Aries Daily Horoscope (દૈનિક મેષ રાશિફળ), Mesh Rashi 2018, Aries Zodiac Sign Horoscope Today, Weekly, Monthly & Yearly

Divya Bhaskar

રાશિફળ
Home » Jyotish Vastu » Rashifal
મેષ
(અ. લ. ઈ.)
 • પોઝિટિવ
  સંતાનોની બાબતોમાં સારા સમાચાર મળી શકે છે. બિઝનેસમાં કામનું ભારણ વધશે. કોઇ મોટું જોખમ લેશો તો તેનો ફાયદો મળશે. દૂર રહેતા લોકોનો સહયોગ મળી રહેશે.
 • નેગેટિવ
  ભાવનાઓમાં વહીને કોઇ એવી વાત ન કરવી, જેનાથી તમારી મુશ્કેલીઓ વધે. કોઇ નુકસાન પણ થઈ શકે છે. જવાબદારીઓ પૂરી કરવામાં મન ઓછું લાગશે.
 • ફેમિલી
  પાર્ટનર દ્વારા સરપ્રાઇઝ મળી શકે છે.
 • લવ
  લવ લાઇફમાં સાવધાની રાખવી. એવી કોઇ વાત બહાર આવી શકે છે, જેને તમે ગુપ્ત રાખવા ઇચ્છતા હોય.
 • કેરિયર/પ્રોફેશન
  સમજદારીનો ફાયદો મળી રહેશે. બિઝનેસમાં નવી તક શોધવા માટે સમય યોગ્ય નથી.
 • હેલ્થ
  પેટના રોગ સતાવી શકે છે.
 • ઉપાય
  હનુમાન મંદિરમાં નારાસડી ચઢાવો.
મેષ
(અ. લ. ઈ.)
 • પોઝિટિવ
  આ સપ્તાહમાં ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. નોકરીમાં પ્રગતિ મળશે. બિઝનેસમાં સફળતા મળશે. આ સપ્તાહમાં બુધવાર પછી સારું પ્લાનિંગ કરી શકશો. આ પ્લાનિંગ પ્રોફેશન કે પરિવાર સાથે જોડાયેલું હશે. નોકરી અને બિઝનેસમાં તમને ફાયદો થશે. તમારી યોજનની ઝડપ આગળ ધપાવવાનો સમય છે. આ યોજનાથી લાભ અને રોકાણથી ફાયદો મળવાના યોગ છે. આરોગ્યની ચિંતા ઓછી થશે.
 • નેગેટિવ
  દુશ્મનોથી સાવધાન રહેવું. તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું, નહીંતર મુશ્કેલીમાં મૂકાય શકો છો. ધંધાના કામમાં થોડા વ્યસ્ત રહેશો. નોકરિયાતવર્ગે કામને લઈને ભાગદોડ રહેશે. લગ્નજીવનમાં તણાવ વધશે. કુવારાઓને પ્રેમમાં દગો મળી શકે છે. વિચારીને આગળ વધવું.
 • ફેમિલી
  લવ લાઈફ માટે આ સમય સારો નથી. અમુક લોકો પરેશાન થઈ શકે છે. લવ લાઈફ સાથે જોડાયેલા જૂના વિવાદો આ સપ્તાહમાં ઉકેલાય જવાના યોગ છે.
 • લવ
  જીવનસાથી સાથે અણબનાવ થઈ શકે છે. કોઈ વાતને લઈને વિવાદ થવાના યોગ છે. કામના ભારને તમે લગ્નજીવન પર હાવી ન થવા દો.
 • કેરિયર/પ્રોફેશન
  નોકરિયાતવર્ગ માટે સમય અનુકૂળ છે. પ્રમોશન મળવાના યોગ બને છે. ભાગીદારીવાળા ધંધામાં રોકાણ કરવામાં સાવધાની રાખો. ધનલાભ થશે. ધંધામાં મહેનત વધારે કરવી પડશે.
 • હેલ્થ
  આ સમય તમારા માટે ઠીક રહેશે. બાળકોના આરોગ્યને લઈને થોડી ચિંતા રહે. સંતાનને પેટ સંબંધીત સમસ્યા થઈ શકે.
 • ઉપાય
  દૂધમાં જળ મેળવી શિવલિંગ પર અભિષેક કરો અને ઓમ નમ: શિવાયના 108 જાપ કરો.
મેષ
(અ. લ. ઈ.)
 • પોઝિટિવ
  વિદેશયાત્રાની સંભાવના થાય, આવકમાં વધારો થાય. ગવર્નમેન્ટ તરફથી માન-સન્માન મળવાની સંભાવના છે. પિતા સાથેના સબંધોમાં સુધારો આવે. નવી જમીન ખરીદી શકાય. 10,11,18,19, શુભ દિવસો છે.
 • નેગેટિવ
  શેર માર્કેટમાં ઘણું ઉપર નીચે થાય. ફાયદા કરતાં નુકસાન વધુ થાય. માતાનું હેલ્થ બગાડે. વિદ્યાભ્યાસમાં અડચણ આવે. પૈસા આવે પણ તેની સામે ખર્ચો પણ એટલો જ થાય. મિત્રો દગો આપી શકે છે. 12,13,16,17,26,27 અશુભ દિવસો છે.
 • ફેમિલી
  ફેમિલીમાં વાતાવરણ ઘણું સારું રહે. કોઈ ધાર્મિક -માંગલિક પ્રસંગ ઉજવાય. મોટા ભાઈ-બહેનને ધંધામાં નુકસાન થાય. બાળકને વિદ્યાભાસમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે. તેમનો ગુસ્સો વધે.
 • લવ
  લવ લાઈફમાં ઘણું ધ્યાન રાખવું. પાર્ટનર ચીટિંગ કરી શકે છે. તમારા પર ખોટા આરોપ લગાડી શકે છે. હમણાં કોઈને પ્રોપોઝ ન કરવું.
 • કેરિયર/પ્રોફેશન
  એકંદરે ધંધામાં અને નોકરીમાં ઘણું સારું રહે. તમારા કામને બિરદાવવામાં આવે. નોકરીમાં તમને ઘણું સારુ કમિશન મળે.
 • હેલ્થ
  હેલ્થ પણ ઘણું સારું રહે. ફક્ત મોસમી બીમારી જેવી કે તાવ, શરદી, કફથી ધ્યાન રાખવું.
 • ઉપાય
  હનુમાનની આરાધના કરવી. ઘરમાં કે બહાર વૃક્ષારોપણ કરવું. તુલસીના છોડની સારસંભાળ લેવી. રાશિફળ- જ્યોતિષાચાર્ય માનસી શાહ
મેષ
(અ. લ. ઈ.)
 • પોઝિટિવ
  વર્ષના પ્રારંભમાં ગુરુનું ભ્રમણ આપની જન્મ રાશિથી સાતમા સ્થાને રહેશે. ગુરુની કૃપાથી સર્વાંગી ઉન્નતિ થાય. સમાજમાં માનપ્રતિષ્ઠામાં વધારો થાય. આવકની તકો ઊભી થાય. વ્યસાયમાં તકો મળે, નોકરીમાં બઢતીના યોગ બને. આ વર્ષે સ્થાવર જંગમ મિલકત ખરીદવાના યોગ બનતા નથી પણ જો મકાન બનાવતા હશો તે નિર્વિઘ્ને પરિપૂર્ણ થશે. આપની માતાના નામે જમીન ઇત્યાદિ કરવી લાભદાયી બનશે.
 • નેગેટિવ
