Makar Rashi 2018 (દૈનિક મકર રાશિફળ), Capricorn Daily Horoscope, Capricorn Zodiac Sign Horoscope Today, Weekly, Monthly & Yearly

Divya Bhaskar

રાશિફળ
Home » Jyotish Vastu » Rashifal
મકર
(ખ. જ.)
 • પોઝિટિવ
  કોઇ ખાસ મિત્ર સાથેની મુલાકાત ફાયદાકારક નીવડી શકે છે. નોકરી કે બિઝનેસમાં તમને કોઇ એવી સલાહ આપી શકે છે, જેનાથી તમારો સમય બદલાઇ શકે છે. કોઇ મોટી કે મહત્વની વ્યક્તિ સાથે મુલાકાતના યોગ છે.
 • નેગેટિવ
  કોઇ કામ હાથમાં લીધા બાદ પૂરું થવામાં આખો દિવસ વેડફાઇ શકે છે. મહેનત વધારે રહેશે. કોઇપણ કામ અધૂરું ન છોડવું. એક્ટ્રા પૈસા કમાવાની તક મળે તો નિર્ણય સાવધાનીથી લેવો.
 • ફેમિલી
  દાંપત્યજીવનમાં મધુરતા રહેશે. પિતાના સહયોગથી કામ પૂરાં થવાનો યોગ છે. દાંપત્યજીવનમાં કોઇ વિવાદ હોય તો તેનું સમાધાન આવશે.
 • લવ
  દિવસની શરૂઆત સારી રહેશે. નવા લોકો સાથે મિત્રતા થવાના યોગ છે.
 • કેરિયર/પ્રોફેશન
  રોકાણમાં સાવધાની રાખવી. ખર્ચ વધી શકે છે. સ્ટૂડન્ટ્સને વધારે મહેનત કરવી પડી શકે છે.
 • હેલ્થ
  તમારા સ્વાસ્થ્યની બાબતમાં દિવસ સારો છે, પરંતુ માતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે.
 • ઉપાય
  વરિયાળીનું પાણી પીવું.
મકર
(ખ. જ.)
 • પોઝિટિવ
  લોન સંબંધિત અટકેલાં કામ પૂરાં થઈ શકે છે. કામ સરળતાથી પૂરાં થઈ સકે છે. કાર્યક્ષેત્ર અને બિઝનેસમાં આવી રહેલ અડચણો દૂર થઈ શકે છે. ધનલાભના યોગ છે. મિત્રોનો સાથ મળી શકે છે. ધીરજ રાખવી અને સારા સમયની રાહ જોવી.
 • નેગેટિવ
  શરૂઆતના દિવસોમાં ખર્ચ વધી શકે છે. ખરીદીમાં સાવધાની રાખવી. કામનું ભારણ વધારે રહેશે.
 • ફેમિલી
  ભાઇઓ અને પડોસીઓ સાથે વિવાદના યોગ છે. જીવનસાથીની સલાહ લઈ કામ કરવાથી સફળતા મળી શકે છે.
 • લવ
  પાર્ટનરને કોઇ મોટું પ્રોમીસ ન આપવું.
 • કેરિયર/પ્રોફેશન
  સ્ટૂડન્ટ્સને વધારે મહેનત કરવી પડી શકે છે. કૉમર્સના સ્ટૂડન્ટ્સ માટે સમય સારો છે. કોઇ મોતા વિવાદમાં ન ફસાવું, જેમ ચાલે છે એમ ચાલવા દેવું.
 • હેલ્થ
  જૂના રોગ સતાવી શકે છે.
 • ઉપાય
  પીપળાને પાણી પાવું.
મકર
(ખ. જ.)
 • પોઝિટિવ
  19 સપ્ટેમ્બર પછી તમને શેર સટ્ટા તમારા વિરોધીમાં ફાયદો થાય. આ મહિનામાં તમારા વિરોધીનો પરાજય થાય. નાના વેકેશનના યોગ બને. રમતગમતમાં સફળતા મળે. શુભ દિવસ 2,3,6,7,15,16,29,30.
