હસ્તરેખાશાસ્ત્ર / મનુષ્યની મસ્તિષ્ક રેખા ઘણું કહી શકે છે, વ્યક્તિની કર્તૃત્વશક્તિનો અંદાજ આવી શકે

The brain line of humans can say a lot

 • મસ્તિષ્ક રેખા ચંદ્ર અને મંગળના પર્વતના મધ્યભાગ સુધી જ જાય તો તે ઉત્તમ ગણાય છે

Divyabhaskar.com

Sep 05, 2019, 01:06 PM IST

ધર્મ ડેસ્ક (અનિલ કે. ભટ્ટ). પ્રત્યેક વ્યક્તિની હાથની રેખાઓમાં- મસ્તિષ્ક રેખા એક અતિ મહત્ત્વની રેખા ગણાય છે. આ રેખા પરથી વ્યક્તિની બુદ્ધિમત્તા, સ્મરણશક્તિ, ધારણાશક્તિ, માનસિક ક્ષમતા, એકાગ્રતા અને કર્તૃત્વશક્તિનો અંદાજ આવી શકે છે.

 • આ મસ્તિષ્ક રેખા ચંદ્ર અને મંગળના પર્વતના મધ્યભાગ સુધી જ જાય તો તે ઉત્તમ ગણાય છે.
 • મસ્તિષ્ક રેખા સરળ, ઊંડી અને નાની હોય તો તેવી વ્યક્તિ વ્યવહારકુશળ પુરવાર થાય છે.
 • મસ્તિષ્ક રેખા આયુરેખાને સ્પર્શ કરી નીકળી હોય તો આવી વ્યક્તિ અતિ સંવેદનશીલ સ્વભાવ ધરાવે છે.
 • મસ્તિષ્ક રેખા મંગળ અને ચંદ્રના પર્વતના મધ્યભાગ સુધી ગઇ હોય તો તેવી વ્યક્તિ બુદ્ધિમાન, ચતુર અને યશસ્વી બને છે.
 • મસ્તિષ્ક રેખા આગળ વધીને મંગળના પર્વત ઉપર ગઇ હોય તો તેવી વ્યક્તિ દૃઢ નિશ્ચયી, નીડર અને ઉત્સાહી બની રહે છે.
 • મસ્તિષ્ક રેખા જો આગળ વધીને નીચે ચંદ્રના પર્વત ઉપર ગઇ હોય તો તેવી વ્યક્તિ બુદ્ધિમાન, ચતુર, વિચારક અને યશસ્વી કવિ બની રહે છે.
 • જો આ મસ્તક રેખા ઉપરના ભાગમાં સૂર્યના પર્વત તરફ જાય તો તેવી વ્યક્તિ આર્ટ કળા ક્ષેત્રમાં આગળ વધી શકે છે. વિશેષમાં તે સટ્ટાનો વેપાર કરનાર, સાર્વજનિક ક્ષેત્રમાં રસ દાખવનાર બની રહી સુખ-સંપત્તિ અને યશપ્રતિષ્ઠા પામી શકે છે.
 • મસ્તક રેખા જો ઉપરના ભાગમાં બુધની આંગળી તરફ જાય તો તેવી વ્યક્તિ સ્વાવલંબી, ઉદ્યમી અને કોન્ટ્રાક્ટના વ્યવસાયમાં પ્રતિષ્ઠિત બની રહે છે.
X
The brain line of humans can say a lot

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી