Mithun Rashi 2018 (દૈનિક મિથુન રાશિફળ), Gemini Daily Horoscope, Gemini Horoscope Today, Weekly, Monthly & Yearly

Divya Bhaskar

રાશિફળ
Home » Jyotish Vastu » Rashifal
મિથુન
(ક. છ. ઘ.)
 • પોઝિટિવ
  કામકાજમાં ઝડપ આવશે. જૂની વાતો યાદ કરીને ખુશી મળશે. જમીન-જાયદાદના વેચાણમાં ફાયદો થવાના યોગ છે. નસીબનો સાથ મળી શકે છે. ધન સંબંધિત અધૂરાં કાર્યો પૂરાં થવાના યોગ છે.
 • નેગેટિવ
  લેણ-દેણમાં કોઇ ભૂલ થઈ શકે છે. નોકરી કે કારોબારમાં કોઇ કામ બાબતે તમારું ટેન્શન વધી શકે છે.
 • ફેમિલી
  પતિ-પત્ની વચ્ચે કોઇ ગેરસમજણ હોય તો તે દૂર થઈ શકે છે.
 • લવ
  પ્રેમીનો સહયોગ મળી શકે છે.
 • કેરિયર/પ્રોફેશન
  આર્થિક બાબતોમાં તમારો દિવસ અનુકૂળ છે. ધન કમાવાના વિચાર આવી શકે છે. સ્ટૂડન્ટ્સ માટે સમય થોડો નકારાત્મક બની શકે છે.
 • હેલ્થ
  પિતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા વધી શકે છે.
 • ઉપાય
  સ્નાન પહેલાં ખાલી પેટ મધનું સેવન કરવું.
મિથુન
(ક. છ. ઘ.)
 • પોઝિટિવ
  ઓફિસના કામકાજનું નિયંત્રણ તમારા હાથમાં રહેશે. ધન સંબંધિત મુશ્કેલીઓમાં ઘટાડો આવી શકે છે.
 • નેગેટિવ
  સમય ઠીક-ઠાક છે. કેટલીક બાબતોમાં અવ્યવહારિક પણ થઈ શકો છો, તેનાથી સાવધાન રહેવું. કામકાજ ધીમી ગતિએ પૂરાં થશે. મહેનત વધારે રહેશે.
 • ફેમિલી
  પરિવાર અને જીવનસાથીનાં કામમાં વ્યસ્ત રહેવું. પારિવારિક કામ માટે સમય કાઢવો.
 • લવ
  આ દિવસોમાં લવ પાર્ટનર સાથે કેટલાક નવા અનુભવ મળી શકે છે.
 • કેરિયર/પ્રોફેશન
  સ્ટૂડન્ટ્સને વધારે મહેનત કરવી પડી શકે છે. ભણવાની સાથે-સાથે ભાવનાઓ પર સંતુલન જાળવી રાખવું. અટકેલાં કામ શરૂ થઈ શકે છે, પરંતુ પૂરાં નહીં થઈ શકે છે. ધન સંબંધીત મુશ્કેલીઓ ઓછી થઈ શકે છે.
 • હેલ્થ
  સ્વાસ્થ્ય સંબંધીઓ મુશ્કેલીઓ આવી શકે છે. પેટના રોગ સતાવી શકે છે.
 • ઉપાય
  કુળદેવી આગળ ઘીનો દિવો કરવો.
મિથુન
(ક. છ. ઘ.)
 • પોઝિટિવ
  મહિનાના પહેલા ભાગમાં તમને કોર્ટ કચેરીનાં કામમાં સફળતા મળે. જો મકાન કે વાહનની ખરીદી કરવી હોય તો 20 સપ્ટેમ્બર પછી કરજો. શેર સટ્ટામાં ઘણો ફાયદો થાય. જૂના રોકાણથી પણ લાભ થાય. જો લોન લેવી હોય તો આ સમય અનુકૂળ છે. વિદ્યાર્થી માટે પણ આ સમય ઘણો અનુકૂળ છે. તમને તમારી મહેનતનું ફળ મળે. 1,12,13,17,18,27,28 શુભ દિવસ છે.
 • નેગેટિવ
  કોઈને પણ પૈસા ઉધાર આપતા પહેલા પૂરતી તાપસ કરી લેવી નહીંતર પૈસા અટકી શકે છે. તેમજ કોઈ પણ કાગળીયા પર સાઈન કરતા પહેલા એને પુરેપુરા ચકાસી લેવા. 2,3,15,16,19,20,29,30 અશુભ દિવસ છે.
 • ફેમિલી
  તમને ઘરમાં ચેન ના પડે. પારિવરિક બાબતોમાં બેચેની રહે. પરિવારમાં કોઈ સાથે નાણાંની બાબતમાં મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું. સસરા પક્ષ સાથે અણબનાવ બની શકે છે.
 • લવ
  પ્રેમ સંબંધ માટે આ સમય ખુબ જ અનુકૂળ છે. તમે તમારા મનની વાત તમારા પ્રિયજનને કહી શકશો તેમજ તમે ખૂબ સારો સમય સાથે વિતાવશો.
 • કેરિયર/પ્રોફેશન
  ઓફિસમાં વાતાવરણ અનુકૂળ રહે. ધંધામાં મંદી રહે. નવું સાહસ કરતા પહેલા બેકગ્રાઉન્ડ ચેક બરાબર કરી લેવું.
 • હેલ્થ
  એકંદરે સ્વાસ્થ્ય સારું રહે. પણ પડવા-આખડવા તેમજ દાઝવાથી સાંભળવું. વાહન ચલાવવામાં સાવધાની રાખવી. થોડી પણ ભૂલચૂક તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.
 • ઉપાય
  શુક્રના જાપ કરવા. ગણપતિની આરાધના કરવી. અનાથ બાળકીને સહાય કરવી. રાશિફળ: જ્યોતિષાચાર્ય માનસી શાહ
મિથુન
(ક. છ. ઘ.)
 • પોઝિટિવ
  ગુરુનું ભ્રમણ આ વર્ષ દરમિયાન આપની રાશિથી પાંચમા સ્થાને રહેશે. જે વિદ્યાભ્યાસ માટે શ્રેષ્ઠ ગણાશે. જે અભ્યાસમાં મહેનત કરો છો તેનાથી પણ વધુ કરવાથી વિશેષ લાભ થશે. ગુરુ મહારાજ બઢતી કરાવી શકે છે. આપના કાર્યક્ષેત્રની પ્રગતિ થશે. આકસ્મિક ધનલાભના યોગ બને. આ વર્ષ દરમિયાન આપના પ્રવાસ લાભદાયી બને. બને ત્યાં સુધી ક્રમિક યાત્રાઓ ટાળવી. ધર્મ સ્થાને દર્શનાર્થે જવાથી ઉન્નતિકારક પરિણામ મળે.
 • નેગેટિવ
  આ વર્ષ દરમિયાન શનિ સાતમા સ્થાને ધન રાશિમાં ભ્રમણ કરે. જેના કારણે સંવેદનાઓથી નિર્ણય ન લેવા. પોતાનાં સ્વજનોથી માઠું લાગે. સ્વભાવ થોડો ચીડિયો થઇ જાય. દાંપત્યજીવનમાં થોડો તણાવ આવે. નાણાકીય બાબતોથી થોડા વ્યવહાર બગડે. એકંદરે શનિ નકારાત્મક ફળ આપે. જેથી પોતાના પુણ્યનું બળ ઉત્તરોઉત્તર વધારવું. કર્કનો બીજા સ્થાનનો રાહુ આપના હાથ પર નાણાં ટકવા દે નહીં. ખોટા સોદા થઇ શકે. જેટલું સમજીને કાર્ય કરશો તેટલી રાહત થશે. વર્ષના મધ્યભાગમાં નાણાંની બહુ તંગી સર્જાશે.
 • ફેમિલી
