Kumbh Rashi 2018 (દૈનિક કુંભ રાશિફળ), Aquarius Daily Horoscope, Aquarius Zodiac Sign Horoscope Today, Weekly, Monthly & Yearly

Divya Bhaskar

રાશિફળ
Home » Jyotish Vastu » Rashifal
કુંભ
(ગ. સ. શ. ષ.)
 • પોઝિટિવ
  નવો ફોન કે કમ્પ્યૂટર ખરીદી શકો છો. તમારી પાસે પહેલાંથી હોય તેને રિપેર કરાવી શકો છો. આજે તમે ઓફિસ સમયસર પહોંચી શકો છો. કામ પણ સમયસર પૂરાં થશે. મનની વાત પ્રેમીને કહી શકો છો. પ્રેમ વ્યક્ત કરવામાં સંકોચ ન કરવો. રચનાત્મક કામમાં સફળતા મળવાના યોગ છે.
 • નેગેટિવ
  નોકરી કે બિઝનેસમાં તમારી કોઇ ભૂલ બહાર આવી શકે છે. ધનહાનિના યોગ છે. અડચણો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. દરેક કામમાં સાવધાની રાખવી.
 • ફેમિલી
  માતા સાથે સંબંધો મજબૂત થઈ શકે છે. કાયદાકિય કામકાજમાં કોઇ મોટો બદલાવ ન કરવો.
 • લવ
  પ્રેમ સંબંધોને નવી દિશા મળશે. નવા સંબંધોની શરૂઆત થઈ શકે છે.
 • કેરિયર/પ્રોફેશન
  બિઝનેસ કરતા લોકો માટે સમય સામાન્ય છે. રોકાણ સમજી-વિચારીને કરવું. જમીનથી લાભ મળશે. જૉબ માટે તૈયારી કરતા રહો. ભણવામાં મન લાગશે.
 • હેલ્થ
  એસિડિટિ થઈ શકે છે.
 • ઉપાય
  મસાલેદાર ભોજનથી દૂર રહેવું.
કુંભ
(ગ. સ. શ. ષ.)
 • પોઝિટિવ
  આ અઠવાડિયું તમારા માટે સારું છે. ઇચ્છિત સફળતા, અટકેલું ધન અને માનસિક સંતોષ મળી શકે છે. માન-સન્માન પણ મળશે. કરિયરમાં આગળ વધવાની તક પણ મળશે. કોઇ નવી યોજના પર કામ કરી શકો છો અને તેમાં તમને સફળતા પણ મળશે. મહેનત અને ધીરજનું સારું ફળ મળશે. બિઝનેસ અને કાર્યક્ષેત્રમાં કોઇ મોટો સોદો થઈ શકે છે. આરામની તક મળશે. નવાં કામમાં રસ પડશે. મન પ્રસન્ન રહેશે. મહત્વના લોકો તમારાં વખાણ કરી શકે છે.
 • નેગેટિવ
  ઉતાવળિયા નિર્ણય લેવામાં કંટ્રોલ રાખવો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
 • ફેમિલી
  જીવનસાથી દ્વારા કોઇ સરપ્રાઇઝ અને ખુશી મળી શકે છે.
 • લવ
  પ્રેમીઓ માટે આ દિવસો સારા છે.
 • કેરિયર/પ્રોફેશન
  એન્જિનિયરિંગના સ્ટૂડન્ટ્સને વધારે મહેનત કરવી પડે. લૉના સ્ટૂડન્ટ્સને સફળતા મળી શકે છે. પ્લાનિંગ કરી એ પ્રમાણે કામ કરવું. જૂના પ્લાનિંગમાં સફળતા મળી શકે છે. નવી યોજનાઓ પર કામ શરૂ કરવાના યોગ છે. અચાનક ધનલાભના યોગ છે.
 • હેલ્થ
  જૂના રોગ સતાવી શકે છે.
 • ઉપાય
  ખાનપાનમાં સાવધાની રાખવી.
કુંભ
(ગ. સ. શ. ષ.)
 • પોઝિટિવ
  ઘણા વખત પછી તમને લાબું વેકેશન માણવા મળે. આ મહિનામાં તમે ખૂબજ સ્ફૂર્તિલા રહો. નવી મુલાકાત અને ઓળખણ ફાયદાજનક રહે. કોર્ટકચેરીનાં કામમાં સફળતા મળે. 4,5,8,9,17,18 શુભ છે.
 • નેગેટિવ
  બોગસ ફોન, ઓફર, મેઈલથી સાવધાન રહેવું, પૂરતી તપાસ કર્યા વગર ક્યાંય રોકાણ ના કરવું, નુકસાન થવાની શક્યતા છે. કોઈપણ બાબતમાં લાલચ કરશો તો પછતાશો. 6,7,10,11,19,20 અશુભ છે.
 • ફેમિલી
  ઘરનું વાતાવરણ ઘણું સારું રહે. નાના ભાઈ-બહેનની પ્રગતિ થાય. સંતાનને તેમના કાર્યક્ષેત્રમાં સફળતા મળે. ઘરના વડીલનો મોભો વધે.
 • લવ
  પ્રેમ માટે આ મહિનો ઘણો અનુકૂળ રહે. તમે તમારા પ્રિય પાત્ર સાથે ભવિષ્યનો વિચાર કરી શકો. સાથે સારો સમય વિતાવી શકો.
 • કેરિયર/પ્રોફેશન
  નોકરીમાં તમને બોસ તરફથી સહકાર મળે. તમારા કામની કદર થાય. પણ જો તમે નવી જોબ શોધતા હોય તો હમણાં સમય અનુકૂળ નથી. ધંધામાં નરમ-ગરમ ચાલ્યા કરે. કોઈ પણ નવી લોન લેતા પહેલા વિચાર કરવો.
 • હેલ્થ
  પેટમાં ગેસ અપચાની તકલીફથી સાવધાન રહેવું.
 • ઉપાય
  સરસ્વતી વંદના કરવી. ગુરુના જાપ કરવા. જરૂરિયાતમંદને શિક્ષણ પ્રદાન કરવું. રાશિફળ: જ્યોતિષાચાર્ય માનસી શાહ
કુંભ
(ગ. સ. શ. ષ.)
 • પોઝિટિવ
  આ વર્ષ દરમિયાન ગુરુ ગ્રહનું ભ્રમણ આપની રાશિથી નવમા એટલે કે ભાગ્ય સ્થાનેથી રહેશે. આ ભાગ્ય સ્થાનનો ગુરુ આપને માન-સન્માન અપાવે. આપનાં અગત્યનાં કાર્યો આપ પૂર્ણ કરી શકો. ગુરુ આપના મિત્રોમાં વધારો કરે. બગડેલા સંબંધો સુધારવામાં મદદ કરે. આપનાં સર્જનાત્મક કાર્યોમાં સાનુકૂળતા મળતા આનંદ જણાય. બેચેનીનો બોજ હળવો થાય. આ વર્ષ વિદેશ માટે સારું રહેશે. અમેરિકાથી આપને ફાયદો વધુ રહેશે. આપનાં રોજિંદાં કામમાં વ્યસ્ત રહેવાથી નવા મિત્રો થાય અને મિત્રો થકી વિદેશનો લાભ મળે. શનિ ગ્રહનું ભ્રમણ આપની રાશિથી લાભ સ્થાનેથી પસાર થશે જે આપના માટે શુભ ફળના સંકેત આપે છે. સંજોગો આપના દિવસે દિવસે સુધરતા જાય. આપના સહાયકોની મદદથી આપની વૃદ્ધિ થતી જણાય. આપનાં નાણાં જ્યાંથી લેવાનાં છે ત્યાંથી આપ મેળવી શકો. શુભ કાર્ય થાય. એકદંરે શનિ મહારાજ શુભ ફળદાયી છે. કોર્ટ-કચેરીમાં સફળતા મળશે. રાહુ ગ્રહનું ભ્રમણ આ વર્ષ દરમિયાન આપની રાશિથી છઠ્ઠા સ્થાને રહેશે. આ સમયમાં રાહુ શુભ ફળ આાપશે. આપના ગૂંચવડાવાળા પ્રશ્નોનું નિરાકરણ મળે. કોઈ પણ રોગ કે તકલીફ આપને પડે તેનું નિરાકરણ આવતું જણાય. વ્યવસાયમાં ઉન્નતિ દેખાય. આપની મહેનત રંગ લાવતી હોય તેમ લાગે. નવાં કાર્યો, ખરીદી અને પ્રવાસોના કારણે ખર્ચ વધશે. મહત્ત્વના પ્રોજેક્ટો પર કામ થાય. ઘરમાં યજ્ઞ કરવાનું સ્વપ્ન પૂર્ણ થાય. આ વર્ષે તમારી માનસિક મૂંઝવણો દૂર થવા લાગે. મુશ્કેલીનાં વાદળો હટશે અને સાનુકૂળ સંજોગો નિર્માણ થાય. જેના કારણે આપનું મન શાંત રહે. ખાસ આ સમયમાં પ્રગતિના પ્રસંગો ઊભા થાય. અણધારી મદદ મળે. આ ઉપરાંત જૂની ઉઘરાણી પતે. મહિલાઓ માટે આ વર્ષ મધ્યમ ફળદાયી બનશે.
 • નેગેટિવ
  વર્ષના અંત ભાગમાં સામાન્ય મુશ્કેલી પેદા થતી જણાશે. અલબત્ત ખર્ચાઓનો પ્રવાહ ઘટશે નહીં, તેથી તમારી પરિસ્થિતિ તંગ રહે. આપનું અંગત આરોગ્ય સાચવવું. વર્ષના મધ્યભાગમાં અતિશય કામકાજનું દબાણ તથા વધારાના ખર્ચના પ્રસંગો બની શકે છે. આ વર્ષે મિલકતમાં ખાસ કોઈ ફેરફારના યોગો દેખાતા નથી. આપના પિતાના નામની કોઈ સંપત્તિ હોય તો તેને તબદીલ કરી શકો છો. જમીન નવી ખરીદી હોય તો તેનો દસ્તાવેજ ઇત્યાદિ આ વર્ષે કરવાના હોય તો કરી શકો. આપના પુરુષાર્થ અને આપની ભાવનાઓનું ફળ મળવાનું હજુ રાહ જોવી પડે, પણ છુપા શત્રુઓ છળકપટ કરે. આપને છેતરવાના આયોજન કરે, પણ છેતરામણીથી સાવધાન રહેવું. કાયદા-કાનૂનના ચક્કરમાં થાકી જવાય. આપ સાચા હોવ છતાં ન્યાય માટે લડવું પડે. જો ખોટા હશો અને લડશો તો નીચલી અદાલતોમાં લાભ થાય, પરંતુ કુદરતની અદાલતમાં ભારે સજા ભોગવવી પડે. મહિલાઓને વ્યક્તિઓનો સહકાર ન મળવાથી ઉદાસ રહેવા લાગશો. મહિલાઓને નાનાં ભાઈઓ-બહેનો આપને સમજી શકે નહીં. આપના બોસ આપની કાર્યશૈલી અને કાર્યની પ્રસંસા કરે. આપનો નિખાલસ અને માયાળુ સ્વભાવ આપની ખ્યાતિને વિસ્તાર કરાવે.
 • ફેમિલી
  એકદંરે દાંપત્યજીવન આ વર્ષે મધુર રહે. આપના ધર્મપત્ની આપનું ધ્યાન રાખશે તે સૌથી મહત્ત્વનું છે. આપના પત્નીનું સ્વાસ્થ્ય વર્ષના પ્રારંભમાં થોડું નરમગરમ રહે, પરંતુ સમય જતા સારું રહેશે. જો આપ લગ્ન માટે વિચાર કરી રહ્યા છો તો આ વર્ષ આપના માટે સારું રહેશે. આપે જે પ્રમાણે વિચાર્યું છે તે પ્રમાણે આપનાં અર્ધાંગિની હોઈ શકે છે. એકંદરે લગ્નજીવન પવિત્ર સંબંધ છે, જેથી તેની ગરિમા જાળવી રાખવી. એકબીજાને સાંભળવા પછી નિર્ણય લેવો. આપના સંતાન સંબધિત પ્રશ્નો આપને ફળીભૂત થતા જણાય. બાબો હોય કે બેબી પ્રભુનો પ્રસાદ સમજી સ્વાગત કરવું. આપના બાળકોની ખોટી આદતો આપની મુશ્કેલીનું કારણ બને. આપનાં સંતાનો ઉચ્ચ અભ્યાસ કરતાં હોય તો સફળ બને જેનો ઉત્સાહ આપમાં ખૂબ હોય. આપના અભ્યાસની વાત કરીએ તો યાદશક્તિનો પ્રશ્ન રહે. સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને શરૂઆતમાં થોડી ગતિ ધીમી જણાય, પણ સમય જતા વાંધો નહીં આવે. ભારતીય સિવિલ સર્વિસની પરીક્ષાઓ પાસ કરી ભારત દેશની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થાય. મકાનમાં રિનોવેશન કરાવવું પડે. નવા મકાનની શોધ ચાલુ રહે. એકંદરે જમીન-મકાનમાં આપનું રોકાણ નિષ્ફળ રહે માટે કોઈ પણ મોટાં સાહસ કરવાં નહીં.
 • લવ
  આ વર્ષે આપના પ્રેમીથી આપને ફાયદો થશે. છેલ્લા કેટલાય સમયથી જે વાયદા અને વચનો આપતા હતા તેમાં વચન પાળવાનો સમય આવે અને તે સત્ય બને. આપનાથી આપના પ્રેમી વફાદારી નિભાવે. વર્ષના મધ્યભાગ પછી નાની નાની વાતમાં બોલવાનું થાય. રિસાવાનું થાય આ ક્રમ ચાલ્યા કરે. એકંદરે બંનેનો નિ:સ્વાર્થ પ્રેમ એક આગવા મુકામે પહોંચે.
 • કેરિયર/પ્રોફેશન
  નોકરીમાં આપ સફળતાનાં શિખરો સર કરી શકો છો. સરકારી નોકરીમાં પ્રમોશન મળે. તમારા કામની કદર થાય. કામચલાઉ નોકરી કરતા હોય તેમને સારી નોકરી મળે. શરૂઆતમાં વતનથી દૂર નોકરી મળે છે. સમય જતાં આપના વતનમાં પરત આવી શકો. ધંધામાં આ વર્ષ સફળતાનું રહે. છેલ્લાં જેટલાં વર્ષોનું નુકસાન હોય તે આ વર્ષમાં પાછું એકત્રિત કરી શકો છો. તમારી મહેનત, આત્મવિશ્વાસ ધંધાને પ્રગતિ કરાવે. આવનારો આપનો સમય એકંદરે ઘણી રીતે અનુકૂળ નીવડે ખાસ કરીને નાણાકીય મૂંઝવણો દૂર કરવા. આર્થિક અવસ્થાઓ અંગે આ સમય અગત્યનો બનશે. આર્થિક સમસ્યાનો ઉકેલ મળે. આવક વધારી શકાય. આવકના નવા રસ્તા ખોલી શકાય. નાણાં મહેનતથી કમાશો તો તેનો આનંદ કંઈક જુદો હશે, પરંતુ જો ટૂંકાગાળાના ફાયદાથી વિચારી રોકાણ કરશો તો મોટું નુકસાન થઈ શકે છે.
 • હેલ્થ
  આપની રાશિનો અધિપતિ ગ્રહ શનિ વર્ષારંભે દસમા સ્થાનેથી આગળ વધે છે. ત્યારબાદ અગિયારમા ભાવેથી પસાર થઈ ત્રીજી દૃષ્ટિએ પોતાના જ ઘરને જુએ જેથી આરોગ્ય તો ખૂબ સારું જ રહેશે. શરીરમાં વિચારવાયુનું પ્રમાણ વધવાથી શરીર ફૂલી શકે છે. પેટની તકલીફના કારણે વારંવાર ઝાડા થઈ શકે છે. ઊંઘનું પ્રમાણ ઓછું થાય. પ્રવાસના આયોજન કરી શકાય. મોટાભાગે આપ હજી સુધી જ્યાં નથી ફરી શક્યા ત્યાં આપ જઈ શકો છો. ધર્મ સ્થાનની યાત્રા શુભફળદાયી બને. મહિલાઓી ચિંતા વધશે એટલે ખાવાનું વધે, પણ ચટપટું મસાલેદાર ખાવાથી સાવધાની રાખવી. ચામડીના રોગ શક્ય છે. એકદંરે સ્વાસ્થ્ય સાચવવું.
 • ઉપાય
  આ વર્ષ એકદંરે આપના માટે શુભ ફળદાયી જ છે, પરંતુ વધુ શુભત્વ પ્રાપ્ત કરવા માટે ભગવાન શ્રી રામની આરાધના લાભદાયી બને. રામની ભક્તિ કરવાથી તમામ દુ:ખ દરિદ્રતા દૂર થાય. દરરોજ રામરક્ષા, સ્તોત્રનો પાઠ કરવો. રામચરિત્ર માનસના પાઠ કરવા. કોઈ પણ મુશ્કેલી હશે તો માનસથી જવાબ અચૂક મળશે.

ગ્રહદશાવધુ

રાશિ-ઉપાયવધુ

વાસ્તુશાસ્ત્રવધુ