  શનિ મહારાજ આપની જન્મ રાશિથી ભાગ્ય સ્થાનેથી ભ્રમણ કરે છે. આ વર્ષ દરમિયાન વારંવાર ભાગ્યને કોસવું પડે. ધાર્યું કાર્ય ન થતું હોય તેવું લાગે. શત્રુનો ભય રહ્યા કરે. ભાગ્યના ભરોસે કાર્ય કરવું નહીં. રાહુ ગ્રહ આ વર્ષ દરમિયાન આપની રાશિથી ચોથા સ્થાને ભ્રમણ કરશે. ચોથા સ્થાનનો રાહુ મુશ્કેલી ઉપસ્થિત કરે છે. હૃદય કંઇ કહે અને મન કંઇક બીજું કરે. મનની વ્યથા કોઇને કહી શકાય નહીં. જમીનના જૂના સોદાઓ ચિંતામાં વધારો કરાવે. કોર્ટ કેસ ઇત્યાદિમાં રાહુ પ્રતિકૂળ જણાય. પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું.
 • ફેમિલી
  આ વર્ષ પત્ની-સંતાન પરિવાર માટે શ્રેષ્ઠ ફળદાયી બની રહે. છેલ્લા કેટલાય સમયથી ચાલતા વાદ-વિવાદનો અંત આવે. લગ્નજીવન મધુર બને. પોતાના જીવનસાથી સાથે સુમેળ બનાવી રાખવો. જે નિર્ણય લો તે એકબીજાની સલાહથી લેશો તો લાભદાયી થશે.
 • લવ
  વર્ષની શરૂઆત પ્રિય વ્યક્તિના વિયોગથી થાય. આપની લાગણીમાં વધારો થશે. આપના ભોળપણનો કોઇ લાભ ન લે તેનું ધ્યાન રાખવું. કોઇપણ નિર્ણયમાં આંધળી દોટ ન મૂકવી. વર્ષના અંત સુધીમાં આપના પ્રેમ સંબંધોમાં નવો વળાંક આવી શકે છે. આ વર્ષે જે જાતકોનાં લગ્ન નથી થયાં તેવા જાતકોને લગ્નજીવનનું સુખ પ્રાપ્ત થઇ શકે છે.
 • કેરિયર/પ્રોફેશન
  નોકરી અને ધંધામાં સારી સફળતા પ્રાપ્ત થાય. આવક અને જાવકનું બેલેન્સ બનાવી શકાય. છેલ્લાં બે વર્ષથી જે મુશ્કેલીનો સામનો કરો છો તેનો આ વર્ષ દરમિયાન નહીં કરવો પડે. વર્ષના મધ્યભાગમાં કોઇની સાથે છેતરામણી થાય નહીં તેની કાળજી રાખવી. લોભ-લાલચમાં ફસાશો તો મુશ્કેલીમાં વધારો થશે. એકદંરે આ વર્ષ નાણાકીય દ્રષ્ટિએ મધ્યમ ફળદાયી બની રહે.
 • હેલ્થ
  નોકરી અને ધંધામાં સારી સફળતા પ્રાપ્ત થાય. આવક અને જાવકનું બેલેન્સ બનાવી શકાય. છેલ્લાં બે વર્ષથી જે મુશ્કેલીનો સામનો કરો છો તેનો આ વર્ષ દરમિયાન નહીં કરવો પડે. વર્ષના મધ્યભાગમાં કોઇની સાથે છેતરામણી થાય નહીં તેની કાળજી રાખવી. લોભ-લાલચમાં ફસાશો તો મુશ્કેલીમાં વધારો થશે. એકદંરે આ વર્ષ નાણાકીય દ્રષ્ટિએ મધ્યમ ફળદાયી બની રહે.
 • ઉપાય
  આપના તમામ પ્રશ્નોના નિવારણ માટે આ વર્ષ દરમિયાન દર શુક્રવારે સાત ગોમતી ચક્રોનું પૂજન કરવું. પૂજન કરી ગોમતી ચક્રો પૂજાઘરમાં વિષ્ણુ અથવા લક્ષ્મીજીની પ્રતિમા આગળ મૂકી દેવા. મુશ્કેલીઓ સામાન્ય થતી જણાશે.

ગ્રહદશાવધુ

રાશિ-ઉપાયવધુ

વાસ્તુશાસ્ત્રવધુ