હસ્તરેખાશાસ્ત્ર / અંત:કરણ રેખા લાંબી, ઊંડી, સ્પષ્ટ, ગુલાબી રંગની હોય તો તે ઉત્તમ સમજવી

Understanding it is best if the intercurrent line is long, deep, clear, pink

  • ગુરુની આંગળીના નીચેના ભાગમાંથી નીકળી બુધના પર્વતના નીચેના ભાગ સુધી જાય છે
  • અંત:કરણ રેખા ગુરુના પર્વત ઉપરથી સીધી નીકળી હોય તો તેવી વ્યક્તિ ઉદાર અંત:કરણ ધરાવનાર હોય છે
  • ગુરુના પર્વત ઉપર અંત:કરણ રેખામાંથી એક અથવા બે શાખા નીકળે તો તેવી વ્યક્તિ પરમ ભાગ્યશાળી  હોય છે

Divyabhaskar.com

Sep 19, 2019, 03:58 PM IST

ધર્મ ડેસ્ક: અંત:કરણ રેખા ગુરુની આંગળીના નીચેના ભાગમાંથી નીકળી બુધના પર્વતના નીચેના ભાગ સુધી જાય છે. અંત:કરણ રેખા લાંબી, ઊંડી, સ્પષ્ટ, ગુલાબી રંગની હોય અને ગુરુના પર્વત ઉપરથી નીકળી હોય તો તે ઉત્તમ સમજવી. તેના દ્વારા આપણા હૃદયના વિવિધ ભાવોને આપણે સ્વયં જાણી શકીએ છીએ.

જો અંત:કરણ રેખા ગુરુના પર્વત ઉપરથી સીધી નીકળી હોય તો તેવી વ્યક્તિ ઉદાર અંત:કરણ ધરાવનાર, શાંત સ્વભાવની અને મહત્ત્વાકાંક્ષી, સત્યવક્તા,સદાચારી, પરોપકારી શુદ્ધ અંત:કરણ ધરાવનાર તેમજ ઉચ્ચ કોટિની પ્રેમની ભાવના ધરાવનાર બની રહે છે. જો આ રેખા ગુરુ અને શનિની આંગળીના વચ્ચેથી નીકળે તો તેવી વ્યક્તિ વ્યવહારજ્ઞાનમાં કુશળ પુરવાર થાય તે પોતાના મનોવિકાર પર કાબૂ ધરાવનાર અને વધતા ઓછા અંશે સ્વાર્થભાવના ધરાવનાર પણ હોય છે.

(આકૃતિ-1). જો ગુરુના પર્વત ઉપર અંત:કરણ રેખામાંથી એક અથવા બે શાખા નીકળે તો તેવી વ્યક્તિ પરમ ભાગ્યશાળી તેમજ મિત્ર અને સ્ત્રી બંને પર પ્રેમ ધરાવનાર બની રહે છે. તે વૃદ્ધાવસ્થામાં વિશેષ ધન સુખ ભોગવે છે.

(આકૃતિ-2). જો અંત:કરણની એક શાખા નીચે મસ્તકરેખામાં ગઇ હોય તો, આવી વ્યક્તિએ પ્રેમસંબંધોથી દૂર રહેવું હિતાવહ ગણાય અન્યથા તેમાં અપયશ મળે છે.

(આકૃતિ-3). અંત:કરણ રેખા પર તાંબાના લાલ રંગના અથવા સફેદ રંગના બિંદુ-ડાઘા હોય તો તેવી વ્યક્તિ પોતાના જીવનમાં વૈરાગ્યશીલ બની રહે છે.

X
Understanding it is best if the intercurrent line is long, deep, clear, pink

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી