશે. નવી નોકરીની ઓફર મળી શકે છે. અચાનક કોઇ સારા સમાચાર મળી શકે છે.
 • નેગેટિવ
  ઓફિસની નિયમિતતા પર ધ્યાન આપવું. સ્વાર્થથી દૂર રહેવું. બીજાંની વાત સમજવાનો પ્રયત્ન કરવો. ગુસ્સા પર કંટ્રોલ રાખવો. કાર્યક્ષેત્રમાં કોઇ પર દબાણ ન કરવું. કોઇ ચિંતા સતાવી શકે છે.
 • ફેમિલી
  ફેમિલી અને પરિવાર સાથે યાત્રાના યોગ છે.
 • લવ
  લવ લાઇફ સામાન્ય રહેશે. કેટલાક મોટા બદલાવના યોગ નથી.
 • કેરિયર/પ્રોફેશન
  કમ્પ્યૂટર અને મેડિકલ સ્ટૂડન્ટ્સ માટે સમય સારો છે. જર્નાલિઝમના સ્ટૂડન્ટ્સ માટે સારો સમય છે. કેટલાક લોકોને ઓછી મહેનતે પણ સારી સફળતા મળી શકે છે. કાર્યક્ષેત્રમાં ચિંતાઓ અને ગુસ્સાના કારણે મુશ્કેલીઓ વધી શકે છે.
 • હેલ્થ
  પેટના રોગ સતાવી શકે છે.
 • ઉપાય
  તીખા અને તળેલા ભોજનથી દૂર રહેવું.
તુલા
(ર. ત. )
 • પોઝિટિવ
  શેર સટ્ટામાં અચાનક ઘણો ફાયદો થાય. નવું ઘર લેવાય. અથવા ઘરમાં નવી કામની વસ્તુ લેવાય. નવા વાહન ના યોગ છે. વારસાગત મકાન તમારા નામે થઈ શકે છે. 1,8,9,22,23,27,28 શુભ દિવસ છે.
 • નેગેટિવ
  અભ્યાસમાં અડચણ આવી શકે છે. મોટા ભાઈ સાથે અણબનાવ બની શકે છે. પિતાનું સ્વાસ્થ્ય બગાડી શકે છે. 2,3,10,11,24,25 અશુભ દિવસ છે.
 • ફેમિલી
  ઘરમાં વાતાવરણ સારું રહે. વડીલનું માનસન્માન વધે. બાળકને અણધારી સારી સફળતા મળે. મહેમાન અને મિત્રોની અવરજવર વધે.
 • લવ
  પ્રેમમાં ઘણું કન્ફ્યુઝન થાય. એકસાથે 2 વ્યક્તિ તરફ આકર્ષણ થાય. જૂના પ્રેમી જીવનમાં પાછા આવી શકે છે. હમણાં પ્રેમને લગતા કોઈ પણ નિર્ણયમાં સાવધાની રાખવી.
 • કેરિયર/પ્રોફેશન
  ઓફિસમાં બધું નોર્મલ રહે. સ્ત્રી કર્મચારીથી તમને ફાયદો થાય. ધંધામાં બધું બરાબર રહે.
 • હેલ્થ
  સ્વાસ્થ્યમાં ગુપ્ત રોગોનું ધ્યાન રાખવું. જો ટાઈમસર સારવાર નહીં કરવો તો તે વકરી શકે છે.
 • ઉપાય
  શિવની ઉપાસના કરવી. નાના બાળકને ભોજન કરાવવું. રાશિફળ: જ્યોતિષાચાર્ય માનસી શાહ
તુલા
(ર. ત. )
 • પોઝિટિવ
  કરિયરમાં આગળ વધવાનો તમારો પૂરો પ્રયત્ન રહેશે. આગળ વધવાની નવા તકો તમને મળશે અને તમને ફાયદો થઈ શકે છે. પદોન્નતિના રૂપે તમને મહેનતનું ફળ મળી શકશે. પગાર વધવાનો પણ યોગ છે. ઉપરી અધિકારી તમને મદદ કરશે. થોડા સમયમાં તમારી પ્રગતિ થઈ શકે છે. તમારી સફળતા જોઈને લોકો તમારાથી ઈર્ષા પણ કરી શકે છે પરંતુ તમારું ધ્યાન તમારા કામ પર જ હોવું જોઈએ. વાતચીતમાં ધ્યાન રાખો. વિવાદના કારણે કાર્યસ્થળનો માહોલ ખરાબ થવાનો યોગ બની રહ્યા છે. બિઝનેસ કરી રહેલા લોકો માટે આ વર્ષ અચાનક ફાયદાકારક સાબિત થઈ શકે છે. કરિયરમાં ખાસ બદલાવ પણ આવી શકે છે. આવક પણ સારી થઈ શકે છે. કામકાજમાં કંઈક નવું કરવામાં તમે સફળ થઈ શકો છો. આ વર્ષે આવકના નવા સ્ત્રોતો પણ મળી શકે છે. વિદેશ પ્રવાસ પણ સફળ થઈ શકે છે. આર્ટ્સ, બોલીવુડ, ડિઝાઈનિંગ, ફેશન, આર્કિટેક, પ્રિન્ટિંગ, મીડિયા અને કોસ્મેટિકના કારોબારમાં ફાયદો થઈ શકે છે..
 • નેગેટિવ
  આ વર્ષે આર્થિક મામલાઓમાં સકારાત્મક બદલાવ થઈ શકે છે. ઓક્ટોબર 2018 તમારી આર્થિક સ્થિતિને સારી બનાવવા માટે મહેનત પણ કરશો. જાન્યુઆરીથી માર્ચ સુધીનો સમય તમારી આર્થિક સ્થિતિ માટે સારો છે. આ દિવસોમાં તમારી આવક અચાનક વધી શકે છે. તમે નવા કારોબારમાં નિવેશની યોજના બનાવી શકો છો. તેનાથી તમને ફાયદો થશે. બિઝનેસ વધારવા માટે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ જરૂર લો. કોઈ જૂનો કરજો પણ તમે ચૂકવી દેશો. જૂના નિવેશથી ફાયદો થશે. શેર માર્કેટ અને કોમોડિટી સાથે જોડાયેલા લોકોને વધુ ફાયદો થશે. ઈન્ટરનેટ અને કોમ્પ્યુટરની મદદથી ધન લાભના યોગ બની શકે છે. નોકરી બદવાનું વિચારી રહ્યા છો તો સારા ઓપ્શન મળી શકે છે. વર્ષની વચ્ચે અને સપ્ટેમ્બર સુધી તમારી સુખ-સુવિધાઓ પર વધુ ખર્ચ કરી શકો છો. ફાલતું ખર્ચથી તણાવ વધી શકે છે. પાર્ટનરશીપમાં કામ કરનાર લોકોએ સાવધાન રહેવું પડશે. વિવાદ થવાની સંભાવના બની રહી છે..
 • ફેમિલી
  પારિવારિક લાઈફ માટે વર્ષ સારું રહેશે. વર્ષની શરૂઆતમાં તમે ઉત્સાહથી ભરપૂર રહેશો. દરમિયાન સકારાત્મક ઉર્જા પણ રહેશે. ધીરે-ધીરે થોડા પારિવારિક મામલાઓમા કારણે ચિડચિડિયા બની શકો છો. ઘણા મામલાઓમાં તમે ઈચ્છો એવું થશે. આ કારણે જીવનસાથી સાથે સંબંધમાં ખટાશ પણ આવી શકે છે. તમારા ગુસ્સાને કંટ્રોલ કરો. તમારી વાતથી પરિવારના સંબંધમાં પ્રભાવ પડી શકે છે. તમારા વૈવાહિક અને ગૃહસ્થ જીવનનો આનંદ લેવા માગો છો તો કહાસુનીથી બચો અને વિવાદ ટાળો. વ્યસ્ત દિનચર્યાથી પારિવારિક માહોલ બગડી શકે છે. તમે પરિવારને ઓછો સમય આપી શકશો. પરિવાર સાથે વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે. ઘરમાં શુભ કામના યોગ બની શકે છે..
 • લવ
  તમારે પ્રેમના મામલો થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પરંતુ ગભરાવો નહીં. જે થશે તે તમારા અનુરુપ થશે. આ વર્ષે 3 મહિના બાદ સાથી સાથે સારો સમય વીતશે. તમારા સંબંધમાં મીઠાસ આવશે. પાર્ટનર માટે તમે મોંઘું ગીફ્ટ ખરીદી શકો છો. વર્ષના છેલ્લા મહિનાઓમાં લવ લાઈફ સારો સમય મળશે. પરણિત લોકો માટે આ વર્ષ ખૂબ જ સારું હોઈ શકે છે. સંતાન સુખ મળેશે. અવિવાહિત લોકોના વિવાહ થઈ શકે છે. તમે કોઈ પ્રત્યે આકર્ષિત છો અથવા કોઈને ચાહો છો તો પ્રપોઝ કરી શકો છો..
 • કેરિયર/પ્રોફેશન
  આ વર્ષે ખાનપાનની આદતોને બદલવી પડશે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું પડશે. તેલ-મસાલા અને વધુ મરચાના ભોજનથી બચો નહીં તો પેટ સંબંધી પરેશાની વધી શકે છે. સ્વાસ્થ્યના મામલે તમારે સાવધાન રહેવું પડશે. લાપરવાહીના કારણે તમારી તકલીફ અને જૂના રોગો વધી શકે છે. તમને ઈજા પણ થઈ શકે છે. વાહન ચલાવતી સમયે સાવધાની રાખો. આંખો સંબંધી પરેશાની આ વર્ષે થઈ શકે છે. ચશ્મા લગાવો છો તો નંબર વધી શકે છે. કોઈ નાનું-મોટું ઓપરેશન પણ થવાની સંભાવના બની રહી છે. આ દિવસોમાં હ્રદય અને લીવર સંબંધી તકલીફ ધરાવનાર લોકોએ વધુ સાવધાન રહેવું પડશે. કામના ભારણના કારણે થકાવટ થઈ શકે છે. નસો અને ચામડી સંબંધી કોઈ પરેશાની થઈ શકે છે..
 • હેલ્થ
  - લક્ષ્મીજીને સફેદ ફૂલ ચઢાવો. - વિજાતીય જાતિ વાળા લોકોને અંતર અથવા ડિયો ગીફ્ટ કરો. - મંદિરમાં ચોખા દાન કરો..
 • ઉપાય
  2018ના વર્ષમાં જોબ, બિઝનેસ, ધનલાભ, પરિવાર અને કેવું રહેશે દામપત્ય જીવન...

ગ્રહદશાવધુ

રાશિ-ઉપાયવધુ

વાસ્તુશાસ્ત્રવધુ