Singh Rashi 2018 (દૈનિક સિંહ રાશિફળ), Leo Daily Horoscope, Leo Horoscope Today, Weekly, Monthly & Yearly
રાશિફળ
સિંહ
(મ. ટ.)
 • પોઝિટિવ
  આજે મહત્વકાંક્ષા ખૂબ વધુ રહેશે. સફળતા માટે પ્રયત્નો કરવા પડશે. અમુક લોકો સાથે અધિકારીઓનું ધ્યાન પણ તમારા ઉપર રહેશે. લોકો તમારી પાસે સલાહ લેતા રહેશે. તમારું મગજ પણ ઝડપથી ચાલશે. સંબંધો મધુર બનશે.
 • નેગેટિવ
  પૈસા અને સંપત્તિની બાબતમાં લાપરવાહી રાખવી નહીં. અશુભ ગ્રહોના કારણે અમુક બાબતમાં ભાગ્યનો સાથ મળશે નહીં. તમને પસંદ નથી તેવી વાતને ગુપ્ત રાખવી. કામનું પરિણામ ન મળવાના કારણે પરેશાની રહેશે. ભાગદોડ રહેશે. સંબંધોની બાબતમાં સાચવવું.
 • ફેમિલી
  પાર્ટનરની મદદથી દિવસ યાદગાર બનશે.
 • લવ
  લવ લાઈફમાં નિર્ણય લેશો. જેનાથી ઘણા દિવસથી ચાલી રહેલી મુશ્કેલી દૂર થશે.
 • કેરિયર/પ્રોફેશન
  કાર્યક્ષેત્ર સાથે જોડાયેલા મહત્વપૂર્ણ કામમાં સાવધાની રાખવી. કામમાં અવરોધ આવી શકે છે. વિદ્યાર્થીઓને ભાગ્યનો સાથ મળશે.
 • હેલ્થ
  સ્વાસ્થ્યને લઈને સાવધાની રાખવી.
 • ઉપાય
  વારંવાર થૂંકવું નહીં.
સિંહ
(મ. ટ.)
 • પોઝિટિવ
  નોકરિયાત વર્ગનું પરફોર્મન્સ સારું રહેશે. બિઝનેસમાં મોટા સોદા થશે. ધનલાભ પણ થશે. નવા લોકો તમારી સાથે જોડાઈ શકે છે. રોમાન્સ અને પ્રેમની બાબતમાં સપ્તાહ ઠીક રહેશે. તમે સંબંધોનું મહત્વ સમજશો. સંબંધો સાથે જોડાયેલી ઘણી બાબતો તમારા માટે ખાસ બની રહેશે. ઘણા સમયથી જે કામને નજર અંદાજ કરી રહ્યા છો તે કામ પૂરું થશે. અચાનક કોઈ કામ પણ આવી પડે માટે તમારી જાતને એ રીતે તૈયાર રાખો.
 • નેગેટિવ
  આ સપ્તાહ દરમિયાન મોટું નુકસાન કે ખર્ચ થઈ શકે છે. કામમાં થોડો અવરોધ આવશે. ધીરજથી કામ લેવું. વિવાદમાં ન પડવું. કોઈની નિંદા ન કરવી. તમારા ઉપર વધુ જવાબદારી આવી શકે છે. નાની વાતને લઈને તમારી મુશ્કેલી વધી શકે છે.
 • ફેમિલી
  જીવનસાથી સાથે ફરવા જઈ શકો છો.
 • લવ
  પ્રેમીઓ માટે સમય સારો છે. લવ- લવ પાર્ટનરથી ધનલાભ થશે. પાર્ટનર તમારી ભાવનાને સમજશે.
 • કેરિયર/પ્રોફેશન
  વાણી ઉપર સંયમ રાખવો. કાર્યસ્થળે વિવાદ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેશે. આ રાશિના લોકો નોકરી બદલાવાનું વિચારી શકે છે.
 • હેલ્થ
  માનસિક તણાવ રહેશે. ઈજા થઈ શકે છે.
 • ઉપાય
  ભગવાન સૂર્યને જળ ચઢાવવું.
સિંહ
(મ. ટ.)
 • પોઝિટિવ
  ચંદ્રનો નવમ ગોચર રહેશે. મન પ્રસન્ન રહેશે. આવક સારી થશે અને કામ સમયસર સંપન્ન થશે. સંતાનથી મદદ મળશે. પરિવારમાં મતભેદ ખતમ થશે. 11થી 20 જૂન 2019 સુધી દ્વિતીય ચંદ્ર ગોચર છે. વેપાર ઉત્તમ રહેશે તથા સંપત્તિથી લાભ પ્રાપ્ત થશે. નોકરીમાં પ્રભાવી રહેશો તથા લક્ષ્ય સમયસર પૂરો થશે. આકસ્મિક લાભના સંકેત છે. 14 અને 15 જૂનના સાવચેત રહેવું. તેના પછી સારો સમય રહેશે. 17 અને 18ના અચાનક ધનલાભ થશે. 21થી 30 જૂન 2019 સુધી ષષ્ઠમ ચંદ્રથી રાશિ બળશાળી રહેશે. પ્રસિદ્ધ લોકો સાથે મુલાકાત થશે. નવી બિઝનેસ ડીલ થશે તથા ગુપ્ત વિદ્યાઓના પ્રત્યે આકર્ષણ થશે. નવા મિત્ર બનશે. યાત્રાઓ સુખદ રહેશે.
 • નેગેટિવ
  8થી 9 તારીખના ચિંતા આપે એવી ઘટનાઓ ઘટી શકે છે. 10ના ફરીથી બધુ અનુકૂળ થઈ જશે. 27થી 28 જૂનના રોજ કેટલીક ચિંતાઓ વધુ રહેશે. ખર્ચ પણ વધુ રહેશે. 29 અને 30 જૂનના સમય ફરીથી તમારા પક્ષમાં થઈ જશે.
 • ફેમિલી
  પરિવારના મતભેદ ખતમ થશે. ગેરસમજ દૂર થશે. પરિવારમાં પ્રેમ વધશે. માતા-પિતા તથા ભાઈઓનો સાથ મળશે. મિત્રોથી પણ મુલાકાત પ્રસન્નતા વધારનારી છે. દાંપત્યજીવનમાં સમય સારો રહેશે. જીવનસાથી તમારા અનુકૂળ રહેશે. કોઈ સારા સમાચાર તમને મળી શકે છે. સાસરી પક્ષથી પણ સંબંધ મધુર રહેશે. સંતાન માટે યોજના બનાવી શકો છો.
 • લવ
  પાર્ટનર સાથેના સંબંધો મજબૂત બનશે. મહિનો તમારા માટે સારો રહેશે.
 • કેરિયર/પ્રોફેશન
  જોબની દ્રષ્ટિએ આ મહિનો તમારા માટે સારો રહેશે. કામ સમયસર પૂરા થશે. તમારી રચનાત્મકતાનો પૂરો પ્રભાવ પડશે. વિરોધીઓની હાર થશે. આવકના સાધનોમાં વધારો થઈ શકે છે. વેપાર માટે નવી તકો બનશે. અચાનક કોઈ મોટો લાભ થઈ શકે છે. આખો મહિનો તમારા પક્ષમાં રહેશે, જેથી વેપારમાં સારો લાભ થશે. સંપત્તિની દ્રષ્ટિએ આ મહિને અચાનક કોઈ લાભ મળી શકે છે. તમારે યોજનાઓ ઉપર કામ કરવું જોઈએ. લોકોથી સાવધ રહેવું.
 • હેલ્થ
  સ્વાસ્થ્ય સારો રહેશે. જૂના રોગમાં આરામ મળશે. આ મહિને તમને થોડી ચિંતાઓ સતાવી શકે છે.
 • ઉપાય
  કોઈ મંદિરમાં શ્રૃંગારનો સામાન દાન કરો. કોઈ પુજારી અથવા પંડિતને ભોજન કરાવો. ગાયની સેવા કરો. અન્ન ખવડાવો.
સિંહ
(મ. ટ.)