 • નેગેટિવ
  મકાન-વાહનની લે વેંચણીમાં ધ્યાન રાખવું. નુકસાન થવાની શક્યતા છે. ધંધામાં નાની બેદરકારી પણ બહુ મોટું નુકસાન કરાવી શકે છે. અશુભ દિવસો 4,5,8,9,17,18.
 • ફેમિલી
  ઘરમાં વાતાવરણ એકંદરે સારું રહે. પતિ/પત્નીનો ભાગ્યોદય થાય. સંતાનને પણ સફળતા મળે, પણ માતા-પિતા સાથે થોડો અણબનાવ રહે. તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
 • લવ
  પ્રેમ માટે આ સમય અનુકૂળ છે. જો તમે ઘણા સમયથી તમારા પ્રિયપાત્રને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા હોય તો આગળ વધો. સફળતા મળશે.
 • કેરિયર/પ્રોફેશન
  ઓફિસમાં વાતાવરણ ઘણું સારું રહે. તમારા વિરોધી પણ તમારા મિત્ર બને. જો નવી નોકરી શોધવી હોય તો તેમાં સફળતા મળે. ધંધામાં જૂના રોકાણ અથવા સંબંધથી ફાયદો થાય. નવા રોકાણમાં સાવધાની રાખવી.
 • હેલ્થ
  સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે. પાણીજન્ય રોગ, ગુપ્તાંગના રોગથી સંભાળવું.
 • ઉપાય
  સૂર્ય નમસ્કાર કરવા. હનુમાન ચાલીસા વાંચવા. તમારી નીચે કામ કરતા લોકોને આર્થિક સહાય કરવી. બાળકોને સ્ટેશનરીનું દાન કરવું. રાશિફળ: જ્યોતિષાચાર્ય માનસી શાહ
મકર
(ખ. જ.)
 • પોઝિટિવ
  આ વર્ષ દરમિયાન ગુરુ ગ્રહ આપની રાશિથી દસમા એટલે કે કર્મ સ્થાને રહેશે. કર્મ સ્થાનનો ગુરુ આપના વ્યવસાયને નવી દિશા આપે. આપને ફળ થોડું ધીમું મળતું જણાય, પણ ખૂબ સારું રહેશે. નિરંતર કાર્ય થતું રહે. આપની પ્રગતિ સારી થાય, આવકમાં ધીરે ધીરે વધારો કરી શકો. આપની બીમારીમાં આપને રાહત જણાય. ખોટું કૌટુંબિક કામોમાં સફળતા મળતી જણાય. દરેક ક્ષેત્રમાં આપની જાગૃતિ આપને આગળ લઈ જશે. કામકાજ વધવાથી નાણાં ઉપાર્જનમાં વધારો થાય. કાર્યક્ષેત્રથી બહાર જઈ વ્યવસાય વ્યાપ વધતો જાય. જેટલું સરસ આયોજન કરશો તેટલી વધારે મજા આવશે. સસ્તા સોદાનો આપને લાભ થાય. આપની જમીન વેચી અને નવું સારું રોકાણ કરી શકો છો. આપની મિલકતમાંથી આવક ઊભી કરી શકાય છે. એકથી બીજું મકાન બનાવવું હોય કે ખરીદવું હોય તો તે શક્ય બનશે. આપના જીવનસાથીના નામે કરેલી મિલકતનો આપને વધુ લાભ થશે. આપનાં માતા-પિતાના નામે લઈ શકાય છે. રાહુનું ભ્રમણ આપની રાશિથી સાતમા સ્થાને રહેશે. સાતમે રાહુ યશ અને વિજય અપાવે. દૃઢતાથી કાર્ય કરવામાં મદદરૂપ થાય. મંત્ર અને જ્યોતિષ શીખવાનો રસ જાગે. કાનૂની સમસ્યાનું નિરાકરણ લાવી શકો. માનસિક દૃષ્ટિએ આ વર્ષ શુભ જણાશે. મનનો બોજ ઊતરતો જણાશે. આપને શાંતિનો અનુભવ થશે. વર્ષના મધ્યભાગમાં કેટલાંક વિઘ્નો આપનું ધ્યાન ભંગ કરે, પરંતુ શાંત મને નિર્ણય લેશો તો મુશ્કેલી નહીં થાય. આશાવાદી કાર્યના આયોજનના કારણે આપની મનોસ્થિતિમાં સુધારો થશે.
