Kark Rashi 2018 (દૈનિક કર્ક રાશિફળ), Cancer Daily Horoscope, Cancer Horoscope Today, Weekly, Monthly & Yearly

Divya Bhaskar

રાશિફળ
Home » Jyotish Vastu » Rashifal
કર્ક
(ડ. હ.)
 • પોઝિટિવ
  મિત્રો સાથે મળીને કઈંક સકારાત્મક કામ કરી શકો છો. જેના માટે પહેલ તમારે જ કરવી પડશે. તમારાં બધાં જ કામ પૂરાં થશે. તમારી કામ કરવાની રીતથી લોકો પ્રભાવિત થશે.
 • નેગેટિવ
  પોતાનાં વખાણ ન કરવાં. કામ કરવાની રીતમાં બદલાવ ન કરવો. કોર્ટ-કચેરીનાં કામમાં અડચણો આવી શકે છે. જે વ્યક્તિ પર તમે ખૂબજ વિશ્વાસ કરતા હોય તેના દ્વારા જ તમારા દિલને ઠેસ પહોંચી શકે છે. સાચવીને રહેવું. નકામા વિવાદથી દૂર રહેવું.
 • ફેમિલી
  જીવનસાથી સાથે સારો સમય પસાર કરવા મળે. કુંવારા લોકોને લગ્ન પ્રસ્તાવ મળી શકે છે. પરિવારમાં વૈચારિક મતભેદ હોય તો દૂર થશે.
 • લવ
  લવ પાર્ટનર સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. વાણી પર સંયમ રાખવો.
 • કેરિયર/પ્રોફેશન
  અટકેલાં કામ પૂરાં થઈ શકે છે. અટકેલું ધન મળી શકે છે.
 • હેલ્થ
  થાક અને અપૂરતી ઊંઘની સમસ્યા સતાવે.
 • ઉપાય
  માતાજીના મંદિરમાં મહેંદી ચઢાવો.
કર્ક
(ડ. હ.)
 • પોઝિટિવ
  કન્યાના જાતકો માટે આ અઠવાડિયું ઠીકઠાક રહેશે. આવક વધશે. ફાયદો થશે. સમાજ, પરિવાર અને મિત્રો દ્વારા વખાણ અને કામકાજમાં મદદ મળી રહેશે. ભાગીદારીનાં કામ અને રોજિંદાં કામ પૂરાં થઈ શકે છે. ધનલાભ થવાની શક્યતા છે. નવા મિત્રો બનશે. અઠવાડિયાનો વચ્ચેનો સમય થોડો સારો છે. ઘણાં અટકેલાં કામમાં ગતિ આવશે. અંતિમ દિવસોમાં યાત્રાના યોગ છે.
 • નેગેટિવ
  શરૂઆતના દિવસોમાં દુશ્મનો સતાવી શકે છે, જોકે અંતમાં જીત મળશે. નકામી વસ્તુઓ પાછળ ખર્ચ વધી શકે છે. નસીબના વિશ્વાસે કામ ન કરવાં.
 • ફેમિલી
  કુંવારા લોકોને લગ્નપ્રસ્તાવ મળશે અને સકારાત્મક પરિણામ પણ મળશે.
 • લવ
  પ્રેમી સાથે સારો સમય પસાર કરવા મળશે.
 • કેરિયર/પ્રોફેશન
  કૉમર્સના સ્ટૂડન્ટ્સને આ અઠવાડિયે સફળતા મળવાના યોગ છે. ગ્લેમર સાથે જોડાયેલ લોકોને મહેનત બાદ સફળતા મળી શકે છે. પ્રોફેશનલ લાઇફ માટે સમય અનુકૂળ છે. કોઇ નવો બિઝનેશ શરૂ કરવા ઇચ્છતા હોય તો સમય સારો છે. નોકરિયાત લોકો માટે સમય થોડો સામાન્ય રહેશે.
 • હેલ્થ
  બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો સાવધાની રાખી. ગુસ્સો જરા પણ ન કરવો.
 • ઉપાય
  ગાયત્રી મંત્રનો જાપ કરવો.
કર્ક
(ડ. હ.)
 • પોઝિટિવ
  આ મહિનો આરામદાયક રહે. તમે તમારી લાઈફસ્ટાઈલ પર વધુ ધ્યાન આપો. તમારા જીવનમાં એવી ઘટના બને કે, તમે તમારા મૂલ્યોને સમજી શકો. મિત્રો અને મોટા ભાઈ-બહેનની ઘણી સહાય મળે. 1,2,6,10,16,23,28 શુભ દિવસ છે.
 • નેગેટિવ
  લોટરી, શેર સટ્ટામાં નુકસાન થવાની શક્યતા છે. ઘર કે વાહનને કારણે ખર્ચો વધી શકે છે. 3,4,12,13,26,27 અશુભ દિવસો છે.
 • ફેમિલી
  ઘરમાં વાતાવરણ ખૂબજ આનંદાયી રહે. કોઈ સુખદ પ્રસંગ ઉજવાય, પરંતુ માતાનું હેલ્થ થોડું નરમ-ગરમ રહે.
 • લવ
  તમને એક કરતાં વધારે પાત્ર પ્રત્યે આકર્ષણ થાય. તેમજ તમારા પ્રિય પાત્ર સાથે મતભેદ થાય. આવા સમયે ગુસ્સા પર કાબુ રાખવો.
 • કેરિયર/પ્રોફેશન
  નોકરીમાં આ મહિનો શાંતિથી વીતે. ધંધામાં પણ વાતાવરણ સારું રહે. 17 નવેમ્બર પછી ધંધા માટે વિદેશમાં સંબંધો બંધાય
 • હેલ્થ
  જૂના રોગ ઉથલો ના મારે તેની સાવધાની રાખવી.
 • ઉપાય
  ચંદ્રના જાપ કરવા. શિવની ઉપાસના કરવી તેમજ અબોલ પ્રાણીની સહાયતા કરવી. રાશિફળ- જ્યોતિષાચાર્ય માનસી શાહ
કર્ક
(ડ. હ.)
 • પોઝિટિવ
  આ વર્ષ દરમિયાન ગુરુ આપની રાશિથી ચોથા સ્થાને ભ્રમણ કરશે. જેને કારણે યશ-માનપ્રતિષ્ઠામાં વધારો થાય. ધંધા-વ્યવસાયમાં પ્રગતિ થાય. ભાગીદારીથી કરેલો વ્યવસાય સફળ થતો હોય તેમ જણાય. આ વર્ષ દરમિયાન ધાર્મિક સ્થાનોમાં જવાનું થાય સાથે પુણ્યમાં વધારો થાય. આપને આર્થિક દૃષ્ટિએ સફળતા મળશે જે આપના માટે રાહતના સમાચાર છે. આપના માથે દેવું હશે તે ધીરે ધીરે ઊતરતું જણાય. પોતાની શક્તિ અને સાહસ પ્રમાણે કરેલા કાર્યનું ફળ જરૂરથી મળશે. શેર-સટ્ટાથી દૂર રહેવું. જુગારની લત હશો તો નાણાકીય સ્થિતિ સુધરવાના કોઇ યોગ નથી. ખર્ચને બને તેટલો કાબૂમાં રાખવો. ધર્મક્ષેત્રમાં નાણાં વ્યય કરવાથી લાભની પ્રગતિ થાય.
 • નેગેટિવ
  શનિ મહારાજનું ભ્રમણ આ વર્ષના પ્રારંભમાં રોગ-શત્રુ એટલે કે છઠ્ઠા સ્થાનેથી થશે. જેના કારણે શત્રુઓમાં વધારો થાય. સાથે વાદ-વિવાદમાં સફળતા ન મળે. અણધાર્યાં વિઘ્નો આવે જે વિચાર્યું ન હોય તે થવાથી મન ખિન્ન રહે. જેટલી મહેનત કરો છો તેનું ફળ ન મળે. પોલીસ, કોર્ટકચેરીના, આયકર વિભાગના, વેચાણ વિભાગના ઝપાટામાં ધક્કા ખાવા પડે. ખાવા-પીવા સાથે ઊંઘ હરામ થઇ જાય. આ વર્ષે આપની રાશિમાં રાહુ રહેશે જ જેથી માનસિક દૃષ્ટિએ આપ બહુ જ પરેશાન રહેશો. શું થાય છે અને શું થઇ રહ્યું છે તેની સમજ પડશે નહીં. ચોથે ગુરુ શત્રુસ્થાને છે. જેથી બેચેની વધતી જાય. વર્ષના મધ્યભાગ પછી પરિસ્થિતિમાં સામાન્ય બદલાવ આવે. મનને શાંત રાખવા માટે આપની રાશિના સ્વામીની આરાધના કરવી એટલે કે ચંદ્રદર્શન તેમજ તેના જાપથી લાભ. આ વર્ષ દરમિયાન વિદેશથી લાભ દેખાતો નથી. એક વખત આપની ફાઇલ રિઝેક્ટ થઇ હોય તો પુન: નાણાંનો વ્યય કરવો નહીં.
 • ફેમિલી
  કૌટુંબિક દૃષ્ટિએ આપને રાહત મળશે. આપ સંયુક્ત કુટુંબમાં રહો છો તો બધાનો સહયોગ સારો પ્રાપ્ત થાય. આપના લગ્નની વાતોથી આપનું મન પ્રસન્ન રહે. આપનાં લગ્ન થઇ ગયાં છે તો એકબીજાને ખાસ સમજવાનો પ્રયત્ન કરો. વધુ ને વધુ એકબીજાને સમય આપો. આપના દરેક પ્રશ્નોનું સમાધાન અવશ્ય થશે. પરિવાર સાથે નાના પ્રવાસનું આયોજન થઇ શકે છે. ધાર્મિક યાત્રાથી આપના મનનો બોજો ઓછો થતો લાગશે. આપને આ વર્ષે સંતાનસુખ સારું મળશે. આપને સંતાનના સ્વાસ્થ્યની ચિંતા હોય તો આ વર્ષ દરમિયાન સ્વાસ્થ્ય સુધરતું જશે. સંતાનો માટે ખર્ચ થઇ શકે છે.
 • લવ
  દરેક વ્યક્તિના જીવનમાં પ્રેમ અગત્યનું સ્થાન ધરાવે છે. જો આપ પરિણીત છો અને પ્રેમ સંબંધ છે તો તે આપના માટે ઘાતક સાબિત થઇ શકે છે. માટે આપના જીવનસાથીને દગો ન આપશો. આપના પ્રેમપ્રકરણની શરૂઆત આપના કોઇ મિત્ર થકી થઇ શકે છે. જેવું આપ વિચારો છો તેવા સાથી આપને પ્રાપ્ત થાય પણ તે બધો ખેલ ટૂ઼ંકાગાળાનો હોઇ શકે છે.
 • કેરિયર/પ્રોફેશન
  આપનો સૌથી અગત્યનો તબક્કો એટલે નોકરી-ધંધો. નોકરીના કામકાજનો કાર્યભાર વધતો જાય. આપની જો કોન્ટ્રાક્ટ નોકરી હોય તો થોડી મુશ્કેલી પડે. આપના સિનિયરનો લાભ આપને ન મળે. ભ્રષ્ટાચાર લાંચ-રુશવતથી દૂર રહેવું. ધંધામાં આપનું ધ્યાન ઓછું થતાં કેટલાક પ્રશ્નો સર્જાઇ શકે છે. આપનાં ધર્મપત્નીના નામે ધંધો હોય તો આવકમાં વધારો થવાની શક્યતા છે. ભાગીદારો સાથે ધંધો કરતા સાવધાની જરૂરથી રાખવી. આ વર્ષે આપની સંપત્તિમાં ફેરફાર કરવો હશે તો શક્ય બનશે. જૂની સંપત્તિ વેચી નવી સંપત્તિ લઇ શકાય છે. આપની રાશિ પ્રમાણે આપ જો ખેડૂત ખાતેદાર હોવ તો જમીનથી લાભ થઇ શકે છે. પોતાનું મકાન ખરીદવાનું કે બનાવવાનું વિચાર કરતા હશો તો તેમાં લાભ થશે. એકંદરે ચોથા સ્થાનનું સુખ મળી શકે છે.
 • હેલ્થ
  આ વર્ષ આપને ખાસ આરોગ્ય સાચવવાની સલાહ છે. ડાયાબિટીસ, બી.પી. જેવા રોગોની પ્રથમ વખત મુલાકાત થઇ શકે છે. જે જાતકો પહેલા કોઇ રોગથી પીડિત છે તો તેમને ખાસ સાવધાની રાખવી જે કોઇ ડોક્ટરની સલાહ હોય તેમ વર્તવું.
 • ઉપાય
  આ વર્ષ દરમિયાન આપને આંતરિક અને બાહ્ય શક્તિની ખાસ જરૂરિયાત છે માટે જગદંબા ભગવતી મા અંબાનું સમગ્ર વર્ષ પૂજન અર્ચન કરવું. દુર્ગા સપ્તશતીનો પાઠ દર રવિવારે કરવો.

ગ્રહદશાવધુ

રાશિ-ઉપાયવધુ

વાસ્તુશાસ્ત્રવધુ