 • પોઝિટિવ
  ૨૦૭૫નું વર્ષ ગુરુની દૃષ્ટિએ સુખ-સંપત્તિ અને મકાન બાબતે સારું રહે. આપની રાશિથી ચોથા સ્થાને ગુરુનું ભ્રમણ બઢતી અને યશ-પ્રતિષ્ઠા અપાવે. કેટલાંક ધાર્મિક-માંગલિક કાર્યો થવાથી આપનું મન પ્રસન્ન રહે. હૃદય અને મસ્તકના રોગોથી આ વર્ષ દરમિયાન સાવધાની રાખવી. વર્ષના ઉતરાર્ધમાં ગુરુ વિશેષ શુભ ફળદાયી બને. આ વર્ષ દરમિયાન રાહુનું ગોચર ભ્રમણ આપને શુભ ફળદાયી બનશે. આપના ગોચરનો રાહુ જો જન્મકુંડળીમાં બળવાન હશે તો સરકારી નોકરી ઇત્યાદિના યોગ બની શકે છે. ધીમી ધીમી પણ અસરકારક પ્રગતિના માર્ગ ખૂલે. બને ત્યાં સુધી નીતિ વગરનું તેમજ ખોટું ધન મેળવવાના વિચારો મગજમાંથી છોડી દેવા જ યોગ્ય રહેશે. શનિની પ્રબળતાને કારણે આપને સ્થાવર-જંગમ મિલકતથી લાભ થઇ શકે છે. આપની વડીલોપાર્જિત જે કોઈ મિલકત હોય તેમાં આપને ફાયદો થઇ શકે છે. વડીલો તરફથી જે મિલકત મળી હોય તેને વહેંચવાનો વિચાર આ વર્ષે ના કરો તે આપના માટે વધુ યોગ્ય બનશે. મકાન માટે આપના પ્રયત્નો યોગ્ય દિશામાં થવાથી આપનું મન શાંત રહે. નૂતન મકાન અથવા તો રિનોવેશન કરવાના આપના આયોજનથી મન વધુ પ્રફુલ્લિત રહે. નવું વાહન વસાવવાનું સ્વપ્ન પૂરું કરી શકશો.
 • નેગેટિવ
  ખર્ચાઓમાં વધારો થતાં આવક અને જાવકનું બેલેન્સ જાળવી શકશો નહીં. ખર્ચમાં પોતાના મોજશોખ માટે નાણાંનો વપરાશ વધુ રહે.ઘરમાં માંગલિક પ્રસંગો થવાથી વર્ષના મધ્ય ભાગમાં નાણાભીડ વધુ જોવા મળે. ગત વર્ષે જે રોકાણ કે સાહસ કર્યું હોય તેનો ખાડો આ વર્ષે ભરવો પડે.
 • ફેમિલી
  લગ્નજીવન એ કોઈ પણ વ્યક્તિના જીવનનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. સોળ સંસ્કારમાંના એક એવા પવિત્ર વિવાહ સંસ્કારના યોગ આ વર્ષે આપની રાશિને વિશેષ બની રહ્યા છે. જેવા જીવનસાથીની પસંદગી માટે આપ શોધમાં હશો તે શોધ હવે પૂરી થશે. આપનું દાંપત્યજીવન આ વર્ષ દરમિયાન મધુર બની રહેશે. વૈચારિક મતભેદો દૂર થતા બંને વચ્ચે પ્રેમની લાગણી વધશે. લાંબા સમયથી જીવનસાથી સાથે જે ઘર્ષણ કે વાદ-વિવાદ ચાલતા હશે તે દૂર થશે. જીવનસાથી માટેની આપની હૂંફ મહત્ત્વનો ભાગ ભજવી જાય. આ વર્ષે સંતાનપ્રાપ્તિના સુખદ યોગ બને છે, પણ માર્ચ મહિના પછી કસુવાવડ કે ગર્ભપાત થવાની શક્યતા વધે છે માટે વિશેષ કાળજી લેવી. આપનાં સંતાનના આરોગ્યની ચિંતામાંથી આપ મુક્ત થઇ શકો છો. સંતાનના નામે સંપત્તિ લેશો તો તે લાભદાયક પુરવાર થશે. સંતાનોના પ્રશ્નોનો સુખદ ઉકેલ આવતા રાહત અનુભવાશે. વિદ્યાર્થીવર્ગ અભ્યાસમાં જેટલું ધ્યાન કેન્દ્રિત કરશે એટલો લાભ તેમને આવનારા સમયમાં મળશે. મેનેજમેન્ટના વિદ્યાર્થી હોવ તો આપે આ વર્ષે સખત પરિશ્રમ કરવો પડશે. એકંદરે વિદ્યાભ્યાસ મધ્યમ રહે.