 • નેગેટિવ
  નાણાકીય રોકાણ આપની મૂંઝવણમાં વધારો કરે. આ વર્ષ શનિનું ભ્રમણ આપની રાશિથી બારમા સ્થાને વ્યય સ્થાને રહેશે. સાડા-સાતીના પ્રથમ તબક્કાની અસર શરૂ થશે. જેને કારણે કારણ વગરનો ખર્ચ થાય. આવક અને જાવકનું બેલેન્સ ન બને. સામાજિક ક્ષેત્રે આપને માન મળે, પરંતુ આપના વ્યવહારની ટીકા થાય. આરોગ્ય સામાન્ય રીતે નરમ-ગરમ રહ્યા કરે. લગ્નજીવન અને દાંપત્ય સ્થાનનો ગોચરનો ગુરુ ભાગીદારોમાં ગેરસમજ ઊભી કરે. દરેક બાબતો સમજી વિચારી કરશો તો કોઈ મુશ્કેલી ઊભી થશે નહીં. આ વર્ષ જેટલી આવક દેખાય છે તેટલી જ જાવક પણ દેખાય છે. આપના મોટાભાગનો ખર્ચ મુસાફરી, દવાખાનામાં અથવા મોજશોખમાં થાય. લાંબાગાળાનું રોકાણ થોડું નુકસાન અપાવે. આ વર્ષ આપને વિદેશથી ખાસ લાભ થતો જણાતો નથી. બની શકે છે કે અભ્યાસ માટે વિદેશની ફાઇલ રિજેક્ટ થાય. ઇન્ટરવ્યૂમાં નિરાશા મળે. કાયમી વસવાટ માટેની ફાઇલમાં રાહ જોવી પડે. એકદરે માત્ર યાત્રા પ્રવાસ માટે જઈ શકાય આ વર્ષ દરમિયાન શત્રુઓથી ખાસ સાવધાની રાખવી. આપના કેટલાક મુદ્દા આપને શત્રુ વધારવામાં નડી શકે છે. આપના શત્રુઓ આપનાં કરેલાં કાર્યો બગાડી શકે છે. આપના જીવનસાથી સાથેના મતભેદો કોર્ટ સુધી જાય અંતે તેનું ઘર ઘરમાં જ સમાધાન કરી દો. આપની ગરિમા અને વ્યક્તિત્વ બચાવવા માટે કોર્ટમાં જવું પડે. ભાઈઓ-બહેનો સાથે જમીન તેમજ મિલકતના ભાગ અને વહેંચણી સંબંધે કોર્ટથી નિર્ણય લેવાનો થાય.
 • ફેમિલી
  રાહુનું ભ્રમણ આપના દાંપત્યભાવ પરથી પસાર થાય, જેથી થોડી ચિંતા અને ખર્ચમાં વધારો કરે. અવાર-નવાર આપના વ્યવસાય કે નોકરી અંગે પ્રશ્નો થયા કરે જેના કારણે આપના પત્ની સાથે મતભેદ રહ્યા કરે. આપના પત્નીના ભાગ્યનો સહારો આપને મળે. આપે લગ્ન નથી કર્યા તો આ વર્ષ હજી રાહ જોવામાં મજા છે. ઉતાવળ હોય કે અન્ય કારણોસર કરી શકાય છે. તેમાં જન્મકુંડળીના ગ્રહો જોવા જરૂરી બને. સંતાન સંબંધમાં આ વર્ષ મધ્યમ ફળદાયી બને. ડિસેમ્બર પહેલાં ફેમિલી પ્લાન કરો છો તો સફળતા મળશે અન્યથા થોડી રાહ જોવી પડે. આપનાં સંતાનો પાછળ ખર્ચ થઈ શકશે. તેમને સમય આપવો આપના માટે ખાસ જરૂરી બનશે. આપનાં સંતાનોના અભ્યાસ માટે આપ ગંભીરતાથી નિર્ણય લેશો. આપનાં સંતાનોના અભ્યાસ માટે વિદેશ યોગ જણાતો નથી. આપના અભ્યાસનો વિચાર કરીએ તો સખત મહેનત કરવી પડશે. વિજ્ઞાનશાખાના વિદ્યાર્થીઓએ રાત્રીના ઉજાગરા પણ કરવા પડશે. ઓછી મહેનતનો કોઈ વિકલ્પ પસંદ કરવો નહીં.
 • લવ
  આપના પ્રેમને છોડી આપે લગ્ન કરી લીધા છે તો જૂના પ્રેમીની યાદ આપને સતાવશે. વિરહની વેદના આપને એકાંતપ્રિય બનાવે. આપ એક સાચા પ્રેમની તલાશમાં છો તો બની શકે છે કે આપની પત્નીમાં તે તલાશ પૂર્ણ થાય. પરિવાર વિરુદ્ધ જો કોઈ પણ ગતિવિધિ કરશો તેમાં સફળ ન થઈ શકાય માટે માતા-પિતાને દગો ન કરતાં જે નિર્ણય લો તે તેમને વિશ્વાસમાં લઈ કરજો.
 • કેરિયર/પ્રોફેશન
  આ વર્ષ નોકરીમાં દોડધામ રહે. વધુ મહેનતના કારણે આપના સ્વાસ્થ્ય પર તેની અસર પડે. નોકરીના કામમાં લાંચ-રુશવતના આક્ષેપ તેમજ અપયશ વિવાદનો ભોગ બનવાનું થાય. કોઈ નોકરી હોય જે આપ પ્રાઇવેટ કરતા હોય કે સરકારી જેમાં છટણી થઈ શકે છે, જે આપના માટે સામાન્ય મુશ્કેલી ઊભી કરે. આપનો ધંધો સલામત તો આપ સલામત. જેના માટે વધુ મહેનત કરી છે તેમાં કાંઈ પણ ઘટે નહીં તેની આપ ખૂબ કાળજી રાખો. સતત અને સતત ધંધાની મહેનત રંગ લાવતી જણાવશે.
 • હેલ્થ
  વર્ષ સ્વાસ્થ્યની બાબતે ખાસ સાવધાની રાખવાની જરૂર છે. જો આપ આપના સ્વાસ્થ્ય માટે સભાન નથી તો મોટી કિંમત ચૂકવવી પડશે. મેડિકલ ઇન્સ્યોરન્સ ન લીધો હોય તો લેવાની ખાસ સલાહ છે. ખાનપાનમાં ખૂબ સાવધાની રાખવી. હૃદયના ધબકારા અનિયમિત બની શકે. બી.પી ઊચું-નીચું રહે તેને સ્થિર કરવાની જરૂરિયાત પડે. નાનાં-મોટાં ઓપરેશનના કારણે દવાખાનામાં રહેવું પડે.
 • ઉપાય
  આ વર્ષને વધુ ઊર્જાવાન બનાવવા માટે ભગવાન સૂર્યનારાયણની ઉપાસના આપના માટે શ્રેષ્ઠ બની રહે. આદિત્ય હૃદય સ્ત્રોત્રના પાઠ કરવા. રવિવારના દિવસે 5 કે 7 વખત કરવાથી લાભ થાય. સાથે રોજ સવારે તાંબાના કળશમાં કંકુ, લાલ ફૂલ તેમજ અક્ષત નાખી સૂર્યનારાયણને પ્રાત:કાળે જળ ચઢાવવું.

ગ્રહદશાવધુ

રાશિ-ઉપાયવધુ

વાસ્તુશાસ્ત્રવધુ