  લગ્નજીવનમાં આ વર્ષે બહુ મુશ્કેલી સર્જાઇ શકે છે. દાંપત્યજીવન એક સાંધો ત્યાં તેર તૂટેની પૂર્ણ શક્યતા છે. આ વર્ષ બહુ સાવધાનીથી પસાર કરવું. ભૂલથી પણ ઉતાવળા નિર્ણય ન લેવા. આ વર્ષ દરમિયાન લગ્ન માટે જેની વાત ચાલી રહી હોય તો લગ્નની શક્યતાઓ વધી જાય. પરિણીત લોકોને વર્ષના અંતમાં શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. આપ લગ્નગ્રંથિથી જોડાયેલા છો અને સંતાન પ્રાપ્તિ કરવા ઇચ્છતા હોવ તો ભગવાન આપને સહાય કરશે. જેને સંતાન છે તેવા જાતકોએ આ વર્ષ દરમિયાન સંતાનોનું સ્વાસ્થ્ય સાચવું. આપનાં સંતાનોને કોઇ નાની મોટી શસ્ત્રક્રિયા કરાવવી પડે.
 • લવ
  આ વર્ષે આપનું પ્રેમ માટેનું ભૂત ઊતરતું હોય તેમ લાગશે. ખોટી વ્યક્તિની પસંદગીથી વર્ષમાં બધું ગુમાવ્યું હોય તેમ લાગશે પણ જાગ્યા ત્યારથી સવાર. પ્રેમ સંબંધોની પવિત્રતા જાળવવી. આપ આપના પ્રેમી માટે વિચારો પરંતુ જેને આપ ચાહો છો તેના તરફથી પ્રતિક્રિયા ન પણ મળે. માટે પ્રેમ સંબંધમાં બહુ સાવધાની રાખવી.
 • કેરિયર/પ્રોફેશન
  નોકરી અને ધંધા માટે આ વર્ષ બહુ મહત્ત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. ભૂતકાળમાં નોકરીમાં પડેલી મુશ્કેલી કે નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા હોય, કોઇ કોર્ટ મેટર હોય તો તેમાં પુન: નિમણૂકના યોગ બને. આપના કામની કદર થાય. આ વર્ષ આપના ધંધાનો વ્યાપ વધે. આવકમાં વધારો થાય. ધંધાના વિસ્તાર માટે બેંક લોન કે વ્યાજથી રૂપિયા લેવા થોડા હાનિકારક બને. આપની સંપત્તિમાં બહુ મોટો ફેરફાર તો ન થાય પણ જે થશે તે અગત્યના થશે. સોના-ચાંદીમાં વધારો કરવો હોય તો શક્ય બનશે. જમીનમાં સંપત્તિ ફેરફારના યોગ નથી. વધુ સાહસ ન કરવાની સલાહ છે.
 • હેલ્થ
  વર્ષના પ્રારંભમાં આપની રાશિનો અધિપતિ પાંચમા સ્થાને હોઇ શુભ ફળદાયી બને. આરોગ્ય સારું રહે. વજન વધવાની શક્યતાઓ વધી જાય. વર્ષના મધ્યભાગમાં તબિયત વધુ ખરાબ થાય પરંતુ સમય જતાં બધું બરાબર થતું જણાય.
 • ઉપાય
  આ વર્ષ આપના માટે વિશેષ બની પણ શકે છે અને કેટલીક રુકાવટો પણ આવી શકે છે. તો નાની મોટી મુશ્કેલી દૂર કરવા ભૈરવજીની ઉપાસના લાભદાયી બનશે. ભૈરવાષ્ટકનો પાઠ કરવો. ભૈરવજીના મંદિરે જઇ અડદ અને કાળા તલ ચઢાવવા.

ગ્રહદશાવધુ

રાશિ-ઉપાયવધુ

વાસ્તુશાસ્ત્રવધુ