 • લવ
  પ્રેમમાં સફળ થવાના યોગ આ વર્ષે બને છે. આપના જૂના પ્રિય પાત્રને મળવાનું થવાથી આપને ક્યાંક ને ક્યાંક નિરાશાનો ભાવ પ્રગટ થાય. પ્રેમના કારણે આપના કુટુંબ અને પરિવારમાં વિસંગતતા આવી શકે છે. આપના એક ખોટા નિર્ણયના કારણે આપનાં પરિવારજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે. વર્ષના અંતમાં આપની લાગણીઓને માન આપી આપના પરિવારના સભ્યો આપની પસંદ ઉપર સબંધનો કળશ ઢોળી શકે તેમ છે. જો પહેલાં પ્રેમમાં દગો મળ્યો હોય તો બીજીવાર દૂધનો દાઝ્યો છાશ ફૂંકી પીવે એવું આપનું વલણ રહે.
 • કેરિયર/પ્રોફેશન
  આ વર્ષ દરમિયાન નોકરીની વ્યથામાંથી આપ હળવા થતા જાઓ. પોતાના ક્ષેત્રની નોકરી મળતાં વિશેષ આનંદ થાય. સિંહ રાશિના મિત્રોને ખાસ સલાહ છે કે નોકરીમાં પોતાનું જે સ્થાન હોય તે જાળવી રાખવું. તેમ કરવાથી યશ, પદ, પ્રતિષ્ઠા અને સત્તામાં વધારો થશે. ધંધામાં આ વર્ષ સાનુકૂળ બની રહે. જેમ જેમ ધંધો કરશો, અનુભવ મેળવશો તેમ ધંધો-વ્યાપાર વધી શકે છે. ભાગીદારીમાં ધંધો હોય તો તે આપના માટે વિશેષ લાભ આપવાવાળો બનશે. નવા પ્રોજેક્ટ પર કામ કરી શકો છો.
 • હેલ્થ
  આરોગ્યની દૃષ્ટિએ આ વર્ષ આપના માટે થોડું તકલીફ આપવાવાળું બને, કારણ કે ગુરુ અને રાહુની સ્થિતિ આપને વધુ પરેશાન કરી શકે છે. પેટ સંબંધિત ગરબડ ઊભી થતા કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે તેમ છે. ૧૫-૦૬-૨૦૧૯થી આપની આરોગ્યની પરિસ્થિતિ બદલાતા સ્વસ્થ વિચાર કરી શકો, લાંબી માંદગીમાંથી બહાર આવતા તાજગીનો અનુભવ કરી શકશો. એકંદરે આ વર્ષ દરમિયાન નાનામાં નાની તકલીફને અવગણવી નહિ. પરિવાર સાથે મનપસંદ જગ્યાએ પ્રવાસની મજા માણી શકશો.
 • ઉપાય
  આપે આ વર્ષની શાંતિ માટે ખાસ સકારાત્મક અભિગમ રાખવો. નકારાત્મક વિચારવું નહિ. વર્ષ દરમિયાન મીઠાનું સેવન ઓછું કરવું. દત્તબાવનીના પાઠ દર ગુરુવારે કરવા. પીળા રંગનું આસન પાથરી ગુરુએ આપેલા મંત્રના નિત્ય પાઠ કરવા. શાંતિ અવશ્ય થશે. કોઈ પણ સારા કાર્યમાં જતી વખતે કે નોકરી-વેપારના સ્થળે જતી વખતે તાંબાનું સૂર્ય યંત્ર હંમેશાં સાથે રાખવું. ‘શ્રીં હિરણ્યગર્ભાય નમ:|’ મંત્રનો રોજ 2 માળાજાપ કરવો.

ગ્રહદશાવધુ

રાશિ-ઉપાયવધુ

વાસ્તુશાસ્ત્રવધુ